________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શરૂઆત કરી તે સંવતનું સૂચક આ ચિહ્ન છે, અર્થાત એ ચિહ્ન ૯૮૦ નો અંક છે; પરંતુ અમે આ ભ્રાંત માન્યતા અને કલ્પના સાથે બીલકુલ મળતા નથી. ઉપર અમે ત્રણ વિભાગમાં જે ચિહ્નો બતાવી ગયા છીએ એમાં એવી એક પણ આકૃતિ નથી જે આપણને પ્રાચીન લિપિમાલાને આધારે ૯૮૦ અંકની કલ્પના કરવા પ્રેરે. ઊલટું તેમાંની ઘણુંખરી આકૃતિઓ એકાક્ષરાત્મક હેઈએ કલ્પનાને પાયા વિનાની જ કરાવે છે. અત્યારની, લગભગ છ સત સૈકાથી એકસરખી રીતે ચાલી આવતી ભલે મીંડા'ની આકૃતિ (ટ્ટા) એ, પ્રાચીન કારના ચિહ્નમાંથી પરિવર્તન પામેલા કારની સાંકેતિક આકૃતિ છે.
લેખકેની ગ્રંથલેખનસમાપ્તિ જેમ લેખકે ગ્રંથલેખનના આરંભમાં દેવ, ગુરુ, ધર્મ, ઇષ્ટદેવ વગેરેને લગતાં અનેક જાતનાં મંગલો ઉપરાંત “ભલે મીંડા' તરીકે ઓળખાતી આકારની આકૃતિ લખે છે તેમ પુસ્તક લેખનની સમાપ્તિમાં મેં મ7. વલ્યાનનg. નં કgશ્રી, પઃિ રમે મત મે મવા સંઘ ઇત્યાદિ અનેક જાતના આશીર્વાદ ઉપરાંત મુવા, ત્રણ આ જાતનાં ચિહ્નો લખે છે. આ ચિહ્નો મુખ્યત્વે કરીને ગ્રંથની સમાપ્તિમાં જ લખાય છે, તેમ છતાં ઘણી યે વાર એ, ગ્રંથના વિષય, અધિકાર કે વિભાગની સમાપ્તિ થતી હોય ત્યાં પણ લખાય છે. આ ચિહ્ન શાનું હશે અને કયા દષ્ટિ બિંદુને લક્ષમાં રાખી તેને ઉપયોગ કરતા હશે એ માટે કશો ઉલ્લેખ મળતો નથી. સામાન્ય નજરે જોતાં એ “છ અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરોડનું ઔચિત્ય વિચારતાં એ ‘પૂર્ણકુંભ'નું ચિહ્ન હોવાની અમારી કલ્પના છે. પૂર્ણકુંભને આપણે ત્યાં દરેક કાર્યમાં મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે, એ જ રીતે એની આકૃતિને અહીં અંત્ય મંગલ તરીકે પસંદ કરવામાં આવી હોય એમ અમારું અનુમાન છે.
ઉપર જણાવેલ ચિહ્નથી અતિરિક્ત -દ-કે-આ જાતનાં ચિહ્નો પણ પ્રાચીન પુસ્તકોના અંતમાં મળે છે (જુઓ ચિત્ર નં. ૧૨માં ૨૬૩ પાનાની છેલ્લી લીટીમાં). આ ચિહ્નો શાનાં છે એ અમે સ્પષ્ટ કહી શકતા નથી, પરંતુ અમને લાગે છે કે જેમ કેટલીક પ્રાચીન હસ્તપ્રતિઓમાં ગ્રંથના ખાસ ખાસ વિભાગો--જેવા કે અધ્યયન, ઉદ્દેશ, શ્રુતસ્કંધ, સર્ગ, ઉ સ , પરિચ્છેદ, લંભક, કાંડ વગેરે–ની સમાપ્તિને એકદમ ધ્યાનમાં લાવવા માટે અનેક જાતની ચિત્રાકૃતિઓ આલેખવામાં આવે છે (જુઓ ચિત્ર નં. ૧૨–૧૩) તેમ આ પણ કોઈ પસંદ કરેલી અમુક જાતની ચિત્રાકૃતિઓ જ હોવી જોઈએ.
લેખકોનો અંકગ મનલિપિમાં જેમ 12345 IIIIVV ઇત્યાદિ આ પ્રમાણેના અંકાત્મક(સંખ્યાસૂચક ચિહ્નરૂ૫) અને અક્ષરાત્મક એમ બે જાતના અંકો વપરાય છે તેમ આપણ નાગરીલિપિના પ્રાચીન લહીએ પણ તેમણે લખેલાં પુસ્તકોના પત્રાંક માટે કામક અને અક્ષરાત્મક એમ બે જાતના અને પ્રયોગ કરતા હતા. આ બંને ય પ્રકારના અંકનો ઉપયોગ પ્રાચીન શિલાલેખે અને પ્રાચીન