Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 263
________________ પચ્ચકખાણ ભાષ્ય ૨૬૧ લાભ થાય છે, તો મોક્ષમાર્ગ જેવા લાભને અર્થે કરેલી આત્મધર્મને પ્રગટ કરનારી પ્રતિજ્ઞાનો સાંસારિક તુચ્છ લાભોની ખાતર ભંગ કેમ કરાય ? વળી એ પ્રત્યાખ્યાનની જાણ-અજાણ સંબંધી ચતુર્ભગી આ પ્રમાણે છે:૧ પચ્ચ૦ કરનાર જાણ, અને કરાવનાર જાણ ) ૨ પચ્ચ૦ કરનાર જાણ, અને કરાવનાર અજાણ છે શુદ્ધ ૩ પચ્ચ૦ કરનાર અજાણ, અને કરાવનાર જાણ ) ૪ પચ્ચ૦ કરનાર અજાણ, અને કરાવનાર અજાણ - અશુદ્ધ એ પ્રમાણે ચાર ભાંગામાં પહેલા ત્રણ ભાંગા શુદ્ધ છે, કારણ કે પ્રત્યાના આગાર-કાળ વગેરે સ્વરૂપના જ્ઞાતા પચ્ચ૦ કરનાર અને કરાવનાર બન્ને જણ હોય તો તે પરમ શુદ્ધ છે, પરંતુ ગુરુ કદાચ અલ્પ ક્ષયોપશમવાળા અથવા વયમાં લઘુ હોવાથી પચ્ચ૦નું સ્વરૂપ ન જાણતા હોય તો પણ શ્રદ્ધાળુ શ્રાવક અથવા શિષ્ય ગુરુના બહુમાન માટે તેમ જ ગુરુસાક્ષી-એ જ પ૦ કરવું જોઈએ એવો શાસ્ત્રવિધિ સાચવવાને અર્થે તે અજાણ ગુરુ પાસે પ્રત્યા૦ ઉચ્ચરે તો પણ પોતે જાણકાર હોવાથી લીધેલા પ્રત્યાનું યથાર્થ પાલન કરી શકે છે માટે બીજો ભંગ પણ શુદ્ધ છે, તેમજ પચ્ચ૦ કરનાર અજાણ હોય પરંતુ કરાવનાર ગુરુ જો જાણ હોય તો તેને પચ્ચ૦નું સ્વરૂપ સમજાવીને પછી પચ્ચ૦ આપે, અને તેથી તે પચ્ચ૦નું યથાર્થ પાલન થાય છે, માટે ત્રીજો ભંગ પણ શુદ્ધ છે, પરંતુ ચોથા ભાંગામાં તો બન્ને જણ અજાણ હોવાથી પચ્ચ૦નું સ્વરૂપ પણ સમજાય નહિ અને યથાર્થ પાલન પણ થાય નહિ માટે તે ચોથો ભંગ તો સ્પષ્ટ રીતે અશુદ્ધ જ છે. એ પ્રમાણે આ ચતુર્ભગીનું સ્વરૂપ સમજીને પચ્ચ૦ કરનારે પોતે પચ્ચ૦નું સ્વરૂપ સમજવું અથવા તો ગુરુની પાસે સમજીને પચ્ચ૦ કરવું. અવતરVT :- કરેલું પચ્ચખાણ જે છ રીતે વિશેષ શુદ્ધ થાય છે. તે ૬ પ્રકારની શુદ્ધિનું ૮ મું દાર આ ગાથામાં કહેવાય છેफासिय पालिय सोहिय, तीरिय किट्टिय आराहिय छ सुद्धं। पच्चक्खाणं फासिय, विहिणोचियकालि जं पत्तं ॥४४॥ ૧ એ અર્થ ઉપરથી “પચ્ચ૦ નું સ્વરૂપ સંપૂર્ણ સમજાય તો જ પચ્ચ૦ કરવું, નહિતર કરવું જ નહિ.” એમ કહેનારા પ્રત્યા ધર્મના નિષેધક અને વિરાધક જાણવા.

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276