Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 268
________________ ૨૬૬ ભાષ્યત્રયમ્ પોતાનો સંસાર-વ્યવહાર સુખપૂર્વક ચલાવે છે. પરંતુ થોડે કાળે ધમ્મિલકુમાર ધર્મવૃત્તિમાં અને અધ્યાત્મરસમાં બહુ રસિક થવાથી સંસારવ્યવહારથી વિરક્ત જેવો થયો, નવપરિણીત સ્ત્રીને પણ માયાજાળ સરખી ગણવા લાગ્યો. યશોમતિએ પોતાના પતિની વિમુખતા અને પોતાના દુઃખની વાત સખીઓને કહી, અને સખીઓ પાસેથી ધમ્મિલની માતાએ પણ તે વાત જાણી શેઠને કહી શેઠને પણ ચિંતા થઈ કે પુત્ર વ્યવહારમાર્ગ જાણતો નથી અને લોકમાં પણ તે મૂર્ખ ગણાય છે. ત્યારબાદ તેના ઉપાય માટે શેઠની ઘણી મના છતાં શેઠાણીએ સંસારકુશળ થવા માટે ધમિલને જુગારીઓને સોંપ્યો તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. માતા વેશ્યાને ત્યાં દરરોજ ધમિલના મંગાવ્યા પ્રમાણે ધન મોકલે છે. અંતે ઘણે કાળે માતાએ પુત્રને તેડવા મોકલ્યો છતાં ઘેર ન આવ્યો માતાપિતા પુત્રના વિયોગમાં ને વિયોગમાં જ મરણ પામ્યાં, અને યશોમતિને માથે સર્વ ઘરભાર આવી પડયો. પોતાના પતિ ધન મંગાવે તે પ્રમાણે મોકલતાં યશોમતિ પણ સર્વથા નિર્ધન થવાથી પિયર ચાલી ગઈ. હવે ધનપ્રાપ્તિ બંધ થવાથી વસંતતિલકા પુત્રીનો અતિપ્રેમ છતાં વસંતસેના વેશ્યાએ (અક્કાએ) ધર્મિલને દુર્દશા કરી ઘરમાંથી કાઢી મૂકયો. તેને ભમતાં ભમતાં શ્રી અગડદત્ત મહામુનિ મળ્યા. તેમણે પોતાનું સવિસ્તર ચરિત્ર કહીને તે દ્વારા ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોધ પામ્યા છતાં ધમ્પિલકુમારે ગુરુ મહારાજને કહ્યું કે-હે ગુરુ મહારાજ! મને હજી સંસારસુખની ઇચ્છા રહેલી છે, તે પૂર્ણ થાય એવો ઉપાય બતાવો, પછી આપ કહેશો તેમ કરીશ. ગુરુએ કહ્યુંમુનિ સાંસારિક સુખનો ઉપાય બતાવે નહિ, પણ આમાં પરિણામે આશ્રવ તે સંવરરૂપ થનાર છે માટે ઉપાય બતાવું છું કે-તમારે છ માસ પર્યન્ત આયંબિલનો ચઉવિહાર તપ કરવો, પણ દ્રવ્યથી મુનિવેષ અંગીકાર કરવો, દોષ રહિત ગોચરી કરવી, મુનિપણું જાળવવું, અને નવકારમંત્રના નવલાખ જાપ ઉપરાંત ષોડશાક્ષરી મંત્ર હું બતાવું છું તેનો પણ જાપ કરવો. આ પ્રમાણે છ માસ સુધી કરવાથી તમારી ઇચ્છા પૂર્ણ થશે. (અહીં શ્રી અગડદત્તમુનિએ ધમ્મિલકુમારને ઘણો વિશેષવિધિ વગેરે બતાવ્યો છે તે ધમ્મિલકુમારના ચરિત્રથી તથા રાસ વગેરેથી જાણવો.

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276