Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 264
________________ ૨૬ ૨ ભાષ્યત્રયમ્ શબ્દાર્થ :પાસિયસ્પર્શિત વિડ્રિય=કીર્તિત પાનિયે=પાલિત મારહિય=આરાધિત સોદિય=શોધિત વિUિTE=વિધિ વડે તરિકતરિત fશ્વત્તિ ઉચિતકાળે પત્ત પ્રાપ્ત થયું, લીધું પથાર્થ :- સ્પર્શિત-પાલિત-શોધિત-તીરિત-કીર્તિત અને આરાધિત (એ છ પ્રકારની) શુદ્ધિ છે. ત્યાં વિધિપૂર્વક ઉચિતકાળે (દિવસ ઊગ્યા પહેલાં) જે પચ્ચ૦ પ્રાપ્ત કર્યું હોય (લીધું હોય) તે પશિત પડ્યું. કહેવાય. ૪૪ ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એ જ કે-પ્રત્યા૦ના સ્વરૂપને સમજનાર સાધુ અથવા શ્રાવક સૂર્ય ઊગ્યા પહેલાં જ પોતે એકલો અથવા ચૈત્ય સમક્ષ અથવા સ્થાપનાચાર્ય કે ગુરુ સમક્ષ પચ્ચખાણ ઉચ્ચારીને ત્યારબાદ પ્રત્યા૦નો કાળ પૂર્ણ થવા પહેલાં ગુરુને વંદન કરી ગુરુ પાસે રાગ-દ્વેષ અને નિયાણા રહિત પચ્ચ૦ ગ્રહણ કરે, તે વખતે ગુરુની સાથે પોતે પણ અતિમંદ સ્વરે પચ્ચ૦ ના આલાપકના અક્ષરો બોલે, એ રીતે લીધેલું પચ્ચ૦ સ્પર્શિત પચ્ચ૦ કહેવાય. અવતUT:- પચ્ચ૦ની ૬ શુદ્ધિમાંની પહેલી શુદ્ધિનો અર્થ પૂર્વ ગાથામાં કહીને હવે આ ગાથામાં બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી શુદ્ધિનો અર્થ કહે છેपालिय पुणपुण सरियं, सोहिय गुरुदत्तसेसभोयणओ। तीरिय समहिय काला, किट्टिय भोयणसमयसरणा ॥४५॥ શબ્દાર્થ :પુપુuT=વારંવાર સદિય કંઈક અધિક સરયં સંભાર્યું હોય વાર્તા=(પચ્ચ૦ના) કાળથી સરVTV=સ્મરણથી, સંભારવાથી પથાર્થ - કરેલા પચ્ચકખાણને વારંવાર સંભાળ્યું હોય તો તે પતિત (રક્ષિત) પચ્ચ૦ કહેવાય, તથા ગુરુને આપતાં જે શેષ વધ્યું હોય તે ભોજન કરવાથી પચ્ચ૦ શોધિત અથવા શોભિત (શોધું-શુદ્ધ કર્યું અથવા શોભાવ્યું) કહેવાય તથા (પચ્ચ૦નો જે

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276