Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 247
________________ પચ્ચકખાણ ભાષ્ય ૨૪૫ બનાવે છે તે તિ૮ટી અથવા તિલવટી' કહેવાય છે, તથા પકવાન્ન તળ્યા બાદ કઢાઈમાં વધેલું બળેલું તેલ તે નિર્મનન તેલ, તથા ઔષધિઓ નાખીને પકાવેલું તેલ તે પવવત, તથા ઔષધિઓ નાખીને પકાવાતા તેલમાં ઉપર જે તરી વળે છે તે વિવીધતરિત તેલ, અને ઉકળેલા તેલની કિષ્ટિ-મેલ તે તેલની મસ્તી અથવા કિષ્ટિ, એ પ્રમાણે તેલનાં એ પંચ નીવિયાતાં ગણાય છે. તથા સવાર કે જે કાંકરા સરખી હોય છે તે, તથા ગોળનું પાણી જે પૂડા વગેરે સાથે ખવાય છે તે પુરપાન-ગુલવાણી તથા (પાય એટલે) ઉકાળીને કરેલો પાકો ગોઝ કે જે ખાજાં વગેરે ઉપર લેપવામાં આવે છે તે (ગોળની ચાસણી), તથા સર્વ પ્રકારની વાંડ, તથા (અર્ધવથિતત્ર) અર્ધ ઉકાળેલો શેલડીનો રસ તે *ગઈથતાક્ષસ એ પાંચ નીવિયાતાં ગોળ વિગઈનાં જાણવાં. અવતરા :- આ ગાળામાં પફવાન્ન વિગઈ કે જેનું બીજું નામ કડાહ વિગઈ છે તેનાં પાંચ નીવિયાતાં કહે છેपूरिय तवपूआ बी-अपूअ तन्नेह तुरियघाणाई । गुलहाणी जललप्पसि, अपंचमो पुत्तिकयपूओ ॥५॥ ૧ પ્રથમ તલને ખાંડીને ત્યારબાદ ઉપરથી ગોળ નાખવામાં આવે છે તે તલની સાણી કહેવાય છે, તથા આખા તલમાં કાચો ગોળ ભેળવાય છે તે તલ સાંકળી, એ બન્ને નીવિના પચ્ચ૦માં ન કલ્પે. કારણ કે એ બન્નેમાં કાચો ગોળ આવે છે, પરંતુ ગોળનો પાયો કરી (ગોળને ઉકાળીને પાકો ગોળ કરી) તલ મેળવાય છે તે પાકા ગોળની તલસાંકળી નીવિયાતામાં કલ્પનીય છે. ૨ ખાટા પૂડામાં ખાવા માટે ગોળનું પાણી ઉકાળવામાં આવે છે તે ગળમાણું. *સંપૂર્ણ ઉકાળ્યાથી ગોળ બની જાય છે, માટે અર્ધવથિત કહ્યો છે. પ્રશ્ન-અર્ધ ઉકાળેલ ઈક્ષરસ અવિગઈ થાય, તો સંપૂર્ણ ઉકાળેલ ઈશુરસનો બનેલો ગોળ તો સહજે અવિગઈ જ થાય, તેને બદલે ગોળને પુનઃ વિગઈ કેમ ગણવો ? ઉત્તર-ઈશુરસથી બનેલો ગોળ તે ઇશુરસથી દ્રવ્યાન્તર (= અન્ય દ્રવ્ય) ઉત્પન્ન થયું, માટે ગોળમાજે ગોળને અનુસરતું એટલે ગોળનું વિગઇપણું ઉત્પન્ન થયું, તેમાં દ્રવ્યાન્તરોત્પત્તિ (ભિન્ન દ્રવ્યની ઉત્પત્તિ થવી) એ જ હેતુ સંભવે, તે વખતે પ્રથમનું ઇક્ષરસનું વિગઈપણું (શેલડીના રસનો વિકાર-રસનું વિગઈપણું) તો સંપૂર્ણ નષ્ટ થયેલું સંભવે, ઈત્યાદિ હેતુ યથાયોગ્ય વિચારવો.

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276