SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહપસૂત્ર' પ્રાસ્તાવિક [ ૭૯ દશાશ્રુતસ્કંધનિયંતિના આરંભમાં છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર ભદ્રબાહુને ઉપર પ્રમાણે નમસ્કાર કરવામાં આવે એ ઉપરથી સૌકઈ સમજી શકે તેમ છે કે, “ નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી હોય તો પોતે પિતાને આ રીતે નમસ્કાર ન જ કરે.” એટલે આ ઉપરથી જ એમ સિદ્ધ થાય છે કે, નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નથી, પણ કોઈ બીજી જ વ્યક્તિ છે. અહીં કેઈએ એમ કહેવાનું સાહસ ન કરવું કે, “આ ગાથા ભાષ્યકારની અથવા પ્રક્ષિપ્ત ગાથા હશે,” કારણ કે ખુદ ચૂર્ણિકારે જ આ ગાથાને નિર્યુક્તિગાથા તરીકે જણાવી છે. આ સ્થળે સૌની જાણ ખાતર અમે ચૂર્ણિન એ પાઠને આપીએ છીએ– - चूणि:-तं पुण मंगलं नामादिचतुर्विघं आवस्सगाणुकुमेण परूवेयव्वं । तत्थ भावमंगलं निज्जुत्तिकारो आह-वंदामि भद्दबाहु, पाईण चरिमसगलसुयणाणि । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥१॥ चुणि :-भद्दबाहू नामेण । पाईणो गेोत्तेण। चरिमो अपच्छिमो। सगलाई चोदसपुव्वाइं। किं निमित्तं नमोक्कारो तस्स कजति ? उच्यते-जेण सुत्तस्स कारओ ण अत्थस्स, अत्थो तित्थगरातो पसूतो। जेण भण्णतिअत्थं-भासति अरहा० गाथा । कतरं सुत्तं ? दसाओ कप्पो ववहारो य। कतरातो उद्धतम् ? उच्यते-पच्चवखाणपुवातो॥ अहवा भावमंगलं नन्दी, सा तहेव चउव्विहा॥ -શાશ્વત નિયું ઉત્તર અને ગ્રfન (ત્રિવિત પ્રતિ ) અહીં અમે ચૂર્ણિને જે પાઠ આપ્યો છે એમાં ચૂર્ણિકારે “ભાવમંગલ નિયુક્તિકાર કહે છે” એમ લખીને જ “વામિ મક્વાણું ” એ મંગલગાથા આપી છે એટલે કેઈને બીજી-ત્રીજી કલ્પના કરવાને અવકાશ રહેતો નથી. ભગવાન ભદ્રબાહુની કૃતિરૂપ છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધસત્ર સૌથી પહેલું હોઈ તેની નિયુક્તિના પ્રારંભમાં તેમને નમસ્કાર કરવામાં આવ્યો છે, એ છેદસના પ્રણેતા તરીકે અત્યંત ઔચિત્ય પાત્ર જ છે. જે ચૂર્ણિકાર, નિર્યુક્તિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુને માનતા હોત, તો તેઓશ્રીને આ ગાથાને “નિર્ય ક્તિગાથા' તરીકે જણાવવા પહેલાં મનમાં અનેક વિકલ્પો ઊઠડ્યા હોત. એટલે એ વાત નિર્વિવાદપણે સ્પષ્ટ થાય છે કે, “ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નિર્યુક્તિકાર નથી.” અમને તો લાગે છે કે નિયુક્તિકારના વિષયમાં ઉદ્ભવેલે ગોટાળે ચૂર્ણિકારના જમાના પછી અને તે નામની સમાનતામાંથી જન્મેલો છે. ઉપર અમે પ્રમાણપુર:સર ચર્ચા કરી આવ્યા તે કારણસર અમારી એ દૃઢ માન્યતા છે કે, આજના નિર્યુક્તિગ્રંથ નથી ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુવામીના રચેલા કે નથી એ અનુયોગપૃથકત્યકાર સ્થવિર આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ; પરંતુ આજના આપણું નિયંતિ ઉપરાઉપરી પડતા ભયંકર દુકાળો અને શ્રમણવર્ગની યાદશક્તિની ખામીને કારણે ખંડિત થયેલ આગમોની સ્થવિર આર્યરકંદિલ, સ્થવિર નાગાર્જુન આદિ સ્થવિરેએ પુનઃસંકલન અથવા વ્યવસ્થા કરી તેને અનુસરતા હોઈ તે પછીના છે. ઉપર અમે જણાવી આવ્યા તે મુજબ આજના આપણું નિર્યુક્તિગ્રન્થ ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીક્ત નથી–ન હોય, તો એક પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત થાય છે કે ત્યારે એ નિર્યુક્તિગ્રન્થ કોણે રચેલા છે ? અને એને રચના સમય કર્યો હોવો જોઈએ ? આ પ્રશ્નને લગતાં લભ્ય પ્રમાણ અને અનુમાને અમે આ નીચે રજૂ કરીએ છીએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy