Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 255
________________ પચ્ચક્ખાણ ભાગ ૨૫૩ વિગઈનો ત્યાગ હોય, બહુ તપસ્વી હોય, અથવા નીવિના તપ સાથે ગ્લાન મુનિ તથા ગુરુ તથા બીજા પણ સાધુઓની વૈયાવૃત્ય (કાયિક સેવા) કરનાર હોય અને તેવા મુનિઓને નવિની તપશ્ચર્યા ચાલતી હોય, અને સર્વથા નીરસ દ્રવ્યોથી અશક્તિ પ્રાપ્ત થતાં તે વૈયાવૃત્યાદિમાં વ્યાઘાત થતો હોય તો તેવા મુનિઓને ગુરુની આજ્ઞાથી નીલિમાં એ ત્રણે પ્રકારનાં દ્રવ્ય કહ્યું, પરંતુ જિવાના લોભથી અર્થાત્ આહારની રસિતાથી તો એ દ્રવ્યો નીવિયાતાં હોવા છતાં પણ નીધિમાં લેવાં કહ્યું નહિ. કારણ કે એ દ્રવ્યો જો કે વિકૃતિ રહિત કહ્યાં છે, તો પણ સુસ્વાદ રહિત તો નથી જ, (તેમજ સર્વથા વિકૃતિરહિત પણ નથી) અને તપશ્ચર્યા તો સ્વાદિષ્ટ આહારના ત્યાગથી જ સાર્થક ગણાય વળી તપશ્ચર્યા કરવી અને સ્વાદિષ્ટ આહાર કરવો એ તપશ્ચર્યાનું ખરું લક્ષણ નથી. તપશ્ચર્યામાં ઉજમાળ થયેલો આત્મા તો સ્વાદિષ્ટ આહારના ત્યાગ સમ્મુખ વર્તનારો જ હોય, કારણ કે તપસ્વીનું લક્ષ્ય જેમ બને તેમ અંતે નીરસ આહારનો પણ ત્યાગ કરવા તરફ હોય છે, તો તેવા તપમાં સ્વાદિષ્ટ આહારને અવકાશ કયાંથી હોય ! તથા એ વિગઈઓનાં નીવિયાતાં બનાવવા છતાં પણ વિગઈઓ સર્વથા વિકૃતિરહિત થાય છે એમ નથી, તે વાત આગળની જ ૪૦ મી ગાથામાં દર્શાવાશે. અવતરVT:- પૂર્વે કહેલાં ૩ પ્રકારનાં દ્રવ્યો નિર્વિકૃતિક (વિકૃતિરહિત)માં ગણવા છતાં નીવિના પચ્ચ૦માં કેમ ન કહ્યું? તેનું કારણ શ્રી નિશિથ ભાષ્યની ગાથા વડે કહે છે, તે ગાથા આ પ્રમાણેविगई विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥४०॥ શબ્દાર્થ:વિ૬=વિગઈને મુંબઈ–ભોગવે, આહાર કરે, ખાય. જવા=વિગઈ (દુર્ગતિ અથવા વિકા=વિગઈ અસંયમથી) વિકારુંદાવા=વિકૃતિના સ્વભાવ ગોકભીત, ભય પામેલો વાળી જ (હોય છે માટે તે) વિક ફાયં વિકૃતિગતને, નિર્વિ વિ ા=વિગઈ કૃતિને, નીવિયાતોને વિડુિં દુર્ગતિમાં, વિગતિમાં ગોત્રજે વતા=બળાત્કારે =અને (અથવા છંદપૂર્તિ માટે) [. ડું લઈ જાય છે. ૧-૨ આ ગાથામાં “વિગઈ” શબ્દ ઘણી વાર આવવાથી શબ્દનો અર્થ ૫ ૭ ૩

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276