SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કલ્પસૂત્ર' પ્રાસ્તાવિક ( ૧૦૧ પણ વિચારકને એમ લાગ્યા વિના નહિ રહે; કારણ કે જગતની કોઈ પણ સંસ્કૃતિ પાસે તેના પિતાના ઘડતર માટેનું મૌલિક વાય હોવું એ અનિવાર્ય વસ્તુ છે; એના અભાવમાં એના નિર્માણનો બીજો કોઈ આધારસ્તંભ જ ન બને. આજે દિગંબર શ્રી સંધ સામે એ પ્રશ્ન અણઊકલે જ પડ્યો છે કે જગતભરના ધર્મો અને સંપ્રદાયો પાસે તેના આધારસ્તંભરૂપ મૌલિક સાહિત્ય છિન્નભિન્ન, અપૂર્ણ કે વિકૃત, ગમે તેવા સ્વરૂપમાં પણ વિદ્યમાન છે, જ્યારે માત્ર દિગંબર સંપ્રદાય પાસે તેમના મૂળ પુરુષ એટલે કે તીર્થકરભગવંત અને ગણધરોએ નિર્મિત કરેલ મૌલિક જૈન આગમને એક અક્ષર સરખાય નથી રહ્યો ! આ જાતની કલ્પના બુદ્ધિસંગત કે યુક્તિસંગત નથી એટલું જ નહિ, પણ ગમે તેવા શ્રદ્ધાળુને પણ અકળામણ પેદા કરે કે મૂંઝવી મૂકે તેવી છે. કારણ કે સમગ્ર જૈનદર્શનમાન્ય અને જૈનતત્ત્વજ્ઞાનના પ્રાણભૂત મહાબંધ (મહાધવલ સિદ્ધાન્ત) વગેરે મહાન ગ્રંથનું નિર્માણ જેના આધારે થઈ શકે એવા મૌલિક ગ્રંથોનું અતિ પ્રભાવિત જ્ઞાન અને તેનું પારંપર્ય તે જમાનાના નિર્ચ થે પાસે રહ્યું અને જૈન આગમોનું જ્ઞાન એકીસાથે સર્વથા નાશ પામી ગયું, તેમાંના એકાદ અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદેશ જેટલુંય જ્ઞાન કોઈ પાસે ન રહ્યું; એટલું જ નહિ, એક ગાથા કે અક્ષર પણ યાદ ન રહ્યો...આ વરતુ કોઈ પણ રીતે કોઈનેય ગળે ઊતરે તેવી નથી. અસ્તુ. દિગંબર શ્રીસંઘના અગ્રણી સ્થવિર ભગવંતોએ ગમે તે કારણે જૈન આગમને જતા કર્યા હોય, તે છતાં એ વાત ચોક્કસ છે કે તેમણે જૈન આગમોને જતા કરીને પોતાની મૌલિક જ્ઞાનસંપત્તિ એવા ઉપરાંત બીજું ઘણું ઘણું ખોયું છે, એમાં બે મત નથી. આજના જૈન આગમો માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ જ પ્રાચીન છે તેમ નથી, પણ ગ્રંથની શિલી, ભાષાશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, તે તે યુગની સંસ્કૃતિનાં સૂચન આદિ દ્વારા પ્રાચીનતાની કસોટી કરનારા ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનો અને સ્કોલરે પણ જેન આગમોની મૌલિકતાને માન્ય રાખે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આજના જૈન આગમોમાં મોલિક અંશે ઘણું ઘણું છે એમાં શંકા નથી, પરંતુ જેટલું અને જે કાંઈ છે એ બધુંય મૌલિક છે, એમ માનવા કે મનાવવા પ્રયત્ન કરવો એ સર્વજ્ઞ ભગવંતોને દૂષિત કુરવા જેવી વસ્તુ છે. આજના જૈન આગમોમાં એવા ઘણું ઘણું અંશે છે, જે જૈન આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારે કે તે આસપાસમાં ઉમેરાયેલા કે પૂર્તિ કરાયેલા છે; કેટલાક અંશે એવા પણ છે કે જે જૈનેતર શાસ્ત્રોને આધારે ઉમેરાયેલા હોઈ જેન દષ્ટિથી દૂર પણ જાય છે, ઈત્યાદિ અનેક બાબતો જૈન આગમના અભ્યાસી ગીતાર્થ ગંભીર જૈન મુનિગણે વિવેકથી ધ્યાનમાં રાખવા જેવી છે. નિર્ણ"થ- નિથી સંઘના મહામાન્ય સ્થવિરો—આપણું રાષ્ટ્રીય ઉત્થાન માટેની હિલચાલના યુગમાં જેમ હવનરો અને લાખોની સંખ્યામાં દેશના મહાનુભાવો બહાર નીકળી પડ્યા હતા. એ જ રીતે એ પણ એક યુગ હતો, જ્યારે જનતામાં અમુક વર્ગ સંસારના વિવિધ ત્રાસોથી ઉભગીને શ્રમણ-વીર-વર્ધમાન ભગવાનના ત્યાગમાર્ગ તરફ વળ્યો હતો. આથી જ્યારે નિગ્રંથસંઘમાં રાજાઓ, મંત્રીઓ, ધનાડ્યો અને સામાન્ય કુટુંબીઓ પિતાના પરિવાર સાથે હજારોની સંખ્યામાં દાખલ થવા લાગ્યા, ત્યારે તેમની વ્યવસ્થા અને નિયંત્રણ માટે તે યુગના સંઘસ્થવિરેએ દીર્ધદર્શિત પૂર્વક સંઘના નિયંત્રણ માટેના નિયમોનું અને નિયંત્રણ રાખનાર મહાનુભાવ એગ્ય વ્યક્તિઓ અને તેમને વિષેના નિયમોનું નિર્માણ કર્યું હતું. આ વિષેનું વિસ્તારથી વિવેચન કરવા માટે એક સ્વતંત્ર પુસ્તક જ લખવું જોઈએ, પરંતુ અત્યારે તો અહીં પ્રસંગોપાત માત્ર તે વિષેની ધૂલ રૂપરેખા જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy