Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 267
________________ પચ્ચક્ખાણ ભાગ ૨૬૫ નવતર :- હવે આ ગાથામાં પચ્ચ૦ કરવાથી આ લોકનું ફળ અને પરલોકનું ફળ એમ બે પ્રકારના ફળનું ? શું દર દષ્ટાન્તપૂર્વક કહે છે. पच्चक्खाणस्स फलं, इहपरलोए य होइ दुविहं तु । इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए ॥४७॥ શબ્દાર્થ - સુગમ છે. પથાર્થ :- આ લોક ફળ અને પરલોક ફળ એમ પચ્ચ0નું ફળ બે પ્રકારે છે. ત્યાં આ લોકને વિષે ધમિલકુમાર વગેરેને શુભ ફળ પ્રાપ્ત થયું, અને પરલોકમાં દામન્નક વગેરેને શુભ ફળ પાપ્ત થયું ૪૭ ભાવાર્થ :- સુગમ છે, પરંતુ બે ફળ સંબંધી બે દષ્ટાંત સંક્ષેપમાં આ પ્રમાણે ધર્મિલકુમારનું દૃષ્ટાંત (આ લોકના ફળ સંબંધી) જંબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં કુશાર્ત નામના નગરમાં સુરેન્દ્રદત્ત નામના, શ્રેષ્ઠિને સુભદ્રા નામની સ્ત્રી હતી તેને સંતતિ ન હોવાથી બન્ને જણ અતિ ચિંતાગ્રસ્ત રહે છે, પરંતુ ધર્મના પ્રસાદથી પુત્ર પ્રાપ્તિ થશે એમ જાણી અત્યંત ધર્મારાધનમાં કાળ વ્યતીત કરે છે; કેટલેક કાળે પુત્રનો જન્મ થયો તેનું ધમિત એવું નામ સ્થાપ્યું. તે અનુક્રમે મોટો થતાં અનેક કળાઓમાં નિપુણ થયો, સાથે ધર્મશાસ્ત્ર પણ શીખ્યો અને ધર્મક્રિયામાં અત્યન્ત પ્રીતિવાળો થયો. માતા-પિતાએ એ જ નગરના ધનવસુ શેઠની યશોમતિ નામની કન્યા પરણાવી, કે જે એક જ જૈન ગુરુ પાસે ભણતાં ધમિલ પ્રત્યે અનુરાગવાળી થઈ હતી. બન્ને જણ તે તપશ્ચર્યા પ્રત્યે (આકરી લાગવાથી) ક્રોધ-ખેદ કરવો, અથવા બીજા કોઈ પ્રત્યે ક્રોધ કરવો, અથવા ગુરુ આદિકથી રીસાઈને આહારાદિકનો ત્યાગ કરવો, તથા તે તપ સંબંધી (હું આવો મહાન્ તપસ્વી છું એવું) અભિમાન ધરવું અથવા બીજા પદાર્થોના લાભથી પણ અભિમાની થવું, તે દ્વેષ સહિત પ્રત્યાખ્યાન અને ચાલુ તપશ્ચર્યામાં (શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવના જીવની પેઠે) તે તપ સંબંધી માયા-પ્રપંચ કરવો, અથવા બીજા કોઈ પ્રકારનો માયા-પ્રપંચ કરવો, તથા (તપ સંબંધી લોભ કરવા યોગ્ય હોવાથી તપ સિવાય અન્ય) ધન-ધાન્યાદિ સંબંધી લોભ કરવો તે દિત પ્રત્યાખ્યાન કહેવાય. માટે તેવા તેવા સર્વ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પ્રત્યાખ્યાન કરવું.

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276