Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 38
________________ ૧૦૪ ] જ્ઞાનાંજલિ નિર્ગથીસંઘની મહત્તરાઓ–- જેમ શ્રમણ વર-વધમાન ભગવાનના નિર્ચથસંધમાં અગ્રગણ્ય ધર્મયવસ્થાપક સ્થવિરોની વ્યવસ્થા કરવામાં આવી છે, એ જ રીતે એ ભગવાનના નિર્ચથી સંધ માટે પણ પોતાને લગતી ઘણીખરી ધર્મવ્યવસ્થા જાળવવા માટે મહત્તરાઓની એટલે નિર્ચથીસંધ-સ્થવિરાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રસંગોપાત્ત મહત્તરાશબ્દ વિષે જરા વિચાર કરી લઈએ. નિર્ચથીસંઘની વડીલ સાધી માટે મહત્તરાપદ પસંદ કરવામાં આવ્યું છે, મહત્તમા નહિ, એ સહેતુક છે એમ લાગે છે. અને તે એ કે વીર–વર્ધમાનપ્રભુના સંઘમાં નિર્ચથી સંઘને નિર્ચથસંઘની અધીનતામાં રાખવામાં આવ્યો છે, એટલે એ સ્વતંત્રપણે ક્યારેય મહત્તમ ગણાય નથી, કે તેને માટે મહત્તમા’ પદની વ્યવસ્થા કરવામાં આવે. એ જ કારણ છે કે, નિગ્રંથસંઘની જેમ નિર્ચથીસંઘમાં કઈ સ્વતંત્ર કુલ-ગણ-સંઘને લગતી વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. અહીં કોઈએ એવી કલ્પના કરવી જોઈએ નહિ કે, “આ રીતે તો નિગ્રંથી સંઘને પરાધીન જ બનાવવામાં આવ્યો છે. કારણ કે, ખરું જોતાં, શ્રમણ વીર-વર્ધમાન ભગવંતના સંઘમાં કેઈનય માટે માની લીધેલી સ્વતંત્રતાને સ્થાન જ નથી, એ ઉપર કહેવાઈ ગયું છે. અને એ જ કારણને લીધે નિર્મથસંઘમાંના અમુક દરજજાના ગીતાર્થ માટે પણ મહત્તરપદ જ માન્ય કરવામાં આવ્યું છે. નિર્ગથીસંધમાં પ્રવત્તિની, ગણાવછેદિની, અભિષેક અને પ્રતિહારી—આ ચાર મહત્તરાઓ પ્રભાવયુક્ત અને જવાબદાર વ્યક્તિઓ મનાઈ છે. નિગ્રંથસંધમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક અને સ્થવિર અથવા રત્નાધિકવૃષભનો જે દરજો છે, તે જ દરજજે નિર્ગથીસંઘમાં પ્રવત્તિની, ગણવદિની, અભિષેક અને પ્રતિહારીને છે. પ્રવત્તિનીને મહત્તરા તરીકે, ગણવચ્છેદિનીને ઉપાધ્યાયા તરીકે, અભિષેકાને સ્થવિરા તરીકે અને પ્રતિહારી નિગ્રંથીને પ્રતિશ્રયપાલી, દ્વારપાલી અથવા ટૂંકે નામે પાલી તરીકે ઓળખવામાં આવતી હતી. આ ચારે નિગ્રંથ નિર્ચથીસંધમાન્ય મહાનુભાવ પદસ્થ નિગ્રંથીઓ નિગ્રંથસંઘના અગ્રગણ્ય સંઘસ્થવિરોની જેમ જ જ્ઞાનાદિગુણપૂર્ણ અને પ્રભાવસંપન્ન વ્યક્તિઓ હતી—એ વસ્તુનો ખ્યાલ પ્રસ્તુત કલ્પભાથની નીચેની ગાથા ઉપરથી આવી શકશે : काएण उवचिया खलु पडिहारी संजईण गीयत्था । परिणय भुत्त कुलीणा अभीय वायामियसरीरा ॥ २३३४ ॥ આ ગાથામાં બતાવેલા પ્રતિહારી-પાલી નિગ્રંથીના લક્ષણ ઉપરથી સમજી શકાશે કે નિર્ચથીસંઘ વિષેની સવિશેષ જવાબદારી ધરાવનાર આચાર્યા, પ્રવત્તિની વગેરે કેવી પ્રભાવિત વ્યક્તિઓ હતી? નિર્ચથીસંઘમાં અમુક પ્રકારનાં મહત્ત્વનાં કાર્યો ઓછામાં ઓછાં હોવાથી અને એ કાર્યો વિષેની જવાબદારી નિગ્રંથસંઘના અગ્રગણ્ય આચાર્ય આદિ સ્થવિર ઉપર હોવાથી, એ સંઘમાં સ્થવિરા અને રત્નાધિકાઓ તરીકેની સ્વતંત્ર વ્યવસ્થા નથી. પરંતુ તેને બદલે વૃષભસ્થાનીય વાલી-પ્રતિહારી સાવીની વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ પાલી-પ્રતિહારી સાથ્વીની યોગ્યતા અને તેની ફરજનું પ્રસંગોપાત્ત જે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે (જુઓ કલ્પભાષ્યદિ ગાથા ૨૩૩૪ થી ૪૧ તથા ૫૯૫૧ આદિ) તે જોતાં આપણને નિગ્રંથસંધના બંધારણના ઘડવૈયા સંધસ્થવિરોની વિશિષ્ટ કુશળતાનું ભાન થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે નિર્ચથીસંધની મહત્તરિકાઓની વ્યવસ્થા પાછળ મહત્વને એક ખ્યાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45