________________
૧૦૨ 1
જ્ઞાનાંજલિ આપવામાં આવે છે. પ્રારંભમાં આપણે જાણી લઈએ કે નિર્ણથ-નિર્ચથી સંઘના વ્યવસ્થાપક મહામાન્ય સ્થવિરો કોણ હતા ? એમને કયે નામે ઓળખવામાં આવતા અને તેમના અધિકારો અને જવાબદારીઓ શાં શાં હતાં ?
- નિર્ગથ-નિર્ચ થીસંઘમાં જવાબદાર મહામાન્ય સ્થવિરે પાંચ છે: (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) રત્નાધિક. આ પાંચે જવાબદાર સ્થવિર મહાનુભાવો અધિકારમાં ઉત્તરોત્તર ઊતરતા હોવા છતાં તેમનું ગૌરવ લગભગ એકધારું માનવામાં આવ્યું છે. આ પાંચે સંઘપુરુષો સંઘવ્યવસ્થા માટે જે કાંઈ કરે તે પરસ્પરની સહાનુભૂતિ અને જવાબદારીપૂર્વક જ કરી શકે, એવી તેમાં વ્યવસ્થા છે. ખુદ આચાર્ય ભગવંત સૌથી વિશેષ માન્ય વ્યક્તિ હોવા છતાં મહત્ત્વના પ્રસંગમાં પિતાની સાથેના ઉપાધ્યાય આદિ સ્થવિરેની સહાનુભૂતિ મેળવ્યા વિના કશુંય કરી ન શકે, એવી આમાં યોજના છે. એકંદર રીતે જૈન સંઘવ્યવસ્થામાં વ્યક્તિ સ્વાતંત્ર્યને ઓછામાં ઓછું અથવા નહિ જેવું જ સ્થાન છે; ખરી રીતે “નથી' એમ કહીએ તે ખોટું નથી. આ જ કારણ છે કે કોઈ પણ પ્રકારની જૈન ધાર્મિક સંપત્તિ કદી વ્યક્તિને અધીન રાખવામાં નથી આવી, છે પણ નહિ અને હોવી પણ ન જોઈએ.
૧. આચાર્ય ભગવંતને અધિકાર મુખ્યત્વે નિગ્રંથ નિર્મથી સંઘના ઉચ્ચ કક્ષાના અધ્યયન અને શિક્ષાને લગતો છે. ૨. ઉપાધ્યાયીનો અધિકાર સાધુઓની પ્રારંભિક અને લગભગ માધ્યમિક કક્ષાના અધ્યયન અને શિક્ષાને લગતો છે. આ બન્નેય સંઘપુરુષો નિર્યથ-નિર્ચથીસંઘની શિક્ષા માટેની જવાબદાર વ્યક્તિઓ છે. ૩. પ્રવર્તકને અધિકાર સાધુજીવનને લગતા આચાર-વિચાર-વ્યવહારમાં વ્યવસ્થિત રીતે અતિ ગંભીરભાવે નિર્ચથ-નિગ્રંથીઓને પ્રવૃત્તિ કરાવવાનું અને તે અંગેની મહત્વની શિક્ષા વિષેનો છે. ૪. સ્થવિરનો અધિકાર જૈન નિગ્રંથસંઘમાં પ્રવેશ કરનાર શિવેને-નિગ્રંથોને સાધુધર્મોપયોગી પવિત્ર આચારાદિને લગતી પ્રારંભિક શિક્ષા અધ્યયન વગેરે વિષે છે. ત્રીજા અને ચોથા નંબરના સંઘસ્થવિરે નિગ્રંથ નિગ્રંથસંઘની આચાર-ક્રિયાવિષયક શિક્ષા ઉપરાંત જીવનવ્યવહાર માટે ઉપયોગી દરેક બાહ્ય સામગ્રી વિષેની–એટલે વસ્ત્ર, પાત્ર, ઉપકરણ ઔષધ વગેરે પ્રત્યેક બાબતની–જવાબદારી ધરાવનાર વ્યક્તિઓ છે. પહેલા બે સંઘસ્થવિરો નિગ્રંથ-નિગ્રંથીસંઘના જ્ઞાન વિષેની જવાબદારીવાળા છે. અને બીજા બે સંધસ્થવિરો નિર્ચથ-નિગ્રંથીસંઘની ક્રિયા–આચાર વિષેની જવાબદારીવાળા છે. નિગ્રંથ-નિર્ચથીસંઘમાં મુખ્ય જવાબદાર આ ચાર મહાપુરુષ છે. એમને જે પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે તેનું પૃથક્કરણ કરીએ તો આપણને સ્પષ્ટપણે જણાઈ આવશે કે શ્રમણ વર-વર્ધમાન ભગવાને જે જ્ઞાન-ક્રિયારૂપ નિર્વાણમાર્ગને ઉપદેશ કર્યો છે, તેની સુવ્યવસ્થિત રીતે આરાધના, રક્ષા અને પાલન થઈ શકે એ વસ્તુને લક્ષમાં રાખીને જ પ્રસ્તુત સંઘસ્થવિરોની સ્થાપના કરવામાં આવી છે.
૫. નાધિક એ નિગ્રંથનિર્ચથીસંઘમાંના વિશિષ્ટ આગમજ્ઞાનસંપન્ન, વિજ્ઞ, વિવેકી, ગંભીર, સમયસૂચકતા આદિ ગુણોથી અલંકૃત નિર્મથે છે. જ્યારે જ્યારે નિર્ચથ-નિર્ચથી સંઘને લગતાં નાનાં કે મોટાં ગમે તે જાતનાં વિવિધ કાર્યો આવી પડે ત્યારે તેનો નિર્વાહ કરવાને આચાર્ય આદિ સંઘવિરની આજ્ઞા થતાં આ મહાનુભાવો ઇનકાર ન જતાં હંમેશાંને માટે ખડે પગે તૈયાર હોય છે. વૃષ તરીકે ઓળખાતા બળવાન અને ધર્યશાળી સમર્થ નિગ્રંથો કે જેઓ ગંભીર મુશ્કેલીના પ્રસંગોમાં પોતાના શારીરિક બળની કસોટી દ્વારા અને જીવનના ભાગે પણ આખા નિગ્રંથ-નિર્ચથી સંઘને હંમેશાં સાચવવા માટેની જવાબદારી ધરાવે છે, એ વૃષભોનો સમાવેશ આ રત્નાધિક નિગ્રંથોમાં જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org