________________
૨૫૪
ભાષ્યત્રયમ્
અન્વયઃ विगईभीओ जो साहू, विगई उ विगइगयं भुंजए ।
(તં સાદું ઈતિશેષઃ) विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥४०॥
થાર્થ:- વિગતિથી (એટલે દુર્ગતિથી અથવા અસંયમથી ભય પામેલો જે સાધુ વિગઈને અને નીવિયાતને (તથા ઉપલક્ષણથી સંસૃષ્ટ દ્રવ્યો તથા ઉત્તમ દ્રવ્યોને પણ) ભોગવે-ખાય, (તે સાધુને) વિગઈ તેમ જ ઉપલક્ષણથી નીવિયાતાં આદિ ત્રણે પ્રકારની વસ્તુઓ પણ (અવશ્ય) વિગઈ-વિકૃતિના (ઇન્દ્રિયોને વિકાર ઉપજાવવાના સ્વભાવવાળી હોય છે, માટે તે વિગતિ સ્વભાવવાળી) વિગઈ વિગતિમાં (એટલે દુર્ગતિમાં અથવા અસંયમમાં) બળાત્કારે લઈ જાય છે. (અર્થાતુ વિના કારણે રસના લોભથી વિગઈ વાપરનાર સાધુને તે વિગઈઓ બળાત્કારે દુર્ગતિમાં પાડે છે, અને સંયમમાર્ગથી ભ્રષ્ટ કરે છે.
ભાવાર્થ :- દૂધ, દહીં આદિ વિગઈઓ જયાં સુધી અન્ય દ્રવ્યો વડે ઉપહત ન થઈ હોય (=હણાઈ ન હોય) ત્યાં સુધી તો સાક્ષાત્ વિકૃતિ સ્વભાવવાળી છે. એટલું જ નહિ પરંતુ તે વિગઈઓને અન્ય દ્રવ્યો વડે તથા અગ્નિ આદિ વડે ઊપહત કરી તેનાં દૂધપાક, શિખંડ આદિ નીવિયાતાં બનાવ્યાં હોય, તો તે નીવિયાતાં જો કે વિગઈના ત્યાગવાળાને કહ્યું છે તો પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (=પૌષ્ટિક અને મધુર રસવાળાં) છે, માટે તે ખાનારને મનોવિકાર ઉત્પન્ન કરે છે, અને વિગઈના ત્યાગવાળા તપસ્વીઓને એ ઉત્કૃષ્ટ દ્રવ્યો ખાવાથી ઉત્કૃષ્ટ નિર્જરા થતી નથી, તે કારણથી નિર્વિકૃતિક હોવા છતાં પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (=નીવિયાતાં વિગેરે) ખાવાં નહિ, પરંતુ જે મુનિ વિવિધ તપ કરવાથી દુર્બળઅશક્ત થયા હોય અને વિગઈનો સર્વથા ત્યાગ કરવાથી ઉત્તમ અનુષ્ઠાન તથા સ્વાધ્યાય-અધ્યયન વગેરે ન કરી શકે તેમ હોય તો તેવા મુનિને વિગઈના ત્યાગમાં તે નીવિયાતાં આદિ ઉત્કૃષ્ટ દ્રવ્યો ગુરુની આજ્ઞા હોય તો કહ્યું છે, તેમાં કોઈ દોષ લાગતો નથી. પરંતુ ઘણી કર્મનિર્જરા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તથા ગાથાનો અર્થ પણ શબ્દના ક્રમપૂર્વક સમજવામાં ગૂંચવણ ન પડે તે કારણથી આ ગાથાનો સંપૂર્ણ શબ્દાર્થ અને અન્વય પણ લખ્યો છે.
૩ અર્થ કરતી વખતે તે સાદું એ બે પદ અહીં અધ્યાહારથી ગ્રહણ કરવાં.