Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 257
________________ પચ્ચખાણ ભાગ ૨૫૫ સાધુને નીવિયાતાં પણ વિના કારણે અને ગુરુની આજ્ઞા વિના ખાવાં કલ્પ નહિ. (પ્રવ૦ સારો વૃ૦ ભાવાર્થ:). અવતરVT :- ૨૯ મી ગાથામાં ૬ ભક્ષ્ય વિગઈ અને ૪ અભક્ષ્ય વિગઈ અને તેના ઉત્તરભેદ નામવિના સંખ્યામાત્રથી દર્શાવીને ત્યારબાદ ૩૦ થી ૪૦ ગાથા સુધીમાં ૬ ભણ્ય વિગઈનું સ્વરૂપ તેના ૩૦ નીવિયાતાં આદિ સહિત સવિસ્તરપણે દર્શાવ્યું, તેથી હવે બાકી રહેલી ૪ અભ્યય વિગઈનું સ્વરૂપ (તેના નામ અને તેના ઉત્તરભેદ સહિત) આ ગાળામાં દર્શાવાય છેकुत्तिय-मच्छिय-भामर, महुं तिहा कट्ट पिट्ठ मज्ज दुहा । जल-थल-खगमंस तिहा,घयव्व मक्खण चउ अभक्खा ॥४१॥ ૧ વિના કારણે વિગઈઓનો (=નીવિયાતાં વગેરેનો) ઉપભોગ ન કરવા માટે સિદ્ધાંતોમાં જે પ્રમાણે કહ્યું છે તે ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે “પરંતુ અહીં વિશેષ એ છે કે-નીવિયાતાંનો ઉપયોગ પણ કારણની અપેક્ષાવાળો છે, “અને ઉત્કૃષ્ટ દ્રવ્યનો ઉપભોગ તો વિશેષથી ન કરવા યોગ્ય જાણવો |૧|| નીવિયાતોને પ્રાપ્ત થયેલી વિગઈનો પરિભોગઅસાધુને યુક્ત છે, પરંતુ ઇન્દ્રિયનો વિજય કરનાર સાધુને વિગઇના ત્યાગવાળા આહારને વિષે તે વિગઈનો (નીવિયાતાં વગેરેનો) પરિભોગ યુક્ત નથી રા વળી જે સાધુ વિગઈઓનો ત્યાગ કરીને સ્નિગ્ધ અને મધુર રસવાળાં ઉત્કૃષ્ટ દ્રવ્યો (=નીવિયાતાં વગેરે) ખાય, તે તપનું કર્મનિર્જરારૂપ ફળ અતિ તુચ્છ જાણવું. lal સંયમધર્મમાં મંદ એવા કેટલાયે (ઘણાએ) સાધુઓ દેખાય છે કે જેઓએ જે (આહારાદિ સંબંધિ) પચ્ચખાણ કર્યું છે, તે પચ્ચ૦ માં કારણે સેવવા યોગ્ય તે વસ્તુને વિના કારણે સેવતા હોય છે ll૪ll તલના મોદક, તિલવટી, વરસોલાં, નાળિયેરના (કોપરાના) કકડા વગેરે, ઘણું ઘોલ, ખીર, ધૃતપૂપ (પૂરીઓ) અને શાક વગેરે //પા ઘીમાં તળેલા માંડા વગેરે, દહીં દૂધના કરંબ વગેરે, તથા કુલેર, અને ચૂરમાં વગેરે (એ નીવિયાતાં ઉત્કૃષ્ટ દ્રવ્યો) ને કેટલાયે સાધુઓ વિના કારણે ભોગવે છે (ખાય છે), lEll માટે યથોક્ત વિધિમાર્ગ પ્રમાણે ચાલનારા અને આગમની આજ્ઞા પ્રમાણે વર્તનારા તથા જરા, જન્મ અને મરણ વડે ભયંકર એવા આ ભવસમુદ્રથી ઉગ પામેલ ચિત્તવાળા સાધુઓને તે (અસાધુઓનું આચરણ) પ્રમાણ નથી. IIણી જે કારણથી ઘણા દુઃખ રૂપી દાવાનળ અગ્નિથી તપેલા એવા જીવોને આ સંસારરૂપી અટવીમાં શ્રી જિનેશ્વરની આજ્ઞા સિવાય બીજો કોઈ પ્રતિકાર-ઉપાય નથી ll વિગઈ (તિ) પરિણતિ ધર્મવાળો મોહ જેને ઉદય પામે છે, તેને તે મોહ ઉદય પામે છતે મનને વશ કરવામાં સારા ઉદ્યમવાળો સાધુ હોય તો તે પણ અકાર્યમાં કેમ ન પ્રવર્તે ! illઈત્યાદિ પ્રવ૦ સારો૦ માં ઉધૃત ભાવાર્થ.

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276