________________
૧૦૦ ]
જ્ઞાનાંજલિ પોષી ? પરંતુ ખરી રીતે એ વાત એમ છે જ નહિ ! સાચી હકીકત એ છે કે, જેમ પગપાળા મુસાફરી કરનાર ભૂખ, તરસ કે થાક વગેરે લાગતાં રસ્તામાં પડાવ નાખે છે અને જરૂરત જણાતાં ત્યાં રાત્રિયાસો પણ કરે છે, તે છતાં જેમ એ મુસાફરને રાત્રિવાસ એ એના આગળ પહોંચવામાં અંતરાયરૂપ નથી, પરંતુ જલદી આગળ વધવામાં સહાયરૂપ છે, તે જ રીતે અપવાદમાર્ગનું વિધાન એ જીવનની ભૂમિકાને નિર્બળ બનાવવા માટે નથી, પણ બમણા વેગથી આગળ વધારવા માટે છે. અલબત્ત, જેમ માર્ગમાં પડાવ નાખનાર મુસાફરને જંગલ જેવાં ભયાનક સ્થાનો હોય ત્યારે સાવધાન, અપ્રમત્ત અને સજાગ રહેવું પડે છે, તેમ આંતર જીવનના માર્ગમાં આવતાં ભયસ્થાનમાં અપવાદમાર્ગનું આસેવન કરનાર ત્યાગી નિર્ગથ-નિગ્રંથીઓને પણ સતત સાવધાન અને સજાગ રહેવાનું હોય છે. જે આન્તર જીવનની સાધના કરનાર આ વિષે મોળો પડે તો તેના પવિત્રપાવન જીવનનો ભુક્કો જ બોલી જાય, એમાં બે મત જ નથી. એટલે જ અપવાદમાર્ગનું સેવન કરનાર માટે “પાકી ગયેલા ગૂમડાવાળા માણસ'નું ઉદાહરણ આપવામાં આવે છે. જેમ ગૂમડું પાકી ગયા પછી તેમાંની રસી કાઢતાં તે માણસ પોતાને ઓછામાં ઓછું દરદ થાય તેવી ચોકસાઈપૂર્વક સાચવીને દબાવીને રસી કાઢે છે, તે જ રીતે અપવાદમાર્ગનું આસેવન કરનાર મહાનુભાવ નિર્મથ-નિગ્રંથીઓ વગેરે પણ પોતાના સંયમ અને વ્રતોને ઓછામાં ઓછું દૂષણ લાગે કે હાનિ પહોંચે તેમ નæકે જ અપવાદમાર્ગનું આસેવન કરે.
પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર છેઃઆગમમાં અને બીજાં છે આગમોમાં જેન નિગ્રંથ-નિગ્રંથીઓના જીવનને સ્પર્શતા મૂળ નિયમો અને ઉત્તરનિયમોને લગતા પ્રસંગને અનુલક્ષીને ગંભીરભા વિવિધ વિચારણાઓ, મર્યાદાઓ, અપવાદ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ નિરૂપણ પાછળ જે તારિવક્તા કામ કરી રહી છે તેને ગીતાર્થો અને વિદ્વાનો આત્મલક્ષી થઈને મધ્યસ્થ ભાવે વિચારે અને જીવનમાં ઉતારે.
નિર્ણથ-નિર્ગથીસંઘ–પ્રાચીન કાળમાં જૈન સાધુ-સાધ્વીઓ માટે નિર્ચથ-નિગ્રંથી, ભિક્ષુભિક્ષણી, યતિ-યતિની, પાખંડ-પાર્ષડિની વગેરે શબ્દોનો પ્રયોગ થતો. આજે આ બધા શબ્દોનું સ્થાન મુખ્યત્વે કરીને સાધુ અને સાધી શબ્દ લીધું છે. પ્રાચીન યુગના ઉપર્યુક્ત શબ્દો પૈકી યતિશબ્દ તિસંસ્થાના જન્મ પછી અણગમતો અને ભ્રષ્ટાચારસૂચક બની ગયે છે. પાપંડ શબ્દ પણ દરેક સંપ્રદાયના માન્ય આગમાદિ ગ્રંથમાં વપરાવા છતાં આજે એ માત્ર જૈન સાધુઓ માટે જ નહિ પણ દરેક સંપ્રદાય માટે અપમાનજનક બની ગયે છે.
નિગ્રંથ નિર્ચથીસંધની વ્યવસ્થા અને બંધારણ વિષે, ભયંકર દુષ્કાળ આદિ કારણોને લઈ છિન્નભિન્ન દશામાં આવી પડેલાં આજના મૌલિક જૈન આગમોમાં પણ વૈજ્ઞાનિક ઢંગની હકીકતોનાં જે બીજો મળી આવે છે અને તેને પાછળના વિરોએ વિકસાવીને પુનઃ પૂર્ણ રૂપ આપવા જે પ્રયત્ન કર્યો છે, એ જોતાં આપણને જણાશે કે તે કાળે નિગ્રંથ-નિર્ચથી સંઘની વ્યવસ્થા અને બંધારણ કેટલાં વ્યવસ્થિત હતાં અને એક સાર્વભૌમ રાજસત્તા જે રીતે શાસન ચલાવે તેટલા શુદ્ધ નિયતાના ગૌરવ, ગાંભીર્ય, ધીરજ અને દમામપૂર્વક તેનું શાસન નભતું હતું. આ જ કારણથી આજનાં જૈન આગમ વેતાંબર જૈન શ્રીસંઘ, જેમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી ત્રણેયનો સમાવેશ થાય છે, તેને એકસરખી રીતે માન્ય અને પરમ આદરણીય છે. - દિગંબર જૈન શ્રીસંઘ “મૌલિક જૈન આગમો સર્વથા નાશ પામી ગયાં છે” એમ માનીને પ્રસ્તુત આગમોને માન્ય કરતો નથી. દિગંબર શ્રીસંઘે આ આગમોને ગમે તે કાળે અને ગમે તે કારણે જતા કર્યા હો; પરંતુ એથી તેણે ધણું ખોયું છે એમ આપણને સહજ ભાવે લાગે છે અને કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org