________________
૭૬ 1
જ્ઞાનાંજલિ સામ્પ્રદાયિક માન્યતાનુસાર અતિમહાન અને પરિપૂર્ણ હતાં, તેમ જ એના પ્રત્યેક સૂત્ર પર એકીસાથે ચાર અનુગ પ્રવૃત્ત હતા; એ સ્થિતિમાં ઉપરોક્ત અંગઆગમ ઉપર ગૂંથાયેલ નિયંતિગ્રન્થો અતિ વિશાળ અને ચાર અનુગમય હોવા જોઈએ, તેમ જ બીજા આગમગ્રંથો ઉપર નિર્માણ કરેલ નિયુંતિગ્રંથો પણ ચાર અનુગમય અને વિસ્તૃત હોવા જોઈએ; અને તે ઉપરાંત એમાં ઉપર નિર્દેશ કરેલ અનગની પ્રથફતાનો કે અર્વાચીન સ્થવિરોની જીવનકથા સાથે સંબંધ ધરાવતી કોઈ પણ બાબતને ઉલ્લેખ સદંતર ન હોવો જોઈએ.
આ કથન સામે “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વ ધર શ્રી ભદ્રબાહુવામી હોવાની માન્યતા તરફ વલણ ધરાવનારા વિદ્વાનોનું કહેવું છે કે-“નિર્યુક્તિકાર, ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુવામી જ છે. તેઓશ્રીએ
જ્યારે નિર્યુક્તિગ્રંથની રચના કરી ત્યારે એ નિર્યુક્તિગ્રંથે ચાર અનુગમય અને વિશાળ ન હતા; પણ જ્યારે સ્થવિર આર્ય રક્ષિતે પિતાના દુર્બલિકા પુષ્યમિત્ર નામના વિદ્વાન શિષ્યની વિસ્મૃતિને તેમ જ તેમની પાછળ ભાવિમાં થનાર શિષ્ય-પ્રશિષ્યાદિ સંતતિની અત્યંત મંદ બુદ્ધિને ધ્યાનમાં લઈ અનુયોગને પૃથક ક્ય, ત્યારે ઉપરોક્ત ચાર અનુગમય નિર્યુક્તિગ્રંથને પણ પૃથફ અનુગરૂપે વ્યવસ્થિત કરી લીધા.” - જેકે, જેમ સ્થવિર આર્ય રક્ષિત ભગવાને અનુગને પૃથફ કર્યાના તેમ જ આર્યસ્ક દિલ આદિ વિરોએ ભાથુરી પ્રમુખ ભિન્ન ભિન્ન વાચનાઓ દ્વારા આગમોની પુનવ્યવસ્થા કર્યાના અથવા એ આગમોની વાચના ચાલુ કર્યા આદિને લગતા વિવિધ ઉલેખો મળે છે. તેમ નિર્યક્તિગ્રસ્થાને વ્યવસ્થિત કરવાને લગતો એક પણ ઉલ્લેખ મળતો નથી; તેમ છતાં ઉપરોક્ત સમાધાનને થોડી વાર માટે કબૂલ કરી લઈએ તો પણ એ સમાધાન સામે એક વિરોધ તો ઊભો જ છે કે–
સ્થવિર આર્ય રક્ષિતના જમાનામાં આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બે અંગઆગમનું પ્રમાણ તે જ હતું, જે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીના જમાનામાં હતું, એટલે એ નિર્યુક્તિગ્રંથ ચાર અનુયાગમય હોવાને બદલે ભલે એક અનુગાનુસારી છે, પરંતુ એ નિયુક્તિગ્રંથનું પ્રમાણુ તો સૂત્રગ્રંથની વિશાળતાની માફક વિશાળ જ હોવું જોઈએ; પણ તેમ ન હોતાં આજના આપણું સામે વિદ્યમાન નિયંતિગ્રન્થ ભાથુરી આદિ વાચનાઓ દ્વારા અતિસંસ્કાર પામેલ અને જેન સામ્પ્રદાયિક માન્યતાનુસાર અતિ ટૂંકાઈ ગયેલ અંતિમ સૂત્રસંકલનાને જ આબાદ અનુસરે છે.
અનુગની પૃથક્તા આદિને લગતી બાબતો વિષે કદાચ એમ કહેવામાં આવે કે “એ ઉલ્લેખ વિર આર્ય રક્ષિતે નિયુક્તિગ્રંથોની પુનવ્યવસ્થા કરી ત્યારે ઉમેરેલ છે” તો પણ નિયંતિગ્રન્થોમાં ગોછા માહિલ નિદ્ભવ અને દિગંબરમતની ઉત્પત્તિને લગતી હકીકત નિયુક્તિગ્રન્થમાં ક્યાંથી આવી ? કે જે બન્નેયની ઉત્પત્તિ સ્થવિર શ્રી આર્ય રક્ષિત ભગવાનના સ્વર્ગવાસ પછી થયેલ છે. આ બાબતને ઉમેરનાર કોઈ ત્રીજા જ સ્થવિરને શોધવા જવું પડે એવું છે.
વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો કોઈ પણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથને અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થતાં તેમાં સંબંધ જોડવા પૂરતો ઘટતો ઉમેરે કે સહજ
१ आवस्सयस्स दसकालियस्स तह उत्तरज्झमायारे ।
सूयगडे णिज्जुतिं तहा वोच्छामि दसाण च ॥ ६४ ॥ कप्पस्स य णिज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स । મૂરિયપાત્તાપુ, તુ રૂfસમાસિક ૨ | હ ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org