SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ] જ્ઞાનાંજલિ આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે—તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે શ્લોકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હોય તે સાથે જ કહી દે છે; ત્યાર પછી જે વિષયો પર વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “યં માવ:, fમુe મતિ, અમારાથ:, રૂઢમત્ર હૃદયમ'' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યને સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતા પ્રાસંગિક અને આનુષંગિક વિષયોને ચર્ચવાનું તેમ જ તષિયક અનેક પ્રાચીન પ્રમાણોનો ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી; એટલું જ નહિ, પણ જે પ્રમાણોનો ઉલ્લેખ કર્યો હોય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થો, વ્યાખ્યા કે ભાવાર્થ લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવું ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ, ઉપર જણાવવામાં આવ્યું તેમ, ભાષાની પ્રાસાદિકતા અને અર્થ તેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પદ્ધતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકાઓ અને ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે. આચાર્ય મલયગિરિનું બહુશ્રતપણું–આચાર્ય મલયગિરિકૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિષયોની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં તેમણે જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણે ટાંકેલાં છે, એ જોતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાત્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહોતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યોતિર્લિંઘા, ગણિતશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર આદિને લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનનો વિશાળ વારસો ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પોતાના ગ્રંથોમાં જે રીતે પદાર્થોનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સુક્ષ્મ રીતે ધ્યાન આપીશું તો આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વાર્ભવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા; અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયોક્તિ નથી જ કરતા, પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરમાં ભલે ગમે તેટલું વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય છે, તે છતાં તેઓશ્રી એકાંત નિર્વતિમાર્ગના ધેરી અને નિવૃતિમાર્ગ પરાયણ હોઈ તેમને આપણે નિતિ માર્ગ પરાયણ જેનધર્મની પરિભાષામાં આગમિક કે સૈદ્ધાતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખીએ એ જ વધારે ઘટનાની વસ્તુ છે. - આચાર્ય મલયગિરિનું આતર જીવન–વીરવદ્ધમાન–જેન-પ્રવચનના અલંકારસ્વરૂપ યુગપ્રધાન આચાર્યપ્રવર શ્રી મલયગિરિ મહારાજની જીવનરેખા વિષે એકાએક કાંઈ પણ બોલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે; તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી. - આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રન્થરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે, એ પોતે જ એ પ્રભાવક પુરૂના આન્તર જીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રન્થરાશિ અને તેમાં વર્ણવાયેલા પદાર્થો આપણને કહી રહ્યા છે કે એ પ્રજ્ઞાપ્રધાન પુરૂ મહાન જ્ઞાનેગી, કર્મયોગી, આત્મયોગી અગર જે માનો તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુ પિતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કોઈ પણ ઠેકાણે એમણે પોતાને માટે “થવા મતવાના” એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન હો એ ભાન–મદવિરહિત મહાપુરુષના પાદપદ્મને ! આચાર્ય શ્રી ક્ષેમકીતિસૂરિ–આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિ તપાગચ્છની પરંપરામાં થયેલ મહાપુરુષ છે. એમના વ્યક્તિત્વ વિષે વિશિષ્ટ પરિચય આપવાનાં સાધનોમાં માત્ર તેમની આ એક સમર્થ ગ્રંથરચના જ છે; આ સિવાય તેમને વિશે બીજે કશે જ પરિચય આપી શકાય તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy