Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 128
________________ જેન ચિત્રકલ્પદ્રુમ ૧૧૨ છે જેનું વર્ણન અહીં આપવામાં આવે છે. સ્વચ્છતા અને શુદ્ધિ પુસ્તકના અધ્યયન-મનન વાચન માટેનું સ્થાન સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણવાળું હોવું જોઇએ. એ સ્થાન-મકાન-બેઠકની નજીકમાં કે આસપાસ અપવિત્રતા કે ગંદકી ન હોવાં જોઈએ. પુસ્તક વાંચતાં તેના ઉપર થુંક ન પડે એ માટે મેઢા આડું કપડું-મુખવત્ર-મુખવસ્ત્રિકા કે હાથ રાખવો જોઈએ. પુસ્તકને જમીન ઉપર ન મૂકવું જોઈએ. પુસ્તકવાચનને અંગે આવા સર્વસામાન્ય કેટલા યે નિયમ જૈન સંસ્કૃતિએ ઘડી કાઢયા છે.૧૩૧ સાંપડા અને સાંપડી પુસ્તકને જમીન ઉપર ન મૂકતાં સાંપડા કે સાંપડી” ઉપર મૂકીને વાંચવામાં આવે છે, જેથી પુસ્તકને જમીન ઉપરની ધૂળ કે કોઈ અપવિત્ર વસ્તુ લાગે નહિ તેમજ ચોમાસાની ઋતુમાં પુસ્તકને એકાએક જમીન ઉપરના ભેજની અસર થાય નહિ. આ સાધનને પ્રચાર આપણે ત્યાં મોગલોના સહવાસથી થયો હોય એમ લાગે છે. મંગલ પ્રજા આને “રીઆલ' નામથી ઓળખે છે. કેટલાક આને “રીલ” પણ કહે છે. આપણે ત્યાં કેટલાક આને સાંપડા કે “સાંપડી’ તરીકે ઓળખે છે અને કેટલાક “ચાપડા' તરીકે પણ ઓળખે છે. સાંપડે, સાંપડી શબ્દો રપુટ અને સંપુટિવ શબ્દ ઉપરથી આવ્યાનો સંભવ વધારે છે, જેનો ઉલ્લેખ સંવત ૧૩૧૩માં લખાએલી તાડપત્રીય પ્રતિમાંની વારના૧૩માં મળે છે. સાંપડે, સાંપડી શબ્દોનો ઉલ્લેખ સંવત ૧૩૬૯માં તાડપત્ર પર લખાએલી તિજાર ૩૨ની પ્રતિમાં મળે છે. “ચાપડો' શબ્દ ચપટા અર્થવાચક નિષ્કિ શબ્દ ઉપરથી બની શકે, તેમ છતાં એને લગતા કઈ પ્રાચીન ઉલ્લેખ અમે ક્યાંય જોયો નથી. અર્થની દૃષ્ટિએ બંને નામો સંગત થઈ શકે છે. ફરક માત્ર એટલો જ છે કે સાંપડે નામ છુટા કરીને ઉભા રાખેલા સંપુટાકાર સાંપડા સાથે સંગત છે. જ્યારે “ચાપડા' નામ ભેગા કરીને ચપટા રાખે સાથે બંધ બેસે છે. સાંપડે મોટો હોય ત્યારે તેને “સાંપડે” કહેવામાં આવે છે અને એ નાનો હોય ત્યારે તેને “સાંપડી’ તરીકે સંબોધવામાં આવે છે. આ સાંપડાઓ સામાન્ય રીતે સાગ, સીસમ વગેરે લાકડાના બને છે, પરંતુ જે લોકે ધનાઢય અથવા શેખીન હોય છે તેઓ ચંદનના પણ બનાવે છે, એટલું જ નહિ પણ એના ઉપર અભુત કોતરકામ પણ કરવામાં આવે છે. કવળી આને ઉપયોગ દરરેજ વાંચવાના પુસ્તકને લપેટવા માટે થાય છે. પુસ્તક વાંચતાં ઊઠવું હોય ત્યારે પુસ્તકને આથી વીંટી રાખવાથી પુસ્તકનાં પાનાં ઊડવાને ભય રહેતો નથી તેમજ ૧૩૧ જુઓ ડિપણી નં. ૧૩૦. ૧૩૨ જુઓ ટિણી ન, ૧૩૦ (ઈ). ૧૩૩ જુઓ ટિપ્પણી નં. ૧૩૦. (1.)

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164