Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 30
________________ જ્ઞાનાંજલિ વિશેષચૂર્ણિમાં એ માટે વિવિધ નિર્દેશો મળે છે (જુઓ પરિશિષ્ટ ચોથું ), સ્વતંત્ર પ્રાચીન ભાષ્યપ્રતિઓમાં પણ આ અંગેનો કશો વિવેક નજરે નથી આવતો. આ કારણસર અમે અમારા પ્રસ્તુત પ્રકાશનમાં નિયુક્તિ-ભાષ્ય ગ્રંથની ગાથાઓના અંકે સળંગ જ રાખ્યા છે, અને એ રીતે બધી મળીને ૪હ૦ ગાથાઓ થઈ છે. પ્રાચીન ભાયુપ્રતિમાં અનેક કારણસર ગાથાએ બેવડાવાથી તેમ જ અસ્તવ્યસ્ત ગાથાઓ અને ગાથાંકે હોવાથી તેની ગાથાસંખ્યાની અમે ઉપેક્ષા કરી છે. અમારે ગાથાક્રમ અતિ વ્યવસ્થિત, પ્રામાણિક અને અતિ સુસંગત છે. ભાષાદષ્ટિએ પ્રાચીન ભાખ્યપ્રતિઓની ગાથાની ભાષામાં અને આચાર્ય શ્રી ભલયગિરિ-ક્ષેમકીર્તિએ આપેલી ભાષ્યગાથાની ભાષામાં ઘણે ઘણો ફરક છે, પરંતુ અમારે ટીકાકારોને ન્યાય આપવાનો હોવાથી તેમણે પોતાની ટીકામાં જે સ્વરૂપે ગાથાઓ લખી છે તેને જ પ્રમાણ માનીને અમે કામ ચલાવ્યું છે. આમ છતાં સ્થાને સ્થાને અનેકવિધ મહત્વના પાઠભેદ વગેરે નોંધવામાં અમે આળસ કર્યું નથી. ભાગની ભાષા મુખ્યત્વે પ્રાકૃત જ છે, તેમ છતાં ઘણે સ્થળે ગાથાઓમાં માગધી અને શૌરસેનીના પ્રયોગો પણ જોવામાં આવે છે. કેટલીક ગાથાઓ પ્રસંગવશ ભાગધી કે શૌરસેની ભાષામાં પણ રચાયેલી છે. છંદની દષ્ટિએ આખું ભાગ્ય પ્રધાનપણે આર્યાશંદમાં રચાયું છે, તેમ છતાં સંખ્યાબંધ સ્થળે ઔચિત્ય પ્રમાણે બીજા બીજા ઈદે પણ આવે છે. વૃત્તિ–પ્રસ્તુત મહાશાસ્ત્રની વૃત્તિનો પ્રારંભ આચાર્ય શ્રી ભલયગિરિએ કર્યો છે અને તેની સમાપ્તિ લગભગ સવાસો વર્ષ બાદ તપા આચાર્યપ્રવર શ્રી ક્ષેમકીર્તિસૂરિએ કરી છે. વૃત્તિની ભાષા મુખ્યત્વે સંસ્કૃત હોવા છતાં તેમાં પ્રસંગોપાત્ત આવતી કથાઓ પ્રાકૃત જ છે. વૃત્તિનું પ્રમાણ સૂત્ર-નિર્યુક્તિ-ભાગ્ય મળીને ૪૨૫૦૦ શ્લેક લગભગ છે, એટલે જે આમાંથી સૂત્ર-નિયુક્તિ-ભાષ્યને બાદ કરીએ તો વૃત્તિનું પ્રમાણ ૩૫૦૦ બ્લેક લગભગ થાય છે. આમાંથી લગભગ ૪૦૦૦ લેકપ્રમાણ ટીકા આચાર્ય શ્રી મલયગિરિની છે અને બાકીની આખી ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્તિપ્રણીત છે. ચૂણિ–વિશેષચૂણિ–ચૂર્ણિ અને વિશેષચૂર્ણિ, એ બૃહસ્કલ્પસૂત્ર ઉપરની પ્રાચીન પ્રાચીનતમ વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતપ્રધાન ભાષામાં રચાયેલી છે. આ વ્યાખ્યાઓની પ્રાકૃતભાષા આચાર્ય શ્રી હેમચન્દ્રાદિવિરચિત પ્રાકૃત વ્યાકરણાદિના નિયમોને વશવર્તી ભાષા નથી, પરંતુ એક જુદા કુલની જ પ્રાકૃતભાષા છે. આ વ્યાખ્યામાં આવતા વિવિધ પ્રયોગો જોતાં એની ભાષાનું નામ શું આપવું એ પ્રશ્ન એક કેયડારૂપ જ છે. હું માનું છું કે આને કોઈ સ્વતંત્ર ભાષાનું નામ આપવું તે કરતાં “મિત્રાતમા '' નામ આપવું એ જ વધારે સંગત વસ્તુ છે. ભાષાના વિષયમાં રસ લેનાર પ્રત્યેક ભાષાશાસ્ત્રીને માટે જૈન આગમ અને તેના ઉપરના નિર્યુક્તિ-ભાગ-ચૂર્ણિ. વિશેષચૂર્ણિ ગ્રંથોનું અધ્યયન અને અવલોકન પરમ આવશ્યક વસ્તુ છે. બૃહદભાષ્ય-નિયુક્તિ, ભાષ્ય અને બૃહભાગ એ ત્રણેય જૈન આગમ ઉપરના વ્યાખ્યાગ્રંથ હંમેશાં પદ્યબંધ જ હોય છે. પ્રસ્તુત બૃહદભાગ્ય પણ ગાથાબંધ છે. ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્તિમહારાજ સામે પ્રસ્તુત બૃહભાગે સંપૂર્ણ હોવા છતાં આજે એને સંપૂર્ણ મેળવવા અમે ભાગ્યશાળી થઈ શકયા નથી. આજે જ્યાં જ્યાં આ મહાભાષ્યની પ્રતિઓ છે ત્યાં પ્રથમ ખંડ માત્ર છે. જેસલમેરદુર્ગના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારમાં જ્યારે આ ગ્રંથના બે ખંડો જોયા ત્યારે મનમાં આશા જન્મી કે આ ગ્રંથ પૂર્ણ મળે, પણ તપાસ કરતાં નિરાશા સાથે જોયું કે બન્નેય પ્રથમ ખંડની જ નકલે છે. આની ભાષા પણ પ્રાચીન મિશ્ર પ્રાકૃતભાષા છે અને મુખ્યત્વે આર્યા છંદ હોવા છતાં પ્રસંગોપાત્ત બીજા બીજા પણ છંદો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45