Page #1
--------------------------------------------------------------------------
________________
બૃહત્ક૯પસૂત્ર': પ્રાસ્તાવિક
1 કપ છે
ગ્રંથકારને પરિચય પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર મહાશાસ્ત્ર, જેનું ખરું નામ જ છે, તેના સંપાદન સાથે તેના ઉપરની નિયુકિત, ભાષ્ય અને ટીકાનું સંપાદન કરેલ હોઈ, એ બધાયના પ્રણેતાઓ કોણ છે—હતા, તેને લગતે શક્ય ઐતિહાસિક પરિચય આ નીચે કરાવવામાં આવે છે.
છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર જૈન સંપ્રદાયમાં ઘણા પ્રાચીન કાળથી છેદસૂત્રકાર અને નિયંતિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જાણીતા છે. આ માન્યતાને કેટલાયે પ્રાચીન ગ્રંથકારોએ તેમના ગ્રંથમાં જણાવી છે, અને એ જ માન્યતા આજે જૈન સંપ્રદાયમાં સર્વત્ર પ્રચલિત છે. પરંતુ નિયુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રાચીનતમ ગ્રન્થનું સૂક્ષ્મ અધ્યયન કરતાં, તેમાંના ઉલ્લેખો તરફ ધ્યાન આપતાં, ઉપરોક્ત રૂઢ સાંપ્રદાયિક માન્યતા બાધિત થાય છે. એટલે આ લેખમાં ઉપર જણાવેલી ચાલુ સાંપ્રદાયિક માન્યતાની, બન્નેય પક્ષનાં સાધકબાધક પ્રમાણે દ્વારા, સમીક્ષા કરવામાં આવે છે.
છેદસૂત્રોના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુસ્વામી છે” એ વિષે કોઈ પણ જાતનો વિસંવાદ નથી. જોકે છેદત્રોમાં તેના આરંભમાં, અંતમાં અગર કોઈ પણ ઠેકાણે ખુદ ગ્રન્થકારે પોતાના
કેક બૃહત્ક૯પસૂત્ર'ના, સગત પૂ. મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને પૂ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલા છ ગ્રંથે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રસિદ્ધ કર્યા છે. છઠ્ઠા ગ્રંથમાંનું આ મહાશાસ્ત્ર વિષેનું, પૂ. મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજનું પ્રાસ્તાવિક વક્તવ્ય અહીં આપ્યું છે.
૧. દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પસૂત્ર), વ્યવહાર, નિશીથ (આચારપ્રકલ્પ), મહાનિશીથ અને પંચકલ્પ–આ છ ગ્રન્થને છેદસૂત્ર” તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં છેદસૂત્રકાર સાથે સંબંધ ધરાવનાર પ્રથમનાં ચાર સૂત્રો જ સમજવાનાં છે.
૨. આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસુત્ર આદિ શાસ્ત્રો ઉપરની ગાથાબદ્ધ વ્યાખ્યાને નિર્યુકિત તરીકે ઓળખવામાં આવે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
६८ ]
જ્ઞાનાંજલિ
નામ આદિ કશાયને ઉલ્લેખ કર્યાં નથી, તેમ છતાં તેમના પછી થયેલ ગ્રન્થકારાએ જે ઉલ્લેખા કર્યાં છે, તે જોતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, છેદ્યસૂત્રકાર ચતુર્દશપૂધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી જ છે.
દશાશ્રુતસ્ક ંધસૂત્રની નિયુક્તિના પ્રારંભમાં નિયુક્તિકાર જણાવે છે કે
वंदामि भद्दबाहु, पाईणं चरिमसगलसुयनाणि ।
सुत्तस्स कारमिसि, दसासु कप्पे य बवहारे ॥ १ ॥
અર્થાત્—“ પ્રાચીનગોત્રીય, આંતિમ શ્રુતકેવલી તેમ જ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહારસસ્ત્રના પ્રણેતા, મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.”
આ જ પ્રમાણેને ઉલ્લેખ પુયકલ્પની આદિમાં પણ છે. આ બન્નેય ઉલ્લેખે। જોતાં, તેમ જ ખીજું કાઈ પણ બાધક પ્રમાણ ન હેાવાથી, સ્પષ્ટ રીતે કહી શકાય કે, ‘ છેદસૂત્રોના નિર્માતા ચતુર્દ શપૂર્વધર અંતિમ શ્રુતકેવલી સ્થવિર આ ભદ્રબાહુવાની છે અને તેમણે દશા, કલ્પ અને વ્યવહાર એ છેદસૂત્રોની રચના કરી છે.’ આ ઉલ્લેખમાં નિયુક્તિરચના કરવાને લગતા તેમ જ તેઓશ્રી નૈમિત્તિક સ્થવિર ” હાવાને લગતા કશાય ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં રાખવા જેવુ છે.
ऋण
"
ઉપર અમે જે ગાથા ટાંકી છે, તેના ઉપર પંચકલ્પ-મહાભાષ્યકારે જે મહાભાષ્ય કર્યું છે, તેમાં પણ નિયુતિગ્રન્થાની રચના કર્યાને લગતેા કરોય ઉલ્લેખ નથી. મહાભાષ્યની ગાથા નીચે આપવામાં આવે છે—
આ
कति गामणिफणणं महत्थं वत्तुकामतो | रिजुहस्स भत्तीय, मंगलट्ठाए संधुति ॥ १ ॥ तित्थगरणमोक्कारो, सत्यस्स तु ग्राइए समक्खायो । इह पुरण जेणऽज्झणं, गिज्जूढं तस्स कीरति तु ॥ २ ॥ सत्थारिण मंगलपुरस्सराणि सुहसवणगहणधरणाणि । जम्हा भवंति जंति य, सिस्सपसिस्सेहिं पचयं च ॥ ३ ॥ भत्ती य सत्यकत्तरि, तत्तो उगओग गोरवं सत्थे । एएण कारणं, कीरइ यादी समोकारो ॥४॥ ' वद' श्रभिवाद थुतीए, सुभसद्दो रोगहा तु परिगीतो । वंदर पूरण रणमरणं, थुरणरणं सकारमेगट्ठा ॥ ५ ॥ भद्दति सुंदरं ति य, तुल्लत्यो जत्थ सुंदरा वाहू | सो होति भवाहु, गोण्णं जेरगं तु वालत्ते ॥ ६ ॥ पाए र लक्खिज्जइ, पेसलभावो तु बाहुजुयलस्स । saaणमतो गामं, तस्सेयं भद्दवाहु त्ति ॥ ७ ॥ aria भद्दवाहु, विसेसरणं गोण्णगहरण पाईणं ।
सिविसि विसरणं चरिमसगलसुतं ॥ ८ । रिमो पच्छिम खलु चोद्दसपुव्वा तु होति सगलसुतं । सेसाण वुदासट्टा, सुत्तकरऽज्झयणमेयस्स ॥ ९ ॥
Page #3
--------------------------------------------------------------------------
________________
બૃહેકલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
किं तेरण कयं तं तू, जं भण्णति तस्स कारतो सो उ । भगति गरधारीहिं, सव्वसुयं चेव पुव्वकयं ॥ १० ॥ तत्तो चि गिज्जूढं प्रणुग्गहट्टाए संपयजतीणं ।
तो सुत्तकारतो खलु, स भवति दशकप्पववहारे ॥ ११ ॥ આ ઉલ્લેખમાં મહાભાષ્યકારે ચતુર્દશપૂર્વધર સ્થવિર આ તરીકે જ જણાવ્યા છે, એ નવમી ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ થાય છે.
ઉપર નિયુક્તિ, ભાષ્ય અને મહાભાષ્યના ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામીને દશા, કપ અને વ્યવહાર એ ત્રણ છેદસૂત્રોના રચિયતા જણાવવામાં આવ્યા છે; પરંતુ પંચકલ્પભાષ્યની ચૂર્ણિમાં તેએ ત્રીને નિશીથસૂત્રના પ્રણેતા તરીકે પણ જણાવ્યા છે. એ ઉલ્લેખ અહીં
આપવામાં આવે છે—
[ ૬૯
ભદ્રબાહુવામીને માત્ર સૂત્રકાર
''
'तेरा भगवता आयारपकप्प-दसाकप्पववहारा य नवमपुव्वनीसंदभूता निज्जूढ़ा | પંચવર્વાણ પત્ર શ્ ( લિખિત )
અર્થાત્—તે ભગવાને ( ભદ્રબાહુસ્વામીએ ) નવમા પૂર્વમાંથી સારરૂપે આચારપ્રકલ્પ, દશા, કલ્પ અને વ્યવહાર એ ચાર સૂત્રેા ઉડ્ડાર્યા છે રચ્યાં છે.
આ ઉલ્લેખમાં જે આયારવઘ્ન નામ છેએ નિશીથસ્ત્રનું નામાન્તર છે. એટલે અત્યારે ગણાતાં છ છેદસૂત્રો પૈકી ચાર મૌલિક છેદસૂત્રોની અર્થાત્ દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રની રચના ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામીએ કરી છે.
તિચોપાનિય પ્રકીર્ણક, જેની રચના વિક્રમની પાંચમી શતાબ્દિની શરૂઆતમાં થયેલી હાવાનુ શ્રીમાન કલ્યાણવિજયજી “ વીરનિર્વાણ સંવત શ્રૌર જૈન વાલાના ’ ( પૃષ્ઠ ૩૦, ટિ॰ ર૭)માં સપ્રમાણ જણાવે છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ
વિ
सत्तमतो धिरबाहू जायसी सुपडिच्छिय सुबाहू | નામેળમાદ પ્રવિદ્દી સાધર્મી સાત્તિ (?) ॥ ૪॥ सोविय चोपुवी वारसवासाइं जोगपडिवन्नो । सुत्तत्ते निबंध ग्रत्थं प्रज्ज्ञयणबंधस्स ।। १५ ।।
તીર્થોદ્ગારપ્રકીર્ણ કના પ્રસ્તુત ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીને ત્રકાર તરીકે જ વર્ણવ્યા છે, પરંતુ તેથી આગળ વધીને · તેઓ નિયુક્તિકાર ' હાવા વિષે કે તેમના નૈમિત્તિક હાવા વિષે સૂચના સરખાયે કરવામાં આવી નથી.
*
ઉપર ટૂંકમાં જે પ્રમાણેા નોંધાયાં છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે-છેદસૂત્રોના પ્રણેતા, અંતિમ શ્રુતકેવલી સ્થવિર આ ભદ્રબાહુસ્વામી જ છે. આ માન્યતા વિષે કોઈને કશાય વિરાધ નથી. વિરાધ તા આજે · નિયુક્તિકાર કોણ ? અથવા કયા ભદ્રબાહુસ્વામી ?’ એને જ છે, એટલે આજના લેખમાં એ વિષે જ ચર્ચા અને સમીક્ષા કરવાની છે.
૧. પ્રાચીન માન્યતા મુજબ દશાશ્રુતસ્ક ંધ અને કલ્પને એક સૂત્ર તરીકે માનવામાં આવે અથવા ૫ અને વ્યવહારને એક સૂત્રરૂપે માની લઈ એ તે ચારને બદલે ત્રણ સુત્રા થાય.
Page #4
--------------------------------------------------------------------------
________________
:૭૦]
જ્ઞાનાંજલિ જૈન સંપ્રદાયમાં આજે એક એવો મહાન વર્ગ છે અને પ્રાચીન કાળમાં પણ હતો, જે “નિર્યુક્તિએના પ્રણેતા ચતુર્દશ પૂર્વવિદ્દ છેદસૂત્રકાર સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી જ છે” એ પરંપરાને માન્ય રાખે છે અને પિષે છે. એ વર્ગની માન્યતાને લગતાં અર્વાચીન પ્રમાણોને–નિરર્થક લેખનું સ્વરૂપ મોટું થઈ ન જાય એ માટે—જતાં કરી, એ વિષેના જે પ્રાચીન ઉલ્લેખો મળે છે એ સૌનો ઉલ્લેખ કર્યા પછી “નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી, ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી નથી પણ તે કરતાં કોઈ જુદા જ સ્થવિર છે.” એ અમારી પ્રામાણિક માન્યતાને લગતાં પ્રમાણ અને વિચારસરણી રજૂ કરવામાં આવશે.
અમે અહીં અમારી નવીન છતાં પ્રામાણિક માન્યતાને અંગે જે પ્રમાણે અને વિચારો રજૂ કરીએ છીએ તેને વિદ્વાને ધ્યાનપૂર્વક વિચારે અને તેની સાધક-બાધતાને લાગતા વિચારો તેમ જ પ્રમાણેને સૌમ્યતાથી પ્રગટ કરે. અહીં ખેંધવામાં આવતી નવીન વિચારસરણીને અંગે કઈ પણ મહાશય પ્રામાણિક દલીલ તેમ જ ઐતિહાસિક પ્રમાણે દ્વારા ઊહાપોહ કરશે તો અમે તેના ઉપર જરૂર વિચાર કરીશું. અમારી માન્યતા વિદ્વર્ગમાં ચર્ચાઈને તેને વાસ્તવિક નિર્ણય ન આવે ત્યાં સુધી અમે એના ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા. અને એ જ કારણથી “છેદસૂત્રકાર ભદુબાહુસ્વામી” કરતાં નિર્યુક્તિકાર આચાર્ય તદ્દન ભિન્ન હોવાની અમારી દૃઢ માન્યતા હોવા છતાં અમે અમારા તરફથી પ્રકાશન પામેલા બહકલ્પસૂત્ર ગ્રન્થનાં શીર્ષકમાં લાંબા વખતથી ચાલી આવતી રૂઢ માન્યતા મુજબ “qશ્રીમદ્રવદુવામિવિનિર્મિતત્ત્વોપજ્ઞનિર્યું તે ગૃહજ્જબૂત્ર’ એ પ્રમાણે જ લખ્યું છે.
હવે અમે અમારી પ્રતિજ્ઞા અનુસાર પ્રારંભમાં “નિયુક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુવામી છેએ માન્યતાને લગતા પ્રાચીન ૩જોવો આપીએ છીએ?
१. " अनुयोगदायिनः-सुधर्मस्वामिप्रभृतयः यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरस्याचार्योऽतस्तान् सर्वानिति।" प्राचाराङ्गसूत्र शीलाङ्काचार्यकृत टीका, પત્ર ૪.
२. " न च केषाञ्चिदिहोदाहरणानां नियुक्तिकालादाक्कालभाविता इत्यन्योक्तत्वमाशङ्कनीयम , स हि भगवाँश्चतुर्दशपूर्ववित् श्रुतकेवली कालत्रयविषयं वस्तु पश्यत्येवेति कथमन्यकृतत्वाशङ्का ? इति ।" उत्तराध्ययन शान्तिसूरिकृता पाइयटीका, पत्र १३६. - રૂ. “Twifધસ્ય વન્દ્રનં વાર્તધ્યમ્ ૨ સ્વમસ્ય, યત ૩ –TIf a ” | भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरत्वाद् दशपूर्वधरादीनां च न्यूनत्वात् किं तेषां नमस्कारमसौ करोति ? इति । अत्रोच्यते गुणाधिका एव ते, अव्यवच्छितिगुणाधिक्यात् , अतो न दोष इति ।" अोधनियुक्ति द्रोणाचार्यकृतटीका, पत्र ३.
४. “ इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तावदर्थतस्तीर्थकरैः सूत्रतस्तुगणधरैविरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधुश्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुनैतव्याख्यानरूपा “આમિrળવોહિયાળ” ત્યવિજેતા થા નિવૃત્તિ તા.” વિશેષાવર માधारिहेमचन्द्रसूरिकृत टीका, पत्र १.
Page #5
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર”: પ્રાસ્તાવિક
[ો ५. “साधूनामनुग्रहाय चतुर्दशपर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहासूत्रं चाकारि, उभयोरपि च सूत्रस्पशिकनियुक्तिः।" बृहत्कल्पपीटिका मलयगिरिकृत टीका, पत्र २.
६. " इह श्रीमदावश्यकादिसिद्धान्तप्रतिबद्धनियुक्तिशास्त्रसंसूत्रणसूत्रधारः...श्रीभद्रबाहुस्वामी ......कल्पनामधेयमध्ययनं नियुक्तियुक्तं नियूंढवान् ।" बृहत्कल्पपीठिका श्रीक्षेमकीर्तिसूरिअनुसन्घिता टीका, पत्र १७७.
અહીં જે છ શાસ્ત્રીય ઉલ્લેખો આપવામાં આવ્યા છે એ બધાય પ્રાચીન માન્ય આચાર્યવરોના છે. અને એ “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુ સ્વામી છે” એ માન્યતાને ટેકો આપે છે. આ ઉલ્લેખોમાં સૌથી પ્રાચીન ઉલ્લેખ આચાર્ય શ્રી શીલાંકને છે, જે વિક્રષ્ની આઠમી શતાબ્દીના ઉત્તરાર્ધને અથવા નવમી શતાબ્દીના આરંભને છે. આ કરતાં પ્રાચીન ઉલ્લેખ, ખંતપૂર્વક તપાસ કરવા છતાં, અમારી નજરે આવી શક્યો નથી.
ઉપર નોંધેલ છ ઉલ્લેખો પૈકી આચાર્ય શ્રી શાન્તિસૂરિને ઉલ્લેખ બાદ કરતાં બાકીના બધાય ઉલ્લેખોમાં સામાન્ય રીતે એટલી જ હકીકત છે કે, “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુવામી છે હતા પણ શ્રી શાન્તાચાર્યના ઉલ્લેખમાં એટલી વિશેષ હકીકત છે કે-“પ્રસ્તુત (ઉત્તરાધ્યયનસૂત્રની) નિયુકિતમાં કેટલાંક ઉદાહરણો અર્વાચીન અર્થાત ચતુર્દશપૂર્વધર નિયંતિકાર ભગવાન ભદ્રબાહુવામી કરતાં પાછળના સમયમાં થયેલા મહાપુરુષોને લગતાં છે, માટે “એ કઈ બીજાનાં કહેલાં–ઉમેરેલાં છે' એવી શંકા ન લાવવી. કારણ કે. ભગવાન ભદ્રબાહસ્વામી ચતુર્દશપર્વવિદ શ્રત કેવળી હોઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે. એટલે એ ઉદાહરણો કઈ બીજાનાં ઉમેરેલાં છે એવી શંકા કેમ થઈ શકે ?”
નિર્યુક્તિ આદિમાં આવતી વિધાસ્પદ બાબતોને રદિયો આપવા માટેની જે કોઈ મજબૂતમાં મજબૂત દલીલ કહો કે શાસ્ત્રીય પ્રમાણ કહો તો તે આ એક શ્રી શાત્યાચાર્યે આપેલ સમાધાન છે. અત્યારે મોટે ભાગે દરેક જણ માત્ર આ એક દલીલને અનુસરીને જ સંતોષ માની લે છે. પરંતુ
ધાન આપનાર પૂજ્ય શ્રી શાન્તિસૂરિ પોતે જ ખરે પ્રસંગે ઊંડા વિચારમાં પડી ઘડીભર કેવા ભી જાય છે ? અને પોતે આપેલ સમાધાન ખામીવાળું ભાસતાં કેવા વિકલ્પ કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું.
ઉપર છ વિભાગમાં આપેલ ઉલ્લેખોને અંગે અમારે અહીં આ કરતાં વિશેષ કાંઈ જ ચર્ચવાનું નથી; જે કાંઈ કહેવાનું છે તે આગળ ઉપર પ્રસંગે પ્રસંગે કહેવામાં આવશે.
હવે અમે ઉપરોક્ત અર્થાત “નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુ સ્વામી છે” એ માન્યતાને બાધિત કરનાર પ્રમાણેને ઉલ્લેખ કરી તે પછી તેને લગતી યોગ્ય ચર્ચા રજૂ કરીશું. १. (क) मूढणइयं सुयं कालियं तुण या समोयरंति इहं ।
अपुहुत्ते समायारो, नत्थि पुहुत्ते समायारो ॥ ७६२ ॥ जावंति अज्जवारा, अपुहुत्तं कालियाणुप्रोगे य । तेणारेण पुहुत्तं, कालियसुय दिट्ठिवाए य ॥ ७६३ ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
७२ ]
(ख) तुंबवरण सन्निवेसा, निग्गयं पिउसगास मल्लीगं । छम्मासि छसु जयं, माऊयसमन्नियं वंदे ॥। ७६४ ॥ जो गुज्झएहिं बालो, निमंतिप्रो भोयणेण वासंते । च्छ विणीयविरणओ, तं वइररिसि णमंसामि ।। ७६५ ।। उज्जेणीए जो जंभगेहिं, आरणक्खिऊरण थुयमहिो । अक्खी महारणसियं, सीहगिरिपसंसियं वंदे ॥ ७६६ ॥ जस्स अण्णाए वायगत्तणे दसपुरम्मि यरम्मि । देवेहिं कया महिमा, पयाणुसारि णमंसामि ॥ ७६७ ॥ जो कन्नाइ धरणय, रिणमति जुव्वणम्मि गिहवइरणा । नयरम्मि कुसुमनामे, त्तं वइररिसिं णमंसामि ॥ ७६८ ॥ जेरिया विज्जा, श्रागासगमा महापरिणा । वंदामि अजवरं, अपच्छिमा जो सुयहराणं ॥ ७६६ ॥
*
(ग) अपुहुत्ते अणुप्रोगो, चत्तारि दुवार भासई एगो | पुत्ताणुओकरणे, ते अत्थ तो उ वोच्छिन्ना ॥ ७७३ ॥ देविंद दिएहिं महाणुभागेहिं रक्खिनज्जेहिं । जुगमासज्ज विभत्तो, ऋणुग्रोगो तो कम्रो चउहा ।। ७७४ ।। माया य रूहसेामा, पिया य नामेण सोमदेव, त्ति । भाया य फग्गुरक्खिय, तोसलिपुत्ता य आयरिश्रा ॥ ७७६ ॥ निज्जवणभद्दगुत्ते, वीसु पढणं च तस्य पुब्वगय । पव्वावियो य भाया, रक्खिअखमणेहिं जो य ।। ७७७ ।।
*
(ध) बहुरय-पएस - प्रव्वत्त- समुच्छ दुग-तिग-प्रबद्धिगा चेव । सत्ते पहिगा खलु, तित्थम्मि उ वद्धमारणस्स ।। ७७८ ॥ बहुरयजमालिपभवा, जीवपएसा य तीसगुत्ता । प्रवत्ताऽऽसाढाओ, सामुच्छेयाऽऽसमित्ताश्रो ।। ७७६ ॥ गंगाओ दो किरिया, छलुगा तेरासियाण उप्पत्ती । थेरा य गो माहिल, पुट्ठमबद्ध परूविति ॥ ७८० ।। सावत्थी उसभपुरं, सेयविया मिहिल उल्लुगातीरं । पुरिमंतरंजि दसपुर, रहवीरपुरं च णयराई ॥ ७८१ ॥ चास सालस वासा, चास वीसुत्तरा य दोणि सया । अट्ठावीसा यदुवे, पंचेव सया उ चोयाला ॥ ७८२ ॥
#
જ્ઞાનાંજલિ
Page #7
--------------------------------------------------------------------------
________________
yasसूत्र' : प्रास्ताविक
पंचसया चुलसीया, छ च्चेव सया रणवोत्तरा हुति । गाणुप्पत्ती य दुवे, उप्पण्णा गिव्वुए सेसा ॥ ७८३ ॥
मिच्छादिठ्ठीयारणं, जं तेसिं कारियं जहिं जत्थ । सव्वंपि तयं सुद्धं, मूले तह उत्तरगुरणे य ।। ७८८ ।।
वश्यकनियुक्ति ।
पाडलिपुत्त महागिरि, अजसुहत्थी य सेट्ठि वसुभूती। वइदिस उज्जेणीए, जियपडिमा एलकच्छं च ॥ १२८३ ॥
आवश्य अरहते बंदित्ता, चउदसपुबी तहेव दसपुवी । एक्कारसंगसुत्तत्थधारए सव्वसाहू य ॥१॥ अोहेण उ णिज्जुति, वुच्छ चरणकरणाणुओगाओ। अप्पक्खरं महत्थं, अणुग्गहत्थं सुविहियारणं ॥२॥
अोघनिर्यक्ति । अपुहुत्त-पुहुत्ताई, निद्दिसिउं एत्थ होइ अहिगारो । चरणकरणाणुप्रोगेण तस्य दारा इमे हुति ॥१॥
दशवैकालिकनियुक्ति । जह जह पएसिणी जाणुगम्मि पालित्तओ भमाडेइ । तह तह सीसे वियणा, पणस्सइ मुरुंडरायस्स ।। ४६८७॥
नइ कण्हविन्न दीवे, पंचसया तावसारण रिणवसंति । पव्वदिवसेसु कुलवइ, पालेवुत्तार सकारे ॥ ५०३ ।। जण सावगाण खिसण, समियखण माइठाण लेवेण। सावय पयत्तकरणं, अविणय लोए चलण धोए ॥ ५०४॥ पडिलाभिय वच्चंता, निबुड्डु नइकूल मिलणसमियायो । विम्हिय पंच सया तावसाण पव्वज साहा य ॥५०५ ।।
पिण्डनियुक्ति । ५. (क) भगवं पि थूलभद्दो, तिक्खे चंकम्मिो न उण छिन्नो ।
अग्गिसिहाए वुत्थो, चाउम्मासे न उण दड्ढो ॥ १०४ ॥ उज्जेणि कालखमणा, सागरखमणा सुवण्णभूमीए इंदो आउयसेसं, पुच्छइ सादिव्वकरण च ।। १२० ॥
(ख) उत्तराध्ययनसूत्रना यातु२॥य अध्ययनमा बहुरय पएस अव्वत्त समुच्छ० या ( નિર્યુકિત ગાથા ૧૬૪થી ગાથા ૧૭૮ સુધી)માં સાત નિદ્ભવો અને દિગંબરમતનું, આવશ્યક નિર્યુક્તિ गाथा, ७७८ था ७८मा छे ते ४२ता, विस्तृत वर्णन छे. सौ.१०
Page #8
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાંજલિ
૭૪]
(ग) रहवीरपुरं नयरं, दीवगमज्जाण अज्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥ १७८ ॥
उत्तराध्ययनसूत्रनिर्यक्ति । एगभविए य बद्धाउए य अभिमुहियनामगोए य ।
एते तिन्नि वि देसा, दव्वम्मि य पोंडरीयस्य ॥ १४६ ॥ वृत्तिः- 'एगे' त्यादि । एकेन भवेन गतेन अनन्तरभव एव यः पौण्डरीकेषु उत्पत्स्यते स एकभविकः । तथा तदासन्नतरः पौण्डरीकेषु बद्धायुष्कः । ततोऽप्यासन्नतमः ‘अभिमुखनामगोत्रः' अनन्तरसमयेषु यः पौडरीकेषु उत्पद्यते । एते' अनन्तरोक्ताः त्रयोऽप्यादेशविशेषा द्रव्यपौण्डरीकेऽवगन्तव्या इति ।। सूत्रकृतांगनियुक्ति श्रुत० २, अध्य० १, पत्र २६७-६८ । ।
આ વિભાગમાં આવેલ આધારે “નિક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી” હોવાની માન્યતાનો વિરોધ કરનારા છે, જે ખુદ નિયુક્તિ અને શૂર્ણિન્થમાંના છે, એટલું જ નહિ, પણ નિર્યુક્તિકાર “ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી” હોવાની માન્યતાને લગતા પ્રથમ વિભાગમાં આપેલ પુરાવાઓ કરતાં વધારે પ્રાચીન તેમ જ વિચારણીય છે. હવે અમે આ પ્રમાણોની ચર્ચા કરતી વિચારસરણી રજૂ કરીએ છીએ.
નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી, એ જે ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુ સ્વામી જ હોય તો તેમણે રચેલા નિક્તિગ્રંથમાં નીચેની બાબતો ન જ હોવી જોઈએ, જે અત્યારે નિર્યુક્તિગ્રંથોમાં પ્રત્યક્ષપણે જોવામાં આવે છે.
૧. (૪) આવશ્યકનિયુક્તિ ગાથા ૭૬૪ થી ૭૬ સુધીમાં સ્થવિર ભગુપ્ત (શ્રી વજસ્વામીના વિદ્યાગુરુ), આર્ય સિંહગિરિ, શ્રી વજસ્વામી, તોસલિપુત્રાચાર્ય, આર્યરક્ષિત, ફલ્યુરક્ષિત આદિ અર્વાચીન આચાર્યોને લગતા પ્રસંગોનું વર્ણન. (જુઓ ઉલ્લેખ ૧ રવ).
(ર) પિંડનિયુક્તિ ગાથા ૪૯૮માં પાદલિપ્તાચાર્યને પ્રસંગ અને ગાથા ૫૩ થી ૫૦૫માં વસ્વામીના મામા આર્ય સમિતસૂરિને સંબંધ, બ્રહ્મદીપિક તાપસેની પ્રત્રજ્યા અને બ્રહ્મદીપિક શાખાની ઉત્પત્તિનું વર્ણન. (જુઓ ઉલ્લેખ ૪).
(૪) ઉત્તરાધ્યયનનિયુક્તિ ગાથા ૧૨૦ માં કાલિકાચાર્યની કથા ( જુએ ઉલ્લેખ ૫ ).
૨. ઓઘનિર્યુક્તિ ગાથા ૧માં ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને અગિયારસંગજ્ઞાતાઓને સામાન્ય નમસ્કાર કર્યો છે, એ પૂજ્ય શ્રી દ્રોણાચાર્યે જણાવ્યું છે તેમ, અણઘટતો નથી પણ આવ. નિ. ગાથા ૭૬૪થી ૭૬૯ સુધીમાં દશપૂર્વધર શ્રી વાસ્વામીને નામ લઈને નમસ્કાર કરવામાં આવ્યો છે, તે ઉચિત નથી. (જુઓ ઉલ્લેખ ૧ તથા ૨ ).
૩. (૪) આવ. નિ. ગાથા ૭૬ ૩ અને ૭૭૪માં જણાવ્યું છે કે આર્ય વજીસ્વામીના જમાના સુધી કાલિસૂત્રાદિની જુદા જુદા અનુયોગરૂપે વહેંચણી થઈ ન હતી, પણ તે બાદ એ વહેંચણી થઈ છે, અને એ દેવેંદ્રનંદિત ભગવાન આર્યરક્ષિતે કાળ અને પોતાના દુર્બલિકા પુષ્યમિત્ર નામના વિદ્વાન શિષની સ્મરણશક્તિના હાસને જોઈને કરી છે. (જુઓ ઉલેખ ૧ ૧ અને T).
- (૪) દશવૈકાલિકનિર્યુકિત ગાથા ૪માં અનુગના પૃથકૃત્વ-અપૃથકૃત્વનો ઉલ્લેખ છે, અને જણાવ્યું છે કે આ શાસ્ત્રને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. (જુઓ ઉલ્લેખ ૩).
Page #9
--------------------------------------------------------------------------
________________
(૭૫
બૂછત્કલ્પસૂત્ર’ : પ્રાસ્તાવિક
(1) ઓઘનિર્યુક્તિ ગાથા ૨ માં એનો સમાવેશ ચરણકરણાનુયોગમાં હોવાનું જણાવ્યું છે.
(ઉલ્લેખ
૪. આવ. નિ. ગાથા છ૭૮ થી ૭૮૩માં અને ઉત્તર નિ ગાથા ૧૬૪ થી ૧૭૮ સુધીમાં સાત નિવો અને આઠમા દિગંબરમતની ઉત્પત્તિ અને તેમની માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંના ઘણાખરા ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી પછી થયેલા છે. અર્થાત એકંદર શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સાત સૈકા સુધીમાં બનેલ પ્રસંગે આ બન્ને નિયંતિગ્રંથમાં નોંધાયેલા છે. (જુઓ ઉલ્લેખ ૧ તથા ૫ ).
૫. સૂત્રકૃતાંગનિ ક્તિ ગાથા ૧૬૪માં દ્રવ્યનિક્ષેપને લગતા ત્રણ આદેશો અર્થાત ત્રણ માન્યતાએનો ઉલ્લેખ છે, જે ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુ પછી થયેલ સ્થવિર આર્ય સુહસ્તી આદિ અર્વાચીન સ્થવિરોની માન્યતારૂપ હોઈ તેનો ઉલ્લેખ નિર્યુતિગ્રન્થમાં સંગત ન હોઈ શકે. (ઉલ્લેખ ૬).
ઉપર જણાવેલ બાબતો ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુકૃત નિયંતિગ્રન્થોમાં હોય એ કોઈ પણ રીતે ઘટમાન ન કહેવાય. પૂજ્ય શ્રી શાંત્યાચાર્યના કહેવા પ્રમાણે “નિયુક્તિકાર ત્રિકાળજ્ઞાની હતા એટલે નિર્યુક્તિમાં એ બાબતનો ઉલ્લેખ હે અયોગ્ય નથી.” એ વાતને આપણે ઘડીભર માની લઈએ તેમ છતાં નિર્યુક્તિગ્રન્થોમાં નામ લઈને શ્રી વજસ્વામીને નમસ્કાર, અનુગની પૃથફતા, નિદ્વવાદિની ઉત્પત્તિ, પોતાના પછી ઉત્પન્ન થયેલ આચાર્યોની માન્યતાઓનો સંગ્રહ આદિ બાબતોને ઉલ્લેખ કોઈ પણ રીતે સંગત માની શકાય નહિ. કારણ કે–
() કોઈ પણ મહાન વ્યક્તિ “નમો તિસ્થરસ, નો પ્રાથરિયા, નમો ઉવજ્ઞાથા, Rો નોઇ સવસાહૂ'' ઇત્યાદિ વાક્યો દ્વારા ધર્મ પ્રત્યે અથવા ગુણે પ્રત્યેનો આદર પ્રગટ કરવા માટે સામાન્ય નમસ્કાર કરે એ અયોગ્ય નથી, પણ એ જ વ્યકિત પિતાના કરતાં લઘુ દરજે રહેલ વ્યક્તિને નામ લઈને નમસ્કાર કરે એ તો કોઈ પણ રીતે ઉચિત ન ગણાય અને એમ બની શકે પણ નહિ. ચૌદપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી, ઘનિર્યુક્તિના મંગલાચરણમાં કર્યું છે તેમ, ગુણે પ્રત્યે બહુમાન દર્શાવવા ખાતર દશપૂર્વધર આદિને કે સામાન્યતયા સાધુસમુદાયને નમસ્કાર કરે એમાં અણઘટતું કશું જ નથી, પણ તેઓશ્રી સ્થવિર આર્ય વજીસ્વામીને “ રૂરિસ, નમrfમ, વંfમ ઝઝવફર” એ રીતે સાક્ષાત નામ લઈ નમસ્કાર કરે અથવા પોતાના શિષ્યને “મરવં ઘુત્તમો” એમ વ્યક્તિગત નામ લઈ “માવ'' તરીકે લખે એ ક્યારે પણ બની ન શકે; અને એ પદ્ધતિ વિનયધર્મની રક્ષા ખાતર કોઈ પણ શાસ્ત્રકારને કે મૃતધરને માન્ય ન જ હોઈ શકે.
(૪) ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુસ્વામી, જેમણે અનુગની અપૃથફ દશામાં નિયુક્તિગ્રંથની રચના ક્યનું કહેવામાં આવે છે, તેઓશ્રી ૧. પિતા પછી લગભગ ચાર સિકા બાદ બનનાર અનુયોગપૃથફત્વની ઘટનાનો ઉલ્લેખ કરે, ૨. તેમના પિતાના પછી થનાર વિરોની જીવનકથા અને માન્યતાઓની નેંધ લે, અને ૩. કેટલાક નિકો અને દિગંબરમત, જે તેમના પોતાનાથી કેટલેય કાળાંતરે ઉત્પન્ન થયેલા છે, તેમની ઉત્પત્તિ અને માન્યતાઓને નિયુક્તિગ્રંથોમાં વર્ણવે,એ કઈ પણ પ્રકારે સ્વીકારી કે કલ્પી શકાય તેમ નથી. જે ઉપર્યુક્ત ઘટનાઓ બન્યા અગાઉ જ તેનો ઉલ્લેખ નિર્યુક્તિગ્રંથોમાં કરી દેવામાં આવે તો તે તે માન્યતા કે મત અમુક પુરુષથી રૂઢ થયાનું કહેવામાં આવે છે એ શી રીતે કહી શકાય ?
(૪) જે દશ આગમો ઉપર નિર્યુક્તિઓ રચાયાનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં છે, એ પૈકીનાં આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બે અંગ આગમો ચૌદપૂર્વધર આર્ય ભદ્રબાહુસ્વામીના જમાનામાં જૈન
Page #10
--------------------------------------------------------------------------
________________
૭૬ 1
જ્ઞાનાંજલિ સામ્પ્રદાયિક માન્યતાનુસાર અતિમહાન અને પરિપૂર્ણ હતાં, તેમ જ એના પ્રત્યેક સૂત્ર પર એકીસાથે ચાર અનુગ પ્રવૃત્ત હતા; એ સ્થિતિમાં ઉપરોક્ત અંગઆગમ ઉપર ગૂંથાયેલ નિયંતિગ્રન્થો અતિ વિશાળ અને ચાર અનુગમય હોવા જોઈએ, તેમ જ બીજા આગમગ્રંથો ઉપર નિર્માણ કરેલ નિયુંતિગ્રંથો પણ ચાર અનુગમય અને વિસ્તૃત હોવા જોઈએ; અને તે ઉપરાંત એમાં ઉપર નિર્દેશ કરેલ અનગની પ્રથફતાનો કે અર્વાચીન સ્થવિરોની જીવનકથા સાથે સંબંધ ધરાવતી કોઈ પણ બાબતને ઉલ્લેખ સદંતર ન હોવો જોઈએ.
આ કથન સામે “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વ ધર શ્રી ભદ્રબાહુવામી હોવાની માન્યતા તરફ વલણ ધરાવનારા વિદ્વાનોનું કહેવું છે કે-“નિર્યુક્તિકાર, ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુવામી જ છે. તેઓશ્રીએ
જ્યારે નિર્યુક્તિગ્રંથની રચના કરી ત્યારે એ નિર્યુક્તિગ્રંથે ચાર અનુગમય અને વિશાળ ન હતા; પણ જ્યારે સ્થવિર આર્ય રક્ષિતે પિતાના દુર્બલિકા પુષ્યમિત્ર નામના વિદ્વાન શિષ્યની વિસ્મૃતિને તેમ જ તેમની પાછળ ભાવિમાં થનાર શિષ્ય-પ્રશિષ્યાદિ સંતતિની અત્યંત મંદ બુદ્ધિને ધ્યાનમાં લઈ અનુયોગને પૃથક ક્ય, ત્યારે ઉપરોક્ત ચાર અનુગમય નિર્યુક્તિગ્રંથને પણ પૃથફ અનુગરૂપે વ્યવસ્થિત કરી લીધા.” - જેકે, જેમ સ્થવિર આર્ય રક્ષિત ભગવાને અનુગને પૃથફ કર્યાના તેમ જ આર્યસ્ક દિલ આદિ વિરોએ ભાથુરી પ્રમુખ ભિન્ન ભિન્ન વાચનાઓ દ્વારા આગમોની પુનવ્યવસ્થા કર્યાના અથવા એ આગમોની વાચના ચાલુ કર્યા આદિને લગતા વિવિધ ઉલેખો મળે છે. તેમ નિર્યક્તિગ્રસ્થાને વ્યવસ્થિત કરવાને લગતો એક પણ ઉલ્લેખ મળતો નથી; તેમ છતાં ઉપરોક્ત સમાધાનને થોડી વાર માટે કબૂલ કરી લઈએ તો પણ એ સમાધાન સામે એક વિરોધ તો ઊભો જ છે કે–
સ્થવિર આર્ય રક્ષિતના જમાનામાં આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બે અંગઆગમનું પ્રમાણ તે જ હતું, જે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીના જમાનામાં હતું, એટલે એ નિર્યુક્તિગ્રંથ ચાર અનુયાગમય હોવાને બદલે ભલે એક અનુગાનુસારી છે, પરંતુ એ નિયુક્તિગ્રંથનું પ્રમાણુ તો સૂત્રગ્રંથની વિશાળતાની માફક વિશાળ જ હોવું જોઈએ; પણ તેમ ન હોતાં આજના આપણું સામે વિદ્યમાન નિયંતિગ્રન્થ ભાથુરી આદિ વાચનાઓ દ્વારા અતિસંસ્કાર પામેલ અને જેન સામ્પ્રદાયિક માન્યતાનુસાર અતિ ટૂંકાઈ ગયેલ અંતિમ સૂત્રસંકલનાને જ આબાદ અનુસરે છે.
અનુગની પૃથક્તા આદિને લગતી બાબતો વિષે કદાચ એમ કહેવામાં આવે કે “એ ઉલ્લેખ વિર આર્ય રક્ષિતે નિયુક્તિગ્રંથોની પુનવ્યવસ્થા કરી ત્યારે ઉમેરેલ છે” તો પણ નિયંતિગ્રન્થોમાં ગોછા માહિલ નિદ્ભવ અને દિગંબરમતની ઉત્પત્તિને લગતી હકીકત નિયુક્તિગ્રન્થમાં ક્યાંથી આવી ? કે જે બન્નેયની ઉત્પત્તિ સ્થવિર શ્રી આર્ય રક્ષિત ભગવાનના સ્વર્ગવાસ પછી થયેલ છે. આ બાબતને ઉમેરનાર કોઈ ત્રીજા જ સ્થવિરને શોધવા જવું પડે એવું છે.
વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો કોઈ પણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથને અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થતાં તેમાં સંબંધ જોડવા પૂરતો ઘટતો ઉમેરે કે સહજ
१ आवस्सयस्स दसकालियस्स तह उत्तरज्झमायारे ।
सूयगडे णिज्जुतिं तहा वोच्छामि दसाण च ॥ ६४ ॥ कप्पस्स य णिज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स । મૂરિયપાત્તાપુ, તુ રૂfસમાસિક ૨ | હ ..
Page #11
--------------------------------------------------------------------------
________________
બૃહકલ્પસૂત્ર': પ્રાસ્તાવિક
[ ૭૭ ફેરફાર કરે એ સા હોઈ શકે, પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાનાઓ પછી બનેલી ઘટનાઓને કે તેવી કોઈ બીજી બાબતોને મૂળ ગ્રંથમાં નવેસર ઘુસાડી દે એથી એ ગ્રંથનું મૌલિકપણું, ગૌરવ કે પ્રામાણિકતા જળવાય ખરાં ? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એવો નવો ઉમેરે ક્યારેય પણ વાસ્તવિક તેમ જ માન્ય ન કરી શકાય. કોઈ પણ સ્થવિર મહર્ષિ એવો અણઘટતો ઉમેરે મૂળ ગ્રંથમાં ન જ કરે અને જે કંઈ કરે તો તેવા ઉમેરાને તે જ જમાનાના સ્થવિરે મંજૂર ન જ રાખે. અને તેમ બને તો તેની મૌલિકતામાં જરૂર ઊણપ આવે.
અહીં પ્રસંગવશાત્ અમે એક વાત સ્પષ્ટ કરી લઈએ છીએ કે ચર્તુદશપૂર્વધર ભગવાન ભદ્રબાહુના જમાનાના નિર્યુક્તિગ્રંથને આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાય અને આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ નિર્યુક્તિચંને તે પછીના જમાનામાં વ્યવસ્થિત કરવામાં આવે એટલું જ નહિ, પણ એ નિયુક્તિગ્રંથમાં ઉત્તરોત્તર ગાડાં ને ગાડાં ભરીને વધારે ઘટાડો કરવામાં આવે, આ જાતની કલ્પનાઓ અમને જરાય યુક્તિસંગત લાગતી નથી. કેઈ પણ મૌલિક ગ્રંથમાં આવા ફેરફારો કર્યા પછી એ ગ્રંથને મૂળ પુરુષના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમ જ તે પછીના રવિરોની પ્રામાણિકતા દૂષિત જ થાય છે :
ઉપર જણાવવામાં આવ્યું તે સિવાય નિયું ક્તિગ્રન્થમાં ત્રણ બાબતો એવી છે કે જે નિયુક્તિકાર ચર્તુદશપૂર્વધર હોવાની માન્યતા ધરાવતાં આપણને અટકાવે છે : ૧. ઉત્તરાર્થનસૂત્રમાં અકોમમરણીય નામના અધ્યયનમાં નીચે પ્રમાણેની નિયુક્તિ ગાથા છે:
सव्वे एए दारा, मरणविभत्तीइ वणिया कमसो ।
सगलणिउणे पयत्थे, जिण चउदसपुव्वि भासंति ॥ २३३ ॥ અર્થાત–ભરણવિભક્તિને લગતાં બધાં દ્વારને અનુક્રમે વર્ણવ્યાં, (પરંતુ) પદાર્થોને સંપૂર્ણ અને વિશદ રીતે જિન એટલે કેવળજ્ઞાની અને ચર્તુદશપૂવી (જ) કહે છે-કહી શકે છે,
આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે—“પદાર્થોને સંપૂર્ણ અને વિશદ રીતે કેવળજ્ઞાની અને ચૌદપૂર્વધર જ કહે છે;” જે નિર્યુક્તિકાર પતે ચૌદપૂર્વી હોય તો ગાથામાં “વરુદ્રસપુત્રી ” એમ ન લખે.
શ્રીમાન શાત્યાચાર્યું પરીષહાધ્યયનના અંતમાં જણાવ્યું છે કે–“ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપર્વવિદ્ ગ્રુતકેવલી હોઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે માટે અર્વાચીન ઉદાહરણો જોઈ એને માટે બીજાનાં કરેલાં હશે એમ શંકા ન કરવી,” પરંતુ આ પ્રમાણે સમાધાન આપનાર પૂજ્યશ્રી શાન્તાચાર્યને ઉપરોક્ત ગાથાની ટીકા કરતાં ઘડીભર વિચારમગ્ન થવા સાથે કેવું મૂંઝાવું પડયું છે, એ આપણે નીચે આપેલા એમની ટીકાના અંશને ધ્યાનમાં લેતાં સમજી શકીએ છીએ
सम्प्रत्यतिगम्भीरतामागमस्य दर्शयन्नात्मौद्धत्यपरिहारायाह भगवान् नियुक्तिकारः
सव्वे एए दारा० गाथाव्याख्या--' सर्वाणि 'अशेषाणि एतानि 'अनन्तरमुपदर्शितानि 'द्वाराणि' अर्थप्रतिपादनमुखानि मरणविभक्तेः 'मरणविभकत्यपरनाम्नाऽस्यैवाध्ययनस्य वणितानि' प्ररूपितानि मयेति शेषः, 'कमसा' त्ति प्राग्वत् क्रमतः । आह एवं सकलाऽपि मरणवक्तव्यता उक्ता उत न? इत्याह-सकलाश्च-समस्ता निपुणाश्च-अशेषविशेषकलिताः सकलनिपुणाः तान् पदार्थान् इह प्रशस्तमरणादीन् जिनाश्व-केवलिनः चतुर्दशपूर्विणश्च-प्रभवादयो जिनचतुर्दशपूर्विणा ‘भाषन्ते' व्यक्तमभिदधति, अहं तु मन्दमतित्वान्न तथा वर्णयितुं क्षम इत्यभिप्रायः । स्वयं चतुर्दशपूर्वित्वेऽपि
Page #12
--------------------------------------------------------------------------
________________
૮ ]
જ્ઞાનાંજલિ
यच्चतुर्दश पूर्युपादानं तत् तेषामपि पदस्थानपतितत्वेन शेषमाहात्म्यख्यापनपरमदुष्टमेव, भाष्यगाथा वा द्वारगाथाद्वयादारभ्य लक्ष्यन्त इति प्रेर्यानवकाश एवेति गाथार्थ: ।। २३३ ।। -ઉત્તરાધ્યયન પાયટોા, પત્ર ૨૪૦ |
ઉપરોક્ત ટીકામાં શ્રીમાન શાન્ત્યાચાર્યે એ રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યાં છે— ૧. નિયું - ક્વિકાર પાતે ચૌદપૂર્વી હોવા છતાં “ 'चउदसपुव्वी એમ લખ્યું છે તે ચૌદપૂર્વધરા આપસઆપસમાં અજ્ઞાનની અપેક્ષાએ સ્થાનપતિત અર્થાત્ એછાવત્તી સમજવાળા હાવાથી પોતાથી અધિકનુ માહાત્મ્ય સૂચવવા માટે છે. ૨. અથવા દ્વારગાથાથી લઈ ને અહી સુધીની બધીયે ભાગ્યગાથા હેવી જોઈએ એટલે શંકાને સ્થાન નથી.”
આવું વૈકલ્પિક અને નિરાધાર સમાધાન એ કારેય પણ વાસ્તવિક ન ગણાય. તેમ જ આ સમાધાનને ચૂર્ણિકારના ટેકા પણ નથી. જ્યારે કોઈ પણ સ્થળે વિરોધ જેવુ આવે ત્યારે તેને સ્વેચ્છાથી “ ભાષ્યગાથા છે.” ઇત્યાદિ કહી નિરાધાર સમાધાન આપવાથી કામ ચાલી શકે નહિ, એટલે પૂજ્યશ્રી શાન્તિસૂરિજીના ઉપરોક્ત નિરાધાર અને વૈકલ્પિક સમાધાનને, જેના માટે ખુદ પાતે પણ શકિત છે, માન્ય રાખી શકાય નહિ.
૨. સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા પુંડરીકાધ્યયનમાં પુંડરીક ' પદના નિક્ષેપેાનુ નિરૂપણ કરતાં દ્રનિક્ષેપના જે ત્રણ આદેશને નિર્યુક્તિકારે સંગ્રહ કર્યાં છે, એ બૃહત્કલ્પસૂત્રચૂર્ણિ કારના કહેવા પ્રમાણે સ્થવિર આમંગુ, સ્થવિર આ સમુદ્ર અને સ્થવિર આ સુહસ્તી એ ત્રણ સ્થવિરાની જુદી જુદી ત્રણ માન્યતારૂપ છે. ચૂર્ણિકારે જણાવેલ વાત સાચી હોય—બાધિત હોવા માટેનુ કાઈ પ્રમાણ નથી—તે આપણે એમ માનવુ જોઈએ કે ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુકૃત નિયું - ક્તિપ્રથામાં તેમના પછી થયેલ વિરાના આદેશના અર્થાત્ એમની માન્યતાઓનો ઉલ્લેખ હાઈ જ ન શકે. અને જો એ સ્થવિરાના મતોનો સંગ્રહ નિયુ”ક્તિપ્રથામાં હોય તે એકૃતિ ચતુર્દશપૂર્વ ધર ભદ્રબાહુની નથી પણ કાઈ ખીજા જ સ્થવિરની છે ' એમ કહેવું જોઈ એ. જો પાછળ થયેલ સ્થવિરાની કહેવાતી માન્યતાઓનો સંગ્રહ ચતુર્થાંશપૂર્વધરની કૃતિમાં હોય તે એ માન્યતાએ આમ ગુ આદિ સ્થવિરાની કહેવાય જ નહિ; જો કોઈ આ પ્રમાણે કહેવા પ્રયત્ન કરે તો એ સામે વિરોધ જ ઊભા થાય. અસ્તુ. નિયુક્તિમાં પાછળના સ્થવિરાના ઉપરોક્ત દ્રવ્યનિક્ષેપના ત્રણ આદેશા જોતાં નિયુŚક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી હોવાની માન્યતા બાધિત થાય છે.
૩. ઉપર અમે જે બે પ્રમાણ ટાંકી આવ્યા તે કરતાં ત્રીજું પ્રમાણ વધારે સબળ છે અને એ દશાશ્રુતક’ધની નિક્તિનુ છે. દશાશ્રુતરક ધની નિયુક્તિના પ્રાર ંભમાં નીચે પ્રમાણે ગાથા છે— वंदामि बाहु, पाईण चरिमसगल सुयनाणि । सुत्तस्स कारमिसिं, दसासु कप्पे य ववहारे ॥ १ ॥
१. गणहरथेरकयं वा, आपसा मुक्कुवागरणता वा । धुवचविसेतो वा अंगाऽण गेसु णाणत्तं ॥ १४४ ॥
चूर्णिः - किं च आपसा जहा अज्जमंगू तिविहं संखं इच्छति - एगभवियं बद्धाउयं अभिमुहनामगात्तं च । अज्जसमुद्दा दुविहं - बद्धाउयं अभिमुहनामगात्तं च । अज्ञसुहत्थी एवं - अभिमनामयं इच्छति ॥
कल्पभाष्यगाथा अने चूर्णि ( लिखित प्रति )
Page #13
--------------------------------------------------------------------------
________________
બૃહપસૂત્ર' પ્રાસ્તાવિક
[ ૭૯ દશાશ્રુતસ્કંધનિયંતિના આરંભમાં છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર ભદ્રબાહુને ઉપર પ્રમાણે નમસ્કાર કરવામાં આવે એ ઉપરથી સૌકઈ સમજી શકે તેમ છે કે, “ નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી હોય તો પોતે પિતાને આ રીતે નમસ્કાર ન જ કરે.” એટલે આ ઉપરથી જ એમ સિદ્ધ થાય છે કે, નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નથી, પણ કોઈ બીજી જ વ્યક્તિ છે.
અહીં કેઈએ એમ કહેવાનું સાહસ ન કરવું કે, “આ ગાથા ભાષ્યકારની અથવા પ્રક્ષિપ્ત ગાથા હશે,” કારણ કે ખુદ ચૂર્ણિકારે જ આ ગાથાને નિર્યુક્તિગાથા તરીકે જણાવી છે. આ સ્થળે સૌની જાણ ખાતર અમે ચૂર્ણિન એ પાઠને આપીએ છીએ– - चूणि:-तं पुण मंगलं नामादिचतुर्विघं आवस्सगाणुकुमेण परूवेयव्वं । तत्थ भावमंगलं निज्जुत्तिकारो आह-वंदामि भद्दबाहु, पाईण चरिमसगलसुयणाणि । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥१॥
चुणि :-भद्दबाहू नामेण । पाईणो गेोत्तेण। चरिमो अपच्छिमो। सगलाई चोदसपुव्वाइं। किं निमित्तं नमोक्कारो तस्स कजति ? उच्यते-जेण सुत्तस्स कारओ ण अत्थस्स, अत्थो तित्थगरातो पसूतो। जेण भण्णतिअत्थं-भासति अरहा० गाथा । कतरं सुत्तं ? दसाओ कप्पो ववहारो य। कतरातो उद्धतम् ? उच्यते-पच्चवखाणपुवातो॥ अहवा भावमंगलं नन्दी, सा तहेव चउव्विहा॥
-શાશ્વત નિયું ઉત્તર અને ગ્રfન (ત્રિવિત પ્રતિ ) અહીં અમે ચૂર્ણિને જે પાઠ આપ્યો છે એમાં ચૂર્ણિકારે “ભાવમંગલ નિયુક્તિકાર કહે છે” એમ લખીને જ “વામિ મક્વાણું ” એ મંગલગાથા આપી છે એટલે કેઈને બીજી-ત્રીજી કલ્પના કરવાને અવકાશ રહેતો નથી.
ભગવાન ભદ્રબાહુની કૃતિરૂપ છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધસત્ર સૌથી પહેલું હોઈ તેની નિયુક્તિના પ્રારંભમાં તેમને નમસ્કાર કરવામાં આવ્યો છે, એ છેદસના પ્રણેતા તરીકે અત્યંત ઔચિત્ય પાત્ર જ છે.
જે ચૂર્ણિકાર, નિર્યુક્તિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુને માનતા હોત, તો તેઓશ્રીને આ ગાથાને “નિર્ય ક્તિગાથા' તરીકે જણાવવા પહેલાં મનમાં અનેક વિકલ્પો ઊઠડ્યા હોત. એટલે એ વાત નિર્વિવાદપણે સ્પષ્ટ થાય છે કે, “ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નિર્યુક્તિકાર નથી.”
અમને તો લાગે છે કે નિયુક્તિકારના વિષયમાં ઉદ્ભવેલે ગોટાળે ચૂર્ણિકારના જમાના પછી અને તે નામની સમાનતામાંથી જન્મેલો છે.
ઉપર અમે પ્રમાણપુર:સર ચર્ચા કરી આવ્યા તે કારણસર અમારી એ દૃઢ માન્યતા છે કે, આજના નિર્યુક્તિગ્રંથ નથી ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુવામીના રચેલા કે નથી એ અનુયોગપૃથકત્યકાર સ્થવિર આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ; પરંતુ આજના આપણું નિયંતિ ઉપરાઉપરી પડતા ભયંકર દુકાળો અને શ્રમણવર્ગની યાદશક્તિની ખામીને કારણે ખંડિત થયેલ આગમોની સ્થવિર આર્યરકંદિલ, સ્થવિર નાગાર્જુન આદિ સ્થવિરેએ પુનઃસંકલન અથવા વ્યવસ્થા કરી તેને અનુસરતા હોઈ તે પછીના છે.
ઉપર અમે જણાવી આવ્યા તે મુજબ આજના આપણું નિર્યુક્તિગ્રન્થ ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીક્ત નથી–ન હોય, તો એક પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત થાય છે કે ત્યારે એ નિર્યુક્તિગ્રન્થ કોણે રચેલા છે ? અને એને રચના સમય કર્યો હોવો જોઈએ ? આ પ્રશ્નને લગતાં લભ્ય પ્રમાણ અને અનુમાને અમે આ નીચે રજૂ કરીએ છીએ :
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
જ્ઞાનાંજલિ
‘ છેદત્રકાર ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુવાની એ જનિયુક્તિકાર છે' એ ભ્રાન્ત માન્યતા જો સમાન નામમાંથી જન્મી હાય, અને તેવા સંભવ જ વધારે છે, તે એમ અનુમાન કરવું અયેાગ્ય નહિ મનાય કે, છેદત્રકાર કરતાં કોઈ બીજા જ ભદ્રબાહુ નામના સ્થવિર નિયુક્તિકાર હોવા જોઈ એ છે.
આ અનુમાનના સમનમાં અમે એક બીજું અનુમાન રજૂ કરીએ છીએ : દશા, કપ, વ્યવહાર અને નિશીથ એ ચાર છેદત્રે, આવશ્યકાદિ દશ શાસ્ત્ર ઉપરની નિયુક્તિ, ઉવસગ્ગહરસ્તેાત્ર અને ભદ્રબાહુસંહિતા મળી એકંદર સાળ ૧ ગ્રન્થા શ્રી ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે શ્વેતાંબર સંપ્રદાયમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આમાંનાં ચાર છેદત્રો ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુત તરીકે સર્વમાન્ય છે, એ અમે પહેલાં કહી આવ્યા છીએ. નિયુŚક્તિત્રન્થા, અમે ઉપર અનુમાન કર્યું છે તે મુજબ, ‘ છેદત્રકાર શ્રી ભદ્રબાહુસ્વામી કરતાં જુદા જ ભદ્રબાહુવામીએ રચેલા છે.' એ અમારું કથન જો વિદ્ન્માન્ય હાય તેા એમ કહી શકાય કે, દર્દી નિયુક્તિગ્રન્થા, ઉપસ હરસ્તેાત્ર અને ભદ્રબાહુસ ંહિતા ૨ એ બારે ગ્રંથા એક જ ભદ્રબાહુકૃત હોવા જોઈ એ. આ ભદ્રબાહુ ખીજા કોઈ નહિ પણ જેએ વારાહી સંહિતાના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના પૂર્વાશ્રમના સહાદર તરીકે જૈન સંપ્રદાયમાં જાણીતા છે અને જેમને અષ્ટાંગનિમિત્ત અને મત્રવિદ્યાના પારગામી અર્થાત્ નૈમિત્તિક તરીકે એળખવામાં આવે છે, તે છે. એમણે ભાઈ સાથે ધાર્મિક સ્પર્ધામાં આવતાં ભદ્રબાહુસંહિતા અને ઉપસ હરસ્તેાત્ર જેવા માન્ય ગ્રંથાની રચના કરી હતી અથવા એ ગ્રંથૈા રચવાની એમને અનિવાય રીતે આવશ્યકતા જણાઈ હતી. ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપાસક ભાઈ એમાં સંહિતા પદાલંકૃત ગ્રંથ રચવાની ભાવના જન્મે એ પારસ્પરિક સ્પર્ધા સિવાય ભાગ્યે જ સંભવે.
નિયુક્તિકાર અને ઉપસર્ગહરસ્તેાત્રાદિના રચયિતા એક જ ભદ્રબાહુ અને તે પણ નૈમિત્તિક ભદ્રબાહુ હાવાનું અનુમાન અમે એટલા ઉપરથી કરીએ છીએ કે, આવશ્યકનિયુક્તિમાં ગાથા૪ ૧૨૫૨ થી ૧૨૭૦
યોનિયુક્ત્તિ, પિકનિયુક્ત્તિ અને વહેંચવૅનિયુ ત્તિ આ ત્રણ નિયુ’તિરૂપ પ્રથા અનુક્રમે આવશ્યકનિર્યુકિત, દશવૈકાલિક નિયુક્તિ અને કલ્પનિયુક્તિના અ ંશરૂપ હાઈ તેની ગણતરી અમે આ ઠેકાણે જુદા ગ્રંથ તરીકે આપી નથી. સંતનિવૃત્તિ, પ્રાાન્તિસ્તોત્ર, સાવનક્ષ વસુàહૈિં કી આદિ ગ્રંથા ભદ્રબાહુસ્વામિકૃત હેાવા સામે અનેક વિરાધા હાઈ એ ગ્રંથાના નામની નાંધ પણ અહીં લીધી નથી. ૨. ભદ્રબાહુસંહિતા ગ્રંથ આજે લભ્ય નથી. આજે મળતા ભદ્રબાહુસહિતા ગ્રંથ કૃત્રિમ છે. ३. पावयणी १ धम्मकही २ वाई ३ णेमित्तिओ ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो ७ य कई ८ अठ्ठ ेव पभावगा भणिया ॥ १ ॥ अजरक्ख ९ नंदिसेणो २ सिरिगुत्तविणेय ३ भद्दबाहू ४ य । खवग ५ ऽज्जखवुड ६ समिया ७ दिवायरो ८ वा
૪.
इहाऽऽहरणा ॥ २ ॥ गंधव्वनागदत्तो, इच्छइ सप्पेहिं खिल्लिउं इहयं । तं जइ कहंचि खज्जइ, इत्थ हु दोसो न काव्वो ।। १२५२ ।। एए ते पावाही, चत्तारि वि कोहमाणमायलोभा । जे हि सया संसत्तं जरियमिव जयं कलकलेइ ॥ १२५२ ॥ एएहिं अहं खइओ, चउहि वि आसीविसेहिं पावेहिं । विसनिग्धायणहेडं, चरामि विविहं तवेाकम्मं ॥ १२६४ ॥
*
*
Page #15
--------------------------------------------------------------------------
________________
‘બૃહત્કલ્પસૂત્ર' :
[ ૧
સુધીમાં ગંધ. નાગદત્તનું કથાનક આપવામાં આવ્યું છે, તેમાં નાગનું વિષ ઉતારવા માટે ક્રિયા કરવામાં આવી છે અને ઉપસર્ગ હતોત્રમાં પણ વિસદરનિંગમંત ઇત્યાદિ દ્વારા નાગને વિષેાતાર જ વર્ણવવામાં આવ્યા છે. એ સમાનતા એક મૂલક હાય એમ માનવાને અમે સ્વાભાવિક રીતે જ પ્રેરાઈ એ છીએ. નિયુક્તિગ્રન્થમાં મંત્રક્રિયાના પ્રયાગ સાથે ‘સ્વાઢા ’પતા નિર્દેશ એ તેના રચિયતાના એ વસ્તુ પ્રત્યેના પ્રેમને અથવા એની જાણકારીને સૂચવે છે. અને એવા અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી નૈમિત્તિક ભદ્રબાહુ જ્યોતિર્વિદ્ વરાહમિહિરના ભાઈ સિવાય ખીજા કોઈ જાણીતા નથી એટલે એમ અનુમાન કરવાને કારણ મળે છે કે ઉપસ હરસ્તાત્રાદિના પ્રણેતા અને નિયુક્તિકાર ભદ્રબાહુ એ એક જ વ્યક્તિ હાવી જોઈ એ.
'; પ્રાસ્તાવિક
નિયુક્તિકાર ભદ્રબાહુ નૈમિત્તિક હાવા માટે એ પણ એક સૂચક વસ્તુ છે કે, તેમણે આવશ્યકસૂત્ર આદિ જે મુખ્ય દશ શાસ્ત્રો ઉપર નિયુક્તિ રચી છે, તેમાં સૂર્યપ્રાપ્તિશાસ્ત્રને સામેલ રાખેલ છે. આ ઉપરથી આપણે નિયુક્તિકારની એ વિદ્યા વિષેની કુશળતા અને પ્રેમને જોઈ શકીએ છીએ અને તેમના નૈમિત્તિક હાવાનું અનુમાન કરી શકીએ છીએ.
.
આ કરતાંય નિયુક્તિકાર આચાર્ય નૈમિત્તિક હાવાનું સબળ પ્રમાણુ આચારાંગનિયુક્તિમાંથી આપણને મળી આવે છે. આચારાંગનિયુક્તિમાં ‘ દિક્ ' પદના ભેદો અને એ ભેદાનું વ્યાખ્યાન કરતાં નિયુક્તિકાર - પ્રજ્ઞાપકદિશા'ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે :
"
અર્થાત્—જ્યાં રહીને જે પ્રજ્ઞાપક વ્યાખ્યાતા જે દિશામાં મુખ રાખીને કોઈ ને “ નિમિત્ત કહે તે તેની પૂર્વ દિશા અને પાછળની બાજુમાં પશ્ચિમ દિશા જાણવી.
जत्थ य जो पण्णवओ, कस्स वि साहइ दिसासु य णिमित्तं । जोहो य ठाई, सा पुव्वा पच्छओ अवरा ॥ ५१ ॥
તા. ૧૧
આ ગાથામાં નિયુક્તિકારે “ સર્ સાહર વિસાસુ ય િિમત્ત ’' એમ જણાવ્યુ છે એ ઉપરથી આપણને ખાતરી થાય છે કે તેના પ્રણેતાને નિમિત્તના વિષયમાં ભારે શોખ હતા. નહિતર આવા આચારાંગસૂત્ર જેવા ચરણકરણાનુયાગના તાત્ત્વિક ગ્રન્થનું વ્યાખ્યાન કરતાં ખીજા કોઈ તાત્ત્વિક પદાર્થતા નિર્દેશ ન કરતાં નિમિત્તેનેા નિર્દેશ કરવા તરફ તેના પ્રણેતાનું ધ્યાન જાય જ શીરીતે ?
કેટલાક પ્રાચીન વિદ્વાનેા છેદત્ર, નિયુક્તિ, ભદ્રબાહુસ ંહિતા, ઉપસગ્ગહરસ્તેાત્ર—એ બધાંયના પ્રણેતા ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી છે એ કહેવા સાથે એમ પણ માને છે કે એએશ્રી વારાહીસ'હિતા આદિના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના સહેાદર હતા. પરંતુ આ કથન કઈ રીતે સંગત નથી. કારણ કે વરાહમિહિરને સમય, પંચસિદ્ધાન્તિકાના અંતમાં પે।તે નિર્દેશ કરે છે તે પ્રમાણે, શક સંવત ૪૨૭ અર્થાત્ વિક્રમ સંવત ૫૬૨-છઠ્ઠી શતાબ્દીતા ઉત્તરાધ-નિીત છે. એટલે છેદત્રકાર
""
सिद्धे न मंसिऊण, संसारत्था य जे महाविज्जा । वोच्छामि दंडकिरियं सव्वविसनिवारणि विज्जं ॥ १२६६ ॥ सव्वं पाणाइवायं पञ्चक्खाई मि अलियवयण च । सव्वमदत्तादारणं, अब्बंभ परिग्गहं स्वाहा ॥ १२७० ॥ १. सप्ताश्विवेदसंख्यं शककालमपास्य चैत्रशुक्का दौ । अर्धास्तमिते भानौ, यवनपुरे सौम्यदिवसाद्ये ॥ ८ ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
ટક | ચતુર્દશપૂર્વ ભદ્રબાહુ અને ઉપસર્ગહરસ્તોત્રાદિના રચયિતા તેમ જ તિર્વિવરાહમિહિરના સદર ભદ્રબાહુ તદ્દન ભિન્ન જ નક્કી થાય છે.
* ઉપસર્ગહરસ્તોત્રકાર ભદ્રબાહુ અને જ્યોતિર્વિ૬ વરાહમિહિરની પરસ્પર સંકળાયેલી જે કથા ચૌદમી શતાબ્દીમાં નોંધપોથીને પાને ચઢેલી છે, એમાં સત્યાંશ હોય તેમ સંભવ છે. એટલે ઉપસર્ગહરસ્તોત્રકાર ભદ્રબાહુસ્વામીને ચતુર્દશપૂર્વધર તરીકે ઓળખાવવામાં આવે છે એ બિનપાયાદાર જે ઠરે છે. તેમ જ ભદ્રબાહુસંહિતાના પ્રણેતા તરીકે એ જ ચતુર્દશપૂર્વધરને કહેવામાં આવે છે એ પણ વજૂદદાર નથી રહેતું. કારણ કે ભદ્રબાહુસંહિતા અને વારાહીસંહિતા એ સમાનનામક ગ્રન્થો પારસ્પરિક વિશિષ્ટ સ્પર્ધાના સૂચક હોઈ બન્નેયના સમકાલભાવી હોવાની વાતને જ વધારે ટેકે આપે છે. આ રીતે બે ભદ્રબાહુ થયાનું ફલિત થાય છે. એક છેદત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુ અને બીજા દશ નિર્યુક્તિઓ, ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરસ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુ, જેઓ જૈન સંપ્રદાયમાં નૈમિત્તિક તરીકે જાણીતા છે.
આ બન્નય સમર્થ ગ્રંથકારો ભિન્ન હોવાનું એ ઉપરથી પણ કહી શકાય કે, તિગાલિપ્રકીર્ણક, આવશ્યક્ટ્રણ, આવશ્યક પારિભદ્રીયા ટીકા, પરિશિષ્ટપર્વે આદિ પ્રાચીન ભાન્ય ગ્રંથોમાં જ્યાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે, ત્યાં બાર વરસી દુકાળ, તેઓશ્રીનું નેપાળ દેશમાં વસવું, મહાપ્રાણ ધ્યાનનું આરાધન, સ્થૂલભદ્ર આદિ મુનિઓને વાચના આપવી, છેદસૂત્રોની રચના કરવી ઈત્યાદિ હકીકત આવે છે, પણ વરાહમિહિરના ભાઈ હોવાનો, નિયુક્તિગ્રન્થો, ઉપસર્ગહરસ્તોત્ર, ભદ્રબાહુસંહિતા આદિની રચના કરવી આદિને લગતો તેમ જ તેઓ નૈમિત્તિક હોવાને લગતે કશેય ઉલ્લેખ નથી. આથી એમ સહેજે જ લાગે કે, છેદસૂત્રકાર ભદ્રબાહુવામી અને નિર્યુક્તિ આદિના પ્રણેતા ભદ્રબાહુસ્વામી બન્નેય જુદી જુદી વ્યક્તિઓ છે.
નિયંતિકાર ભદ્રબાહુ એ વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલ જ્યોતિર્વિ૬ વરાહમિહિરના સહોદર હોઈ નિર્યુક્તિગ્રંથની રચના વિક્રમના છઠ્ઠા સૈકામાં થઈ છે એ નિર્ણય કર્યા પછી અમારા સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પાક્ષિકસૂત્રમાં સૂત્રકીર્તનના પ્રત્યેક આલાપકમાં અને નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના નિરૂપણમાં નીચે પ્રમાણેના પાઠો છેઃ
કૂત્તે સથે સાથે સનિત્તિ, અસંગળિg' પાક્ષિક સૂત્ર,
સંજ્ઞાનો નિનુત્તીનો સંગાથી રંગો” નંદીસત્ર. અહીં આ બંનેય સૂત્રપાઠો આપવાનો આશય એ છે કે, આ બંનેય સૂત્રો, જેની રચના વિક્રમના છઠ્ઠા સૈકાના આરંભમાં જ અથવા પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ચૂકવાને સંભવ વધારે છે, તેમાં નિર્યુકિતનો ઉલ્લેખ થયેલો છે. ઉપર જણાવવામાં આવ્યું છે તેમ જે નિયુકિતકાર વિક્રમના છઠ્ઠા સૈકાને બીજા ચરણ લગભગ થયા હોય તો તે પહેલાં ગૂંથાયેલ આ બંનેય સૂત્રોમાં નિર્યુક્તિ ઉલ્લેખ કેમ થાય છે ? એ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે થઈ શકે છે :
પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં નિર્યુક્તિનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ અત્યારે આપણા સામે વર્તમાન દશ શાસ્ત્રની નિર્યુક્તિને લક્ષીને નહિ, કિન્તુ ગોવિંદનિર્યુક્તિ આદિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
નિયુક્તિકાર સ્થવિર ભદ્રબાહસ્વામી થયાની વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, પરંતુ એમના સિવાય બીજા કેઈ નિર્યુક્તિકાર થયાની વાતને કોઈ વિરલ વ્યક્તિઓ જ જાણતી હશે. નિશીથચૂર્ણના ૧૧ મે
Page #17
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર પ્રાસ્તાવિક
[ ૮૩ ઉદ્દેશામાં “જ્ઞાનસ્તન” નું સ્વરૂપ વર્ણવતાં ભાષ્યકારે જણાવ્યું છે કે, “જોવMો ના અર્થાત જ્ઞાનની ચોરી કરનાર ગોવિંદાચાર્ય જાણવા.” આ ગાથાની ચૂર્ણમાં ચૂર્ણકારે ગોવિંદાચાર્યને લગતા એક વિશિષ્ટ પ્રસંગની ટૂંક નોંધ લીધી છે, ત્યાં લખ્યું છે કે, “તેમણે એકૅકિય જીવને સિદ્ધ કરનાર ગોવિંદ નિયુક્તિની રચના કરી હતી.” આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, એક વખતના બૌદ્ધ ભિક્ષુ અને પાછળથી પ્રતિબોધ પામી જૈન દીક્ષા સ્વીકારનાર ગોવિંદાચાર્ય નામના સ્થવિર નિર્યુક્તિકાર થઈ ગયા છે. તેઓશ્રીએ કયા આગમ ઉપર નિયંતિની રચના કરી હશે એ જાણવા માટેનું આપણું સામે કશુંય પ્રમાણ કે સાધન વિદ્યમાન નથી; તેમ છતાં ચૂર્ણકારના ઉલ્લેખના ઔચિત્યને ધ્યાનમાં લેતાં શ્રીમાન ગોવિંદાચાર્યો બીજા કેઈ આગમ ગ્રંથ ઉપર નિર્યુક્તિની રચના કરી હો યા ગમે તેમ હો, તે છતાં અચારાંગસૂત્ર ઉપર–ખાસ કરી તેના શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયન ઉપર-તેમણે નિયુક્તિ રચી હોવી જોઈએ. શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં મુખ્યતયા પાંચ રથાવરોનું-એકેંદ્રિય જીવોનું-અને ત્રસ જીવોનું જ નિરૂપણ છે. અત્યારે આપણુ સમક્ષ ગોવિંદાચાર્યકૃત ગોવિંદનિયુક્તિ ગ્રંથ નથી તેમ જ નિશીથ ભાગ, નિશીથ ચૂણી, કલ્પચૂર્ણ આદિમાં આવતા વિનિષ્પત્તિ એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કોઈ પણ ચૂર્ણ આદિ પ્રાચીન ગ્રંથોમાં એ નિર્યુક્તિમાંની ગાથાદિને પ્રમાણ તરીકે ઉલ્લેખ થયેલે જોવામાં નથી આવ્યો; એટલે અમે માત્ર ઉપરોક્ત અનુમાન કરીને જ અટકીએ છીએ. અહીં અમે સૌની જાણ ખાતર ઉપરોક્ત નિશીથચૂર્ણને પાઠ આપીએ છીએ :
રવિંદ્ર નાળે, ઢંસળે સુત્તથ ગઠ્ઠા વા ..
पावंचियउवचरगा, उदायिवधगादिगा चरणे ॥ गोविंद० गाहा--गोविंदो नाम भिक्खु । सो य एगेण आयरिएण वादे जितो आठारसवारा। ततो तेण चिंतितं-सिद्धतसरूवं जाव एतेसिं नो लब्भति तावते जेतुं ण सबैति । ताहे सो नाणहरणट्ठा तस्सेवाऽऽयरियस्स सगासे निक्खंतो। तस्स य सामायियादिपढंतस्स सुद्धं सम्मत्तं। ततो गुरुं वंदित्ता भणति-देहि मे वते । आयरिओ भणाति-नणु दत्ताणि ते वताणि। तेण सब्भावो कहिओं । ताहे गुरूणा दत्ताणि से वताणि । पच्छा तेण एगिदियजीवसाहणं गोविंदनिज्जुत्ती I !” TT નાળો | निशीथचूणि उद्देश ११, द्वितीय खंड पत्र-८-६.--पाटण संघवीना पाडानी ताडपत्रीय प्रति॥
ભાવાર્થ-ગોવિંદનામે બૌદ્ધ ભિક્ષુ હતો. તે એક જૈનાચાર્ય સાથે અઢાર વખત વાદમાં હાર્યો. તેણે વિચાર્યું કે, જ્યાં સુધી આમના સિદ્ધાંતના રહસ્યને જાણ્યું નથી, ત્યાં સુધી આમને જીતી શકાશે નહિ. તે ભિક્ષુએ જ્ઞાનની ચોરી કરવા માટે તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. સામાયિકાદિ સૂત્રોનો અભ્યાસ કરતાં તેને શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. તેણે ગુરુને કહ્યું કે, મને તોને સ્વીકાર કરાવો. આચાર્યે કહ્યું કે, ભાઈ! તને વ્રતોનો વીકાર કરાવ્યો જ છે. તેણે પોતાનો આશય જણાવ્ય. ગુરુએ તેને પુનઃ તો આપ્યાં. તેણે એકેન્દ્રિય જીવોને સાબિત કરનાર ગોવિંદનિર્યુક્તિની રચના કરી.
ગોવિંદનિર્યુક્તિને નિશીથચૂર્ણ આદિમાં દર્શનપ્રભાવકશાસ્ત્ર તરીકે જણાવવામાં આવેલ છે— ' णाण० गाथा-आयारादी णाण, गोविंदणिज्जुत्तिमादी देसणं, जत्थ विसए चरित्तं ण सुज्झति ततो निग्गमण चरित्तट्ठा ।। निशीथ चूणि उ० ११, द्वितीय खंड पत्र १६०:-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
चूर्णि :- सगुरु० गाहा । अप्पणो आयरियस्स जत्तिओ आगमो तम्मि सव्वम्मि गहिए स्वदेशे योऽन्येषामाचार्याणामागमस्तस्मिन्नपि गृहीते दंसणजुत्तादि अत्थो वत्ति गोविंदनिर्युक्ताद्यर्थहेतोरन्यदेशं व्रजति ॥ कल्पचूर्णि पत्र ११६ - पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥
સમુહ-ન-મદ્રેસે વા, નાળું સિર્ફ ય સામથે । वच उ अन्नदेसे, दंसणजुत्ताइ अत्थो वा ॥ २८८० ॥
'दंसणजुत्ताइ अत्थोव' त्ति दर्शनविशुद्धिकारणीया गोविन्दनिर्युक्तिः, आदिशब्दात् सम्मतितत्त्वार्थप्रभृतीनि च शास्त्राणि तदर्थः तत्प्रयोजनः प्रमाणशास्त्रकुशलानामाचार्याणां समीपे गच्छेत् ॥ कल्पटीका पत्र ८१६.
ગોવિંદનિયુકિતપ્રણેતા ગાવિંદાચાર્ય, અમારી સમજ પ્રમાણે, બીજા કોઈ નહિ પણ જેમને નંદીસૂત્રમાં અનુયાગધર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેએ માથુરી યુગપ્રધાનપટ્ટાવલીમાં અઠ્ઠાવીશમા યુગપ્રધાન હાવા સાથે જેઓ માથુરી વાચનાના પ્રવર્તક સ્થવિર આ સ્ક ંદિલથી ચાથા યુગપ્રધાન છે તે જ હેાવા જોઈએ. એઓશ્રી વિક્રમના પાંચમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. એમણે રચેલ ગોવિંદનિયુક્તિને લક્ષીને જ પાક્ષિકસૂત્ર તથા નદીસ્ત્રમાં નિયુક્તિના ઉલ્લેખ કરાયા છે એમ માનવું અમને વધારે સંગત લાગે છે. અમારું' આ વક્તવ્ય જો વાસ્તવિક હોય તે પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં થયેલ નિયુક્તિના ઉલ્લેખને લગતા પ્રશ્નનું સમાધાન સ્વયમેવ થઈ જાય છે.
અંતમાં અમે અમારેા પ્રસ્તુત લેખ સમાપ્ત કરવા પહેલાં ટૂંકમાં એટલુ જ જણાવીએ છીએ કે છેદસૂત્રકાર અને નિયુક્તિકાર સ્થવિરે ભિન્ન હાવા માટેના તેમ જ ભદ્રભાહુસ્વામી અનેક થવા માટેના સ્પષ્ટ ઉલ્લેખા ભલે ન મળતા હા, તે છતાં આજે આપણા સામે જે પ્રાચીન પ્રમાણે અને ઉલ્લેખા વિદ્યમાન છે, તે ઉપરથી એટલુ ચાક્કસ જણાય છે કે છેદત્રકાર સ્થવિર અને નિયુક્તિકાર સ્થવિર એક નથી પણ જુદા જુદા જ છે. આ વાત નિર્ણીત છતાં છેદત્રકાર અને નિયુક્તિકાર એ બન્નેયના એકકર્તૃત્વની ભ્રાન્તિ સમાનનામમાંથી જન્મી હાય, અને એવા સંભવ પણ વધારે છે, એટલે આજે અનેકાનેક વિદ્વાના આ અનુમાન અને માન્યતા તરફ સહેજે જ દોરાય છે કે, છેદત્રકાર પણ ભદ્રબાહુસ્વામી છે અને નિયુક્તિકાર પણ ભદ્રબાહુસ્વામી છે. છેદત્રકાર ભદ્રબાહુ ચતુર્દશપૂધર છે અને નિયુકિતકાર ભદ્રબાહુ નૈમિત્તિક આચા છે. અને અમે પણ અમારા પ્રસ્તુત લેખમાં આ જ માન્યતાને સપ્રમાણ પુરવાર કરવા સવિશેષ પ્રયત્ન કર્યાં છે.
ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ
પ્રસ્તુત કલ્પભાષ્યના પ્રણેતા શ્રી સધદાસગણિ ક્ષમાશ્રમણ છે. સંધદાસણ નામના એ આચા થયા છેઃ એક વસુદેવહિડિ–પ્રથમ ખ`ડના પ્રણેતા, અને બીજા પ્રસ્તુત કપલઘુભાષ્ય અને પંચકપભાષ્યના પ્રણેતા. આ બંનેય આચાર્યાં એક નથી પણ જુદા જુદા છે, કારણ કે, વસુદેહિ ડિ-મધ્યમ ખંડના
*
બૃહત્કલ્પસૂત્ર 'ના પ્રાસ્તાવિક વક્તવ્યનું શરૂઆતથી તે અહી અને નિયુક્તિકાર ' શીર્ષક નીચે, સાવ નહીં જેવા મે–ચાર શાબ્દિક શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહેાસવ સ્મારક ગ્રંથ' ( ઈ. સ.
જ્ઞાનાંજલિ
.
સુધીનું લખાણ છેદત્રકાર ફેરફારને બાદ કરતાં, અક્ષરશઃ ૧૯૪૧)માં પ્રગટ થયું છે
—સ'પાકા.
*
Page #19
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
કર્તા આચાર્ય શ્રી ધર્મસેનગણિ મહત્તરના કથનાનુસાર વસુદેવહિડિ–પ્રથમ ખંડના પ્રણેતા શ્રી સંઘદાસગણિ “વાચક” પદાલંકૃત હતા, જ્યારે કલ્પભાષ્યપ્રણેતા સંઘદાસગણિ “ક્ષમાશ્રમણ ' પદવિભૂષિત છે. ઉપરોક્ત બંનેય સંઘદાસગણિને લગતી ખાસ વિશેષ હકીકત સ્વતંત્ર રીતે ક્યાંય જોવામાં નથી આવતી એટલે તેમના અંગેનો પરિચય આપવાની વાતને આપણે ગૌણ કરીએ તો પણ બંનેય જુદા છે કે નહિ તેમ જ ભાષ્યકાર અથવા મહાભાષ્યકાર તરીકે ઓળખાતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પૂર્વવત્તી છે કે તેમના પછી થયેલા છે, એ પ્રશ્નો તો સહજ રીતે ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી જિનભદ્રગણિએ તેમના વિશેષણવતી ગ્રંથમાં વસુદેવહિંડિ ગ્રંથના નામનો ઉલ્લેખ અનેક વાર કર્યો છે એટલું જ નહિ, કિન્તુ વસુદેવહિંડિ–પ્રથમ ખંડમાં આવતા ઋષભદેવચરિત્રની સંગ્રહણ ગાથાઓ બનાવીને પણ તેમાં દાખલ કરી છે, એટલે વસુદેવહિડિ પ્રથમ ખંડના પ્રણેતા શ્રી સંધદાસગણિ વાચક તો નિર્વિવાદ રીતે તેમના પૂર્વભાવી આચાર્ય છે. પરંતુ ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ તેમના પૂર્વભાવી છે કે નહિ એ કોયડે તો અણઊકલ્યો જ રહી જાય છે. આમ છતાં, પ્રાસંગિક હોય કે અપ્રાસંગિક હોય તો પણ, આ ઠેકાણે એ વાત કહેવી જોઈએ કે–
ભાગકાર આચાર્ય એક નહિ પણ અનેક થઈ ગયા છે, એક ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, બાજા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્ય આદિના પ્રણેતા અને ચોથા કલ્પબૃહભાષ્ય આદિના કર્તા–આ પ્રમાણે સામાન્ય રીતે ચાર ભાષ્યકાર આચાર્ય થવાની મારી માન્યતા છે. પહેલા બે આચાર્યો તો નામવાર જ છે. ચેથા કલ્પબૃહભાષ્યના પ્રણેતા આચાર્ય, જેમનું નામ જાણી શકાયું નથી, એ આચાર્ય તો, મારી ધારણું પ્રમાણે, કલ્પચૂર્ણ કાર અને વિશેષચૂર્વીકાર કરતાંયે પાછળ થયેલા આચાર્ય છે. તેનું કારણ એ છે કે, મુક્તિ કપલઘુભા, જેના પ્રણેતા આચાર્ય શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે, તેની ૧૬ ૧૧મી ગાથામાં પ્રતિલેખનાના કાળનું–વખતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણકાર અને વિશેષચૂર્ણકારે જે આદેશાંતરને અર્થાત પડિલેહણના સમયને લગતી વિધવિધ માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે, તે કરતાંય નવી નવી વધારાની માન્યતાઓ કલ્પબૃહદભાષ્યકારે ઉપરોક્ત ગાથા ઉપરના મહાભાષ્યમાં કર્યો છે, જે વાકિનીમહત્તરાસૂન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત પંચવસ્તક પ્રકરણની સ્વપજ્ઞવૃત્તિમાં ઉપલબ્ધ થાય છે. આ ઉપરથી એ વાત નિશ્ચિત રીતે કહી શકાય કે કલ્પબૃહદ્ ભાગના પ્રણેતા આચાર્ય, કલ્પચૂર્ણ–વિશેષચૂર્ણ કાર પછી થયેલા છે અને યાકિનીમહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિથી કાંઈક પૂર્વવત્ત અથવા સમસમયભાવી છે. આ ઉપરથી એક બીજી વાત ઉપર સહેજે પ્રકાશ પડે છે કે, યાકિનીમહારાસ્નુ આચાર્ય શ્રી હરિભદ્ર ભગવાનને અતિ પ્રાચીન માનવોને જે આગ્રહ રાખવામાં આવે છે તે પ્રામાણિક્તાથી દૂર જાય છે.
१. सुव्वइ य किर वसुदेवेण वाससतं परिभमतेण इमम्मि भरहे विजाहरिंदणरवतिवाणरकुलवंससंभवाण कण्णाणं सतं परिणीतं, तत्थ य सामा-विययमादियाण रोहिणीपज्जवसाणाण गुणतीस लभता संघदासवायएणं उबणिवद्धा।
वसुदवहिंडी मध्यमखंड उपोद्धात ॥ ૨. પ્રતિલેખનાના આદેશોને લગતા ઉપરોક્ત કલ્પચૂર્ણ, વિશેષચૂર્ણ, મહાભાષ્ય અને પંચવતુક પણ ટીકાના ઉલ્લેખો જેવા ઈચ્છનારને પ્રરતુત મુદ્રિત સનિયંતિ–લઘુભાષ્યવૃત્તિ સહિત બૃહકલ્પસત્ર, દ્વિતીય વિભાગ, પત્ર ૪૮૮-૮૯, ગાથા ૧૬૬૧ની ટીકા અને તે ઉપરની ટિપણી જેવા ભલામણ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
શાનાંજલિ આટલું જણાવ્યા પછી એક વાત એ કહેવી બાકી છે કે, વ્યવહાર ભાવના પ્રણેતા કયા આચાર્ય છે, તે ક્યાંય મળતું નથી, તેમ છતાં એ આચાર્ય એટલે કે વ્યવહારભાષ્યકાર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પૂર્વભાવી હોવાની મારી દૃઢ માન્યતા છે. તેનું કારણ એ છે કે, ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પોતાના વિશેષણવતી ગ્રંથમાં–
सीहो सुदाढनागो, आसग्गीवो य होइ अण्णेसिं । सिंहो मिगद्धओ त्ति य, होइ वसुदेवचरियम्मि ॥ ३३ ॥ सीहो चेव सुदाढो, जं रायगिहम्मि कविलबडुओ त्ति ।
सीसइ ववहारे गोयमोवसमिओ स णिक्खतो ॥ ३४॥ આ બે ગાથા પૈકી બીજી ગાથામાં વ્યવહારના નામનો ઉલ્લેખ કર્યો છે, એ વિષય વ્યવહારસૂત્રના છઠ્ઠા ઉદ્દેશાના ભાગમાં–
सीहो तिविट्ठ निहतो, भमिउं रायगिह कवलिबडुग त्ति ।
जिणवर कहणमणुवसम, गायमोवसम दिक्खा य ॥ १६२॥ આ પ્રમાણે આવે છે. આ ઉપરથી “શ્રી જિનભદ્રગણિ કરતાં વ્યવહારભાકાર પૂર્વવત્ત છે” એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ ઉપરાંત બીજું એ પણ કારણ આપી શકાય કે, ભગવાન શ્રી જિનભદ્રની. મહાભાષ્યકાર તરીકેની પ્રસિદ્ધિ છે, એ તેમના પૂર્વવત્તી ભાગકાર અથવા લઘુભાષ્યકાર આચાર્યોને જ આભારી હોય.
આજે જૈન આગમે ઉપર નીચે જણાવ્યા પ્રમાણેના ભાષ્યગ્રંથે જોવામાં તેમ જ સાંભળવામાં આવ્યા છે :
૧-૨ કલ્પલઘુભાષ્ય તથા કલ્પબૃહભાગ, ૩ મહત પંચકલ્પભાળ, ૪-૫ વ્યવહારલઘુભાષ્ય તથા વ્યવહારબૃહદ્ભાષ્ય, ૬-૭ નિશીથલઘુભાય તથા નિશીથબૃહભાવ્ય, ૮ વિશેષાવશ્યકમહાભાષ્ય, ૯-૧૦ આવશ્યકસૂત્ર લઘુભાષ્ય તથા મહાભાષ્ય, ૧૧ ઘનિર્યુક્તિભાષ્ય, ૧૨ દશવૈકાલિકભાગ, ૧૩ પિંડનિર્યુક્તિભાષ્ય.
આ પ્રમાણે એકંદર તેર ભાષ્યગ્રંથો અત્યારે સાંભળવામાં આવ્યા છે. તે પૈકી કલ્પબૃહદ્ભાગ્ય આજે અપૂર્ણ જ અર્થાત ત્રીજા ઉદ્દેશ અપૂર્ણ પર્યત મળે છે. વ્યવહાર અને નિશીથ ઉપરના બૃહદ્ભાષ્ય ગ્રંથ ક્યાંય જોવામાં આવ્યા નથી. તે સિવાયનાં બધાંય ભાળ્યો આજે ઉપલબ્ધ થાય છે, જે પૈકી મહતપંચકલ્પભાષ્ય, વ્યવહારલઘુભાષ અને નિશીથલઘુભાષ્ય બાદ કરતાં બધાંય ભાગે છપાઈ ચૂક્યાં છે. અહીં આપેલી ભાનાં નામની નોંધ પૈકી ફક્ત કલ્પલઘુભાષ્ય, મહતપંચકલ્પભાખ્ય અને વિશેષાવશ્યક મહાભાગના પ્રણેતાને જ આપણે જાણીએ છીએ; તે સિવાયના ભાષ્યકાર કોણ હતા એ વાત તો અત્યારે અંધારામાં જ પડી છે. આમ છતાં, જોકે મારા પાસે કશુંય પ્રમાણ નથી છતાં, એમ લાગે છે કે કલ્પ, વ્યવહાર અને નિશીથ લઘુભાગના પ્રણેતા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ હોય તેવા જ સંભવ વધારે છે. ક૫લઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય એ બેમાંની ભાષ્યગાથાઓનું અતિ સામ્યપણું આપણને આ બનેય ભાષ્યકારો એક હોવાની માન્યતા તરફ જ દોરી જાય છે.
અંતમાં ભાગ્યકારને લગતું વક્તવ્ય પૂર્ણ કરવા પહેલાં એક વાત તરફ વિદ્વાનોનું લક્ષ્ય દોરવું ઉચિત છે કે પ્રસ્તુત બૃહકલ્પલઘુભાષ્યના પ્રથમ ઉદ્દેશની સમાપ્તિમાં ભાષ્યકારે–
Page #21
--------------------------------------------------------------------------
________________
હું છું હુંકલ્પસૂત્ર ” : પ્રાસ્તાવિક
"1
उदिष्णजोहाउल सिद्ध सेणो, स पत्थिवो णिज्जियसत्तु सेणो ।
,,
[ ૮૭
'
આ ગાથામાં, કે જે આખું પ્રકરણ અને આ ગાથા નિશીથલઘુભાષ્ય સેાળમા ઉદ્દેશામાં છે, તેમાં લખેલા ·‘સિટ્રુમેળો’ નામ સાથે ભગવાન શ્રી સ ંધદાસગણિ ક્ષમાશ્રમણને કાઈ નામાન્તર તરીકેને સંબંધ તેા નથી ? જોકે ચૂર્ણીકાર, વિશેષચી કાર આદિએ આ સંબંધમાં ખાસ કશું જ સૂચન કર્યું... નથી, તેમ છતાં ‘સિદ્ધસેન ' શબ્દ એવા છે કે જે સહજભાવે આપણું ધ્યાન ખેંચે છે. એટલે કોઈ વિદ્વાનને કોઈ એવા ઉલ્લેખ વગેરે બીજે કયાંયથી મળી ય કે જે સાથે આ નામનેા કાંઈ અન્વય હોય તેા જરૂર ધ્યાનમાં રાખે, કારણ કે સિદ્ધસેનગણિ ક્ષમાત્રમણના નામની સાક્ષી નિશીથચૂર્ણી, પંચકલ્પચૂર્ણી, આવશ્યક હારિભદ્દી વૃત્તિ આદિ ગ્રંથામાં અનેક વાર આવે છે. એ નામાદિ સાથે ભાષ્યકારને શિષ્યપ્રશિષ્યાદિ સંબંધ હાય અથવા ભાષ્યકારનું કોઈ નામાંતર હાય. અરતુ, ગમે તે હા, વિદ્વાનાને ઉપયોગી લાગે તે તેએ આ બાબત લક્ષમાં રાખે.
( ગાથા ૩૨૮૯)
(
ટીકાકાર આચાયે
પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર મહાશાસ્ત્ર ઉપર એ સમર્થ આચાર્યાએ મળીને ટીકા રચી છે. તે પૈકી એક પ્રસિદ્ધ પ્રાવચનિક અને સબ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિ છે અને બીજા તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકાર્ત્તિસૂરિ છે. આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરે પ્રસ્તુત મહાશાસ્ત્ર ઉપર ટીકા રચવાની શરૂઆત કરી છે, પરંતુ એ ટીકાને તેએશ્રી આવશ્યકત્રવૃત્તિની જેમ પૂર્ણ કરી શકયા નથી. એટલે આચાર્ય શ્રી મલયગિરિજીએ રચેલી ૪૬૦૦ લેાકપ્રમાણ ટીકા ( મુદ્રિત પૃષ્ઠ ૧૭૬ ) પછીની આખાયે ગ્રંથની સમ ટીકા રચવા તરીકેના ગૌરવવંતા મેરુ જેવા મહાકાર્યને તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિરિએ ઉપાડી લીધું છે અને ટીકાનિર્માણના મહાન કાર્યંને પાંડિત્યભરી રીતે સાંગેાપાંગ પૂર્ણ કરી તેમણે પેાતાની જૈન પ્રાવસનિક ગીતા આચાર્ય તરીકેની યાગ્યતા સિદ્ધ કરી છે. અહીં આ બન્નેય સમ ટીકાકારોને ટૂંકમાં પરિચય કરાવવામાં આવે છે.
આચાર્ય શ્રી મલયગિરિસૂરિ
ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પર’પરાને માન્ય, ગૂજ રેશ્વર મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રતિાધક મહાન આચાર્ય શ્રી હેમચંદ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમશિરામણ, સમર્થ ટીકાકાર, ગૂજરાતની ભૂમિમાં અશ્રાન્તપણે લાખા શ્લોકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલયંગર કોણ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા-પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કેણ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથરચના અને વિહારભૂમિનાં કેન્દ્રરથાન કાં હતાં ? તેમને શિષ્યપરિવાર હતા કે નહિ ?—ઇત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે, છતાં શેાધ અને અવલાકનને અંતે જે કાંઈ અપ-સ્વપ સામગ્રી પ્રાપ્ત થઈ છે તેના આધારે એ મહાપુરુષને અહીં પરિચય કરાવવામાં આવે છે.
આચાર્ય શ્રી મલયગિરિએ પેાતે પેાતાના ત્રંચેાના અંતની પ્રશસ્તિમાં “ ચવવાવિ મિિા, सिद्धि तेनाश्रुतां लोकः ॥ એટલા સામાન્ય નામેાલ્લેખ સિવાય પાતા અંગેની ખીજી કાઈ પણ ખાસ હકીકતની નેાંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે વાળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારાએ સુધ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમજ્ઞધુરંધર સૈદ્ધાન્તિક સમ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યાં છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમંડન
Page #22
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
જ્ઞાનાંજલ
C
ગણિએ તેમના કુમારપાલપ્રબંધમાં આચાય શ્રી હેમચંદ્ર વિદ્યાસાધન માટે જાય છે' એ પ્રસંગમાં આચાર્ય શ્રી મલગિરિને લગતી વિશિષ્ટ બાબતના ઉલ્લેખ કર્યા છે, જેના ઉતારા અહીં આપવામાં આવે છે—
k
'एकदा श्रीगुरूनापृच्छयान्यगच्छीय देवेन्द्रसूरि · मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थ गौडदेशं प्रति प्रस्थिताः खिल्लूरग्रामे च त्रयो जना गताः । तत्र ग्लानो मुनिर्वैयावृत्यादिना प्रतिचरितः । स श्रीरैवतकतीर्थे देवनमस्करणकृतातिः । यावद् ग्रामाध्यक्ष श्राद्धेभ्यः सुखासनं प्रगुणीकृत्य ते रात्रौ सुप्तास्तावत् प्रत्यूषे प्रबुद्धः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्षीभूय कृतगुणस्तुति: ' भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि ' इति गौडदेशे गमनं निषिध्य महौ धीरनेकान् मन्त्रान् नाम - प्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम ॥
एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्री श्रीसिद्धचक्रमन्त्र : साम्नाय : समुपदिष्टः । स च पद्मिनीस्त्रीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा । × × × × × ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधी रधियः श्रीरवतदैवतदृष्टौ त्रियामिन्यामाह्वाना ऽवगुण्ठन- मुद्राकरण- मन्त्रन्यास- विसर्जनादिभिरुपचारैर्गुरुक्तविधिना समीपस्थ पद्मिनीस्त्रीकृतोत्तरसाधक क्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानि - कदेवोऽस्याधिष्ठाता श्रीविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टि विधाय 'स्वेप्सितं वरं वृणुत' इत्युवाच । ततः श्रीहेमसूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देवः स्वस्थानमगात् ॥
,,
जिनमण्डनीय कुमारपालप्रबन्ध पत्र १२ - १३॥
ભાવા —આચાર્ય શ્રી હેમચન્દ્રે ગુરુની આજ્ઞા લઈ અન્યગચ્છીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયિગિર સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌડદેશ તરફ વિહાર કર્યાં. રસ્તામાં આવતા ખિલ્લુર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંતસમયની ભાવના પૂરી કરવા માટે ગામના લેાકેાને સમજાવી પાલખી વગેરે સાધનને અંદોબસ્ત કરી રાત્રે સૂઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તા ત્રણે જણા પેાતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવી તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બય કામ અહીં જ પાર પડી જશે, હવે આ માટે આપને ગૌડદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ-નામમાહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મત્ર, ઔષધી વગેરે આપી દેવી પેાતાને ઠેકાણે ચાલી ગઈ.
એક વખત ગુરુમહારાજે તેમને સિદ્ધચક્રના મત્ર આમ્નાય સાથે આપ્યા, જે કાળી ચૌદશની રાતે પદ્મિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સિદ્ધ કરી શકાય.........ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અમ્બિકાદેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમ`ત્રની આરાધના કરી. મન્ત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગેા. ત્યારે શ્રી હેમચન્દ્રે રાજાને પ્રતિષ્ઠાધ કરવાનુ, શ્રી દેવેન્દ્રસૂરિએ એક રાતમાં કાન્તીનગરીથી સેરીસામાં મ ંદિર લાવવાનું અને શ્રી મલયગિરિએ જૈન સિદ્ધાન્તાની વૃત્તિઓ રચવાતું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનુ' વર આપી દેવ પેાતાને સ્થાને ચાલ્યા ગયા.
Page #23
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
[ ૮૯
ઉપર કુમારપાલપ્રબન્ધમાંથી જે ઉતારા આપવામાં આવ્યેા છે, એમાં મલયિગિર નામને જે ઉલ્લેખ છે એ બીજા કઈ નહિ પણ જૈન આગમેાની વૃત્તિ રચવાનું વર માગનાર હોઈ પ્રસ્તુત મલયગિર જ છે. આ ઉલ્લેખ ટૂંકા હોવા છતાં એમાં નીચેની મહત્ત્વની બાબતાના ઉલ્લેખ થયેલા આપણે જોઈ શકીએ છીએ ઃ (૧) પૂજ્ય શ્રી મલયગિરિ ભગવાન શ્રી હેમચન્દ્ર સાથે વિદ્યાસાધના માટે ગયા હતા. (૨) તેમણે જૈન આગમેની ટીકાએ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે તે ઉત્સુક હાઈ યોગ્ય સાહાયની માગણી કરી હતી. (૩) ‘ મનરિસૂરિના ’: એ ઉલ્લેખથી શ્રી મલયિરિ આચાર્ય. પવિભૂષિત હતા.
<
""
શ્રી મલયગિરિ અને તેમનું ઋષિપદ—પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજ આચા પદભૂષિત હતા કે નહિ ? એ પ્રશ્નને વિચાર આવતાં, જો આપણે સામાન્ય રીતે તેમના રચેલા ગ્રન્થાના અંતની પ્રશસ્તિઓ તરફ નજર કરીશું તે આપણે તેમાં તેઓશ્રી માટે “ ચાપિ મર્યાિ એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય બીજે કશાય ખાસ વિશેષ ઉલ્લેખ જોઈ શકીશું નહિ. તેમ જ તેમના પછી લગભગ એક સૈકા બાદ એટલે કે ચૌદમી સદીની શરૂઆતમાં થનાર તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ શ્રી મલયગિરિવિરચિત બૃહત્કલ્પસૂત્રની અપૂર્ણ ટીકાના અનુસન્માનના મંગલાચરણ અને ઉત્થાનિકામાં પણ એમને માટે આચાર્ય તરીકેનેા સ્પષ્ટ નિર્દેશ કર્યાં નથી. એ વિષેતે સ્પષ્ટ ઉલ્લેખ તે આપણને પંદરમી સદીમાં થનાર શ્રી જિનમષ્પનગણિના કુમારપાલપ્રબન્ધમાં જ મળે છે. એટલે સૌકાઈ ને એમ લાગશે કે તેઓશ્રી માટે આચાર્ય તરીકેને સ્પષ્ટ નિર્દેશ કરવા માટે આચા શ્રી ક્ષેમકીર્તિ જેવાએ જ્યારે ઉપેક્ષા કરી છે તે તેઓશ્રી વાસ્તવિક રીતે આચાર્ય પદવિભૂષિત હશે કે કેમ ? અને અમને પણ એ માટે તર્ક-વિતર્ક થતા હતા. પરંતુ તપાસ કરતાં અમને એક એવું પ્રમાણ જડી ગયું કે જેથી તેઓશ્રીના આચાર્ય પદવિભૂષિત હવા માટે ખીજા કોઈ પ્રમાણની આવશ્યકતા જ રહે નહિ. એ પ્રમાણુ ખુદ શ્રી મલયગિરિવિરચિત સ્થાપશબ્દાનુશાસનમાંનુ છે, જેને ઉલ્લેખ અહીં કરવામાં આવે છે
11
एवं कृतमङ्गल रक्षाविधानः परिपूर्णमल्पग्रन्थं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते ।
આ ઉલ્લેખ જોયા પછી કાઈ ને પણ તેઓશ્રીના આચા પણા વિષે શંકા રહેશે નહિ.
શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય શ્રી હેમચન્દ્રના સંબંધ—ઉપર આપણે જોઈ આવ્યા છીએ કે શ્રી અલયગિરિસૂરિ અને ભગવાન શ્રી હેમચન્દ્રાચાય વિદ્યાભ્યાસને વિકસાવવા માટે તેમ જ મંત્રવિદ્યાની સાધના માટે સાથે રહેતા હતા અને સાથે વિહારાદિ પણ કરતા હતા. આ ઉપરથી તે
૧. બૃહત્કપત્રની ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે.
44
૨. “ आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैर्मलयगिरिः जयति यथार्थः ॥ ५ ॥ श्रीमलयगिरिप्रभवो यां कर्तुमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ ८ ॥
3. चूर्णिकृता चूर्णिरासूत्रिता तथापि सा निबिडजडिमजम्बाल जटालानामस्मादृशां जन्तूनां तथाविधमवबोधनिबन्धनमुपजायत इति परिभाव्य शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटित मूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रर्षिपादैः विवरणमुपचक्रमे ॥
માન. ૧૨
Page #24
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
જ્ઞાનાંજલિ પરસ્પર અતિ નિકટ સંબંધ ધરાવતા હતા, તે છતાં એ સંબંધ કેટલી હદ સુધીનો હતો અને તેણે કેવું રૂપ લીધું હતું એ જાણવા માટે આચાર્ય શ્રી મલયગિરિ પિતાની આવશ્યવૃત્તિમાં ભગવાન શ્રી હેમચન્દ્રની કૃતિમાંનું એક પ્રમાણુ ટાંકતાં તેઓશ્રી માટે જે પ્રકારનું બહુમાનભર્યો ઉલ્લેખ કર્યો છે તે આપણે જોઈએ. આચાર્ય શ્રી મલયગિરિને એ ઉલ્લેખ આ પ્રમાણે છે – તથા વાટુ : સ્તુતિ જુવા–
अन्योन्यपक्षप्रतिपक्षभावाद्, यथा परे मत्सरिण : प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥"
हेमचन्द्रकृत अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक ३० ।। આ ઉલ્લેખમાં શ્રી મલયગિરિએ ભગવાન શ્રી હેમચન્દ્રનો નિર્દેશ “રિવ:” એવા અતિ બહુમાનભર્યા શબ્દથી કર્યો છે. આ ઉપરથી ભગવાન શ્રી હેમચન્દ્રના પાંડિત્ય, પ્રભાવ અને ગુણોની છાપ શ્રી મલયગિરિ જેવા સમર્થ મહાપુરષ પર કેટલી ઊંડી પડી હતી, એની કલ્પના આપણે સહેજે કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ અનુમાન કરી શકીએ કે, શ્રી મલયગિરિ શ્રી હેમચન્દ્રસૂરિ કરતાં વયમાં ભલે નાના મોટા હોય, પરંતુ વ્રતપર્યાયમાં તો તેઓ શ્રી હેમચન્દ્ર કરતાં નાના જ હતા. નહિ તો તેઓ શ્રી હેમચન્દ્રાચાર્ય માટે ગમે તેટલાં ગૌરવતાસુચક વિશેષણો લખે પણ “અરવ:” એમ તો ન જ લખે.
મલયગિરિની ગ્રન્થરથના–આચાર્ય શ્રી મલયગિરિએ કેટલા ગ્રન્થોરચા હતા, એ વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય જોવામાં નથી આવતો, તેમ છતાં તેમના જે ગ્રન્થો અત્યારે મળે છે, તેમ જ જે ગ્રન્થોનાં નામનો ઉલ્લેખ તેમની કૃતિમાં મળવા છતાં અત્યારે એ મળતા નથી, એ બધાયની યથાપ્રાપ્ત નોંધ આ નીચે આપવામાં આવે છે:
મળતા ગ્રંથ નામ
ગ્રંથલોકપ્રમાણ ૧ ભગવતીસૂત્ર દ્રિતીયશતકવૃત્તિ
૩૭૫૦ ૨ રાજપ્રશ્નીપાંગટીકા
૩૭૦ ૦ મુદ્રિત ૩ જીવાભિગમ પાંગટીકા
૧૬૦૦૦ મુદ્રિત ૪ પ્રજ્ઞાપનોપાંગટીકા
૧૬૦૦૦ મુકિત ૫ ચંદ્રપ્રજ્ઞયુપાંગટીકા
૯૫૦ ૦ ૬ સૂર્ય પ્રત્યુપાંગટીકા
૯૫૦ ૦ ૭ નંદીસૂત્રટીકા
૭૭૩૨ મુકિત ૮ વ્યવહારસૂત્રવૃત્તિ
૩૪૦૦૦ મુદ્રિત ૮ બૃહકલ્પપીઠિકાવૃત્તિ—અપૂર્ણ
૪૬ ૦ ૦ મુદ્રિત ૧૦ આવશ્યકવૃત્તિ—અપૂર્ણ
૧૮૦૦૦ મુદ્રિત ૧. અહીં આપવામાં આવેલી શ્લોકસંખ્યા કેટલાકની મૂળગ્રંથ સહિતની છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
‘બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
નામ
૧૧ પિડનિયુક્તિટીકા જ્યેાતિકર કટીકા
૧૨
૧૩ ધર્મ સંગ્રહણીવૃત્તિ
૧૪ કર્મ પ્રકૃતિવ્રુત્તિ ૧૫૫ ચસંગ્રહવૃત્તિ પડશાતિવ્રુત્તિ
૧૬
૧૭ સપ્રતિકાવૃત્તિ
૧૮ ગૃહસંગ્રહણીવૃત્તિ
૧૯. શ્રૃક્ષેત્રસમાસવૃત્તિ
૨૦ મલયગિરિશબ્દાનુશાસન
અલભ્ય ગ્રંથા
ગ્રંથશ્લેાકપ્રમાણ ૬૭૦૦ મુદ્રિત
૫૦૦૦ મુદ્રિત ૧૦૦૦૦ મુદ્રિત
૮૦૦૦ મુદ્રિત
૧૮૮૫૦ મુદ્રિત
૨૦૦૦ મુદ્રિત
૩૭૮૦ મુદ્રિત
૫૦૦૦ મુદ્રિત ૯૫૦૦ મુદ્રિત
૫૦૦૦ (?)
૪. તત્ત્વર્થાધિગમત્રટીકા
૫ ધર્મ સારપ્રકર્ણ ટીકા રે
૬. દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ ટીકા
૧ જમ્મુદ્દીપપ્રાપ્તિટીકા
૨ આધુનિયુક્તિટીકા
૩
વિશેષાવસ્યકટીકા
અહીં જે ગ્રંથનાં નામેાની નોંધ આપવામાં આવી છે, તેમાંથી શ્રી મલયગિરિશાનુશાસન સિવાયના બધાય ગ્રંથૈ ટીકાત્મક જ છે, એટલે આપણે આચા` મલયગિરને ગ્રંથકાર તરીકે ઓળખીએ તે કરતાં તેમને ટીકાકાર તરીકે એળખવા એ જ સુસંગત છે.
[૯૧
આચાય શ્રી મલયગિરિની ટીકારચના-આજ સુધીમાં આચાર્ય શ્રી હરિભદ્ર, ગંધહસ્તી સિદ્ધસેનાચાર્ય, શ્રીમાન્ કાટયાચાર્ય, આચાર્ય શ્રી શીલાંક, નવાંગીકૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, મલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર, તપા શ્રી દેવેન્દ્રસૂરિ આદિ અનેક સમ ટીકાકાર આચાર્યો થઈ ગયા છે, તે છતાં આચાર્ય શ્રી મલયગિરિએ ટીકાનિર્માણના ક્ષેત્રમાં એક જુદી જ ભાત પાડી છે. શ્રી મલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવર્તી તે તે વિષયના પ્રાચીન ગ્રંથા, ચૂર્ણિ, ટીકા, ટિપ્પણુ આદિ અનેક શાસ્ત્રોના દેન ઉપરાંત પાતા તરકના તે તે વિષયને લગતા વિચારાની પરિપૂર્ણતા સમજવી જાઈ એ. ગંભીરમાં ગંભીર વિષયાને ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે.
''
१. “ यथा च प्रमाणवावितत्वं तथा तत्त्वार्थटीकायां भावितमिति ततोऽवधार्यम् " प्रज्ञापनासूत्रटीका ||
''
૨. " यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतायते । धर्मसंग्रहणीटोका ॥
tr
૩. वृत्तादीनां च प्रतिपृथिवि परिमाण देवेन्द्रनर केन्द्रे प्रपञ्चितमिति नेह भूयः પ્રöતે '' સંગ્રહનીવૃત્તિ, વત્ર ૨૦૬ "
Page #26
--------------------------------------------------------------------------
________________
૯ ]
જ્ઞાનાંજલિ આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે—તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે શ્લોકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હોય તે સાથે જ કહી દે છે; ત્યાર પછી જે વિષયો પર વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “યં માવ:, fમુe મતિ, અમારાથ:, રૂઢમત્ર હૃદયમ'' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યને સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતા પ્રાસંગિક અને આનુષંગિક વિષયોને ચર્ચવાનું તેમ જ તષિયક અનેક પ્રાચીન પ્રમાણોનો ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી; એટલું જ નહિ, પણ જે પ્રમાણોનો ઉલ્લેખ કર્યો હોય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થો, વ્યાખ્યા કે ભાવાર્થ લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવું ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ, ઉપર જણાવવામાં આવ્યું તેમ, ભાષાની પ્રાસાદિકતા અને અર્થ તેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પદ્ધતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકાઓ અને ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે.
આચાર્ય મલયગિરિનું બહુશ્રતપણું–આચાર્ય મલયગિરિકૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિષયોની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં તેમણે જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણે ટાંકેલાં છે, એ જોતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાત્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહોતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યોતિર્લિંઘા, ગણિતશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર આદિને લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનનો વિશાળ વારસો ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પોતાના ગ્રંથોમાં જે રીતે પદાર્થોનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સુક્ષ્મ રીતે ધ્યાન આપીશું તો આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વાર્ભવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા; અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયોક્તિ નથી જ કરતા, પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરમાં ભલે ગમે તેટલું વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય છે, તે છતાં તેઓશ્રી એકાંત નિર્વતિમાર્ગના ધેરી અને નિવૃતિમાર્ગ પરાયણ હોઈ તેમને આપણે નિતિ માર્ગ પરાયણ જેનધર્મની પરિભાષામાં આગમિક કે સૈદ્ધાતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખીએ એ જ વધારે ઘટનાની વસ્તુ છે. - આચાર્ય મલયગિરિનું આતર જીવન–વીરવદ્ધમાન–જેન-પ્રવચનના અલંકારસ્વરૂપ યુગપ્રધાન આચાર્યપ્રવર શ્રી મલયગિરિ મહારાજની જીવનરેખા વિષે એકાએક કાંઈ પણ બોલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે; તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી.
- આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રન્થરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે, એ પોતે જ એ પ્રભાવક પુરૂના આન્તર જીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રન્થરાશિ અને તેમાં વર્ણવાયેલા પદાર્થો આપણને કહી રહ્યા છે કે એ પ્રજ્ઞાપ્રધાન પુરૂ મહાન જ્ઞાનેગી, કર્મયોગી, આત્મયોગી અગર જે માનો તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુ પિતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કોઈ પણ ઠેકાણે એમણે પોતાને માટે “થવા મતવાના” એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન હો એ ભાન–મદવિરહિત મહાપુરુષના પાદપદ્મને !
આચાર્ય શ્રી ક્ષેમકીતિસૂરિ–આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિ તપાગચ્છની પરંપરામાં થયેલ મહાપુરુષ છે. એમના વ્યક્તિત્વ વિષે વિશિષ્ટ પરિચય આપવાનાં સાધનોમાં માત્ર તેમની આ એક સમર્થ ગ્રંથરચના જ છે; આ સિવાય તેમને વિશે બીજે કશે જ પરિચય આપી શકાય તેમ નથી.
Page #27
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર : પ્રાસ્તાવિક
[ ૯૩ તેમ જ આજ સુધીમાં તેમની બીજી કોઈ નાની કે મોટી કૃતિ ઉપલબ્ધ પણ થઈ નથી. પ્રસ્તુત ગ્રંથની-ટીકાની રચના તેમણે વિ. સં. ૧૩૩૨ માં કરી છેએ ઉપરથી તેઓશ્રી વિક્રમની તેર-ચૌદમી સદીમાં થયેલ આચાર્ય છે. તેમના ગુરુ આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરિ હતા, જેઓ તપગચ્છના આદ્ય પુસા આચાર્ય શ્રીજગરચંદસૂરિવરના શિષ્ય હતા અને તેઓ બૃહપેશાલિક તરીકે ઓળખાતા હતા. આચાર્ય શ્રી વિજયચન્દ્રસૂરિ બૃહપોશાલિક કેમ કહેવાતા હતા તે વિષેની વિશેષ હકીકત જાણવા ઇચ્છનારને આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિવિરચિત ત્રિદશતરંગિણી–ગુર્નાવલી” શ્લેક ૧૦૦થી ૧૩૪ તથા પંન્યાસ શ્રીમાન કલ્યાણવિજયજી સંપાદિત વિસ્તૃત ગૂર્જરાનુવાદ સહિત “તપાગચ્છ પટ્ટાવલી” પૃષ્ઠ ૧૫૩ જેવા ભલામણ છે.*
ગ્રન્થ-પરિચય ગ્રંથકાર અને ગ્રંથની પ્રતિઓ વિષે લખ્યા પછી ગ્રંથના બાહ્ય અને અંતરંગ સ્વરૂપ વિષે થે બતાવી દેવું અહીં ઉચિત મનાશે. પ્રતિ બૃહક૯પસૂત્ર અને તેના ઉપરની વ્યાખ્યાઓ વગેરેનો પરિચય આપવા પહેલાં, પ્રસ્તુત શાસ્ત્ર છેદ આગમોમાંનું એક હોઈ છેદ આગમ સાહિત્ય કેટલું છે એને ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય રીતે જૈન આગમોની સંખ્યા પિસ્તાલીસની ગણાય છે. એ પિસ્તાલીસ આગમોમાં છેદઆગમોનો સમાવેશ થઈ જાય છે અને એ છેદઆગમો છે છે. તેના ઉપર જેટલું વ્યાખ્યા સાહિત્ય રચાયું છે અને આજે જેટલું ઉપલબ્ધ થાય છે, તે આ નીચે જણાવવામાં આવે છે: છેદઆગમ સાહિત્ય નામ
કર્તા
બ્લેક સંખ્યા ૧ દશાશ્રુતસ્કંધ ભદ્રબાહુસ્વામી
૨૧૦૬ નિર્યુક્તિ
ગા. ૧૪૪
૨૨૨૫ વૃત્તિ બ્રહ્મર્ષિ પાર્ધચંદ્રીય
૩૧૦૦ સ્તબક (ભાવાનુવાદ ) કપ (બૃહકલ્પસૂત્ર ) ભદ્રબાહુસ્વામી
૩૭૫ ,, નિર્યુકિત-લઘુભાષ્ય ભાષ્ય સંઘદાસગણિ ક્ષેમાશ્રમણ ગા. ૬૪૯૦ શ્લો. ૭૫૦૦ , , બૃહભાવ અપૂર્ણ એ ચૂર્ણિ
૧૧૦૦૦ વિશેષચૂર્ણિ
૧૪૦૦ ૦ વૃત્તિ મલયગિરિ-ક્ષેમકાર્તિ
૩૫૦૦૦ અવચૂરી સૌભાગ્યસાગર
૧૫૦૦ તબક પંચક૯૫મહાભાગ
સંઘદાસગણિ માબમણું ગા. ૨૫૭૪ લે. ૩૧૩૫ ચૂર્ણિ
૩૨૪૫ * “બૃહકલ્પસૂત્ર'ના છઠ્ઠા ભાગમાં છપાયેલ આ પ્રાસ્તાવિક વક્તવ્યના પૃ. ૩૦ થી પૃ. ૫૪ સુધીમાં પ્રતિભા પરિચય, પાઠભેદો અને સંપાદન પદ્ધતિ અંગે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનું અહીં પુનર્મુદ્રણ કરવામાં નથી આવ્યું. જિજ્ઞાસુઓએ આ માટે મૂળ ગ્રંથ જેવો. – સંપાદક
ચૂર્ણિ
Page #28
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
૩
નામ
વ્યવહાર સૂત્ર
39
}
""
',
""
૪ નિશીથસૂત્ર
""
',
??
""
,,
""
,,
૫ મહાનિશીથસૂત્ર
,,
ભાય
ચૂર્ણિ
વૃત્તિ
,,
અક
ભાષ્ય
વિશેષચૂર્ણિ
??
તબક
કલ્પસૂત્ર
તબક
ભાગ્યે
ચૂર્ણિ
">
વૃત્તિ
વિશાદ્દેશકવ્યાખ્યા
ટિપ્પનક
કર્તા ભદ્રબાહુસ્વામી
મલયગિરિ
ભદ્રબાહુસ્વામી
જિનદાસ મહત્તર શ્રીચન્દ્રસરિ
જિનભદ્રગણિ ામાશ્રમણ
સિદ્ધસેનાચાય
શ્રીચન્દ્રસૂરિ તિલકાચાય
જ્ઞાનાંજલિ લેાકસંખ્યા
Le
ગા. ૪૬૨૯ ક્ષેા. ૧૭૮૬
૧૦૩૬૦
૨૯૦૦૦
૮૨૫
ગા. ૬પ૯ લેા. ૭૫૦૦
२८०००
૪૫૪૪
કલ્પબૃહદ્ભાષ્ય---અહી જે છ છેયથાને લગતી નોંધ આપવામાં આવી છે તેમાં “ कल्पवृहद्भाष्य अपूर्ण એમ જણાવ્યું છે, તેનું કારણ એ છે કે, પાટણ, જેસલમેર, ભાંડારકર ઇન્સ્ટિટયૂટ પૂના વગેરે દરેક સ્થળે આ ગ્રંથની હસ્તપ્રતિ અધૂરી જ મળે છે. જેસલમેરમાં તાડપત્ર ઉપર લખાચેલી એ નકલેા છે, પણ તે બન્નેય પ્રથમ ખંડ છે, બીજો ખંડ કયાંય લેવામાં આવ્યા નથી. આચાર્ય શ્રી ક્ષેમકીત્તિએ બૃહત્કલ્પની ટીકા રચી ત્યારે તેમના સામે આ બૃહદ્ભાષ્ય પૂર્ણ નકલ હતી એ તેમણે ટીકામાં આપેલાં બૃહદ્ભાષ્યનાં ઉદ્ધરણાથી નિશ્ચિતપણે નણી શકાય છે.
ગા. ૧૦૩
ગા. ૨૬૦૬
૧૦૦૦
૧૧૨૦
૧૮૦૦
કલ્પચૂર્ણિ અને વિશેષચૂર્ણિ—કપચૂર્ણિ અને કલ્પવિશેષચૂર્ણિની જે બે તાડપત્રીય પ્રાચીન પ્રતિએ આજે મળે છે તેમાં લખાવનારાઓની ગરબડથી એટલે કે ચૂર્ણિ-વિશેષચૂર્ણિના 'ખડાને વિવેક ન કરવાથી કેટલીક પ્રતિએમાં ચૂર્ણિ-વિશેષચૂર્ણિનું મિશ્રણ થઈ ગયુ છે.
17
પંચકલ્પમહાભાષ્ય—પંચકલ્પમહાભાષ્ય એ જ પ'ચકલ્પસૂત્ર છે. ઘણાખરા વિદ્વાન સાધુએ એવી ભ્રમણામાં છે કે, પંચકલ્પસૂત્ર ઉપરનું ભાષ્ય તે પ ંચકલ્પભાષ્ય અને તે ઉપરની ચૂર્ણિ તે પંચકલ્પચૂર્ણિ, પર ંતુ આ તેમની માન્યતા બ્રાંત અને ભૂલભરેલી છે. પંચકલ્પ નામનું કોઈ સત્ર હતું નહીં અને છે પણુ નહીં. બૃહત્કલ્પસૂત્રની કેટલીક પ્રાચીન પ્રતિએના અંતમાં “ વંધત્ત્વમૂત્ર સમાપ્તમ્ આવી પુષ્પિકામાત્રથી ભુલાવામાં પડીને કેટલાકા એમ કહે છે કે, મેં અમુક ભડારમાં જેયુ છે, પણ આ ભ્રાંત માન્યતા છે. ખરી રીતે, જેમ પિડનિયુક્તિ એ દશવૈકાલિકનિયુક્તિને અને એધનિયુક્તિ એ આવશ્યકનિયુક્તિના પૃથક્ કરેલા અંશ છે, તે જ રીતે પ ંચકલ્પભાષ્ય એ પભાષ્યને એક જુદે પાડેલેા વિભાગ છે; નહીં કે સ્વતંત્ર કોઈ સૂત્ર. આચાર્ય શ્રી મલયગિર મહારાજ અને શ્રી ક્ષેમકીર્તિસૂરિ મહારાજ પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્રની ટીકામાં વારંવાર આ રીતે જ ઉલ્લેખ કરે છે,
Page #29
--------------------------------------------------------------------------
________________
‘મહુપસૂત્ર ’ : પાસ્તાવિક
[ ૯૫
નિશીથવિશેષચૂર્ણિ આજે જેને સૌ નિશીથચૂર્ણિ તરીકે ઓળખે છે એ નિશીથસ્ત્ર ઉપરની વિશેષચૂર્ણિ છે. નિશીથણ હાવી જોઈ એ, પરંતુ આજે એને કયાંય પત્તો નથી. આજે તે આપણા સામે નિસીહવિસેસચુણી જ છે.
છેદ આગમસાહિત્યને જાણ્યા પછી આપણે ગ્રંથના મૂળ વિષય તરફ આવીએ.
*
ગ્રં'થનું મૂળ નામ—પ્રસ્તુત ‘ બૃહત્કલ્પસૂત્ર 'નુ' મૂળ નામ ‘ ો' છે. તેની પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યા-ટીકાઓને પણ ‘કભાસ”, ‘કેમ્પસ ચુગ્ણી' આદિ નામેાથી જ એળખવામાં આવે છે. એટલે નિષ્કર્ષ એ થયેા કે, આ ગ્રંથનું · બૃહત્કલ્પસૂત્ર' નામ પાછળથી શરૂ થયુ છે. તેનુ કારણ એ છે કે દશાશ્રુતસ્કંધના આભા અધ્યયનરૂપ પર્યુષણાક પત્રની જાહેર વાચના વધ્યા પછી એ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રને અલગ અલગ સમજવા માટે એકનુ નામ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રનું નામ મૃત્કલ્પસૂત્ર રાખવામાં આવ્યું છે. આજે જૈન જનતાનેા માટો ભાગ કલ્પસૂત્ર ' નામથી પ ણાકલ્પસૂત્રને જ સમજે છે, બલ્કે · કલ્પસૂત્ર ' નામ પાકલ્પસૂત્ર માટે રૂઢ થઈ ગયું છે. એટલે આ શાસને ભિન્ન સમજવા માટે બૃહત્કપત્ર નામ આપ્યુ છે તે યોગ્ય જ છે. પ્રસ્તુત સૂત્ર પ્રમાણમાં નાનું એટલે કે માત્ર ૪૦૫ શ્લોકપ્રમાણ હોવા છતાં એમાં રહેલા ગાંભીની દૃષ્ટિએ એને એક મહાશાસ્ત્ર જ કહેવુ તેઈ એ. આ એક પ્રાચીનતમ આચારશાસ્ત્ર છે અને જૈન ધર્મશાસ્ત્રોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. તેમાંય જૈન શ્રમણા માટે તે એ જીવનધર્મનુ મહાશાસ્ત્ર છે. આની ભાષા પ્રાચીન પ્રાકૃત અથવા અર્ધમાગધી હોવા છતાં જેમ ખીન્દ્ર જૈન આગમે! માટે બન્યું છે તેમ આની ભાષાને પણ ટીકાકાર આચાર્ય શ્રી મલયિંગર અને શ્રી ક્ષેમકીર્તિસૂરિએ બદલી નાખી છે. ખરું જોતાં આવુ પરિવર્તન કેટલે અંશે ઉચિત છે એ એક પ્રશ્ન જ છે; તેમ છતાં સાથે સાથે આજે એ પણ એક માટે સવાલ છે કે, તે તે આગમેની પ્રાચીન પ્રાચીનતમ વિવિધ પ્રતિએ કે તેનાં પ્રયન્તરી સામે રાખાએ ત્યારે તેમાં જે ભાષા અને પ્રયાગ। વિષયક વૈવિધ્ય જોવામાં આવે છે તે, સમ ભાષાશાસ્ત્રીને ગળે પણ ડચૂરો વાળી દે તેવાં હેાય છે, તેમાં પણ નિયુક્તિ, ભાષ્ય, મહાશાસ્ત્ર, ચૂર્ણિ, વિશેષ ચૂર્ણિ વગેરે વ્યાખ્યાકારાના અપરિમિત અને સખ્યાતીત પાડભેદે અને પાવિકારા મળે ત્યારે તે ચક્કર આવી જાય તેવું બને એવી વાત છે. આ પરિસ્થિતિમાં અમુક જવાબદારી લઈને બેઠેલા ટીકાકાર આદિ વિષે આપણે એકાએક એલવા જેવુ કશુંય નથી રહેતુ ં.
વ્યાખ્યાસાહિત્ય
'
કલ્પમહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનરૂપે નિયુક્તિ–ભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, બૃહદ્ભાષ્ય, વૃત્તિ, અવસૂરી અને સ્તબક ગ્રન્થેની રચના થઇ છે. તે પૈકી આ પ્રકાશનમાં મૂળસૂત્ર, નિયુકિત-ભાષ્ય અને વૃત્તિને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેને પરિચય અહીં આપવામાં આવે છે.
*
33
નિર્યુક્તિ-ભાષ્ય આવશ્યકનિયુક્તિમાં ખુદ નિયુક્તિકાર ભગવાને ' कप्पस्स उ णिज्जुतिं ० (ગાથા ૯૫) એમ જણાવેલ હોવાથી પ્રસ્તુત કપમહાશાસ્ત્ર ઉપર નિયુક્તિ રચવામાં આવી છે. તેમ છતાં આજે નિયુક્તિ અને ભાષ્ય, એ બન્નેય પરસ્પર ભળી જઈને એક ગ્રંથરૂપ થઈ જવાને લીધે તેનુ પૃથક્કરણ પ્રાચીન ચૂર્ણિકાર આદિ પણ કરી શકયા નથી. ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિએ પણ सूत्र स्पर्शिक नियुक्तिर्भाष्य चैको ग्रन्थो जात : એમ જણાવી નિયુક્તિ અને ભાષ્યને જુદા પાડવાનુ જતુ કર્યું છે; જ્યારે આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ એ પ્રયત્ન કર્યાં છે. તેમ છતાં તેમાં તે સફળ નથી થયા બહ્ને એથી ગાળા જ થયા છે. એ જ કારણ છે કે ટીકાનાં પ્રત્યન્તરામાં તથા ચૂર્ણિ
4.
Page #30
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાંજલિ વિશેષચૂર્ણિમાં એ માટે વિવિધ નિર્દેશો મળે છે (જુઓ પરિશિષ્ટ ચોથું ), સ્વતંત્ર પ્રાચીન ભાષ્યપ્રતિઓમાં પણ આ અંગેનો કશો વિવેક નજરે નથી આવતો. આ કારણસર અમે અમારા પ્રસ્તુત પ્રકાશનમાં નિયુક્તિ-ભાષ્ય ગ્રંથની ગાથાઓના અંકે સળંગ જ રાખ્યા છે, અને એ રીતે બધી મળીને ૪હ૦ ગાથાઓ થઈ છે. પ્રાચીન ભાયુપ્રતિમાં અનેક કારણસર ગાથાએ બેવડાવાથી તેમ જ અસ્તવ્યસ્ત ગાથાઓ અને ગાથાંકે હોવાથી તેની ગાથાસંખ્યાની અમે ઉપેક્ષા કરી છે. અમારે ગાથાક્રમ અતિ વ્યવસ્થિત, પ્રામાણિક અને અતિ સુસંગત છે. ભાષાદષ્ટિએ પ્રાચીન ભાખ્યપ્રતિઓની ગાથાની ભાષામાં અને આચાર્ય શ્રી ભલયગિરિ-ક્ષેમકીર્તિએ આપેલી ભાષ્યગાથાની ભાષામાં ઘણે ઘણો ફરક છે, પરંતુ અમારે ટીકાકારોને ન્યાય આપવાનો હોવાથી તેમણે પોતાની ટીકામાં જે સ્વરૂપે ગાથાઓ લખી છે તેને જ પ્રમાણ માનીને અમે કામ ચલાવ્યું છે. આમ છતાં સ્થાને સ્થાને અનેકવિધ મહત્વના પાઠભેદ વગેરે નોંધવામાં અમે આળસ કર્યું નથી. ભાગની ભાષા મુખ્યત્વે પ્રાકૃત જ છે, તેમ છતાં ઘણે સ્થળે ગાથાઓમાં માગધી અને શૌરસેનીના પ્રયોગો પણ જોવામાં આવે છે. કેટલીક ગાથાઓ પ્રસંગવશ ભાગધી કે શૌરસેની ભાષામાં પણ રચાયેલી છે. છંદની દષ્ટિએ આખું ભાગ્ય પ્રધાનપણે આર્યાશંદમાં રચાયું છે, તેમ છતાં સંખ્યાબંધ સ્થળે ઔચિત્ય પ્રમાણે બીજા બીજા ઈદે પણ આવે છે.
વૃત્તિ–પ્રસ્તુત મહાશાસ્ત્રની વૃત્તિનો પ્રારંભ આચાર્ય શ્રી ભલયગિરિએ કર્યો છે અને તેની સમાપ્તિ લગભગ સવાસો વર્ષ બાદ તપા આચાર્યપ્રવર શ્રી ક્ષેમકીર્તિસૂરિએ કરી છે. વૃત્તિની ભાષા મુખ્યત્વે સંસ્કૃત હોવા છતાં તેમાં પ્રસંગોપાત્ત આવતી કથાઓ પ્રાકૃત જ છે. વૃત્તિનું પ્રમાણ સૂત્ર-નિર્યુક્તિ-ભાગ્ય મળીને ૪૨૫૦૦ શ્લેક લગભગ છે, એટલે જે આમાંથી સૂત્ર-નિયુક્તિ-ભાષ્યને બાદ કરીએ તો વૃત્તિનું પ્રમાણ ૩૫૦૦ બ્લેક લગભગ થાય છે. આમાંથી લગભગ ૪૦૦૦ લેકપ્રમાણ ટીકા આચાર્ય શ્રી મલયગિરિની છે અને બાકીની આખી ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્તિપ્રણીત છે.
ચૂણિ–વિશેષચૂણિ–ચૂર્ણિ અને વિશેષચૂર્ણિ, એ બૃહસ્કલ્પસૂત્ર ઉપરની પ્રાચીન પ્રાચીનતમ વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતપ્રધાન ભાષામાં રચાયેલી છે. આ વ્યાખ્યાઓની પ્રાકૃતભાષા આચાર્ય શ્રી હેમચન્દ્રાદિવિરચિત પ્રાકૃત વ્યાકરણાદિના નિયમોને વશવર્તી ભાષા નથી, પરંતુ એક જુદા કુલની જ પ્રાકૃતભાષા છે. આ વ્યાખ્યામાં આવતા વિવિધ પ્રયોગો જોતાં એની ભાષાનું નામ શું આપવું એ પ્રશ્ન એક કેયડારૂપ જ છે. હું માનું છું કે આને કોઈ સ્વતંત્ર ભાષાનું નામ આપવું તે કરતાં “મિત્રાતમા '' નામ આપવું એ જ વધારે સંગત વસ્તુ છે. ભાષાના વિષયમાં રસ લેનાર પ્રત્યેક ભાષાશાસ્ત્રીને માટે જૈન આગમ અને તેના ઉપરના નિર્યુક્તિ-ભાગ-ચૂર્ણિ. વિશેષચૂર્ણિ ગ્રંથોનું અધ્યયન અને અવલોકન પરમ આવશ્યક વસ્તુ છે.
બૃહદભાષ્ય-નિયુક્તિ, ભાષ્ય અને બૃહભાગ એ ત્રણેય જૈન આગમ ઉપરના વ્યાખ્યાગ્રંથ હંમેશાં પદ્યબંધ જ હોય છે. પ્રસ્તુત બૃહદભાગ્ય પણ ગાથાબંધ છે. ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્તિમહારાજ સામે પ્રસ્તુત બૃહભાગે સંપૂર્ણ હોવા છતાં આજે એને સંપૂર્ણ મેળવવા અમે ભાગ્યશાળી થઈ શકયા નથી. આજે જ્યાં જ્યાં આ મહાભાષ્યની પ્રતિઓ છે ત્યાં પ્રથમ ખંડ માત્ર છે. જેસલમેરદુર્ગના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારમાં જ્યારે આ ગ્રંથના બે ખંડો જોયા ત્યારે મનમાં આશા જન્મી કે આ ગ્રંથ પૂર્ણ મળે, પણ તપાસ કરતાં નિરાશા સાથે જોયું કે બન્નેય પ્રથમ ખંડની જ નકલે છે. આની ભાષા પણ પ્રાચીન મિશ્ર પ્રાકૃતભાષા છે અને મુખ્યત્વે આર્યા છંદ હોવા છતાં પ્રસંગોપાત્ત બીજા બીજા પણ છંદો છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૬ બૃહદ્દેપસૂત્ર ' : પ્રાસ્તાવિક
[ ૯૭
અવચૂરી—ગૃહકપત્ર ઉપર એક અવસૂરી ( સ્મૃતિસ ંક્ષિપ્ત ટીકા ) પણ છે. એના પ્રણેતા શ્રી સેાભાગ્યસાગરસૂરિ છે અને એ ૧૫૦૦ શ્લેાકપ્રમાણ છે. મૂળ ગ્રંથના શબ્દાર્થને સ્પષ્ટ રીતે સમજવા ઈચ્છનાર માટે આ અવચૂરી મહત્ત્વની છે અને એ ટીકાને અનુસરીને જ રચાયેલી છે. પ્રસ્તુત અવસૂરીની પ્રતિ સંવત ૧૬૨૮માં લખાયેલી હાઈ એ તે પહેલાં રચાયેલી છે.
આન્તર પરિચય
પ્રસ્તુત બૃહત્કલ્પ મહાશાસ્ત્રના આન્તર પરિચય માટે અમે દરેક ભાગમાં વિસ્તૃત વિષયાનુક્રમણિકા આપી છે, જે બધાય ભાગેાની મળીને ૧૫૨ પૃષ્ઠ જેટલી થાય છે, તે જ પર્યાપ્ત છે. આ અનુક્રમણિકા જોવાથી આખા ગ્રંથમાં શુ છે તે, દરેકેદરેક વિદ્વાન મુનિવર આદિ સુગમતાથી જાણી--સમજી શકશે. તેમ છતાં પ્રસ્તુત મહાશાસ્ત્ર એ, એક છેદશાસ્ત્ર તરીકે ઓળખાતુ હાઈ તે વિષે અને તેના અનુસ ંધાનમાં જે જે ખાસ ઉચિત હાય તે અંગે વિચાર કરવા અતિ આવશ્યક છે.
છેદઆગમા—છેદઆગમા બધા મળીને છતી સંખ્યામાં છે, જેને ઉલ્લેખ અને તેને લગતા વિશાળ વ્યાપ્યાસાહિત્યની નોંધ અમે ઉપર કરી આવ્યા છીએ. આ છેદઆગમેામાં, મનસા, વાચા, કણા અવિસંવાદી જીવન જીવનાર પરમજ્ઞાની તી કર, ગણુધર, સ્થવિર આદિ મહર્ષિએ જગતના મુમુક્ષુ નિત્રંથ-નિ થીઓને એકાંત કલ્યાણ સાધના માટે જે મૌલિક અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રતાદિરૂપ મા દર્શાવ્યા છે તે અંગે તે તે દેશ, કાળ તેમ જ તે તે યુગના માનવાની સ્વાભાવિક શારીરિક અને માનસિક વૃત્તિ અને વલણને ધ્યાનમાં લઈ બાધક નિયમેાનુ વિધાન કરવામાં આવ્યુ' છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં અપવાદ કહેવામાં આવે છે. આ અપવાદ અર્થાત્ બાધક નિયમે ઉત્સર્ગી એટલે કે મૌલિક માર્ગોના વિધાન સામે હાવા છતાં એ, મૌલિક નાના બાધક ન હેાતાં તેના સાધક છે. આથી સમજાશે કે છેદઆગમે!માં અતિગંભીર ભાવે એકાન્ત આત્મલક્ષી બનીને મૌલિક અહિંસાદિ નિયમે અંગે તે તે અનેકવિધ વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ આધક નિયમે! અ'ગે' વિધાન અને વિચાર કરવામાં આવ્યા છે. તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં એમ કહી શકાય કે જૈન છેદઆગમે. એ, એકાન્ત ઉચ્ચ જીવન જીવનાર ગીતા જૈન સ્થવિરા અને આચાર્યાંની સૂક્ષ્મક્ષિકા અને તેમની પ્રૌઢ પ્રતિભાના સર્વોચ્ચ પરિચય આપનાર મહાન શાસ્ત્રા છે.
ઉસ અને અપવાદ-પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર, એ છેદઆગમામાંનુ એક હાઈ એમાં ઉત્સ અને અપવાદમા તુ અર્થાત્ સાધક-બાધક નિયમાનુ વિધાન કરવામાં આવ્યું છે. એ ઉત્સ-અપવાદે કયા, કેટલા અને કઈ કઈ બાબત વિષે છે?એ ગ્રંથનું અવલેાકન કરનાર જોઈ-જાણી શકશે, પરંતુ એ ઉત્સર્ગ અને અપવાદના નિર્માણને મૂળ પાયા શા છે? અને જીવનતત્ત્વાનું રહસ્ય સમજનારે અને તેનું મૂલ્ય મૂલવનારે પોતાના જીવનમાં તેનેા ઉપયાગ કઈ રીતે કરવાના છે—કરવા જોઈ એ ?-એ વિચારવું અને સમજવું અતિ આવશ્યક છે. આ વસ્તુ અતિ મહત્ત્વની હાઈ ખુદ નિયુક્તિ-ભાષ્યકાર ભગવંતે એ અને તદનુગામી પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યાકારાએ સુધ્ધાં પ્રસ`ગ આવતાં એ વિષે ઘણા ઊંડાણથી અનેક સ્થળે વિચાર કર્યાં છે.
જગતના કોઈ પણ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધ, સમાજ, સભા, સંસ્થા કે મંડળેા—ત્યાગી હા કે સ*સારી—એ તેના એકધારા મૌલિક બંધારણ ઉપર નભી કે વી શકે જ નહિ; પરંતુ એ સૌને તે તે સમ-વિષમ પરિસ્થિતિ અને સચેગેાને ધ્યાનમાં રાખીને અનેક સાધક-બાધક નિયમેા ઘડવા પડે છે અને તે જ તે પેાતાના અસ્તિત્વને ચિરકાળ સુધી ટકાવી રાખી પેાતાના ઉદ્દેશાને સફળ કે ચિરંજીવ બનાવી
સાન ૧૩
Page #32
--------------------------------------------------------------------------
________________
૮ ]
જ્ઞાનાંજલિ
શકે છે. આમ છતાં જગતનાં ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સધ, સમાજ વગેરે માત્ર તેના નિયમેાના નિર્માણ ઉપર જ જાગ્યા-જીવ્યા નથી, પરંતુ એ નિયમાના પ્રામાણિક શુદ્ધ એકનિષ્ઠ પાલનને આધારે જ તે જીવ્યા છે અને જીવનને ઉન્નત બનાવ્યું છે. આ શાશ્વત નિયમતે નજર સામે રાખીને, જીવનમાં વીતરાગભાવનાને મૂર્તરૂપ આપનાર અને તે માટે એકધારા પ્રયત્ન કરનાર જૈન ગીતા મહિષઓએ ઉત્સર્ગ -અપવાદનું નિર્માણ કર્યું છે.
<
ઉત્સર્ગ ' શબ્દને અ‘ મુખ્ય થાય છે અને અપવાદ' શબ્દનો અર્થ ગૌણ' થાય છે. પ્રસ્તુત છેદઆગમેતે લક્ષીને પણ ઉત્સ-અપવાદ શબ્દને એ જ અ છે. અર્થાત્ ઉત્સર્ગી એટલે આન્તર જીવન, ચારિત્ર અને ગુણેાની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના મુખ્ય નિયમેાનું વિધાન અને અપવાદ એટલે આન્તર જીવન આદિની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના ખાધક નિયમાનું વિધાન. ઉત્સર્ગઅપવાદના ઘડતર વિશેના મૂળ ઉદ્દેશ તરફ જોતાં બન્નેયનું મહત્ત્વ કે મુખ્યપણું એક સમાન છે. એટલે સર્વસાધારણને સહજભાવે એમ લાગ્યા વિના નહિ રહે કે એક જ હેતુ માટે આવું દૈવિધ્ય કેમ ? પરંતુ જગતનું સૂક્ષ્મ રીતે અવલેકન કરનારને એ વસ્તુ સમજાયા વિના નહિ રહે કે, માનવજીવનમાં સહજ ભાવે સદાને માટે જે શારીરિક અને ખાસ કરીને માનસિક નિર્બળતાએ અધિકાર જમાવ્યો છે, એ જ આ દૈવિધ્યનું મુખ્ય કારણ છે. આ પરિસ્થિતિને પ્રત્યક્ષ જોયા-જાણ્યા પછી ધર્મ, નીતિ, સંધ, સમાજ, પ્રજા આદિના નિર્માતાએ પેાતાની સાથે રહેનાર અને ચાલનારની બાહ્ય અને આંતર પરિસ્થિતિને ધ્યાનમાં ન લે અને સાધક-આધક નિયમેાનું વિધાન ન કરે, તેા એ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધ વગેરે વહેલાંમાં વહેલાં જ પડી ભાંગે. આ મૌલિક સૂક્ષ્મ વસ્તુને લક્ષમાં રાખી જૈન સંધનું નિર્માણુ કરનાર જૈન સ્થવિરાએ એ સધ માટે ઉત્સર્ગ-અપવાદનુ નિર્માણ કરી પેાતાના સર્વોચ્ચ વન, ગંભીર જ્ઞાન, અનુભવ અને પ્રતિભાના પરિચય આપ્યા છે.
ઉત્સ-અપવાદની મર્યાદામાંથી જ્યારે પરિણામિપણું અને શુદ્ધ વૃત્તિ પરવારી જાય છે, ત્યારે એ ઉત્સ` અને અપવાદ, ઉત્સ-અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણા બની જાય છે. આ જ કારણથી ઉત્સ’-અપવાદનું નિરૂપણ અને નિર્માણ કરવા પહેલાં ભાષ્યકાર ભગવંતે પરિણામી, અપરિણામી અને અતિપરિણાની શિષ્યા એટલે કે અનુયાયીઓનુ નિરૂપણ કર્યુ છે ( જુએ ગાથા ૭૯૨-૯૭, પૃ. ૧૪૯-૫૦ ) અને જણાવ્યું છે કે, યથાવસ્થિત વસ્તુને સમજનાર જ ઉત્સર્ગીમા અને અપવાદમા ની આરાધના કરી શકે છે. તેમ જ આવા જિનાજ્ઞાવવી મહાનુભાવ શિષ્યા-ત્યાગી અનુયાયીઓ–જ છેઃ આગમજ્ઞાનના અધિકારી છે અને પેાતાના વનને નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામિભાવ અદૃશ્ય થાય છે અને જીવનમાં શુદ્ધ સાત્ત્વિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વચ્છંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સ` અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્ર-પાવન વીતરાગધર્મ'ની આરાધના દૂર તે દૂર જ જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે.
આટલે વિચાર કર્યાં પછી આપણને સમજાશે કે ઉત્સર્ગ અને અપવાદનુ વનમાં શુ` સ્થાન છે અને એનું મહત્ત્વ કેવુ, કેટલું અને કઈ દષ્ટિએ છે? પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અનેક વિષયા અને પ્રસંગાને અનુલક્ષીને આ અંગે ખૂબ ખૂબ વિચાર કરવામાં આવ્યા છે. આંતર કે બાહ્ય જીવનની એવી કોઈ પણ બાબત નથી કે જે અંગે ઉત્સ-અપવાદ લાગુ ન પડે. એ જ કારણથી પ્રસ્તુત મહાશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ જેટલા ઉત્સર્ગા-મૌલિક નિયમા-છે તેટલા અને તે જ અપવાદો-બાધક નિયમે છે અને જેટલા બાધક નિયમ-અપવાદે છે તેટલા અને તે જ મૌલિક નિયમ-ઉત્સર્ગી છે'' (જીએ ગા૦ ૩૨૨) આ જ હકીકતને સવિશેષ સ્પષ્ટ કરતાં ભાષ્યકાર ભગવતે જણાવ્યું છે કે,
Page #33
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
[ ૯૯
“ ઉત્સના સ્થાનમાં એટલે કે ઉત્સર્ગામાના અધિકારી માટે ઉત્સર્ગ એ ઉત્સર્ગ છે અને અપવાદ એ અપવાદ છે. પરંતુ અપવાદના સ્થાનમાં અર્થાત અપવાદમાર્ગના અધિકારી માટે અપવાદ એ ઉત્સ છે અને ઉત્સર્ગ એ અપવાદ છે. આ રીતે ઉત્સ અને અપવાદ પે।તપેાતાના સ્થાન અને પરિસ્થિતિ પરત્વે શ્રેયસ્કર, કા સાધક અને બળવાન છે” ( જુએ ગા॰. ૩૨૩-૨૪) ઉત્સર્ગ -અપવાદની સમતુલાનું આટલું' સૂક્ષ્મ નિદર્શન એ, જૈનદર્શનની મહાન તત્ત્વજ્ઞતા અને અનેકાન્તદનની સિદ્ધિનુ વિશિષ્ટ પ્રતીક છે.
ઉત્સર્ગ -અપવાદની સમતુલાનુ નિદન કર્યા પછી તેને એકધારું વ્યાપક અને વિધેય માની લેવું જોઈ એ નહિ, પરંતુ તેમાં સત્યપણું અને વિવેક હાવાં જોઇ એ. એટલા જ માટે ભાષ્યકાર ભગવંતે કહ્યું છે કે~~
ण वि किंचि अण्णायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा तेसिं आणा, कज्जे सच्चेण होतव्वं ॥ ३३३० ॥
અર્થાત્—જિનેશ્વરાએ કશાય માટે એકાંત વિધાન કે નિષેધ કર્યા નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાય પ્રસંગે સત્યદર્શી અર્થાત્ સરળ અને રાગ-દ્વેપરહિત થવુ જોઈ એ.
સ્થવિર શ્રીધ દાસગણિએ ઉપદેશમાલાપ્રકરણમાં પણ આ જ આશયની વસ્તુ કહી છે... तम्हा सव्वान्ना, सव्वनिसेहो य पवयणे नत्थि ।
आयं वयं तुलिज्जा, लाहाकंखि व्त्र वाणियओ ॥ ३९२ ॥
અર્થાત્—જિનાગમમાં કશાય માટે એકાન્ત આજ્ઞા કે એકાન્ત મનાઈ છે જ નહિ, ફક્ત દરેક કાર્ય કરતાં લાભના વિચાર કરનાર વાણિયાની માફક આવક અને ખર્ચની એટલે કે નફા-ટાટાની સરખામણી કરવી.
ઉપર જણાવવામાં આવ્યું તે ઉપરથી સમજી શકાશે કે ઉત્સ-અપવાદની મૂળ જીવાદોરી સત્યદર્શિતા છે. જ્યાં એ ચાલી જાય કે તેમાં ઊણપ આવે ત્યાં ઉત્સર્ગી એ ઉત્સ` નથી રહેતેા અને અપવાદ એ અપવાદ પણ નથી રહી શકતા; એટલુ જ નહિ, પરંતુ જીવનમાંથી સત્યને અભાવ થતાં પારમાર્થિક જીવન જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી. આચારાંગસૂત્ર થ્રુ. ૧, અ૦૩, ૩૦૩ માં કહેવામાં આવ્યું છે કે, “ પુરિમા ! સજ્જમેવ સમમિઞાળાદ્વિ, સરરસ આાળા" કઠ્ઠિ સે મેહાવી માર તરફ ’-અર્થાત્ હું આત્મન્ ! તું સત્યને બરાબર ઓળખ, સત્યની મર્યાદામાં રહી પ્રયત્ન કરનાર વિદ્વાન જ સંસારને પાર કરે છે.” આના અર્થ એ છે કે, ઉત્સર્ગ--અપવાદસ્વરૂ૫ જિનાજ્ઞા કે જિનપ્રવચનની આરાધના કરનારનું જીવન દણુ જેવુ સ્વચ્છ અને સ્ફટિકની જેમ પારદર્શી હાવુ જોઈ એ. ઉત્સગ અપવાદના ગાંભાને જાણનારે જીવનમાં તલવારની ધાર ઉપર અથવા અજમામાં (જેની બે બાજુ ઊંડી ખાણા આવી હોય તેવા અતિ સાંકડા પહાડી માર્ગમાં ) ચાલવું પડે છે. જીવનના દ્વૈધીભાવ કે સ્વાર્થને અહી જરા જેટલુંય સ્થાન નથી. ઉત્સ-અપવાદના શુદ્ધ સપૂર્ણ જ્ઞાન અને જીવનની એકધારતા, એ બન્નેયને સદા માટે એકસાથે જ ચાલવાનું હોય છે.
ઉપર આપણે ઉત્સ-અપવાદના સ્વરૂપ અને મર્યાદા વિષે જે વિચાર્યું અને જાણ્યુ. તે ઉપરથી આ વસ્તુ તરી આવે છે કે, ઉત્સર્ગી માર્ગ જીવનની સબળતા ઉપર ઊભા છે, જયારે અપવાદમા નુ વિધાન વનની નિળતાને આભારી છે. અહીં દરેકને સડજ ભાવે એ પ્રશ્ન થયા વિના નહિ રહે કે, જૈન ગીતા સ્થવિર ભગવાએ અપવાદમાનું વિધાન કરીને માનવજીવનની નિર્બળતાને કેમ
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
જ્ઞાનાંજલિ પોષી ? પરંતુ ખરી રીતે એ વાત એમ છે જ નહિ ! સાચી હકીકત એ છે કે, જેમ પગપાળા મુસાફરી કરનાર ભૂખ, તરસ કે થાક વગેરે લાગતાં રસ્તામાં પડાવ નાખે છે અને જરૂરત જણાતાં ત્યાં રાત્રિયાસો પણ કરે છે, તે છતાં જેમ એ મુસાફરને રાત્રિવાસ એ એના આગળ પહોંચવામાં અંતરાયરૂપ નથી, પરંતુ જલદી આગળ વધવામાં સહાયરૂપ છે, તે જ રીતે અપવાદમાર્ગનું વિધાન એ જીવનની ભૂમિકાને નિર્બળ બનાવવા માટે નથી, પણ બમણા વેગથી આગળ વધારવા માટે છે. અલબત્ત, જેમ માર્ગમાં પડાવ નાખનાર મુસાફરને જંગલ જેવાં ભયાનક સ્થાનો હોય ત્યારે સાવધાન, અપ્રમત્ત અને સજાગ રહેવું પડે છે, તેમ આંતર જીવનના માર્ગમાં આવતાં ભયસ્થાનમાં અપવાદમાર્ગનું આસેવન કરનાર ત્યાગી નિર્ગથ-નિગ્રંથીઓને પણ સતત સાવધાન અને સજાગ રહેવાનું હોય છે. જે આન્તર જીવનની સાધના કરનાર આ વિષે મોળો પડે તો તેના પવિત્રપાવન જીવનનો ભુક્કો જ બોલી જાય, એમાં બે મત જ નથી. એટલે જ અપવાદમાર્ગનું સેવન કરનાર માટે “પાકી ગયેલા ગૂમડાવાળા માણસ'નું ઉદાહરણ આપવામાં આવે છે. જેમ ગૂમડું પાકી ગયા પછી તેમાંની રસી કાઢતાં તે માણસ પોતાને ઓછામાં ઓછું દરદ થાય તેવી ચોકસાઈપૂર્વક સાચવીને દબાવીને રસી કાઢે છે, તે જ રીતે અપવાદમાર્ગનું આસેવન કરનાર મહાનુભાવ નિર્મથ-નિગ્રંથીઓ વગેરે પણ પોતાના સંયમ અને વ્રતોને ઓછામાં ઓછું દૂષણ લાગે કે હાનિ પહોંચે તેમ નæકે જ અપવાદમાર્ગનું આસેવન કરે.
પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર છેઃઆગમમાં અને બીજાં છે આગમોમાં જેન નિગ્રંથ-નિગ્રંથીઓના જીવનને સ્પર્શતા મૂળ નિયમો અને ઉત્તરનિયમોને લગતા પ્રસંગને અનુલક્ષીને ગંભીરભા વિવિધ વિચારણાઓ, મર્યાદાઓ, અપવાદ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ નિરૂપણ પાછળ જે તારિવક્તા કામ કરી રહી છે તેને ગીતાર્થો અને વિદ્વાનો આત્મલક્ષી થઈને મધ્યસ્થ ભાવે વિચારે અને જીવનમાં ઉતારે.
નિર્ણથ-નિર્ગથીસંઘ–પ્રાચીન કાળમાં જૈન સાધુ-સાધ્વીઓ માટે નિર્ચથ-નિગ્રંથી, ભિક્ષુભિક્ષણી, યતિ-યતિની, પાખંડ-પાર્ષડિની વગેરે શબ્દોનો પ્રયોગ થતો. આજે આ બધા શબ્દોનું સ્થાન મુખ્યત્વે કરીને સાધુ અને સાધી શબ્દ લીધું છે. પ્રાચીન યુગના ઉપર્યુક્ત શબ્દો પૈકી યતિશબ્દ તિસંસ્થાના જન્મ પછી અણગમતો અને ભ્રષ્ટાચારસૂચક બની ગયે છે. પાપંડ શબ્દ પણ દરેક સંપ્રદાયના માન્ય આગમાદિ ગ્રંથમાં વપરાવા છતાં આજે એ માત્ર જૈન સાધુઓ માટે જ નહિ પણ દરેક સંપ્રદાય માટે અપમાનજનક બની ગયે છે.
નિગ્રંથ નિર્ચથીસંધની વ્યવસ્થા અને બંધારણ વિષે, ભયંકર દુષ્કાળ આદિ કારણોને લઈ છિન્નભિન્ન દશામાં આવી પડેલાં આજના મૌલિક જૈન આગમોમાં પણ વૈજ્ઞાનિક ઢંગની હકીકતોનાં જે બીજો મળી આવે છે અને તેને પાછળના વિરોએ વિકસાવીને પુનઃ પૂર્ણ રૂપ આપવા જે પ્રયત્ન કર્યો છે, એ જોતાં આપણને જણાશે કે તે કાળે નિગ્રંથ-નિર્ચથી સંઘની વ્યવસ્થા અને બંધારણ કેટલાં વ્યવસ્થિત હતાં અને એક સાર્વભૌમ રાજસત્તા જે રીતે શાસન ચલાવે તેટલા શુદ્ધ નિયતાના ગૌરવ, ગાંભીર્ય, ધીરજ અને દમામપૂર્વક તેનું શાસન નભતું હતું. આ જ કારણથી આજનાં જૈન આગમ વેતાંબર જૈન શ્રીસંઘ, જેમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી ત્રણેયનો સમાવેશ થાય છે, તેને એકસરખી રીતે માન્ય અને પરમ આદરણીય છે. - દિગંબર જૈન શ્રીસંઘ “મૌલિક જૈન આગમો સર્વથા નાશ પામી ગયાં છે” એમ માનીને પ્રસ્તુત આગમોને માન્ય કરતો નથી. દિગંબર શ્રીસંઘે આ આગમોને ગમે તે કાળે અને ગમે તે કારણે જતા કર્યા હો; પરંતુ એથી તેણે ધણું ખોયું છે એમ આપણને સહજ ભાવે લાગે છે અને કોઈ
Page #35
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પસૂત્ર' પ્રાસ્તાવિક
( ૧૦૧ પણ વિચારકને એમ લાગ્યા વિના નહિ રહે; કારણ કે જગતની કોઈ પણ સંસ્કૃતિ પાસે તેના પિતાના ઘડતર માટેનું મૌલિક વાય હોવું એ અનિવાર્ય વસ્તુ છે; એના અભાવમાં એના નિર્માણનો બીજો કોઈ આધારસ્તંભ જ ન બને. આજે દિગંબર શ્રી સંધ સામે એ પ્રશ્ન અણઊકલે જ પડ્યો છે કે જગતભરના ધર્મો અને સંપ્રદાયો પાસે તેના આધારસ્તંભરૂપ મૌલિક સાહિત્ય છિન્નભિન્ન, અપૂર્ણ કે વિકૃત, ગમે તેવા સ્વરૂપમાં પણ વિદ્યમાન છે, જ્યારે માત્ર દિગંબર સંપ્રદાય પાસે તેમના મૂળ પુરુષ એટલે કે તીર્થકરભગવંત અને ગણધરોએ નિર્મિત કરેલ મૌલિક જૈન આગમને એક અક્ષર સરખાય નથી રહ્યો !
આ જાતની કલ્પના બુદ્ધિસંગત કે યુક્તિસંગત નથી એટલું જ નહિ, પણ ગમે તેવા શ્રદ્ધાળુને પણ અકળામણ પેદા કરે કે મૂંઝવી મૂકે તેવી છે. કારણ કે સમગ્ર જૈનદર્શનમાન્ય અને જૈનતત્ત્વજ્ઞાનના પ્રાણભૂત મહાબંધ (મહાધવલ સિદ્ધાન્ત) વગેરે મહાન ગ્રંથનું નિર્માણ જેના આધારે થઈ શકે એવા મૌલિક ગ્રંથોનું અતિ પ્રભાવિત જ્ઞાન અને તેનું પારંપર્ય તે જમાનાના નિર્ચ થે પાસે રહ્યું અને જૈન આગમોનું જ્ઞાન એકીસાથે સર્વથા નાશ પામી ગયું, તેમાંના એકાદ અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદેશ જેટલુંય જ્ઞાન કોઈ પાસે ન રહ્યું; એટલું જ નહિ, એક ગાથા કે અક્ષર પણ યાદ ન રહ્યો...આ વરતુ કોઈ પણ રીતે કોઈનેય ગળે ઊતરે તેવી નથી. અસ્તુ. દિગંબર શ્રીસંઘના અગ્રણી સ્થવિર ભગવંતોએ ગમે તે કારણે જૈન આગમને જતા કર્યા હોય, તે છતાં એ વાત ચોક્કસ છે કે તેમણે જૈન આગમોને જતા કરીને પોતાની મૌલિક જ્ઞાનસંપત્તિ એવા ઉપરાંત બીજું ઘણું ઘણું ખોયું છે, એમાં બે મત નથી.
આજના જૈન આગમો માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ જ પ્રાચીન છે તેમ નથી, પણ ગ્રંથની શિલી, ભાષાશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, તે તે યુગની સંસ્કૃતિનાં સૂચન આદિ દ્વારા પ્રાચીનતાની કસોટી કરનારા ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનો અને સ્કોલરે પણ જેન આગમોની મૌલિકતાને માન્ય રાખે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આજના જૈન આગમોમાં મોલિક અંશે ઘણું ઘણું છે એમાં શંકા નથી, પરંતુ જેટલું અને જે કાંઈ છે એ બધુંય મૌલિક છે, એમ માનવા કે મનાવવા પ્રયત્ન કરવો એ સર્વજ્ઞ ભગવંતોને દૂષિત કુરવા જેવી વસ્તુ છે. આજના જૈન આગમોમાં એવા ઘણું ઘણું અંશે છે, જે જૈન આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારે કે તે આસપાસમાં ઉમેરાયેલા કે પૂર્તિ કરાયેલા છે; કેટલાક અંશે એવા પણ છે કે જે જૈનેતર શાસ્ત્રોને આધારે ઉમેરાયેલા હોઈ જેન દષ્ટિથી દૂર પણ જાય છે, ઈત્યાદિ અનેક બાબતો જૈન આગમના અભ્યાસી ગીતાર્થ ગંભીર જૈન મુનિગણે વિવેકથી ધ્યાનમાં રાખવા જેવી છે. નિર્ણ"થ-
નિથી સંઘના મહામાન્ય સ્થવિરો—આપણું રાષ્ટ્રીય ઉત્થાન માટેની હિલચાલના યુગમાં જેમ હવનરો અને લાખોની સંખ્યામાં દેશના મહાનુભાવો બહાર નીકળી પડ્યા હતા. એ જ રીતે એ પણ એક યુગ હતો, જ્યારે જનતામાં અમુક વર્ગ સંસારના વિવિધ ત્રાસોથી ઉભગીને શ્રમણ-વીર-વર્ધમાન ભગવાનના ત્યાગમાર્ગ તરફ વળ્યો હતો. આથી જ્યારે નિગ્રંથસંઘમાં રાજાઓ, મંત્રીઓ, ધનાડ્યો અને સામાન્ય કુટુંબીઓ પિતાના પરિવાર સાથે હજારોની સંખ્યામાં દાખલ થવા લાગ્યા, ત્યારે તેમની વ્યવસ્થા અને નિયંત્રણ માટે તે યુગના સંઘસ્થવિરેએ દીર્ધદર્શિત પૂર્વક સંઘના નિયંત્રણ માટેના નિયમોનું અને નિયંત્રણ રાખનાર મહાનુભાવ એગ્ય વ્યક્તિઓ અને તેમને વિષેના નિયમોનું નિર્માણ કર્યું હતું. આ વિષેનું વિસ્તારથી વિવેચન કરવા માટે એક સ્વતંત્ર પુસ્તક જ લખવું જોઈએ, પરંતુ અત્યારે તો અહીં પ્રસંગોપાત માત્ર તે વિષેની ધૂલ રૂપરેખા જે
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૦૨ 1
જ્ઞાનાંજલિ આપવામાં આવે છે. પ્રારંભમાં આપણે જાણી લઈએ કે નિર્ણથ-નિર્ચથી સંઘના વ્યવસ્થાપક મહામાન્ય સ્થવિરો કોણ હતા ? એમને કયે નામે ઓળખવામાં આવતા અને તેમના અધિકારો અને જવાબદારીઓ શાં શાં હતાં ?
- નિર્ગથ-નિર્ચ થીસંઘમાં જવાબદાર મહામાન્ય સ્થવિરે પાંચ છે: (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) રત્નાધિક. આ પાંચે જવાબદાર સ્થવિર મહાનુભાવો અધિકારમાં ઉત્તરોત્તર ઊતરતા હોવા છતાં તેમનું ગૌરવ લગભગ એકધારું માનવામાં આવ્યું છે. આ પાંચે સંઘપુરુષો સંઘવ્યવસ્થા માટે જે કાંઈ કરે તે પરસ્પરની સહાનુભૂતિ અને જવાબદારીપૂર્વક જ કરી શકે, એવી તેમાં વ્યવસ્થા છે. ખુદ આચાર્ય ભગવંત સૌથી વિશેષ માન્ય વ્યક્તિ હોવા છતાં મહત્ત્વના પ્રસંગમાં પિતાની સાથેના ઉપાધ્યાય આદિ સ્થવિરેની સહાનુભૂતિ મેળવ્યા વિના કશુંય કરી ન શકે, એવી આમાં યોજના છે. એકંદર રીતે જૈન સંઘવ્યવસ્થામાં વ્યક્તિ સ્વાતંત્ર્યને ઓછામાં ઓછું અથવા નહિ જેવું જ સ્થાન છે; ખરી રીતે “નથી' એમ કહીએ તે ખોટું નથી. આ જ કારણ છે કે કોઈ પણ પ્રકારની જૈન ધાર્મિક સંપત્તિ કદી વ્યક્તિને અધીન રાખવામાં નથી આવી, છે પણ નહિ અને હોવી પણ ન જોઈએ.
૧. આચાર્ય ભગવંતને અધિકાર મુખ્યત્વે નિગ્રંથ નિર્મથી સંઘના ઉચ્ચ કક્ષાના અધ્યયન અને શિક્ષાને લગતો છે. ૨. ઉપાધ્યાયીનો અધિકાર સાધુઓની પ્રારંભિક અને લગભગ માધ્યમિક કક્ષાના અધ્યયન અને શિક્ષાને લગતો છે. આ બન્નેય સંઘપુરુષો નિર્યથ-નિર્ચથીસંઘની શિક્ષા માટેની જવાબદાર વ્યક્તિઓ છે. ૩. પ્રવર્તકને અધિકાર સાધુજીવનને લગતા આચાર-વિચાર-વ્યવહારમાં વ્યવસ્થિત રીતે અતિ ગંભીરભાવે નિર્ચથ-નિગ્રંથીઓને પ્રવૃત્તિ કરાવવાનું અને તે અંગેની મહત્વની શિક્ષા વિષેનો છે. ૪. સ્થવિરનો અધિકાર જૈન નિગ્રંથસંઘમાં પ્રવેશ કરનાર શિવેને-નિગ્રંથોને સાધુધર્મોપયોગી પવિત્ર આચારાદિને લગતી પ્રારંભિક શિક્ષા અધ્યયન વગેરે વિષે છે. ત્રીજા અને ચોથા નંબરના સંઘસ્થવિરે નિગ્રંથ નિગ્રંથસંઘની આચાર-ક્રિયાવિષયક શિક્ષા ઉપરાંત જીવનવ્યવહાર માટે ઉપયોગી દરેક બાહ્ય સામગ્રી વિષેની–એટલે વસ્ત્ર, પાત્ર, ઉપકરણ ઔષધ વગેરે પ્રત્યેક બાબતની–જવાબદારી ધરાવનાર વ્યક્તિઓ છે. પહેલા બે સંઘસ્થવિરો નિગ્રંથ-નિગ્રંથીસંઘના જ્ઞાન વિષેની જવાબદારીવાળા છે. અને બીજા બે સંધસ્થવિરો નિર્ચથ-નિગ્રંથીસંઘની ક્રિયા–આચાર વિષેની જવાબદારીવાળા છે. નિગ્રંથ-નિર્ચથીસંઘમાં મુખ્ય જવાબદાર આ ચાર મહાપુરુષ છે. એમને જે પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે તેનું પૃથક્કરણ કરીએ તો આપણને સ્પષ્ટપણે જણાઈ આવશે કે શ્રમણ વર-વર્ધમાન ભગવાને જે જ્ઞાન-ક્રિયારૂપ નિર્વાણમાર્ગને ઉપદેશ કર્યો છે, તેની સુવ્યવસ્થિત રીતે આરાધના, રક્ષા અને પાલન થઈ શકે એ વસ્તુને લક્ષમાં રાખીને જ પ્રસ્તુત સંઘસ્થવિરોની સ્થાપના કરવામાં આવી છે.
૫. નાધિક એ નિગ્રંથનિર્ચથીસંઘમાંના વિશિષ્ટ આગમજ્ઞાનસંપન્ન, વિજ્ઞ, વિવેકી, ગંભીર, સમયસૂચકતા આદિ ગુણોથી અલંકૃત નિર્મથે છે. જ્યારે જ્યારે નિર્ચથ-નિર્ચથી સંઘને લગતાં નાનાં કે મોટાં ગમે તે જાતનાં વિવિધ કાર્યો આવી પડે ત્યારે તેનો નિર્વાહ કરવાને આચાર્ય આદિ સંઘવિરની આજ્ઞા થતાં આ મહાનુભાવો ઇનકાર ન જતાં હંમેશાંને માટે ખડે પગે તૈયાર હોય છે. વૃષ તરીકે ઓળખાતા બળવાન અને ધર્યશાળી સમર્થ નિગ્રંથો કે જેઓ ગંભીર મુશ્કેલીના પ્રસંગોમાં પોતાના શારીરિક બળની કસોટી દ્વારા અને જીવનના ભાગે પણ આખા નિગ્રંથ-નિર્ચથી સંઘને હંમેશાં સાચવવા માટેની જવાબદારી ધરાવે છે, એ વૃષભોનો સમાવેશ આ રત્નાધિક નિગ્રંથોમાં જ થાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
‘બૃહત્કલ્પસૂત્ર ’: પ્રાસ્તાવિક
[ ૧૦૩
ઉપર સામાન્ય રીતે સંઘવિરાની જવાબદારી અને તેમની ફરજો વિષે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે છતાં કારણે પડતાં એકાએકમેકને કોઈ પણ કાર્યમાં સ`પૂર્ણ જવાબદારીપૂર્વક સહકાર આપવા માટે તૈયાર જ હોય છે અને એ માટેની દરેક યેાગ્યતા એટલે કે પ્રભાવિત ગીતાતા, વિશિષ્ટ ચારિત્ર, સ્થિતપ્રજ્ઞતા, ગાંભી, સમયસૂચકતા આદિ ગુણા એ પ્રભાવશાળી સંધપુષામાં હાય છે-હાવા જ જોઈ એ.
ઉપર આચાને માટે જે અધિકાર જણાવવામાં આવ્યા છે તે માત્ર શિક્ષાધ્યક્ષ વાચનાવાય તે અનુલક્ષીનેે જ સમજવા જોઈ એ. એટલે વાચનાચાર્ય સિવાય દિગાચાય વગેરે બીન આચાર્ય પણુ છે કે જે નિંધ-નિ થીએ માટે વિહારપ્રદેશ, અનુકૂળ-પ્રતિકૂળ ક્ષેત્ર વગેરેની તપાસ અને વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં નિપુણ અને સમર્થ હોય છે.
ગચ્છ, કુલ, ગણુ, સંઘ અને તેના શિવરા——માત્ર ગણતરીના જ નિ''થ-નિ'થીઓને સમુદાય હોય ત્યારે તે ઉપર જણાવ્યા મુજબના પાંચ સંધથિવરેથી કામ ચાલી શકે. પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં સાધુએ હોય ત્યારે તે ઉપર જણાવેલા માત્ર ગણતરીના સધપુસ્ત્રો વ્યવસ્થા જાળવી ન શકે; તે માટે ગુચ્છ, કુલ, ગણુ અને સંઘની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે દરેકમાં ઉપર્યુક્ત પાંચ સંઘવિરાની ગોઠવણ રહેતી અને તે અનુક્રમે ગચ્છાચાય, કુલાચાય, ગણાચાય અને સંઘાચાય આદિ નામોથી ઓળખાતા.
ઉપર જણાવેલા આચાર્ય આદિ પાંચ સધપુો કોઈ પણ જાતની અગવડ સિવાય જેટલા નિગ્રંથ-નિશાએની દરેક વ્યવસ્થાને જાળવી શકે તેટલા નિત્ર થ-નિગ્રંથીઓના સંધને ગચ્છ કહેવામાં આવતા. એવા અનેક ગચ્છોના સમૂહને કુલ કહેતા. અનેક કુલાના જૂથને ગણ અને અનેક ગણાના સમુદાયને સંઘ તરીકે ઓળખતા. કુલ-ગણ-સંધની જવાબદારી ધરાવનાર આચાર્ય, ઉપાધ્યાય આદિ તે તે ઉપપદનામથી અર્થાત્ કુલાચા, કૈલાપાધ્યાય, ફુલપ્રવત ક, કુલસ્થવિર, કુલરત્નાધિક આદિ નામથી ઓળખાતા. ગો અને ગાચાર્ય આદિ કુલાચાર્ય આદિને જવાબદાર હતા, કુલા ગણુાચા આદિંતે જવાબદાર હતાં, ગા સંધાચાય આદિને જવાબદાર હતા. સંધાચા' તે યુગના સમગ્ર નિંથનિ થીસંધ ઉપર અધિકાર ધરાવતા અને તે યુગને સમસ્ત નિથ-નિ થીસંધ સંધાચાને સંપૂર્ણપણે જવાબદાર હતા. જે રીતે ગચ્છ, કુલ, ગણુ, સાંધ એકબીનને જવાબદાર હતા, તે જ રીતે એકબીજાની જવાબદારી પણ અનિવાર્ય રીતે લેવી પડતી હતી અને લેતા પણ હતા.
ઉદાહરણ તરીકે કાર્ય નિ ંથ કે નિ'થી લાંબા સમય માટે બીમાર રહેતા હાય, અપંગ થઈ ગયા હોય, ગાંડા થઈ ગયા હોય, ભણતા-ગણુતા ન હેાય કે ભણવાની જરૂરત હાય, આચા આદિની આજ્ઞા પાળતા ન હોય, જડ જેવા હાય, ઉન્નડ હાય, નિય-નિમ્ર થીએમાં ઝધડા પડયો હોય, એકબીજાનાં શિષ્ય-શિષ્યાને નસાડી ગયા હાય, દીક્ષા છેડવા ઉત્સુક હાય, કોઈ ગચ્છ આદિએ એકબીજાની મર્યાદાને લાપ કર્યાં હોય અથવા એકબીજાના ક્ષેત્રમાં, નિવાસસ્થાનમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યા હાય, ગચ્છ આદિના સંચાલક સધપુરુષો પોતાની ફરજો બજાવી શકે તેમ ન હોય અથવા યોગ્યતાથી કે ક્રોથી ભ્રષ્ટ હોય, ઇત્યાદિ પ્રસંગો આવી પડે તે સમયે ગુચ્છ આ વિષેની જવાબદારી કુલને સાંપે તે તે કુલાચાર્યે સ્વીકારવી જ લેઈ એ. તેમ જ પ્રસંગ આવે કુલ, ગણને આ જાતની જવાબદારી ભળાવે તેા કુલાચાર્યે પણ તે લેવી જોઈએ, અને કામ પડતાં ગણુ, સંધને કહે ત્યારે તે જવાબદારીના નિકાલ સંધાચાર્યે લાવવા જ જોઈ એ,
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
જ્ઞાનાંજલિ નિર્ગથીસંઘની મહત્તરાઓ–- જેમ શ્રમણ વર-વધમાન ભગવાનના નિર્ચથસંધમાં અગ્રગણ્ય ધર્મયવસ્થાપક સ્થવિરોની વ્યવસ્થા કરવામાં આવી છે, એ જ રીતે એ ભગવાનના નિર્ચથી સંધ માટે પણ પોતાને લગતી ઘણીખરી ધર્મવ્યવસ્થા જાળવવા માટે મહત્તરાઓની એટલે નિર્ચથીસંધ-સ્થવિરાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં પ્રસંગોપાત્ત મહત્તરાશબ્દ વિષે જરા વિચાર કરી લઈએ. નિર્ચથીસંઘની વડીલ સાધી માટે મહત્તરાપદ પસંદ કરવામાં આવ્યું છે, મહત્તમા નહિ, એ સહેતુક છે એમ લાગે છે. અને તે એ કે વીર–વર્ધમાનપ્રભુના સંઘમાં નિર્ચથી સંઘને નિર્ચથસંઘની અધીનતામાં રાખવામાં આવ્યો છે, એટલે એ સ્વતંત્રપણે ક્યારેય મહત્તમ ગણાય નથી, કે તેને માટે મહત્તમા’ પદની વ્યવસ્થા કરવામાં આવે. એ જ કારણ છે કે, નિગ્રંથસંઘની જેમ નિર્ચથીસંઘમાં કઈ સ્વતંત્ર કુલ-ગણ-સંઘને લગતી વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. અહીં કોઈએ એવી કલ્પના કરવી જોઈએ નહિ કે, “આ રીતે તો નિગ્રંથી સંઘને પરાધીન જ બનાવવામાં આવ્યો છે. કારણ કે, ખરું જોતાં, શ્રમણ વીર-વર્ધમાન ભગવંતના સંઘમાં કેઈનય માટે માની લીધેલી સ્વતંત્રતાને સ્થાન જ નથી, એ ઉપર કહેવાઈ ગયું છે. અને એ જ કારણને લીધે નિર્મથસંઘમાંના અમુક દરજજાના ગીતાર્થ માટે પણ મહત્તરપદ જ માન્ય કરવામાં આવ્યું છે.
નિર્ગથીસંધમાં પ્રવત્તિની, ગણાવછેદિની, અભિષેક અને પ્રતિહારી—આ ચાર મહત્તરાઓ પ્રભાવયુક્ત અને જવાબદાર વ્યક્તિઓ મનાઈ છે. નિગ્રંથસંધમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક અને સ્થવિર અથવા રત્નાધિકવૃષભનો જે દરજો છે, તે જ દરજજે નિર્ગથીસંઘમાં પ્રવત્તિની, ગણવદિની, અભિષેક અને પ્રતિહારીને છે. પ્રવત્તિનીને મહત્તરા તરીકે, ગણવચ્છેદિનીને ઉપાધ્યાયા તરીકે, અભિષેકાને સ્થવિરા તરીકે અને પ્રતિહારી નિગ્રંથીને પ્રતિશ્રયપાલી, દ્વારપાલી અથવા ટૂંકે નામે પાલી તરીકે ઓળખવામાં આવતી હતી. આ ચારે નિગ્રંથ નિર્ચથીસંધમાન્ય મહાનુભાવ પદસ્થ નિગ્રંથીઓ નિગ્રંથસંઘના અગ્રગણ્ય સંઘસ્થવિરોની જેમ જ જ્ઞાનાદિગુણપૂર્ણ અને પ્રભાવસંપન્ન વ્યક્તિઓ હતી—એ વસ્તુનો ખ્યાલ પ્રસ્તુત કલ્પભાથની નીચેની ગાથા ઉપરથી આવી શકશે :
काएण उवचिया खलु पडिहारी संजईण गीयत्था ।
परिणय भुत्त कुलीणा अभीय वायामियसरीरा ॥ २३३४ ॥ આ ગાથામાં બતાવેલા પ્રતિહારી-પાલી નિગ્રંથીના લક્ષણ ઉપરથી સમજી શકાશે કે નિર્ચથીસંઘ વિષેની સવિશેષ જવાબદારી ધરાવનાર આચાર્યા, પ્રવત્તિની વગેરે કેવી પ્રભાવિત વ્યક્તિઓ હતી?
નિર્ચથીસંઘમાં અમુક પ્રકારનાં મહત્ત્વનાં કાર્યો ઓછામાં ઓછાં હોવાથી અને એ કાર્યો વિષેની જવાબદારી નિગ્રંથસંઘના અગ્રગણ્ય આચાર્ય આદિ સ્થવિર ઉપર હોવાથી, એ સંઘમાં સ્થવિરા અને રત્નાધિકાઓ તરીકેની સ્વતંત્ર વ્યવસ્થા નથી. પરંતુ તેને બદલે વૃષભસ્થાનીય વાલી-પ્રતિહારી સાવીની વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ પાલી-પ્રતિહારી સાથ્વીની યોગ્યતા અને તેની ફરજનું પ્રસંગોપાત્ત જે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે (જુઓ કલ્પભાષ્યદિ ગાથા ૨૩૩૪ થી ૪૧ તથા ૫૯૫૧ આદિ) તે જોતાં આપણને નિગ્રંથસંધના બંધારણના ઘડવૈયા સંધસ્થવિરોની વિશિષ્ટ કુશળતાનું ભાન થાય છે.
ઉપર જણાવ્યા પ્રમાણે નિર્ચથીસંધની મહત્તરિકાઓની વ્યવસ્થા પાછળ મહત્વને એક ખ્યાલ
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૫
કે બૃહત્કલ્પસૂત્ર ' ; પ્રાસ્તાવિક
એ પણ
છે કે નિ'થીસંધની અંગત વ્યવસ્થા માટે તેમને ડગલે ને પગલે પરવશતા ન રહે, તેમ જ દરેક બાબત માટે એકબીજાના સહવાસમાં કે અતિપ્રસંગમાં આવવું ન પડે. અહીં એ વસ્તુ ધ્યાનમાં રહે કે, જૈન સંસ્કૃતિના પ્રણેતાએએ નિગ્રંથસંસ્થા અને નિ થીસંસ્થાને પ્રારંભથી જ અલગ કરી દીધેલ છે અને આજે પણ બંનેય અલગ જ છે. ખાસ કારણે અને નિયત સમયે જ તેમને માટે પરસ્પર મળવાની મર્યાદા બાંધવામાં આવી છે. બ્રહ્મવ્રતની મર્યાદા માટે આ વ્યવસ્થા અતિમહત્ત્વની છે અને આ જાતની મર્યાદા, જગતના ઇતિહાસ જોતાં, જૈન શ્રમણુસંધના મહત્તરાની દીદર્શિતા પ્રત્યે માન પેદા કરે તેવી વસ્તુ છે.
આટલું જાણ્યા પછી આપણે એ પણ સમજી લેવુ જોઈ એ કે નિ થસ ંધના મહત્તરાની વ્યવસ્થા જેમ જ્ઞાનક્રિયાત્મક મેાક્ષમાર્ગની આરાધના, રક્ષા અને પાલન માટે કરવામાં આવી છે, તે જ રીતે નિર્ધ્ય થીસંધની મહત્તરિકાએાની વ્યવસ્થા પણ એ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમ જ નિ 'થસધ અને સધમત્તા જે રીતે એકબીજાને પાતપોતાની ફરજો માટે જવાબદાર છે, તે જ રીતે નિ થીસંધ અને તેની મહત્તરા પણ પાતપેાતાની ફરજો માટે પરસ્પરને જવાબદાર છે. અહીં એ ધ્યાનમાં રહે કે શ્રમણ વીર-વમાન ભગવાનના સધમાં સ્ત્રીસંધને જે રીતે જવાબદારીભર્યા પૂજ્યસ્થાને વિરાજમાન કરી અનાયાધ જવાબદારી સોંપવામાં આવી છે તેમ જ સ્ત્રીસંધ માટેના નિયમેાનુ જે રીતે નિર્માણુ કરવામાં આવ્યું છે, તે રીતે સ્ત્રીસંસ્થા માટે જગતના કોઈ પણ સંપ્રદાયમાં હાવાનેા ભાગ્યે જ સભવ છે.
ઉપર નિગ્રંથ-નિ થીસંધના અગ્રગણ્ય પાંચ સ્થવિર ભગવંતે। અને સ્થવિરાને સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યા છે, તેમની ચાગ્યતા અને ફરજો વિષે જૈન આગમામાં ઘણું ઘણું કહેવામાં આવ્યુ છે. એ જ રીતે નિત્ર થ-નિ થીસંધ વિષે અને તેમની યાગ્યતા આદિ વિષે પણ ઘણું ઘણુ કહેવામાં આવ્યું છે.
નિ-નિ થીસ’—શ્રમણ ભગવાન મહાવીરના નિથ-નિ થીસંધમાં તે તે યોગ્યતા અને પરિસ્થિતિને લક્ષીને તેમના ઘણા ઘણા વિભાગે પાડવામાં આવ્યા છે. તેમ જ તેમની યોગ્યતા અને પારસ્પરિક કરો વિષે પણ કલ્પનાતીત વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્તી, અધ્યયન-અધ્યાપન કરનારા, વૈયાત સેવા કરનારા, નિથ-નિ થીસધની વિવિધ પ્રકારની સગવડા જાળવવાની પ્રતિજ્ઞા લેનાર આભિપ્રતિક વૈયાત્મક, ગચ્છવાસી, પધારી, પ્રતિમાધારી, ગંભીર, અગંભીર, ગીતા, અગીતા, સહનશીલ, અસહનશીલ વગેરે અનેક પ્રકારના નિત્ર ચે। હતા. ઉપર જણાવ્યા પ્રમાણેના શ્રમણુ મહાવીર ભગવાનના સમસ્ત નિ થ-નિત્ર થીસ`ધ માટે આન્તર અને બાહ્ય જીવનને સ્પર્શતી દરેક નાની-મેટી બાબતે) પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અને વ્યવહારસૂત્ર આદિ અન્ય છેદગ્રન્થામાં રજૂ કરવામાં આવી છે; જેમ કે, ૧. ગચ્છ-કુલ–ગણ—સંધના સ્થવિરા-મહત્તરાપદસ્થાની યાગ્યતા, તેમનુ ગૌરવ અને તેમની પેાતાને તેમ જ નિ થ-નિત્ર થીસંધને લગતી અધ્યયન અને આચારવિષયક સારણા, વારણા, નાદનાદિ વિષયક વિવિધ કરજો; ૨. સધમહત્તરાની પારસ્પરિક ક્રો, જવાબદારીએ અને મર્યાદા; ૩. નિ`થ-નિ'થીસંધની વ્યવસ્થા જાળવવા માટે અને ઉપરવટ થઈ મર્યાદા બહાર વર્તનાર સધસ્થવિરાથી લઈ દરેક નિથ-નિગ્રંથીના અપરાધાને વિચાર કરવા માટે સધસમિતિઓની રચના, તેની મર્યાદાઓ-કાયદાએ, સમિતિઓના મહત્તરા, જુદા જુદા અપરાધોને લગતી શિક્ષાએ અને અયેાગ્ય રીતે ન્યાય તેાલનાર અર્થાત્ ન્યાય ભંગ કરનાર સમિતિમહત્તા માટે સામાન્ય શિક્ષાથી લઈ અમુક મુદત સુધી કે સદાને માટે પદભ્રષ્ટ કરવા સુધીની શિક્ષાએ; જ્ઞાનાં, ૧૪
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
જ્ઞાનાંજલિ ૪. નિગ્રંથનિર્ચથીસંઘમાં દાખલ કરવા યોગ્ય વ્યક્તિઓની યોગ્યતા અને પરીક્ષા, તેમના અધ્યયન, મહાવ્રતોની રક્ષા અને જીવનશુદ્ધિને સાધતી તાવિક ક્રિયાઓ; ૫. નિગ્રંથ નિર્ચથીઓની વિગચ્છ, પરગચ્છ આદિને લક્ષીને પારસ્પરિક મર્યાદાઓ અને ફરજો. આ અને આ જાતની સંખ્યાબંધ બાબતો જૈન આગમમાં અને પ્રસ્તુત મહાશાસ્ત્રમાં ઝીણવટથી છણવામાં આવી છે; એટલું જ નહિ, પણ તે દરેક માટે સૂક્ષ્મણિકા અને ગંભીરતાભર્યા ઉત્સર્ગ અપવાદરૂપે વિધાન પણ કરવામાં આવ્યું છે અને પ્રાયશ્ચિત્તોને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લંઠમાં ઉલૂંઠ અને પાપીમાં પાપી નિગ્રંથ તરફ પ્રસંગ આવતાં સંઘમહત્તરોએ કેવી રીતે કામ લેવું ? કેવી શિક્ષા કરવી ? અને કેવી રહેમ રાખવી? વગેરે પણ ગંભીરભાવે જણાવવામાં આવ્યું છે. પ્રસ્તુત મહાશાસ્ત્રને સ્થિતપ્રજ્ઞ અને પરિણામિક બુદ્ધિથી અવલોકન કરનાર અને વિચારનાર, જૈન સંઘપુરુષો અને તેમની સંઘબંધારણવિષયક કુશળતા માટે જરૂર આલાદિત થશે એમાં લેશ પણ શંકા નથી.
ઉપર નિગ્રંથ નિર્ચથીસંઘના બંધારણ વિષે જે કાંઈ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે, એ બધી પ્રકાશયુગની નામશેષ વિગતો છે. એ પ્રકાશયુગ શ્રમણ મહાવીર ભગવાન બાદ અમુક સૈકાઓ સુધી ચાલ્યો છે. એમાં સૌ પહેલાં ભંગાણ પડ્યાનું આપણને સ્થવિર આર્યમહાગિરિ અને સ્થવિર આર્ય સુહસ્તિના યુગમાં જાણવા મળે છે. ભંગાણનું અનુસંધાન તુરત જ થઈ ગયું છે, પરંતુ તે પછી ધીરે ધીરે સૂત્રવાચના આદિ કારણસર અમુક સદીઓ બાદ ઘણું મોટું ભંગાણ પડી ગયું છે. સંભવ છે કે, ઘણી મુશ્કેલી છતાં આ સંધસૂત્ર-સંધબંધારણ ઓછામાં ઓછું, છેવટે ભગવાન શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવરેએ આગમોને પુસ્તકારૂઢ કરવા નિમિત્તે વલભી-વળામાં સંધમેલાપક કર્યો, ત્યાં સુધી કાંઈક નળ્યું હોય (૨); આ પછી તો જૈનસંઘનું આખું બંધારણ છિન્નભિન્ન અને અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે, આ માટે ખુદ કલ્પભાષ્યકાર ભગવાન શ્રીસંઘ દાસગણિ ક્ષમાશ્રમણે પણ પિતાના જમાનામાં, જૈન સંઘમાં લગભગ અતિ નાલાયક ઘણું ઘણુ સંઘમહત્તરે ઊભા થવા માટે ફરિયાદ કરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે –
आयरियत्तणतुरितो, पुव्वं सीसत्तणं अकाऊणं।
हिंडति चोप्पायरितो, निरंकुसो मत्तहत्थि व ॥ ३७३ ।। અર્થ–પોતે પહેલાં શિષ્ય બન્યા સિવાય (અર્થાત ગુરુકુલવાસમાં રહી ગુસેવાપૂર્વક જૈન આગમોને અભ્યાસ અને યથાર્થ ચારિત્રનું પાલન કર્યા વિના ) આચાર્યપદ લેવાને માટે તલપાપડ થઈ રહેલ સાધુ ( આચાર્ય બન્યા પછી) મદોન્મત્ત હસ્તીની પેઠે નિરંકુશ થઈને ચોખા મૂર્ખ આચાર્ય તરીકે ભટકે છે. ૩૭૩
छन्नालयम्मि काऊण, कुडियं अभिमुहंजली सुढितो।
गेरू पुच्छति पसिणं, किन्नु हु सा वागरे किंचि ।। ३७४ ॥ અર્થ–જેમ કોઈ ગેરક પરિવ્રાજક ત્રિદંડ ઉપર કંડિકાને મૂકીને તેના સામે બે હાથ જોડી ઊભે રહી પગે પડીને કાંઈ પ્રશ્ન પૂછે તો તે કુંડિકા કાંઈ જવાબ આપે ખરી ? જેવું આ કંડિકાનું આચાર્યપણું છે તેવું જ ઉપરોક્ત આચાર્યનું આચાર્યપણું છે. ૩૭૪
सीसा वि य तुरंती, आयरिया वि हु लहु पसीयंति ।
तेण दरसिक्खियाणं, भरिओ लोओ पिसायारणं ॥ ३७५ ।। અર્થ—(ભાનભૂખ્યા) શિષ્ય આચાર્ય આદિ પદ્ધીઓ મેળવવા માટે ઉતાવળા થાય છે અને
Page #41
--------------------------------------------------------------------------
________________
હું ; ડુત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
(૧૦૭
જિનાગમેાના મર્માતા વિચાર નહિ કરનાર આચાર્યાં એકદમ શિષ્યને મેઢાઈનાં પૂતળાં બનાવવા મહેરાન થઈ જાય છે. આ કારણથી કશુય નહીં સમજનાર અનધડ આચાર્ય પિશાચાથી આખા લાક ભરાઈ ગયા છે. ૩૭૫
પ્રસ્તુત ભાષ્યગાથાઓથી જણાશે કે ભાષ્યકારના જમાના પહેલાં જ જૈન સંધખધારણની અને નિ`થ-નિગ્રંથીઓના જ્ઞાનની કેવી દુર્દશા થઈ ગઈ હતી ? તિહાસનાં પાનાં ઉથલાવતાં અને જૈન સંધી ભૂતકાલીન આખી પરિસ્થિતિનું દિગ્દર્શન કરતાં જૈન નિર્થ થાની જ્ઞાનવિષયક દુર્દશા એ અતિસામાન્ય ઘરગથ્થુ વસ્તુ જેવી જણાય છે. ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી અને શ્રી કાલિકાચા ભગવાન સમક્ષ જે પ્રસંગે વીતી ગયા છે, એ આપણને દિગ્મૂઢ બનાવી દે તેવા છે. ભગવાન શ્રી ભદ્રબાહુવામી પાસે વિદ્યાધ્યયન માટે, તે યુગના શ્રીસંઘની પ્રેરણાથી “ શૂઝમવસ્લામિમુવલાનિ પંચ મેઢાવીરાં સત્તાનિ ગાનિ '' અર્થાત્ સ્થૂલભદ્રસ્વામી આદિ પાંચ સે। બુદ્ધિમાન નિર્દેથા ગયા હતા, પરંતુ, આવશ્યકચૂર્ણિમાં પૂજ્યશ્રી જિનદાસગણું મહત્તરે જણાવ્યા મુજબ,
''
માસેળ પળ ઢોહૈિં તિહૈિં તિ સબ્વે ઓસરિતા ’' (ભા. ૨, પત્ર ૧૮૭) એટલે કે એક, બે અને ત્રણ મહિનામાં તે ભાવી સંધપુરુષ ભગવાન શ્રી સ્થૂલભદ્રને બાદ કરતાં બાકીના બધાય બુદ્ધિનિધાને પલાયન થઈ ગયા. ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીને “ ગોસંઘમ્સ આણં ગતિમતિ તરસ્યો વંડો?'' પૂછનાર જૈનસથે ઉપરાક્ત બુદ્ધિનિધાનોનો જવાબ લીધાના કલ્યાંય કાય ઉલ્લેખ નથી. અને આટલા મેટા વર્ગને પૂછવા જેટલી સધની ગુ ́ાયશ કલ્પવી પણ મુશ્કેલ છે. ૨. સ્થવિર આકાલક માટે પણ કહેવામાં આવે છે કે તેમના શિષ્યા તેમની પાસે ભણતા નહેાતા, એ માટે તેએ તેમને છોડીને પેાતે એકલા ચાલી નીકળ્યા હતા. ૩. આ ઉપરાંત ભાષ્યકાર ભગવાને પણ ભાષ્યમાં પેાતાના જમાનાના નિગ્રંથેાના જ્ઞાન માટે ભયંકર અપમાનસૂચક ‘સિલિયામાં પિસાયાં '' શબ્દથી જ આખી પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું છે. ૪. વલભીમાં પુસ્તકારૂઢ થયાને માત્ર છ સૈકા થયા બાદ થનાર નવાંગવૃત્તિકા પૂજ્ય શ્રી અભયદેવાચાય મહારાજને અંગસૂત્રો ઉપર ટીકા કરતી વખતે જૈન આગમેની નિતાન્ત અને એકાન્ત અશુદ્ધ જ પ્રતિએ મળી તેમ જ પેાતાના આગમટીકાગ્રંથોનું સંશોધન કરવા માટે જૈન આગમેાનુ` વિશિષ્ટ પાર'પ' ધરાવનાર યોગ્ય વ્યક્તિ માત્ર ચૈત્યવાસી શ્રમણામાંથી ભગવાન શ્રી દ્રોણાચાર્ય. એક જ મળી આવ્યા. આ અને આવી બીજી અનેક ઐતિહાસિક હકીકતા જૈન નિગ્ર ંથોની વિદ્યારુચિ માટે ફરિયાદ કરી જાય છે. આ પરિસ્થિતિ છતાં જૈન નિ ંથસ ંધના સદ્ભાગ્યે તેના નામને ઉજ્જવલ કરનાર અને સદીઓની મલિનતા અને અંધકારને ભૂંસી નાખનાર, ગમે તેટલી નાની સંખ્યામાં છતાં દુનિયાના કોઈ પણ ઇતિહાસમાં ન જડે તેવા સમર્થ યુગપુસ્ત્રો પણ યુગયુગાંતરે પ્રગટ થતા જ રહ્યા છે, જેમણે જૈન નિંથ-નિત્ર થીસધ માટે સદીઓની ખેાટ પૂરી કરી છે. જૈન નિથ-નિ થીસંધ સદા માટે આપતા-દીપતે રહ્યો છે, એ આ યુગપુસ્ત્રોને જ પ્રતાપ છે. પરંતુ આજે પુનઃ એ સમય આવી લાગ્યા છે કે પરિમિત સંખ્યામાં રહેલા જૈન નિ થ-નિ થીએનું સધસૂત્ર અહંતા–મમતા, અસહનશીલતા અને પાકળ ધર્મને નામે ચાલતી પારસ્પરિક ઈર્ષાંતે લીધે જિન્નભિન્ન, અસ્તવ્યસ્ત અને પાંગળું બની ગયું છે. આપણે અંતરથી એવી શુભ કામના રાખીએ કે પવિત્રપાવન જૈન આગમાના અધ્યયન આદિ દ્વારા તેમાંની પારમાર્થિક તત્ત્વચિન્તના આપણા સૌનાં મહાપાપાને ધોઈ નાખા અને પુનઃ પ્રકાશ પ્રાપ્ત થાએ!
r
k
પ્રકીર્ણ : હકીકતા—પ્રસ્તુત મહાશાસ્ત્ર અમુક દૃષ્ટિએ જૈન સાંપ્રદાયિક ધર્મશાસ્ત્ર હોવા છતાં એ, એક એવી તાત્ત્વિક જીવનષ્ટિને લક્ષીને લખાયેલું છે કે, ગમે તે સ`પ્રદાયની વ્યક્તિને આ મહા
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
જ્ઞાનાંજલિ
શાસ્ત્રમાંથી પ્રેરણા જાગ્યા વિના નહિ રહે. આ ઉપરાંત બીજી અનેક ખાદ્ય દૃષ્ટિએ પણ આ ગ્રંથ ઉપયાગી છે. એ ઉપયેાગિતાને દર્શાવનાર એવાં તેર પરિશિષ્ટા અમે આ વિભાગને અંતે આપ્યાં છે, જેને પરિચય આ પછી આપવામાં આવશે. આ પરિશિષ્ટાના અવલાકનથી વિવિધ વિદ્યાકળાનુ' તલ સ્પર્શી અધ્યયન કરનારે સમજી જ લેવુ જોઈએ કે પ્રસ્તુત ગ્રંથમાં જ નહિ, દરેક જૈન આગમમાં અથવા સમગ્ર જૈન વાડ્મયમાં આપણી પ્રાચીન સ`સ્કૃતિને લગતી વિપુલ સામગ્રી ભરી પડી છે. અમે અમારાં તેર્ પરિશિષ્ટામાં જે વિસ્તૃત નોંધા અને ઉતારા આપ્યા છે તે કરતાં પણ અનેકગણી સામગ્રી જૈન વાડ્મયમાં ભરી પડી છે, જેને ખ્યાલ પ્રસ્તુત ગ્રંથના દરેકેદરેક વિભાગમાં આપેલી વિષયાનુક્રમણિકા જોવાથી આવી જશે.
પરિશિષ્ટાના પરિચય
પ્રસ્તુત ગ્રંથને અંતે ગ્રંથના નવનીતરૂપ તેર પરિશિષ્ટા આપ્યાં છે, જેને પરિચય આ નીચે આપવામાં આવે છે:
૧. પ્રથમ પરિશિષ્ટમાં મુદ્રિત કલ્પશાસ્ત્રના છ વિભાગો પૈકી કયા વિભાગમાં કર્યાંથી કાં સુધીનાં પાનાં છે, કયા અર્થાધિકાર ઉદ્દેશ આદિ છે અને ભાષ્યની કઈ ગાથાથી કયાં સુધીની ગાથાઓ છે, એ આપવામાં આવેલ છે, જેથી વિદ્વાન મુનિવ` આદિને પ્રસ્તુત શાસ્ત્રના અધ્યયન, સ્થાનઅન્વેષણ આદિમાં સુગમતા અને અનુકૂળતા રહે.
૨. બીજા પરિશિષ્ટમાં કલ્પ (પ્રા. કલ્પે। ) મૂળશાસ્ત્રનાં સૂત્રેા પૈકી જે સૂત્રેાને નિયુŚક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ કે ટીકામાં જે જે નામથી એાળખાવ્યાં છે, તેની અને તેનાં સ્થળેાના તાંધ આપવામાં આવી છે.
૩. ત્રીજા પરિશિષ્ટમાં આખાય મૂળ કલ્પશાસ્ત્રનાં બધાંય સૂત્રેાનાં નામેાની—જેનાં નામે નિયુક્તિ-ભાષ્યકારાદિએ આપ્યાં નથી તે સુધ્ધાંની—યોગ્યતા વિચારીને ક્રમવાર સળંગ નાંધ આપવામાં આવી છે. તેમ જ સાથે સાથે જે જે સૂત્રેાનાં નામેાનાં અમે ફેરફાર આદિ કરેલ છે તેનાં કારણે વગેરે પણ આપવામાં આવ્યાં છે.
૪. ચેાથા પરિશિષ્ટમાં કલ્પમહાશાસ્ત્રની નિયુક્તિગાથા
અને ભાષ્યગાથાએ એકાકાર થઈ જવા છતાં ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ તે ગાથાને જુદી પાડવા માટે જે પ્રયત્ન કર્યો છે, તેમાં જુદાં જુદાં પ્રયન્તરા અને ચૂર્ણિ, વિશેષરૃ િ લેતાં પરસ્પરમાં કેવી સંવાદિતા અને વિસંવાદિતા છે તેની વિભાગશઃ તેાંધ આપી છે.
પ. પાંચમા પરિશિષ્ટમાં કલ્પભાષ્યની ગાથાઓને અકારાદિક્રમ આપ્યા છે.
૬. છઠ્ઠા પરિશિષ્ટમાં ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ અને શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ ટીકામાં સ્થાને સ્થાને જે અનેકાનેક શાસ્ત્રીય ઉદ્ધરણા આપ્યાં છે, તેને અકારાક્રિમ, તે તે ગ્રંથેાના યથાપ્રાપ્ત સ્થાનાદિનિર્દેશપૂર્વક આપવામાં આવ્યા છે.
""
૭. સાતમા પરિશિષ્ટમાં ભાષ્યમાં તથા ટીકામાં આવતા લૌકિક ન્યાયેાની નોંધ આપવામાં આવી છે. એ નોંધ, નિયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયેલ લૌકિકન્યાયાંજલિ જેવા સંગ્રહકારાને ઉપયાગી થાય, એ ષ્ટિએ આપવામાં આવી છે. કેટલીક વાર આવા પ્રાચીન ગ્રંથામાં પ્રસંગેાપાત્ત જે લોકિક ન્યાયેાને ઉલ્લેખ કરવામાં આવ્યા હાય છે, તે ઉપરથી તે તે લૌકિક ન્યાયેા કેટલા પ્રાચીમ
,,
Page #43
--------------------------------------------------------------------------
________________
‘બૃહ્રકલ્પસૂત્ર' ઃ
પ્રાસ્તાવિક
[ ૧૦૯
છે તેને ઇતિહાસ મળી જાય છે. તેમ જ તેવા ન્યાયાનુ' વિવેચન પણ આવા ગ્રંથામાંથી પ્રાપ્ત થઈ જાય છે.
૮. આઠમા પરિશિષ્ટમાં વૃત્તિકારોએ વૃત્તિમાં દર્શાવેલા સૂત્ર તથા ભાષ્યવિષયક પાઠભેદોનાં સ્થળેાની નાંધ આપવામાં આવી છે.
૯–૧૦. નવમા દશમા પરિશિષ્ટામાં વૃત્તિકારાએ વૃત્તિમાં ઉલ્લિખિત ગ્રંથ અને ગ્રંથકારાનાં નામેાની યાદી આપવામાં આવી છે.
૧૧. અગિયારમા પરિશિષ્ટમાં કલ્પભાષ્ય, વૃત્તિ, પ્પિણી આદિમાં આવતાં વિશેષનામેાના અકારાદિક્રમથી કાશ આપવામાં આવ્યો છે.
૧૨. બારમા પરિશિષ્ટમાં કલ્પશાસ્ત્રમાં આવતાં અગિયારમા પરિશિષ્ટમાં આપેલાં વિશેષનામેાની વિભાગવાર નોંધ આપવામાં આવી છે.
૧૩. તેરમા પિરિાદ્ધમાં આખા કલ્પમહાશાસ્ત્રમાં આવતા, પુરાતત્ત્વવિદોને ઉપયોગી અનેકવિધ ઉલ્લેખાની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. આ પરિશિષ્ટ અતિઉપયાગી હાઈ એની વિસ્તૃત વિષયાનુક્રમણિકા, ગ્રંથના પ્રારંભમાં આપેલ વિષયાનુક્રમમાં આપવામાં આવી છે. આ પરિશિષ્ટને જોવાથી પુરાતત્ત્વવિદોના ધ્યાનમાં એ વસ્તુ આવી જશે કે જૈન આગમેાના વિસ્તૃત ભાય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા વગેરેમાં તેમને ઉપયેગી થાય તેવી ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, સાંપ્રદાયિક તેમ જ વિવિધ વિષયને લગતી કેવી અને કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે, અને કથાસાહિત્ય, ભાષાસાહિત્ય આદિને લગતી પણ ઘણી સામગ્રી છે. પ્રસ્તુત પરિશિષ્ટમાં મેં તે માત્ર મારી દૃષ્ટિએ જ અમુક ઉલ્લેખાની તારવણી આપી છે, પરંતુ, હું પુરાતત્ત્વવિદોને ખાતરી આપું છું કે, આ મહાશાસ્રરત્નાકરમાં આ કરતાંય વિપુલ સામગ્રી ભરી પડી છે.
અંતમાં ગીતા જૈન મુનિવરશ અને વિદ્વાનેાની સેવામાં પ્રાર્થના છે કે, અમે ગુરુ-શિષ્યે પ્રસ્તુત મહાશાસ્ત્રને સર્વાંગપૂર્ણ બનાવવા કાળજીભર્યાં પ્રયત્ન કર્યાં છે, તે છતાં અમારી સમજની ખામીને લીધે જે જે સ્ખલના થઈ હાય તેની ક્ષમા કરે, સુધારે અને અમને સૂચના પણ આપે. અમે તે તે મહાનુભાવાના સદા માટે ઋણી રહીશુ’.
સંવત્ ૨૦૦૮, કાર્ત્તિક શુદ્ધિ ૧૩; બિકાનેર ( રાજસ્થાન )