Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 30
________________ જેન ચિત્રક૯પદ્રુમ બીજને કાર્ય કરવામાં સરળતા રહે અને તે સાથે કોઇનામાં કોઈ પણ જાતની શિથિલતા પ્રવેશવા પામે નહિ. જન શમણ સંસ્કૃતિ દ્વારા લેખનકળાને સ્વીકાર જ્યાં સુધી જૈન શ્રમણો બુદ્ધિશાળી અને યાદશક્તિવાળા હતા તેમજ તેમનામાં ઉપર ટૂંકમાં જણાવ્યા પ્રમાણેની સંઘ અને સંધાટકની વ્યવસ્થા વ્યવસ્થિતપણે ચાલુ હતી ત્યાં સુધી તેમને પુસ્તકોનો પરિગ્રહ કરવાની કે લેખનકળા તરફ નજર દોડાવવાની લેશ પણ જરૂરીઆત જણાઈ નહોતી; પરંતુ એક પછી એક ઉપસ્થિત થતા બારબાર વર્ષો ભયંકર દુકાળાને લીધે ૧૩ જૈન શ્રમને ભિક્ષા વગેરે મળવા અશકય થયાં અને પરિણામે તેમનામાં સ્વાધ્યાય, પઠન-પાઠન આદિ વિષયક શિથિલતા દાખલ થતાં તેઓ જૈન આગમોને ભૂલવા લાગ્યા. આ સ્થિતિમાં પણ જૈન શ્રમણએ સંધસમવાય–સંધના મેળાવડાઓ કરી ભૂલાઈ જતાં જૈન આગમોને વાચના દ્વારા કેટલી યે વાર પૂર્ણ કરી લીધાં અથવા સાંધી લીધાં. તેમ છતાં કાળના પ્રભાવે જૈન શ્રમણની યાદદાસ્તી મોટા પાયા પર ઘસાતી ચાલી, એટલું જ નહિ પણ તે સાથે દેવની પ્રતિકૂળતાને લઈ તે યુગમાં એક પછી એક એમ અનેક શ્રતધર સ્થાવર આચાર્યો એકીસાથે પરલોકવાસી થતાં ચાલ્યા, ત્યારે વીર સંવત ૯૮૦ માં રવિર આર્ય દેવદિંગણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવિરોના આધિપત્ય નીચે વલ્લભીપુર–વળામાં જૈન આગમના સાર્વત્રિક લેખનને અંગે વિચાર કરવા માટે “સંઘસમવાય” કરવામાં આવ્યે.૧૫ આ સંધસમિતિમાં તે યુગના સમર્થ ભિક્ષસ્થવિરો અને સંભવ પ્રમાણે દેશ-વિદેશના માન્ય શ્રમણોપાસકો પણ સામેલ હતા. આ એકત્રિત થએલા “સંઘસમવસરણમાં પરસ્પર મંત્રણા કરી જૈન આગમને ૧૩ જૈન આગમ પુસ્તકાઢ થયા પહેલાં ચાર બાર દુકાળ પડવાની છે જેની સાહિત્યમાં મળે છે એક વિર આર્ય ભદ્રબાહુના સમયમાં, બીજે સ્થવિર આર્યમહાગિરિ-આર્ય સુહરિતના વખતમાં, ત્રીજે વરવામિના મૃત્યુ સમય દરમિયાન અને કંદિલાયાનાગાર્જુનાચાર્યના જમાનામાં. 'इतो य वइरसामी दक्षिणावहे विहरति, दुभिक्खं च जार्य बारसवरिसर्ग, सवतो समंता छिन्नपंथा, निराधारं जातं । ताहे वइरसामी विज्जाए आहृडं पिंडं तदिवसं आणेति ॥'-आवश्यकचूर्णी भाग १ पत्र ४०४. દુકાળના બીજ ઉલેખે માટે જુઓ ટિ૦ ૧૪, ૧૬, ૧૮, ૧૯, १४ 'अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुभिक्खकाले, जे पहाणा अणुओगधरा ते विणटा ।' अनन्दीचूर्णी पत्र ८. वलहिपुरम्मि णयरे, देविडीपमुहसयलसंघेहिं। पुत्थे आगम लिहिओ, नवसयअसियाओ वीराओ । ૧૬ પાટલિપુત્રી' વાચના પ્રસંગે શ્રાવકે હાજર રહેવાની વાત નીવારેસન ગાથા ૮૪ની ઢીકામાં છે 'श्रीवीरस्वामिनो मोक्षंगतस्य दुष्कालो महान् संवृत्तः । ततः सर्वोऽपि साधुवर्ग एकत्र मिलितः, भणितं च परस्परम्-कस्य किमागच्छति? । यावन्न कस्यापि पूर्वाणि समागच्छन्ति । ततः श्रावकैर्विज्ञाते भणितं तैः, यथा-कुत्र साम्प्रतं पूर्वाणि सन्ति? 1 तैर्भणितम्-भद्रबाहस्वामिनि । ततः सर्वसंघसमुदायेन पालोच्य प्रेषित: तत्समीपे साधुसंघाटकः' इत्यादि ।

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164