________________
૧૮૦
ભાષ્યત્રયમ્ ૨૦ વિદ્ધ રોષ-બે જાનુ (ઘુંટણ) ઉપર બે હાથ સ્થાપીને, અથવા બે જાનુની નીચે બે હાથ સ્થાપીને, અથવા બે જાનુના પડખે બે હાથ સ્થાપીને, અથવા બે હાથ ખોળામાં રાખીને, અથવા એક જાનુને બે હાથની વચ્ચે રાખીને એમ પાંચ પ્રકારે વંદના કરે તો તે પાંચ પ્રકારનો વેદિકાબદ્ધ દોષ જાણવો. (અહીં વેદિકા એટલે હાથની રચના-સ્થાપના તે વડે બદ્ધ એટલે યુક્ત તે વેદિકાબદ્ધ દોષ.)
૨૨ મનન્ત ટોષ- આ ગુરુ મને ભજે છે એટલે સેવે છે, (એટલે મારી સારી રીતે બરદાસ કરે છે) મને અનુસરે છે, તેમજ આગળ પણ મને ભજશે (અનુવર્તશે-મારી સેવા બરદાસ કરશે) એવા અભિપ્રાયથી વંદના કરવી, અથવા હે ગુરુજી ! અમે તમને વંદના કરતા ઊભા છીએ એમ કહેવું તે.
૨૨ મય રોપ-વંદના નહિ કરું તો ગુરુ મને સંઘથી, કુલથી, ગચ્છથી અથવા ક્ષેત્રથી બહાર કરશે (કાઢશે) એવા ભયથી વંદના કરવી તે.
૨૩ મૈત્રી રોષ-આચાર્ય મારા મિત્ર છે, અથવા આચાર્ય સાથે મારે મૈત્રી (મિત્રતા) થશે એમ જાણીને વંદન કરવું તે. - ૨૪ જૌરવ ષ-સર્વ સાધુઓ જાણે કે આ સાધુ વંદનાદિ સામાચારીમાં અતિ કુશળ છે, એવા ગર્વથી-માનથી આવર્ત વગેરે વંદનવિધિ યથાર્થ કરે તે.
૨૫ વાર રોપ-જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ એ ત્રણ કારણ વર્જીને શેષ વસ-પાત્ર આદિના લાભના કારણથી વંદન કરવું તે. (અહીં જ્ઞાનાદિકના લાભને જો કે કારણદોષમાં ગણ્યો નથી તો પણ લોકમાં પૂજા-મહત્ત્વાદિ માટે જ્ઞાનાદિ ત્રણેના લાભની ઇચ્છા પણ કારણ દોષમાં ગણાય.).
૨૬ તેના ટોપ-વંદના કરવાથી મારી લઘુતા જણાશે એવા અભિપ્રાયથી છાનો-છૂપો રહી વંદન કરી લેવું, અથવા કોઈ દેખે ન દેખે તેમ ઉતાવળથી કરી લેવું તે સ્તન (એટલે ચોરવત્ છાનો અને ઉતાવળો) દોષ જાણવો.
- ૨૭ પ્રત્યેની ટોપ-પંદરમી ગાથામાં કહેલા વંદના નહિ કરવાના અવસરે વિંદના કરવી તે. - ૨૮ ૪ રોષ - ગુરુ રોષાયમાન હોય તે વખતે વંદન કરવું અથવા પોતે રોષમાં-ક્રોધમાં વર્તતાં વંદન કરવું તે બન્ને રીતે રુઝ દોષ જાણવો.
૧ આ અર્થ જો કે ૧૭મા પ્રત્યેનીકના એક અવયવમાં અન્તર્ગત (ગૌણપણે રહ્યો) છે, તો પણ અહીં રોષની મુખ્યતાએ મુખ્ય ગણીને કહ્યો છે.