Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 116
________________ જેન ચિત્રક૯૫મ હોય છે. ખાસ કરીને લાંબાં તાડપત્રીય પુસ્તક સાથે લાકડાની પાટીઓ જ હોય છે. આ પાટીઓ ઘણી વાર સાદી જ હતી અને ઘણી વાર એ પાટીઓને જૈન તીર્થકરોનાં પંચ કલ્યાણક, તેમના પૂર્વજન્મના જીવનપ્રસંગે, નેમિનાથને વિવાહ, પ્રાચીન મહાપુરુષો કે આચાર્યોના જીવનપ્રસંગો, તેમની ઉપદેશ આપવાની શૈલી વગેરેનાં અનેક ભાવવાહી સુંદર ચિત્રોથી વિભૂષિત કરવામાં પણ આવતી. કેટલીક વાર નાના માપની તાડપત્રીય પ્રતોની આસપાસ લાકડાની પાટીઓને બદલે કાગળ ચોડીને બનાવેલી પાટીઓ અને કાગળના અર્ધચોખંડા દાબડાઓ પણ રાખવામાં આવતા. કાગળનાં પુસ્તકની આસપાસ પણ ક્યારેક કયારેક ચૌદ સ્વM, અષ્ટમંગળ, નેમિનાથની જાન, સમવસરણ વગેરે ચીતરેલી તેમજ સાદી લાકડાની રંગીન પાટીઓ મૂકવામાં આવતી; તેમ છતાં મેટે ભાગે એ પુસ્તકો માટે કાગળનાં પૂઠાનો ઉપગ જ વધારે પ્રમાણમાં કરાય છેઆ પૂઠાં ઉપર કેટલીક વાર સાદ તેમજ રેશમી, સોનેરી, પેરી વગેરે ભરત ભરેલાં રેશમી કિંમતી કપડાં એડવામાં આવતાં; કેટલીક વાર એ પૂઠાં ઉપર સોનેરી રૂપેરી આદિ રંગથી વેલ વગેરે ચીતરવા ઉપરાંત એના ઉપર ધાર્મિક પ્રસંગસૂચક મહત્વની ચિત્રાકૃતિઓ ચીતરવામાં આવતી (જુઓ ચિત્ર નં.૨૦માં આ. નં. ૧-૨-૩-૫-૬); કેટલીક વાર એના ઉપર અજાયબી ઉત્પન્ન કરે તેવી વાંસની સળીએાની તેમજ કાચનાં કીડીઓ વગેરેની ગૂંથેલી જાળીઓ લગાવવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૨૦માં અ. નં. ૪-૮); કેટલીક વાર કાગળના ઝીણા કાતરકામ નીચે આશ્ચર્ય પમાડે તેવી રીતે રંગબિરંગી રેશમી કે સુતરાઉ કપડાના ટુકડાઓને ચોડી ભાત પાડતા (જુઓ ચિત્ર નં. ૨૦માં અ. નં. ૬); કેટલીક વાર એ પૂઠાં ઉપર ચામડું મઢીને તેના ઉપર પણ ભાત પાડવામાં આવતી અને કેટલીકવાર સાદાં ખાદીનાં સુતરાઉ કપડાં પણ મઢવામાં આવતાં. આ પ્રમાણે કાગળનાં પુસ્તકની આસપાસ રાખવાનાં પાઠાં અને પ્રહમાં તેના બનાવનારા પિતાનું કલાકૌશલ્ય તેમજ જ્ઞાન પ્રત્યેની પોતાની ભક્તિભરી લાગણીને અનેક રીતે પ્રગટ કરતા. પુસ્તક બાંધવા માટેની પાર્ટીએ તે સામાન્યરીતે એકવડી જ રહેતી; પણ જ્યારે એ પુસ્તકને વાંચવાના કામમાં લેવું હોય ત્યારે તેને રાખવા માટેનાં પૂઠાં દેઢિયાં, બેવડાં કે અહિયાં બનાવવામાં આવતાં, જેથી એની બેવડમાં દબાએલું પુસ્તક અથવા પુસ્તકનાં પાનાં હવાથી ઉડવા ન પામે તેમજ તેને ઉપાડતાં તે એકાએક નીકળી કે પડી ન જાય. કેટલીકવાર દોઢિયાં પાઠાંમાં મૂકેલાં પાનાં બરાબર દાબમાં રહે એ માટે તેના ઉપર બારિયા વાળી રેશમી કે સતરાઉ પાટીને નાડાની જેમ બાંધી રાખવામાં આવતી, જેથી પાઠાંના ખુલ્લા રહેતા મેઢાને બરિયું ખેસવી દબાવી દેવામાં આવતું. આ દોઢિયાં, બેવડાં આદિ પૂઠાને ‘પાઠાં' તરીકે ઓળખવામાં આવતાં. ઉપર જણાવ્યા મુજબ અનેક જાતનાં પાટી-પાઠ-પૂઠાંને ઉપગ, પુસ્તક સુરક્ષિત રહી શકે, બરાબર બંધાઇ શકે, વાંચવામાં સુગમતા રહે, તેનાં પાનાં એકાએક ઊડી, વળી કે પડી જાય નહિ તેમજ પુરતાને ભેજ આદિની અસર ન થાય એ માટે કરવામાં આવત–આવે છે. બંધન પુસ્તકે ચાલુ વાંચવાનાં હોય કે ભંડારમાં મૂકવાનાં હોય, પણ એ બધાંયને બહારના

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164