Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 125
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પુસ્તક અને જ્ઞાનભંડારોનું રક્ષણ જ્ઞાનભંડારો અને પુસ્તકલેખનને લગતી અનેક બાબતની નોંધ કર્યા પછી તેના રક્ષણના સંબંધમાં ટૂંક માહિતી આપવામાં આવે છે, જે પુસ્તકના વાચકો અને જ્ઞાનભંડારોના સંરક્ષકોને ઉપયેગી થઈ પડશે. પુસ્તકો અને જ્ઞાનભંડારોના રક્ષણની જરૂરીઆત નીચેનાં કારણેને લઈ ઊભી થાય છે. ૧ રાજદ્વારી ઉથલપાથલ, ૨ વાચકની બેદરકારી, ૩ ઉંદર, ઉધેઈ કંસારી, વાતરી આદિ છવજંતુઓ અને ૪ બહારનું કુદરતી વાતાવરણ. આ મુખ્ય કારણોને લઈ પુસ્તક અને જ્ઞાનભંડારેનું જીવન ટૂંકાતું હોઈ અથવા તેના નાશ થવાનો સંભવ હોઈ આ બધાથી પુસ્તકો જ્ઞાનભંડારોનું રક્ષણ કરવા માટે જૈન સંસ્કૃતિએ જે અનેકવિધ સાધનો અને ઉપાયા છે એ અહીં જણાવીએ છીએ. રાજદ્વારી ઉથલપાથલ રાજદ્વારી ઉથલપાથલમાં મહારાજા શ્રી અજયપાલની મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રત્યેની આંતર કેવત્તિ અને મોગલોની તેમના હુમલા સમયની સ્વધર્મેધતા જેવા પ્રસંગે સમાય છે. આવા પ્રસંગોમાં વિપક્ષીઓ કે વિધર્મીઓ સામા થાય ત્યારે જ્ઞાનભંડારેને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા માટે દૂરદર્શિતા તેમજ પરાક્રમ જ કામ આવે છે. કહેવામાં આવે છે કે મહારાજા શ્રીઅજયપાલે મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રત્યેના વરને કારણે તેમનાં કરેલાં કાર્યોના નાશની શરૂઆત કરી ત્યારે મંત્રી વાગભટે અજયપાલની સામે થઈ જૈન સંઘને પાટણમાં વિદ્યમાન જ્ઞાનભંડાર વગેરેને ખસેડવા માટે ત્વરા કરાવી. જૈન સંઘે પણ ત્યારે સમયસુચકતા વાપરી ત્યાંના વિદ્યમાન જ્ઞાન ભંડાર આદિને ગુપ્ત સ્થાનમાં રવાના કરી દીધા અને મહામાત્ય વાલ્મટ અને તેમના નિમકહલાલ સુભટો અજયપાલ સાથેના યુદ્ધમાં પિતાના દેહનું બલિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંઘે ઉપરોક્ત જ્ઞાનભંડારે કયાં સંતાડયા, પાછળથી તેની સંભાળ કોઈએ લીધી કે નહિ ઈત્યાદિ કશું યે કઈ જાણતું નથી, તેમજ એ હકીકતનો ઉલ્લેખ પણ કયાંય થ નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાં ને ત્યાં જ તે રહી ગયા હોય. કેટલાકનું કહેવું એવું છે કે એ બધું તે સમયે જેસલમેર તરફ મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે એ જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી. ત્યાંની દંતકથા પ્રમાણે કિલાના અન્ય ગુપ્ત ભાગોમાં એ સંગ્રહ છુપાએલો પડ્યો હોય તે કાંઈ કહેવાય નહિ. આ તેમજ આના જેવા બીજા ઉથલપાથલના જમાનામાં જ્ઞાનભંડારોની રક્ષા માટે બહારથી સાદાં દેખાતાં મકાનોમાં તેને રાખવામાં આવતા. જેમ જૈન સંઘે મેલોની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર, પ્રભાસપાટણ, ઉના, અજાહરા, ઘોઘા, રાતેજ, ઈડર, પાટણ આદિ નગરોમાં મંદિરની અંદર ગુપ્ત, અગમ્ય માર્ગવાળાં અને એક ઉડાઈવાળાં ભૂમિધરોભેચરાં બનાવ્યાં છે તેમ જ્ઞાનભંડારની રક્ષા માટે ખાસ બનાવ્યાનું ક્યાંયે જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ અમને એ જણાય છે કે જૈન મંદિર એ જાહેર તેમજ ઓળખાણ અને ચિહ્ન– નિશાની-વાળું મકાન હોઈ તેને શોધતાં કે તેના ઉપર હુમલો કરતાં વાર ન લાગે તેમજ પાષાણ

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164