Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 258
________________ ૨૫૬ ભાષ્યત્રયમ્ શબ્દાર્થ :ત્તિ =કૌતિક, કુંતીનું બગતરાંનું મw=મધ, મદિરા, દારૂ ચ્છિથકમાફિક, માખીઓનું ન=જલચરનું મામ=ભ્રમર, ભમરીઓનું =સ્થલચરનું =કાઇની, વનસ્પતિની g=પક્ષીનું fપટ્ટ પિષ્ટ, લોટની મંસ માંસ બ્રિ=ધીની પેઠે થાર્થ:- કુતિયાંનું મધ, માખીઓનું મધ, અને ભમરીઓનું મધ એમ મધ ૩ પ્રકારનું છે. તથા કાષ્ઠ (વનસ્પતિની) મદિરા અને પિષ્ટ (લોટની) મદિરા એમ મદિરા બે પ્રકારની છે, તથા જલચરનું માંસ, સ્થલચરનું માંસ અને ખેચરનું માંસ એમ માંસ ૩ પ્રકારનું છે, ઘીની પેઠે માખણ ચાર પ્રકારનું છે, એ પ્રમાણે ૪ અભક્ષ્ય વિગઈ જાણવી. I૪૧|| ભાવાર્થ :- ત્રણ પ્રકારનું મધ જે ગાથામાં કહ્યું છે તે પ્રસિદ્ધ છે, તથા બે પ્રકારની મદિરામાં જે કાષ્ઠની મદિરા કહી છે તે 18 એટલે વનસ્પતિના અવયવ (સ્કંધ-પુષ્પ-તથા ફળ વગેરે) જાણવા. તે અવયવોને અત્યંત કોહોવરાવીને જે ઉન્માદક આસવ-સત્ત્વ ખેંચવામાં આવે છે તે મદિરા છે. ત્યાં શેલડી વગેરેની મદિરા તે સ્કંધની, મહુડા વગેરેની મદિરા તે પુષ્પની અને દ્રાક્ષ વગેરેની મદિરા તે ફળની મદિરા કહેવાય, એ રીતે બીજાં અંગોની પણ 18 મતિ યથાસંભવ જાણવી. તથા જુવાર વગેરેના પિષ્ટ એટલે લોટને કોહોવરાવીને જે માદક સત્ત્વ ખેંચવામાં આવે છે તે પણ મદિરા જાણવી. તથા મત્સ્ય, કાચબા વગેરે જળચર જીવોનું માંસ તે નતવર માંસ, મનુષ્ય, ગાય, ભેંસ વગેરે સ્થલચર જીવોનું માંસ તે થdવર માંસ, અને ચકલી, મુરઘાં વગેરે પક્ષીઓનું માંસ તે બ્રેવર માં કહેવાય. અથવા શાસ્ત્રમાં ધિર-વરવી-અને વર્ષ (ચામડી) એ રીતે પણ ત્રણ પ્રકારનું માંસ કહ્યું છે. - તથા ઘીની પેઠે માખણ પણ ઊંટડીના માખણ વિના ચાર પ્રકારનું છે કેમકે ઊંટડીના દૂધનું દહીં નથી બનતું, તેથી તેનું ઘી પણ બનતું નથી. અહીં માખણ તે છાશથી જુદું પાડેલું હોય તો અભક્ષ્ય થાય છે. || ૪ મહાવિગઈનું અભક્ષ્યપણું છે એ ચાર વિગઈઓ ઇન્દ્રિયોને તથા મનને પણ વિકાર ઉપજાવનારી હોવાથી મહા વિકારું કહેવાય છે. તેમજ એમાં ઘણા સ્થાવર અને ત્રસ જંતુઓની ઉત્પત્તિ ૧. કુતિયાં અથવા કુંતાં તે જંગલમાં ઉત્પન્ન થનારા સુદ્ર-નાના જંતુઓ છે.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276