________________
ચૈત્યવંદન ભાષ્ય
૮૫ ૮. વર્ણાદિક આલંબનત્રિક, ૯. મુદ્રાત્રિક. वन्न-तियं वन-ऽत्था-लंबणमालंबणं तु पडिमाई । નોન-નિ-મુત્ત-સુત્તી-મુ-બે મુદ-તિયં કા
(મન્વય :- વત્ર-સ્થા-ડર્તવમાં તુ મારૂ લૂંવાં વસ્ત્ર-તિર્થ | નોન ઉનામુત્ત-સુરી-મુદ્દા-ગેરળ-મુદ્-તિયં II૧૪
શબ્દાર્થ :- વન્ન-તિયં વર્ણત્રિક. વન્ન-હત્યા-હડકંબણં વર્ણાલંબન અર્થાલંબન. પડિમાઈ-આલંબણં પ્રતિમાદિ આલંબન. જોગ-જિણ-મુત્ત-સુત્તી-મુદ્દા-ભેએણયોગઃ જિનઃ અને મુક્તાશક્તિ એ મુદ્રાના ભેદ વડે. મુદ્દ-તિયં=મુદ્રાત્રિક છે. ૧૪.
ગાથાર્થ :અક્ષર (શબ્દ): અને અર્થ: તથા પ્રતિમા વગેરેનું આલંબન એ વણદિ આલંબનત્રિક છે. યોગમુદ્રાઃ જિનમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા એ ભેદ વડે મુદ્રાત્રિક છે. ૧૪
વિશેષાર્થ :- ચૈત્યવંદન સૂત્રોના અક્ષરો અતિસ્પષ્ટ, શુદ્ધ તથા સ્વર અને વ્યંજનના ભેદ, પદચ્છેદ, શબ્દો અને સંપદાઓ સ્પષ્ટ સમજાય તેવી રીતે, ઉચિત ધ્વનિપૂર્વક બહુ મોટા સ્વરે નહિ તેમજ બહુ મંદ સ્વરે નહિ, એવી રીતે બોલવા, તે વર્ણાલંબન અથવા સૂત્રાલંબન.
તે ચૈત્યવંદન સૂત્રોના અર્થ પણ સૂત્રો બોલતી વખતે પોતાના જ્ઞાનને અનુસાર વિચારવા, તે અર્થાલંબન.
દંડકસૂત્રોના અર્થમાં સંકળાયેલા સાક્ષાત્ -ભાવ અરિહંતાદિક પ્રભુનું સ્મરણ કરવું, તેમજ જેમની સામે વંદના કરવાનો પ્રારંભ કર્યો છે, તે પ્રતિમાદિક પણ સ્મૃતિ બહાર ન થવા જોઈએ. માટે સ્થાપના તે પ્રતિમાદિ. તેનું પણ આલંબન લેવાનું જાણવું. - ત્રણ મુદ્રાનું સ્વરૂપ હવે પછીની ગાથામાં વિસ્તારથી આવવાનું છે. તેનાં નામ માત્ર અહીં યાદ રાખી લેવાં. ૧૪.
૧. યોગમુદ્રા अन्नुन्नंतरिअंगुलि-कोसाऽऽगारेहिं दोहिं हत्थेहिं । पिट्टोवरि-कुप्पर-संठिएहिं तह जोग-मुद्दत्ति ॥१५॥