________________
ટક | ચતુર્દશપૂર્વ ભદ્રબાહુ અને ઉપસર્ગહરસ્તોત્રાદિના રચયિતા તેમ જ તિર્વિવરાહમિહિરના સદર ભદ્રબાહુ તદ્દન ભિન્ન જ નક્કી થાય છે.
* ઉપસર્ગહરસ્તોત્રકાર ભદ્રબાહુ અને જ્યોતિર્વિ૬ વરાહમિહિરની પરસ્પર સંકળાયેલી જે કથા ચૌદમી શતાબ્દીમાં નોંધપોથીને પાને ચઢેલી છે, એમાં સત્યાંશ હોય તેમ સંભવ છે. એટલે ઉપસર્ગહરસ્તોત્રકાર ભદ્રબાહુસ્વામીને ચતુર્દશપૂર્વધર તરીકે ઓળખાવવામાં આવે છે એ બિનપાયાદાર જે ઠરે છે. તેમ જ ભદ્રબાહુસંહિતાના પ્રણેતા તરીકે એ જ ચતુર્દશપૂર્વધરને કહેવામાં આવે છે એ પણ વજૂદદાર નથી રહેતું. કારણ કે ભદ્રબાહુસંહિતા અને વારાહીસંહિતા એ સમાનનામક ગ્રન્થો પારસ્પરિક વિશિષ્ટ સ્પર્ધાના સૂચક હોઈ બન્નેયના સમકાલભાવી હોવાની વાતને જ વધારે ટેકે આપે છે. આ રીતે બે ભદ્રબાહુ થયાનું ફલિત થાય છે. એક છેદત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુ અને બીજા દશ નિર્યુક્તિઓ, ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરસ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુ, જેઓ જૈન સંપ્રદાયમાં નૈમિત્તિક તરીકે જાણીતા છે.
આ બન્નય સમર્થ ગ્રંથકારો ભિન્ન હોવાનું એ ઉપરથી પણ કહી શકાય કે, તિગાલિપ્રકીર્ણક, આવશ્યક્ટ્રણ, આવશ્યક પારિભદ્રીયા ટીકા, પરિશિષ્ટપર્વે આદિ પ્રાચીન ભાન્ય ગ્રંથોમાં જ્યાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે, ત્યાં બાર વરસી દુકાળ, તેઓશ્રીનું નેપાળ દેશમાં વસવું, મહાપ્રાણ ધ્યાનનું આરાધન, સ્થૂલભદ્ર આદિ મુનિઓને વાચના આપવી, છેદસૂત્રોની રચના કરવી ઈત્યાદિ હકીકત આવે છે, પણ વરાહમિહિરના ભાઈ હોવાનો, નિયુક્તિગ્રન્થો, ઉપસર્ગહરસ્તોત્ર, ભદ્રબાહુસંહિતા આદિની રચના કરવી આદિને લગતો તેમ જ તેઓ નૈમિત્તિક હોવાને લગતે કશેય ઉલ્લેખ નથી. આથી એમ સહેજે જ લાગે કે, છેદસૂત્રકાર ભદ્રબાહુવામી અને નિર્યુક્તિ આદિના પ્રણેતા ભદ્રબાહુસ્વામી બન્નેય જુદી જુદી વ્યક્તિઓ છે.
નિયંતિકાર ભદ્રબાહુ એ વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલ જ્યોતિર્વિ૬ વરાહમિહિરના સહોદર હોઈ નિર્યુક્તિગ્રંથની રચના વિક્રમના છઠ્ઠા સૈકામાં થઈ છે એ નિર્ણય કર્યા પછી અમારા સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પાક્ષિકસૂત્રમાં સૂત્રકીર્તનના પ્રત્યેક આલાપકમાં અને નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના નિરૂપણમાં નીચે પ્રમાણેના પાઠો છેઃ
કૂત્તે સથે સાથે સનિત્તિ, અસંગળિg' પાક્ષિક સૂત્ર,
સંજ્ઞાનો નિનુત્તીનો સંગાથી રંગો” નંદીસત્ર. અહીં આ બંનેય સૂત્રપાઠો આપવાનો આશય એ છે કે, આ બંનેય સૂત્રો, જેની રચના વિક્રમના છઠ્ઠા સૈકાના આરંભમાં જ અથવા પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ચૂકવાને સંભવ વધારે છે, તેમાં નિર્યુકિતનો ઉલ્લેખ થયેલો છે. ઉપર જણાવવામાં આવ્યું છે તેમ જે નિયુકિતકાર વિક્રમના છઠ્ઠા સૈકાને બીજા ચરણ લગભગ થયા હોય તો તે પહેલાં ગૂંથાયેલ આ બંનેય સૂત્રોમાં નિર્યુક્તિ ઉલ્લેખ કેમ થાય છે ? એ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે થઈ શકે છે :
પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં નિર્યુક્તિનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ અત્યારે આપણા સામે વર્તમાન દશ શાસ્ત્રની નિર્યુક્તિને લક્ષીને નહિ, કિન્તુ ગોવિંદનિર્યુક્તિ આદિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
નિયુક્તિકાર સ્થવિર ભદ્રબાહસ્વામી થયાની વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, પરંતુ એમના સિવાય બીજા કેઈ નિર્યુક્તિકાર થયાની વાતને કોઈ વિરલ વ્યક્તિઓ જ જાણતી હશે. નિશીથચૂર્ણના ૧૧ મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org