Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 269
________________ પચ્ચક્ખાણ ભાષ્ય ૨૬૭ મ્મિલકુમારે ગુરુ મહારાજના કહેવા પ્રમાણે યથાર્થ રીતે છ માસ પર્યન્ત તપ, જપ વગેરે કરી મુનિવેષ તજી દીધો ત્યારબાદ દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા અશુભ કર્મના ક્ષયથી રાજ્ય, સ્ત્રી, પુત્રાદિકના વૈભવરૂપ અનેક પ્રકારનાં સાંસારિક સુખ પામ્યા. પ્રાન્તે ધર્મ રુચિ નામના ગુરુ મળ્યા, તેમણે ઉપદેશ આપ્યો અને પૂર્વભવ કહ્યો, તેથી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સોંપી પોતે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું અને દીર્ઘકાળ પર્યન્ત ચારિત્રનું પાલન કરી અંતે માસનું અણસણ કરી ધમ્મિલ મુનિ અને બે સાધ્વી કાળ કરી બારમા અચ્યુત નામના દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી મોક્ષ પદ પામશે. એ પ્રમાણે ધમ્મિલકુમારે પચ્ચક્ખાણના (=તપના) પ્રભાવથી આ ભવ સંબંધી સુખ મેળવ્યું, અને પ્રાન્તે મોક્ષપદ પામ્યા. ॥ રૂતિ ધમ્મિતમારે દ્રષ્ટાન્તમ્ ॥ દામજ્ઞકનું દૃષ્ટાંત (પરલોકના ફળ સંબંધી) રાજપુર નગરમાં રહેતા સુનંદ નામના કુલપુત્રે પોતાના મિત્ર જિનદાસ શ્રાવકના ઉપદેશથી સાધુ પાસે માંસનું પચ્ચ૦ કર્યું દેશમાં દુષ્કાળ પડવાથી સર્વ લોક માંસાહારી થયા. સુનંદનું કુટુંબ ક્ષુધાથી પીડાય છે, છતાં સુનંદ મત્સ્ય મારવા જતો નથી. એકવાર સાળો આગ્રહ કરીને સુનંદને સરોવર પર લઈ ગયો, અને જાળ આપી મચ્છ પકડવા કહ્યું તો પણ જાળમાં જે મચ્છ આવે તેને છોડી મૂકે, એમ ત્રણ દિવસ સુધી કર્યું. અન્ને સુનંદ અણસણ કરી મરણ પામી માંસ પચ્ચ૦ ના પ્રભાવે રાજગૃહ નગરમાં દામન્નક નામનો શ્રેષ્ઠિપુત્ર થયો. ત્યાં આઠ વર્ષનો થતાં સર્વ કુટુંબ મરકીના રોગથી મરણ પામ્યું, ત્યારે સુનંદ એ જ નગરમાં સાગરદત્ત નામના શેઠને ત્યાં રહ્યો ત્યાં ભિક્ષાર્થે આવેલા સાધુઓમાં મોટા સાધુએ સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી “આ દામન્નક શેઠના ઘરનો માલિક થશે.” એમ બીજા સાધુને કહ્યું, તે શ્રેષ્ઠિએ સાંભળવાથી તેને ચંડાલો પાસે મારી નાખવા મોકલ્યો, પરંતુ ચંડાલોએ નાની આંગળી છેદી તેને નસાડી મૂકયો; તે નાસીને એ જ શેઠના ગોકુલવાળા ગામમાં ગયો. ત્યાં ગોકુલના રક્ષક સ્વામીએ તેને પુત્રપણે રાખ્યો. કેટલેક વર્ષે ત્યાં આવેલા સાગર શેઠે તેને ઓળખી ફરીથી મારી નખાવવા કાગળમાં

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276