Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 119
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૦૩ નોંધવામાં આવતા. આ નંબરે ધણું કરીને ૧,૨,૩,૪ વગેરે સંખ્યામાં જ લખાતા હતા; તેમ છતાં કેટલીક વાર એ દાબડાઓ ઉપર જૈન ચોવીસ તીર્થકરે, વિસ વિહરમાન તીર્થકરે, ભગવાન મહાવીરના અગિયાર ગણધરે (મુખ્ય શિષ્યો) આદિનાં નામે પણ નિર્દેશ કરવામાં આવતા હતે. દા.ત. જૈન ચોવીસ તીર્થકરોનાં નામ અનુક્રમે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ વગેરે છે. જૈન જ્ઞાનભંડારોમાંના દાબડાઓ ઉપર નંબર કરવા હોય ત્યારે એક, બે આદિને બદલે પહેલા દાબડા ઉપર અભદેવ, બીજા ઉપર અજિતનાથ, ત્રીજા ઉપર સંભવનાથ ચાવત ચોવીસમા દાબડા ઉપર ચોવીસમા જૈન તીર્થકર મહાવીરનું નામ લખવામાં આવતું. આથી વધારે દાબડાઓ હોય ત્યારે વીસવિહરમાન તીર્થકરોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવતા. આ પ્રમાણે દાબડા ઉપર સંખ્યા લખવાને બદલે આવાં તીર્થંકર આદિન વિશેષ નામે પણ લખવામાં આવતાં. પેટી પટારા ભંડકિયાં વગેરે ઉપર અમે જે થિીઓ અને દાબડાઓને નિર્દેશ કરી ગયા એ બધાને ઉંદર આદિથી સુરક્ષિત રાખવા માટે લોઢાના કે પિત્તળના ચાપડાવાળી મોટી મોટી મજબૂત પેટીઓ અને પટારાઓ બનાવવામાં આવતા અને તેમાં એ પોથી-દાબડાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવતાં હતાં. કેટલેક ઠેકાણે આને માટે મજબૂત કબાટો અથવા ખાનાંવાળાં ભંડકિયાં બનાવવામાં આવતાં હતાં. પુસ્તક રાખવા માટે તેમજ કાઢવા માટે પેટી પટારા કરતાં આ કબાટ અને ભંડકિયાં વધારે અનુકૂળ રહેતાં. પાટણ વગેરે કેટલાં યે સ્થળોના પ્રાચીન ભંડારાને પટારામાં રાખવામાં આવતા હતા અને કેટલાં યે સ્થળેાના ભંડારેને કબાટ તેમજ ભંડકિયામાં રાખવામાં આવતા હતા. આજકાલ ઘણેખરે સ્થળે આ પરિપાટી બદલાવા છતાં હજુ પણ ઘણે સ્થળે જ્ઞાનભંડારો રાખવા માટે પેટી પટારા ભંડકિયાં વગેરે વાપરવામાં આવે છે. પેટીનો આકાર અને તેનું માપ નાનું હોય છે જ્યારે પટારાનું માપ મોટું હોય છે. પટારાને પટારા” અને “મજૂસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાનો ભેજ વગેરે પુસ્તકને ન લાગે તેવી સુરક્ષિત રીતે ભીંતમાં કરેલાં ઊંડાં કબાટોને “ભંડકિયાં કહેવામાં આવે છે. જ્ઞાનભંડારની ટીપ પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોની ટીપે એટલે કે પુસ્તકોની યાદી કેવા રૂપમાં થતી હશે એ જાણવાનું આપણી પાસે ખાસ કશું જ સાધન નથી; તેમ છતાં લગભગ બસો-ત્રણસો વર્ષે પહેલાંની જે પ્રાચીન રીપે જોવામાં આવી છે એ ઉપરથી એટલું અનુમાન થઈ શકે છે કે આજકાલ જેવી વિશદ ટીપો થાય છે,–અર્થાત્ એમાં જેમ દાબડાનો નંબર, પ્રતને નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા, ભાષા, કર્તા, રચનાવત, લેખનસંવત, વિષય, ગ્રંથની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી આપવામાં આવે છે,–તેવી નહોતી જ થતી. એ રીપોમાં માત્ર દાબડે, પ્રતને નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા અને કોઈ કોઈ વાર ગ્રંથકારનું નામ એટલું જ નોંધવામાં આવતું. અહીં એક વાત અષ્ટ કરવી ઉચિત જણાય છે કે આજકાલ જેવી વિશદ ટીપે થાય છે તેવી ટીપો જૂના જમાનામાં નહિ જ થતી હોય અથવા આ જાતને કેાઈને સર્વથા ખ્યાલ સરખે યે નહિ હોય એમ માનવાને

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164