Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 237
________________ પચ્ચક્ખાણ ભાગ ૨૩૫ પચ્ચ૦માં ન હોય, તથા આ આગારના સંબંધમાં બીજો પણ વિશેષ વિધિ છે તે સિદ્ધાંતથી જાણવા યોગ્ય છે. તથા વસ્ત્ર ન પહેરવા છતાં પણ અવિકારી રહેનારા એવા જિતેન્દ્રિય મહામુનિઓ અમુક અમુક પ્રસંગે (કટિવસ્ત્ર વગેરે) વસ્ત્રનું પણ અભિગ્રહ પચ્ચ૦ કરે છે, તેવા વસ્ત્રના ત્યાગી-અભિગ્રહધારી મુનિ વસ્ત્રરહિત થઈ બેઠા હોય, અને તેવા પ્રસંગે જો કોઈ ગૃહસ્થ આવે તો ઊઠીને તુરત ચોલપટ્ટ પહેરી લે તો તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્રના અભિગ્રહ પચ્ચકખાણનો ભંગ ન ગણાય, તે કારણથી વોનપટ્ટારગે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને જ હોય, પરંતુ શ્રાવકને નહિ. અહીં ચોલ એટલે પુરુષચિહ્ન તેને ઢાંકનારૂં પટ્ટ-વસ્ત્ર તે ચોલપટ્ટ કહેવાય એ શબ્દાર્થ છે. વળી પ્રાવરણના પચ્ચકખાણમાં અન્ન)-સહ૦-ચોલ૦-મહ૦ સબૂ૦ એ પાંચ આગાર પૂર્વે ૧૭ મી ગાથામાં કહ્યા છે, તેથી સંભવે છે કે એ અભિગ્રહ એકાશનાદિક વિના જુદો પણ લઈ શકાય છે અને તે પચ્ચકખાણમાં “પપુરપાદિi વિશ્વામિ” અન્નત્થામોને ઈત્યાદિ આલાપક ઉચ્ચરવામાં આવે છે. અવતરVI :- આ ગાથામાં ૧૩-૧૪-૧૫-૧૬ એ ચાર આગારનો અર્થ કહેવાય છે खरडिय लूहिय डोवा-इ लेव संसट्ठ डुच्च मंडाई। उक्खित्त पिंड विगई-ण मक्खियं अंगुलीहिंमणा ॥२७॥ શબ્દાર્થ : ઘડિયaખરડાયેલી મંડાડું માંડા, પૂડા (રોટલી) વગેરે નૂદિય=લુંછલી, લોહેલી વિદ્વત્ત–ઉસ્લિપ્ત=ઉપાડી લીધેલી, હોવ મા ડોયો-કડછી વગેરે અને ઉખિત્તવિવેગેણે આગાર જોવ=લેવાલેવેણ આગાર fપંવિધા=પિંડ વિગઈને સંસદૃસંસૃષ્ટ, ગૃહસ્થે) મિશ્ર વિશ્વયં પ્રતિ=મસળેલ, અને કરેલ છે અને ગિહત્ય પડુચ્ચમખિએણે આગાર સંસઠેણે આગાર મંત્રીÉિઅંગુલીઓ વડે મUTT=મના=કિંચિત્ ૧ પ્રશ્નઃ- એ આગાર વર્તમાન સમયે અપાતા પચ્ચ૦ ના આલાવામાં કેમ બોલવામાં આવતો નથી ? ઉત્તરઃ- વર્તમાનકાળમાં વસ્ત્રના પચ્ચ૦નો અભાવ છે માટે, અને પ્રાચીનકાળમાં પણ કોઈક મુનિને અંગે જ એ આગાર ઉચ્ચરાવાતો હોવાથી પચ્ચ૦ ના આલાવામાં હંમેશ માટે સંબંધવાળો ન હોય, એમ સંભવે છે. વળી સાધ્વી હંમેશાં વસ્ત્રધારી જ હોય માટે સાધ્વીને પણ એ આગાર નથી. દુર્વે શાક

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276