________________
સત્-અસત્
હોય તો જોઈ શકાય. ત્યાં કહ્યું છે કે સૃષ્ટિની-જગતની ઉત્પત્તિ પહેલાં સત્ પણ ન હતું કે અસત્ પણ ન હતું; અર્થાત્ સૃષ્ટિનું ઉપાદાનકારણ સત્ પણ નહિ, અસત્ પણ નહિ કિંતુ અર્થપત્તિથી સત્-અસવિલક્ષણ ઠર્યું. સદસદ્વિલક્ષણતાવાદનું ભગવાન બુદ્ધના ‘અવ્યાકૃતો’ તથા શૂન્યવાદના ચતુષ્કોટિવિનિમુક્તત્વસિદ્ધાંત સાથે પણ સામ્ય છે. 'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह' ( तैत्तिरीयोपनिषद्), 'नैषा तर्केण मतिरापनेया' (જ્યોપનિષદ્) આ ઉપનિષદ્વાક્યોને, ‘પરમાર્થે હિ આર્યાનાં તૂળીમ્ભાવ:' આ ચન્દ્રકીર્તિવચનને અને ‘તા તત્વ ન વિઘ્નરૂ’ (આચારાંગસૂત્ર) આ આગમવાક્યને પણ આ સંદર્ભમાં ધ્યાનમાં લેવા જોઈએ. જૈન તર્કશાસ્ત્રની પ્રસિદ્ધ સસભંગીમાંય સદસદ્વિલક્ષણતાવાદનો ચતુર્થ ભંગ ‘અવક્તવ્ય’માં સ્વીકાર થયો છે. વસ્તુ સ્વદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ છે. પરંતુ આ બે ધર્મો યુગપ ્ વાણીમાં બોલી શકાતા નથી એ અર્થમાં વસ્તુ અવક્તવ્ય છે. જો બે વર્ણો એક સાથે ન બોલી રાકાય તો બે શબ્દો તો ક્યાંથી એક સાથે ખોલી શકાય ! પરંતુ આ અર્થ એ કંઈ વસ્તુસ્વરૂપદ્યોતક નથી. વસ્તુના સત્ અને અસત્ ધર્મોને યુગપ ્ જાણી તો શકીએ છીએ પણ બોલી નથી શકતા એટલું જ–આવો આનો અર્થ થાય. કદાચ આને લઈને જ કેટલાક આધુનિક જૈન વિદ્વાનોએ અવક્તવ્યની બીજી વ્યાખ્યા એવી કરી કે વસ્તુમાં સ્તૂપેય અનંત ધર્મો છે અને અસટ્રૂપેય અનંત ધર્મો છે અને આપણે ન તો બધા સદ્નપધર્મો જાણી શકીએ છીએ કે ન તો બધા અસટ્રૂપ ધર્મો જાણી શકીએ છીએ.
આમ શરૂઆતમાં સત્-અસત્ દેશ-કાલના સંબંધથી નિરપેક્ષપણે સામાન્યવિશેષના અર્થમાં વપરાતાં, પછી સૃષ્ટિ અને સત્ કે અસત્ વચ્ચેના સંભવિત કાર્યકારણભાવનું સૂચન મળ્યું અને વિચારમાં કાલતત્ત્વનું પૌર્વાપર્ય દાખલ થયું, ત્યાર બાદ સ્વયં સત્ અને અસત્ના પારસ્પરિક સંબંધની ચર્ચા થઈ, દર્શનકાળમાં કાર્ય કારણમાં સત્ છે કે અસત્ એ પ્રશ્ન વિશેષે ચર્ચાયો, સાથે સાથે સત્ની ત્રણ કોટિઓ પાડવામાં આવી, તદ્દનન્તર સની વ્યાખ્યાઓ ઘડાઈ અને તેમનું ખંડનમંડન ચાલ્યું, વળી સત્અસટ્ના યુગલના અનુસંધાનમાં જ સાસદ્વિલક્ષણતાવાદ ઊભો થયો. આ રીતે સત્અસત્ યુગલની આસપાસ ઘણું તાત્ત્વિક મંથન થયું અને એમાંથી અનેક વિચારવાદો ભારતીય દર્શનને સાંપડ્યા. જેમ અહીં સત્-અસત્ યુગલને લઈ એની પરંપરામાં આપણને શું પ્રાપ્ત થયું તે જોયું તેમ કોઈ સમાનધર્મા બીજા, યુગલોને લઈ તેમની પરંપરામાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તે દર્શાવશે તો આનંદ થશે.
૧૨
ટિપ્પણ
*
આ લેખના સહલેખક છે પંડિત સુખલાલજી.
असच्च सच्च परमे व्योमन् दक्षस्य जन्मन्त्रदितेरुपस्थे । ऋग्वेद, १०.५.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org