SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] જ્ઞાનાંજલિ ‘ છેદત્રકાર ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુવાની એ જનિયુક્તિકાર છે' એ ભ્રાન્ત માન્યતા જો સમાન નામમાંથી જન્મી હાય, અને તેવા સંભવ જ વધારે છે, તે એમ અનુમાન કરવું અયેાગ્ય નહિ મનાય કે, છેદત્રકાર કરતાં કોઈ બીજા જ ભદ્રબાહુ નામના સ્થવિર નિયુક્તિકાર હોવા જોઈ એ છે. આ અનુમાનના સમનમાં અમે એક બીજું અનુમાન રજૂ કરીએ છીએ : દશા, કપ, વ્યવહાર અને નિશીથ એ ચાર છેદત્રે, આવશ્યકાદિ દશ શાસ્ત્ર ઉપરની નિયુક્તિ, ઉવસગ્ગહરસ્તેાત્ર અને ભદ્રબાહુસંહિતા મળી એકંદર સાળ ૧ ગ્રન્થા શ્રી ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે શ્વેતાંબર સંપ્રદાયમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આમાંનાં ચાર છેદત્રો ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુત તરીકે સર્વમાન્ય છે, એ અમે પહેલાં કહી આવ્યા છીએ. નિયુŚક્તિત્રન્થા, અમે ઉપર અનુમાન કર્યું છે તે મુજબ, ‘ છેદત્રકાર શ્રી ભદ્રબાહુસ્વામી કરતાં જુદા જ ભદ્રબાહુવામીએ રચેલા છે.' એ અમારું કથન જો વિદ્ન્માન્ય હાય તેા એમ કહી શકાય કે, દર્દી નિયુક્તિગ્રન્થા, ઉપસ હરસ્તેાત્ર અને ભદ્રબાહુસ ંહિતા ૨ એ બારે ગ્રંથા એક જ ભદ્રબાહુકૃત હોવા જોઈ એ. આ ભદ્રબાહુ ખીજા કોઈ નહિ પણ જેએ વારાહી સંહિતાના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના પૂર્વાશ્રમના સહાદર તરીકે જૈન સંપ્રદાયમાં જાણીતા છે અને જેમને અષ્ટાંગનિમિત્ત અને મત્રવિદ્યાના પારગામી અર્થાત્ નૈમિત્તિક તરીકે એળખવામાં આવે છે, તે છે. એમણે ભાઈ સાથે ધાર્મિક સ્પર્ધામાં આવતાં ભદ્રબાહુસંહિતા અને ઉપસ હરસ્તેાત્ર જેવા માન્ય ગ્રંથાની રચના કરી હતી અથવા એ ગ્રંથૈા રચવાની એમને અનિવાય રીતે આવશ્યકતા જણાઈ હતી. ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપાસક ભાઈ એમાં સંહિતા પદાલંકૃત ગ્રંથ રચવાની ભાવના જન્મે એ પારસ્પરિક સ્પર્ધા સિવાય ભાગ્યે જ સંભવે. નિયુક્તિકાર અને ઉપસર્ગહરસ્તેાત્રાદિના રચયિતા એક જ ભદ્રબાહુ અને તે પણ નૈમિત્તિક ભદ્રબાહુ હાવાનું અનુમાન અમે એટલા ઉપરથી કરીએ છીએ કે, આવશ્યકનિયુક્તિમાં ગાથા૪ ૧૨૫૨ થી ૧૨૭૦ યોનિયુક્ત્તિ, પિકનિયુક્ત્તિ અને વહેંચવૅનિયુ ત્તિ આ ત્રણ નિયુ’તિરૂપ પ્રથા અનુક્રમે આવશ્યકનિર્યુકિત, દશવૈકાલિક નિયુક્તિ અને કલ્પનિયુક્તિના અ ંશરૂપ હાઈ તેની ગણતરી અમે આ ઠેકાણે જુદા ગ્રંથ તરીકે આપી નથી. સંતનિવૃત્તિ, પ્રાાન્તિસ્તોત્ર, સાવનક્ષ વસુàહૈિં કી આદિ ગ્રંથા ભદ્રબાહુસ્વામિકૃત હેાવા સામે અનેક વિરાધા હાઈ એ ગ્રંથાના નામની નાંધ પણ અહીં લીધી નથી. ૨. ભદ્રબાહુસંહિતા ગ્રંથ આજે લભ્ય નથી. આજે મળતા ભદ્રબાહુસહિતા ગ્રંથ કૃત્રિમ છે. ३. पावयणी १ धम्मकही २ वाई ३ णेमित्तिओ ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो ७ य कई ८ अठ्ठ ेव पभावगा भणिया ॥ १ ॥ अजरक्ख ९ नंदिसेणो २ सिरिगुत्तविणेय ३ भद्दबाहू ४ य । खवग ५ ऽज्जखवुड ६ समिया ७ दिवायरो ८ वा ૪. Jain Education International इहाऽऽहरणा ॥ २ ॥ गंधव्वनागदत्तो, इच्छइ सप्पेहिं खिल्लिउं इहयं । तं जइ कहंचि खज्जइ, इत्थ हु दोसो न काव्वो ।। १२५२ ।। एए ते पावाही, चत्तारि वि कोहमाणमायलोभा । जे हि सया संसत्तं जरियमिव जयं कलकलेइ ॥ १२५२ ॥ एएहिं अहं खइओ, चउहि वि आसीविसेहिं पावेहिं । विसनिग्धायणहेडं, चरामि विविहं तवेाकम्मं ॥ १२६४ ॥ * * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy