SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કલ્પસૂત્ર : પ્રાસ્તાવિક [ ૯૩ તેમ જ આજ સુધીમાં તેમની બીજી કોઈ નાની કે મોટી કૃતિ ઉપલબ્ધ પણ થઈ નથી. પ્રસ્તુત ગ્રંથની-ટીકાની રચના તેમણે વિ. સં. ૧૩૩૨ માં કરી છેએ ઉપરથી તેઓશ્રી વિક્રમની તેર-ચૌદમી સદીમાં થયેલ આચાર્ય છે. તેમના ગુરુ આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરિ હતા, જેઓ તપગચ્છના આદ્ય પુસા આચાર્ય શ્રીજગરચંદસૂરિવરના શિષ્ય હતા અને તેઓ બૃહપેશાલિક તરીકે ઓળખાતા હતા. આચાર્ય શ્રી વિજયચન્દ્રસૂરિ બૃહપોશાલિક કેમ કહેવાતા હતા તે વિષેની વિશેષ હકીકત જાણવા ઇચ્છનારને આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિવિરચિત ત્રિદશતરંગિણી–ગુર્નાવલી” શ્લેક ૧૦૦થી ૧૩૪ તથા પંન્યાસ શ્રીમાન કલ્યાણવિજયજી સંપાદિત વિસ્તૃત ગૂર્જરાનુવાદ સહિત “તપાગચ્છ પટ્ટાવલી” પૃષ્ઠ ૧૫૩ જેવા ભલામણ છે.* ગ્રન્થ-પરિચય ગ્રંથકાર અને ગ્રંથની પ્રતિઓ વિષે લખ્યા પછી ગ્રંથના બાહ્ય અને અંતરંગ સ્વરૂપ વિષે થે બતાવી દેવું અહીં ઉચિત મનાશે. પ્રતિ બૃહક૯પસૂત્ર અને તેના ઉપરની વ્યાખ્યાઓ વગેરેનો પરિચય આપવા પહેલાં, પ્રસ્તુત શાસ્ત્ર છેદ આગમોમાંનું એક હોઈ છેદ આગમ સાહિત્ય કેટલું છે એને ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય રીતે જૈન આગમોની સંખ્યા પિસ્તાલીસની ગણાય છે. એ પિસ્તાલીસ આગમોમાં છેદઆગમોનો સમાવેશ થઈ જાય છે અને એ છેદઆગમો છે છે. તેના ઉપર જેટલું વ્યાખ્યા સાહિત્ય રચાયું છે અને આજે જેટલું ઉપલબ્ધ થાય છે, તે આ નીચે જણાવવામાં આવે છે: છેદઆગમ સાહિત્ય નામ કર્તા બ્લેક સંખ્યા ૧ દશાશ્રુતસ્કંધ ભદ્રબાહુસ્વામી ૨૧૦૬ નિર્યુક્તિ ગા. ૧૪૪ ૨૨૨૫ વૃત્તિ બ્રહ્મર્ષિ પાર્ધચંદ્રીય ૩૧૦૦ સ્તબક (ભાવાનુવાદ ) કપ (બૃહકલ્પસૂત્ર ) ભદ્રબાહુસ્વામી ૩૭૫ ,, નિર્યુકિત-લઘુભાષ્ય ભાષ્ય સંઘદાસગણિ ક્ષેમાશ્રમણ ગા. ૬૪૯૦ શ્લો. ૭૫૦૦ , , બૃહભાવ અપૂર્ણ એ ચૂર્ણિ ૧૧૦૦૦ વિશેષચૂર્ણિ ૧૪૦૦ ૦ વૃત્તિ મલયગિરિ-ક્ષેમકાર્તિ ૩૫૦૦૦ અવચૂરી સૌભાગ્યસાગર ૧૫૦૦ તબક પંચક૯૫મહાભાગ સંઘદાસગણિ માબમણું ગા. ૨૫૭૪ લે. ૩૧૩૫ ચૂર્ણિ ૩૨૪૫ * “બૃહકલ્પસૂત્ર'ના છઠ્ઠા ભાગમાં છપાયેલ આ પ્રાસ્તાવિક વક્તવ્યના પૃ. ૩૦ થી પૃ. ૫૪ સુધીમાં પ્રતિભા પરિચય, પાઠભેદો અને સંપાદન પદ્ધતિ અંગે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનું અહીં પુનર્મુદ્રણ કરવામાં નથી આવ્યું. જિજ્ઞાસુઓએ આ માટે મૂળ ગ્રંથ જેવો. – સંપાદક ચૂર્ણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy