SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક કર્તા આચાર્ય શ્રી ધર્મસેનગણિ મહત્તરના કથનાનુસાર વસુદેવહિડિ–પ્રથમ ખંડના પ્રણેતા શ્રી સંઘદાસગણિ “વાચક” પદાલંકૃત હતા, જ્યારે કલ્પભાષ્યપ્રણેતા સંઘદાસગણિ “ક્ષમાશ્રમણ ' પદવિભૂષિત છે. ઉપરોક્ત બંનેય સંઘદાસગણિને લગતી ખાસ વિશેષ હકીકત સ્વતંત્ર રીતે ક્યાંય જોવામાં નથી આવતી એટલે તેમના અંગેનો પરિચય આપવાની વાતને આપણે ગૌણ કરીએ તો પણ બંનેય જુદા છે કે નહિ તેમ જ ભાષ્યકાર અથવા મહાભાષ્યકાર તરીકે ઓળખાતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પૂર્વવત્તી છે કે તેમના પછી થયેલા છે, એ પ્રશ્નો તો સહજ રીતે ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી જિનભદ્રગણિએ તેમના વિશેષણવતી ગ્રંથમાં વસુદેવહિંડિ ગ્રંથના નામનો ઉલ્લેખ અનેક વાર કર્યો છે એટલું જ નહિ, કિન્તુ વસુદેવહિંડિ–પ્રથમ ખંડમાં આવતા ઋષભદેવચરિત્રની સંગ્રહણ ગાથાઓ બનાવીને પણ તેમાં દાખલ કરી છે, એટલે વસુદેવહિડિ પ્રથમ ખંડના પ્રણેતા શ્રી સંધદાસગણિ વાચક તો નિર્વિવાદ રીતે તેમના પૂર્વભાવી આચાર્ય છે. પરંતુ ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ તેમના પૂર્વભાવી છે કે નહિ એ કોયડે તો અણઊકલ્યો જ રહી જાય છે. આમ છતાં, પ્રાસંગિક હોય કે અપ્રાસંગિક હોય તો પણ, આ ઠેકાણે એ વાત કહેવી જોઈએ કે– ભાગકાર આચાર્ય એક નહિ પણ અનેક થઈ ગયા છે, એક ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, બાજા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્ય આદિના પ્રણેતા અને ચોથા કલ્પબૃહભાષ્ય આદિના કર્તા–આ પ્રમાણે સામાન્ય રીતે ચાર ભાષ્યકાર આચાર્ય થવાની મારી માન્યતા છે. પહેલા બે આચાર્યો તો નામવાર જ છે. ચેથા કલ્પબૃહભાષ્યના પ્રણેતા આચાર્ય, જેમનું નામ જાણી શકાયું નથી, એ આચાર્ય તો, મારી ધારણું પ્રમાણે, કલ્પચૂર્ણ કાર અને વિશેષચૂર્વીકાર કરતાંયે પાછળ થયેલા આચાર્ય છે. તેનું કારણ એ છે કે, મુક્તિ કપલઘુભા, જેના પ્રણેતા આચાર્ય શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે, તેની ૧૬ ૧૧મી ગાથામાં પ્રતિલેખનાના કાળનું–વખતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણકાર અને વિશેષચૂર્ણકારે જે આદેશાંતરને અર્થાત પડિલેહણના સમયને લગતી વિધવિધ માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે, તે કરતાંય નવી નવી વધારાની માન્યતાઓ કલ્પબૃહદભાષ્યકારે ઉપરોક્ત ગાથા ઉપરના મહાભાષ્યમાં કર્યો છે, જે વાકિનીમહત્તરાસૂન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત પંચવસ્તક પ્રકરણની સ્વપજ્ઞવૃત્તિમાં ઉપલબ્ધ થાય છે. આ ઉપરથી એ વાત નિશ્ચિત રીતે કહી શકાય કે કલ્પબૃહદ્ ભાગના પ્રણેતા આચાર્ય, કલ્પચૂર્ણ–વિશેષચૂર્ણ કાર પછી થયેલા છે અને યાકિનીમહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિથી કાંઈક પૂર્વવત્ત અથવા સમસમયભાવી છે. આ ઉપરથી એક બીજી વાત ઉપર સહેજે પ્રકાશ પડે છે કે, યાકિનીમહારાસ્નુ આચાર્ય શ્રી હરિભદ્ર ભગવાનને અતિ પ્રાચીન માનવોને જે આગ્રહ રાખવામાં આવે છે તે પ્રામાણિક્તાથી દૂર જાય છે. १. सुव्वइ य किर वसुदेवेण वाससतं परिभमतेण इमम्मि भरहे विजाहरिंदणरवतिवाणरकुलवंससंभवाण कण्णाणं सतं परिणीतं, तत्थ य सामा-विययमादियाण रोहिणीपज्जवसाणाण गुणतीस लभता संघदासवायएणं उबणिवद्धा। वसुदवहिंडी मध्यमखंड उपोद्धात ॥ ૨. પ્રતિલેખનાના આદેશોને લગતા ઉપરોક્ત કલ્પચૂર્ણ, વિશેષચૂર્ણ, મહાભાષ્ય અને પંચવતુક પણ ટીકાના ઉલ્લેખો જેવા ઈચ્છનારને પ્રરતુત મુદ્રિત સનિયંતિ–લઘુભાષ્યવૃત્તિ સહિત બૃહકલ્પસત્ર, દ્વિતીય વિભાગ, પત્ર ૪૮૮-૮૯, ગાથા ૧૬૬૧ની ટીકા અને તે ઉપરની ટિપણી જેવા ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy