SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બૃહત્કલ્પસૂત્ર' : [ ૧ સુધીમાં ગંધ. નાગદત્તનું કથાનક આપવામાં આવ્યું છે, તેમાં નાગનું વિષ ઉતારવા માટે ક્રિયા કરવામાં આવી છે અને ઉપસર્ગ હતોત્રમાં પણ વિસદરનિંગમંત ઇત્યાદિ દ્વારા નાગને વિષેાતાર જ વર્ણવવામાં આવ્યા છે. એ સમાનતા એક મૂલક હાય એમ માનવાને અમે સ્વાભાવિક રીતે જ પ્રેરાઈ એ છીએ. નિયુક્તિગ્રન્થમાં મંત્રક્રિયાના પ્રયાગ સાથે ‘સ્વાઢા ’પતા નિર્દેશ એ તેના રચિયતાના એ વસ્તુ પ્રત્યેના પ્રેમને અથવા એની જાણકારીને સૂચવે છે. અને એવા અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી નૈમિત્તિક ભદ્રબાહુ જ્યોતિર્વિદ્ વરાહમિહિરના ભાઈ સિવાય ખીજા કોઈ જાણીતા નથી એટલે એમ અનુમાન કરવાને કારણ મળે છે કે ઉપસ હરસ્તાત્રાદિના પ્રણેતા અને નિયુક્તિકાર ભદ્રબાહુ એ એક જ વ્યક્તિ હાવી જોઈ એ. '; પ્રાસ્તાવિક નિયુક્તિકાર ભદ્રબાહુ નૈમિત્તિક હાવા માટે એ પણ એક સૂચક વસ્તુ છે કે, તેમણે આવશ્યકસૂત્ર આદિ જે મુખ્ય દશ શાસ્ત્રો ઉપર નિયુક્તિ રચી છે, તેમાં સૂર્યપ્રાપ્તિશાસ્ત્રને સામેલ રાખેલ છે. આ ઉપરથી આપણે નિયુક્તિકારની એ વિદ્યા વિષેની કુશળતા અને પ્રેમને જોઈ શકીએ છીએ અને તેમના નૈમિત્તિક હાવાનું અનુમાન કરી શકીએ છીએ. . આ કરતાંય નિયુક્તિકાર આચાર્ય નૈમિત્તિક હાવાનું સબળ પ્રમાણુ આચારાંગનિયુક્તિમાંથી આપણને મળી આવે છે. આચારાંગનિયુક્તિમાં ‘ દિક્ ' પદના ભેદો અને એ ભેદાનું વ્યાખ્યાન કરતાં નિયુક્તિકાર - પ્રજ્ઞાપકદિશા'ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે : " અર્થાત્—જ્યાં રહીને જે પ્રજ્ઞાપક વ્યાખ્યાતા જે દિશામાં મુખ રાખીને કોઈ ને “ નિમિત્ત કહે તે તેની પૂર્વ દિશા અને પાછળની બાજુમાં પશ્ચિમ દિશા જાણવી. जत्थ य जो पण्णवओ, कस्स वि साहइ दिसासु य णिमित्तं । जोहो य ठाई, सा पुव्वा पच्छओ अवरा ॥ ५१ ॥ તા. ૧૧ આ ગાથામાં નિયુક્તિકારે “ સર્ સાહર વિસાસુ ય િિમત્ત ’' એમ જણાવ્યુ છે એ ઉપરથી આપણને ખાતરી થાય છે કે તેના પ્રણેતાને નિમિત્તના વિષયમાં ભારે શોખ હતા. નહિતર આવા આચારાંગસૂત્ર જેવા ચરણકરણાનુયાગના તાત્ત્વિક ગ્રન્થનું વ્યાખ્યાન કરતાં ખીજા કોઈ તાત્ત્વિક પદાર્થતા નિર્દેશ ન કરતાં નિમિત્તેનેા નિર્દેશ કરવા તરફ તેના પ્રણેતાનું ધ્યાન જાય જ શીરીતે ? Jain Education International કેટલાક પ્રાચીન વિદ્વાનેા છેદત્ર, નિયુક્તિ, ભદ્રબાહુસ ંહિતા, ઉપસગ્ગહરસ્તેાત્ર—એ બધાંયના પ્રણેતા ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી છે એ કહેવા સાથે એમ પણ માને છે કે એએશ્રી વારાહીસ'હિતા આદિના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના સહેાદર હતા. પરંતુ આ કથન કઈ રીતે સંગત નથી. કારણ કે વરાહમિહિરને સમય, પંચસિદ્ધાન્તિકાના અંતમાં પે।તે નિર્દેશ કરે છે તે પ્રમાણે, શક સંવત ૪૨૭ અર્થાત્ વિક્રમ સંવત ૫૬૨-છઠ્ઠી શતાબ્દીતા ઉત્તરાધ-નિીત છે. એટલે છેદત્રકાર "" सिद्धे न मंसिऊण, संसारत्था य जे महाविज्जा । वोच्छामि दंडकिरियं सव्वविसनिवारणि विज्जं ॥ १२६६ ॥ सव्वं पाणाइवायं पञ्चक्खाई मि अलियवयण च । सव्वमदत्तादारणं, अब्बंभ परिग्गहं स्वाहा ॥ १२७० ॥ १. सप्ताश्विवेदसंख्यं शककालमपास्य चैत्रशुक्का दौ । अर्धास्तमिते भानौ, यवनपुरे सौम्यदिवसाद्ये ॥ ८ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy