SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બૃહત્કલ્પસૂત્ર ’: પ્રાસ્તાવિક [ ૧૦૩ ઉપર સામાન્ય રીતે સંઘવિરાની જવાબદારી અને તેમની ફરજો વિષે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે છતાં કારણે પડતાં એકાએકમેકને કોઈ પણ કાર્યમાં સ`પૂર્ણ જવાબદારીપૂર્વક સહકાર આપવા માટે તૈયાર જ હોય છે અને એ માટેની દરેક યેાગ્યતા એટલે કે પ્રભાવિત ગીતાતા, વિશિષ્ટ ચારિત્ર, સ્થિતપ્રજ્ઞતા, ગાંભી, સમયસૂચકતા આદિ ગુણા એ પ્રભાવશાળી સંધપુષામાં હાય છે-હાવા જ જોઈ એ. ઉપર આચાને માટે જે અધિકાર જણાવવામાં આવ્યા છે તે માત્ર શિક્ષાધ્યક્ષ વાચનાવાય તે અનુલક્ષીનેે જ સમજવા જોઈ એ. એટલે વાચનાચાર્ય સિવાય દિગાચાય વગેરે બીન આચાર્ય પણુ છે કે જે નિંધ-નિ થીએ માટે વિહારપ્રદેશ, અનુકૂળ-પ્રતિકૂળ ક્ષેત્ર વગેરેની તપાસ અને વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં નિપુણ અને સમર્થ હોય છે. ગચ્છ, કુલ, ગણુ, સંઘ અને તેના શિવરા——માત્ર ગણતરીના જ નિ''થ-નિ'થીઓને સમુદાય હોય ત્યારે તે ઉપર જણાવ્યા મુજબના પાંચ સંધથિવરેથી કામ ચાલી શકે. પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં સાધુએ હોય ત્યારે તે ઉપર જણાવેલા માત્ર ગણતરીના સધપુસ્ત્રો વ્યવસ્થા જાળવી ન શકે; તે માટે ગુચ્છ, કુલ, ગણુ અને સંઘની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે દરેકમાં ઉપર્યુક્ત પાંચ સંઘવિરાની ગોઠવણ રહેતી અને તે અનુક્રમે ગચ્છાચાય, કુલાચાય, ગણાચાય અને સંઘાચાય આદિ નામોથી ઓળખાતા. ઉપર જણાવેલા આચાર્ય આદિ પાંચ સધપુો કોઈ પણ જાતની અગવડ સિવાય જેટલા નિગ્રંથ-નિશાએની દરેક વ્યવસ્થાને જાળવી શકે તેટલા નિત્ર થ-નિગ્રંથીઓના સંધને ગચ્છ કહેવામાં આવતા. એવા અનેક ગચ્છોના સમૂહને કુલ કહેતા. અનેક કુલાના જૂથને ગણ અને અનેક ગણાના સમુદાયને સંઘ તરીકે ઓળખતા. કુલ-ગણ-સંધની જવાબદારી ધરાવનાર આચાર્ય, ઉપાધ્યાય આદિ તે તે ઉપપદનામથી અર્થાત્ કુલાચા, કૈલાપાધ્યાય, ફુલપ્રવત ક, કુલસ્થવિર, કુલરત્નાધિક આદિ નામથી ઓળખાતા. ગો અને ગાચાર્ય આદિ કુલાચાર્ય આદિને જવાબદાર હતા, કુલા ગણુાચા આદિંતે જવાબદાર હતાં, ગા સંધાચાય આદિને જવાબદાર હતા. સંધાચા' તે યુગના સમગ્ર નિંથનિ થીસંધ ઉપર અધિકાર ધરાવતા અને તે યુગને સમસ્ત નિથ-નિ થીસંધ સંધાચાને સંપૂર્ણપણે જવાબદાર હતા. જે રીતે ગચ્છ, કુલ, ગણુ, સાંધ એકબીનને જવાબદાર હતા, તે જ રીતે એકબીજાની જવાબદારી પણ અનિવાર્ય રીતે લેવી પડતી હતી અને લેતા પણ હતા. ઉદાહરણ તરીકે કાર્ય નિ ંથ કે નિ'થી લાંબા સમય માટે બીમાર રહેતા હાય, અપંગ થઈ ગયા હોય, ગાંડા થઈ ગયા હોય, ભણતા-ગણુતા ન હેાય કે ભણવાની જરૂરત હાય, આચા આદિની આજ્ઞા પાળતા ન હોય, જડ જેવા હાય, ઉન્નડ હાય, નિય-નિમ્ર થીએમાં ઝધડા પડયો હોય, એકબીજાનાં શિષ્ય-શિષ્યાને નસાડી ગયા હાય, દીક્ષા છેડવા ઉત્સુક હાય, કોઈ ગચ્છ આદિએ એકબીજાની મર્યાદાને લાપ કર્યાં હોય અથવા એકબીજાના ક્ષેત્રમાં, નિવાસસ્થાનમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યા હાય, ગચ્છ આદિના સંચાલક સધપુરુષો પોતાની ફરજો બજાવી શકે તેમ ન હોય અથવા યોગ્યતાથી કે ક્રોથી ભ્રષ્ટ હોય, ઇત્યાદિ પ્રસંગો આવી પડે તે સમયે ગુચ્છ આ વિષેની જવાબદારી કુલને સાંપે તે તે કુલાચાર્યે સ્વીકારવી જ લેઈ એ. તેમ જ પ્રસંગ આવે કુલ, ગણને આ જાતની જવાબદારી ભળાવે તેા કુલાચાર્યે પણ તે લેવી જોઈએ, અને કામ પડતાં ગણુ, સંધને કહે ત્યારે તે જવાબદારીના નિકાલ સંધાચાર્યે લાવવા જ જોઈ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy