________________
જેન ચિત્રકલ્પમ કાલુએ,૧૦૬ આચાર્યશ્રી સમસુંદર સૂરિના ઉપદેશથી મેઢજ્ઞાતીય શાવક પર્વ ૧૦૭ તેમજ આગમગછીય,–આચાર્ય શ્રી સત્યસૂરિ શ્રી જયાનંદસૂરિ શ્રીવિવેકરત્નસરિ,–આ ત્રણે એકજ પટ્ટપરંપરામાં દૂર દૂર થએલા આચાર્યોના ઉપદેશથી એક જ વશમાં થએલા પ્રાગ્વાટ જ્ઞાતીય પેથડશાહ, મંડલીક અને પર્વત-કાન્હાએ ૧૦૮ નવીન ગ્રંથો લખાવી જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. કેટલાક એવા ગૃહસ્થ હતા, જેઓ કોઈ વિદ્વાન જૈન શ્રમણે નવીન ગ્રંથરચના કરી હોય તેની એકીસાથે સંખ્યાબંધ નકલો કરાવતા.૧૦૯ કેટલાક એવા પણ ધનાઢય ગૃહસ્થ હતા, જેઓ કલ્પસૂત્રની સચિત્ર પ્રતો લખાવી પિતાના ગામમાં અને ગામે ગામ ભેટ આપતા હતા.૧૧૦ આ પ્રમાણે દરેક ગચ્છના આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણોના પુણ્ય ઉપદેશથી જુદી જુદી જ્ઞાતિના સેંકડે ધર્માત્મામાંના એક એક ધનાઢય જૈન ગૃહસ્થે એક એક નહિ પણ કેટલીક વાર અનેકાનેક જ્ઞાનભંડારે લખાવ્યા હતા. આ બધાને પરિચય આપવો કે તેમના નામને નિર્દેશ કર્યો એ પણ અશકય છે, તે જેમણે એક બે કે પાંચપચીસ પુસ્તક લખાવ્યાં હોય તેમનાં નામની યાદી આપવા પ્રયત્ન કરવો તો ક્યાંથી જ શકય હોય? તેના કરતાં એ સર્વ મહાનુભાવોને એકી સાથે હાર્દિક ધન્યવાદ આપી આપણે વિરમીએ એ જ વધારે ઉચિત છે. જેઓ આ સંબંધમાં વિશેષ જાણવા ઈચ્છતા હોય તેમને ડે. બુલ્હર, ડૉ. કિલ્હોર્ન, ડૉ. પીટર્સન, શ્રીયુત
૧૦૬ કાલુશાહને પરિચય મેળવવા ઇચ્છનારે જૈનસાહિત્યસંશોધક પુ. ૩ અંક ૨ માને દરબાનિવાસી કાલુશાહની પ્રશસ્તિ' શીર્ષક લેખ જેવા, કાલૂશાહની લખાવેલી વ્યવહાભાગ્યની પ્રતિ ભાવનગરના સંધના ભંડારમાં છે અને આચારાંગ નિયુક્તિ તેમજ મૂત્રકૃતાંગ ટીકાની પ્રતિ લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. ૧૦૭ મઢજ્ઞાતીય પર્વત પરિચય મેળવવા ઇચ્છનારે ન કોન્ફરન્સ હેરફડ' પુ. ના સંયુક્ત ૮-૯ અંકમાં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાંની પ્રશસ્તિ જેવી. આ પ્રતિ પાટણના મદીના જ્ઞાનભંડારમાં ડા. ૬ નં. ૪ માં છે. ૧૦૮ પયડશાહ, મંડલિક અને પર્વત-કાન્હાને પરિચય મેળવવા ઇચ્છનારે પુરાતત્વ સૈમાસિક પુ. ૧ એક ૧ માં એક ઐતિહાસિક જૈન પ્રશરિત' શીર્ષક મારે લેખ જોવે. ૧૦૯ આચાર્ય શ્રી અભયદેવ ધર્મસાગરોપાધ્યાય આદિના ગ્રંથોની પ્રશહિતમાં જે જે ગૃહસ્થોએ એકીસાથે પ્રેમપૂર્વક તે તે ગ્રાની નકલે કરાવી છે તેમનાં નામ ઉલેખ કરવામાં આવ્યો છે (क) 'दोहडित्रेष्ठिना चास्य, लेखिता प्रथमा प्रतिः 1 जिनवाक्यानुरक्तेन, भक्तेन गुणवजने ॥'
उत्तराध्ययन लघुटीका नेमिचन्द्रीया (ख) 'श्रीमदहम्मदावादवास्तव्यः संघनायकः । सहजपालनामाऽऽसीत् , पुण्यप्राग्भारभासुरः ।। १५ ।।
ज्ञानावरणकमोत्थध्वान्तध्वंसविधित्सया । गुरूणामुपदेशेन, स संघपतिरादरात् ॥ २३ ॥ पदमाईप्रियापुत्रविमलदाससंयुतः। अलेखबत् स्वयं वृत्तरमुष्याः शतश: प्रतीः॥ २४ ॥
...-कल्पकिरणावलि प्रशस्तिः । ૧૧૦ (૪) ચિન્હા રન પાન, જૈ હiઘુતાના રાજ્જા જ સર્વશાપુ દ્વારા કરાતી n૧
-कल्पसूत्र लोंबडी ज्ञानभंडार. (ख) गन्धारबन्दिरे तो, झलमलयुगलमदिसमुदयोपेताः। श्रीकल्पपुस्तिका अपि, दत्ताः किल सर्वशालासु ।'
-निशीथचूर्णी पालीताणा अंबालाल चुनीलालनो भंडार.