________________
શાનાંજલિ આટલું જણાવ્યા પછી એક વાત એ કહેવી બાકી છે કે, વ્યવહાર ભાવના પ્રણેતા કયા આચાર્ય છે, તે ક્યાંય મળતું નથી, તેમ છતાં એ આચાર્ય એટલે કે વ્યવહારભાષ્યકાર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પૂર્વભાવી હોવાની મારી દૃઢ માન્યતા છે. તેનું કારણ એ છે કે, ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પોતાના વિશેષણવતી ગ્રંથમાં–
सीहो सुदाढनागो, आसग्गीवो य होइ अण्णेसिं । सिंहो मिगद्धओ त्ति य, होइ वसुदेवचरियम्मि ॥ ३३ ॥ सीहो चेव सुदाढो, जं रायगिहम्मि कविलबडुओ त्ति ।
सीसइ ववहारे गोयमोवसमिओ स णिक्खतो ॥ ३४॥ આ બે ગાથા પૈકી બીજી ગાથામાં વ્યવહારના નામનો ઉલ્લેખ કર્યો છે, એ વિષય વ્યવહારસૂત્રના છઠ્ઠા ઉદ્દેશાના ભાગમાં–
सीहो तिविट्ठ निहतो, भमिउं रायगिह कवलिबडुग त्ति ।
जिणवर कहणमणुवसम, गायमोवसम दिक्खा य ॥ १६२॥ આ પ્રમાણે આવે છે. આ ઉપરથી “શ્રી જિનભદ્રગણિ કરતાં વ્યવહારભાકાર પૂર્વવત્ત છે” એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ ઉપરાંત બીજું એ પણ કારણ આપી શકાય કે, ભગવાન શ્રી જિનભદ્રની. મહાભાષ્યકાર તરીકેની પ્રસિદ્ધિ છે, એ તેમના પૂર્વવત્તી ભાગકાર અથવા લઘુભાષ્યકાર આચાર્યોને જ આભારી હોય.
આજે જૈન આગમે ઉપર નીચે જણાવ્યા પ્રમાણેના ભાષ્યગ્રંથે જોવામાં તેમ જ સાંભળવામાં આવ્યા છે :
૧-૨ કલ્પલઘુભાષ્ય તથા કલ્પબૃહભાગ, ૩ મહત પંચકલ્પભાળ, ૪-૫ વ્યવહારલઘુભાષ્ય તથા વ્યવહારબૃહદ્ભાષ્ય, ૬-૭ નિશીથલઘુભાય તથા નિશીથબૃહભાવ્ય, ૮ વિશેષાવશ્યકમહાભાષ્ય, ૯-૧૦ આવશ્યકસૂત્ર લઘુભાષ્ય તથા મહાભાષ્ય, ૧૧ ઘનિર્યુક્તિભાષ્ય, ૧૨ દશવૈકાલિકભાગ, ૧૩ પિંડનિર્યુક્તિભાષ્ય.
આ પ્રમાણે એકંદર તેર ભાષ્યગ્રંથો અત્યારે સાંભળવામાં આવ્યા છે. તે પૈકી કલ્પબૃહદ્ભાગ્ય આજે અપૂર્ણ જ અર્થાત ત્રીજા ઉદ્દેશ અપૂર્ણ પર્યત મળે છે. વ્યવહાર અને નિશીથ ઉપરના બૃહદ્ભાષ્ય ગ્રંથ ક્યાંય જોવામાં આવ્યા નથી. તે સિવાયનાં બધાંય ભાળ્યો આજે ઉપલબ્ધ થાય છે, જે પૈકી મહતપંચકલ્પભાષ્ય, વ્યવહારલઘુભાષ અને નિશીથલઘુભાષ્ય બાદ કરતાં બધાંય ભાગે છપાઈ ચૂક્યાં છે. અહીં આપેલી ભાનાં નામની નોંધ પૈકી ફક્ત કલ્પલઘુભાષ્ય, મહતપંચકલ્પભાખ્ય અને વિશેષાવશ્યક મહાભાગના પ્રણેતાને જ આપણે જાણીએ છીએ; તે સિવાયના ભાષ્યકાર કોણ હતા એ વાત તો અત્યારે અંધારામાં જ પડી છે. આમ છતાં, જોકે મારા પાસે કશુંય પ્રમાણ નથી છતાં, એમ લાગે છે કે કલ્પ, વ્યવહાર અને નિશીથ લઘુભાગના પ્રણેતા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ હોય તેવા જ સંભવ વધારે છે. ક૫લઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય એ બેમાંની ભાષ્યગાથાઓનું અતિ સામ્યપણું આપણને આ બનેય ભાષ્યકારો એક હોવાની માન્યતા તરફ જ દોરી જાય છે.
અંતમાં ભાગ્યકારને લગતું વક્તવ્ય પૂર્ણ કરવા પહેલાં એક વાત તરફ વિદ્વાનોનું લક્ષ્ય દોરવું ઉચિત છે કે પ્રસ્તુત બૃહકલ્પલઘુભાષ્યના પ્રથમ ઉદ્દેશની સમાપ્તિમાં ભાષ્યકારે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org