________________
૮ ]
જ્ઞાનાંજલિ
શકે છે. આમ છતાં જગતનાં ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સધ, સમાજ વગેરે માત્ર તેના નિયમેાના નિર્માણ ઉપર જ જાગ્યા-જીવ્યા નથી, પરંતુ એ નિયમાના પ્રામાણિક શુદ્ધ એકનિષ્ઠ પાલનને આધારે જ તે જીવ્યા છે અને જીવનને ઉન્નત બનાવ્યું છે. આ શાશ્વત નિયમતે નજર સામે રાખીને, જીવનમાં વીતરાગભાવનાને મૂર્તરૂપ આપનાર અને તે માટે એકધારા પ્રયત્ન કરનાર જૈન ગીતા મહિષઓએ ઉત્સર્ગ -અપવાદનું નિર્માણ કર્યું છે.
<
ઉત્સર્ગ ' શબ્દને અ‘ મુખ્ય થાય છે અને અપવાદ' શબ્દનો અર્થ ગૌણ' થાય છે. પ્રસ્તુત છેદઆગમેતે લક્ષીને પણ ઉત્સ-અપવાદ શબ્દને એ જ અ છે. અર્થાત્ ઉત્સર્ગી એટલે આન્તર જીવન, ચારિત્ર અને ગુણેાની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના મુખ્ય નિયમેાનું વિધાન અને અપવાદ એટલે આન્તર જીવન આદિની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના ખાધક નિયમાનું વિધાન. ઉત્સર્ગઅપવાદના ઘડતર વિશેના મૂળ ઉદ્દેશ તરફ જોતાં બન્નેયનું મહત્ત્વ કે મુખ્યપણું એક સમાન છે. એટલે સર્વસાધારણને સહજભાવે એમ લાગ્યા વિના નહિ રહે કે એક જ હેતુ માટે આવું દૈવિધ્ય કેમ ? પરંતુ જગતનું સૂક્ષ્મ રીતે અવલેકન કરનારને એ વસ્તુ સમજાયા વિના નહિ રહે કે, માનવજીવનમાં સહજ ભાવે સદાને માટે જે શારીરિક અને ખાસ કરીને માનસિક નિર્બળતાએ અધિકાર જમાવ્યો છે, એ જ આ દૈવિધ્યનું મુખ્ય કારણ છે. આ પરિસ્થિતિને પ્રત્યક્ષ જોયા-જાણ્યા પછી ધર્મ, નીતિ, સંધ, સમાજ, પ્રજા આદિના નિર્માતાએ પેાતાની સાથે રહેનાર અને ચાલનારની બાહ્ય અને આંતર પરિસ્થિતિને ધ્યાનમાં ન લે અને સાધક-આધક નિયમેાનું વિધાન ન કરે, તેા એ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધ વગેરે વહેલાંમાં વહેલાં જ પડી ભાંગે. આ મૌલિક સૂક્ષ્મ વસ્તુને લક્ષમાં રાખી જૈન સંધનું નિર્માણુ કરનાર જૈન સ્થવિરાએ એ સધ માટે ઉત્સર્ગ-અપવાદનુ નિર્માણ કરી પેાતાના સર્વોચ્ચ વન, ગંભીર જ્ઞાન, અનુભવ અને પ્રતિભાના પરિચય આપ્યા છે.
ઉત્સ-અપવાદની મર્યાદામાંથી જ્યારે પરિણામિપણું અને શુદ્ધ વૃત્તિ પરવારી જાય છે, ત્યારે એ ઉત્સ` અને અપવાદ, ઉત્સ-અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણા બની જાય છે. આ જ કારણથી ઉત્સ’-અપવાદનું નિરૂપણ અને નિર્માણ કરવા પહેલાં ભાષ્યકાર ભગવંતે પરિણામી, અપરિણામી અને અતિપરિણાની શિષ્યા એટલે કે અનુયાયીઓનુ નિરૂપણ કર્યુ છે ( જુએ ગાથા ૭૯૨-૯૭, પૃ. ૧૪૯-૫૦ ) અને જણાવ્યું છે કે, યથાવસ્થિત વસ્તુને સમજનાર જ ઉત્સર્ગીમા અને અપવાદમા ની આરાધના કરી શકે છે. તેમ જ આવા જિનાજ્ઞાવવી મહાનુભાવ શિષ્યા-ત્યાગી અનુયાયીઓ–જ છેઃ આગમજ્ઞાનના અધિકારી છે અને પેાતાના વનને નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામિભાવ અદૃશ્ય થાય છે અને જીવનમાં શુદ્ધ સાત્ત્વિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વચ્છંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સ` અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્ર-પાવન વીતરાગધર્મ'ની આરાધના દૂર તે દૂર જ જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે.
આટલે વિચાર કર્યાં પછી આપણને સમજાશે કે ઉત્સર્ગ અને અપવાદનુ વનમાં શુ` સ્થાન છે અને એનું મહત્ત્વ કેવુ, કેટલું અને કઈ દષ્ટિએ છે? પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અનેક વિષયા અને પ્રસંગાને અનુલક્ષીને આ અંગે ખૂબ ખૂબ વિચાર કરવામાં આવ્યા છે. આંતર કે બાહ્ય જીવનની એવી કોઈ પણ બાબત નથી કે જે અંગે ઉત્સ-અપવાદ લાગુ ન પડે. એ જ કારણથી પ્રસ્તુત મહાશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ જેટલા ઉત્સર્ગા-મૌલિક નિયમા-છે તેટલા અને તે જ અપવાદો-બાધક નિયમે છે અને જેટલા બાધક નિયમ-અપવાદે છે તેટલા અને તે જ મૌલિક નિયમ-ઉત્સર્ગી છે'' (જીએ ગા૦ ૩૨૨) આ જ હકીકતને સવિશેષ સ્પષ્ટ કરતાં ભાષ્યકાર ભગવતે જણાવ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org