________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૩૭ કે મુશ્કેલ નહોતું; પણ કાગળ ઉપર પુસ્તકો લખાવાની શરૂઆત થયા પછી તેની પહેળાઈ વધારે પ્રમાણમાં હોઈ તેના લખાણની આસપાસ તેમજ મોટા મંત્ર-યંત્રાદિમાં કશા આધાર વિના સીધી લીટીઓ દોરવી અશક્ય થાય, એ માટે કંબિકા–આંકણી જેવું સાધન પસંદ કરવામાં આવ્યું છે. આ આંકણી અત્યારના રૂલની જેમ ગોળ ન હોતાં ચપટી હોય છે, એટલે લીટીઓ દોરવા માટે તેને પાના ઉપર મૂક્યા પછી તે એકાએક ક્યારે ય ખસી જતી નથી. એની બંને ધારો પર ખાંચ પાડવામાં આવે છે, જેથી તેને આગલો ભાગ પાનાથી અદ્ધર રહે હાઇ લીટીઓ દોરતાં પાને ઉપર શાહીના ડાઘ ન પડે. (જુઓ ચિત્ર નં. રમાં આકૃતિ નં. ૨) આનું નામ કંબિકા અથવા કાંબી છે. કાંબી એટલે વાંસની ચીપ. આ કાંબી વાંસની ચીપના જેવી હાઈ એનું નામ “કેબિકા”
અથવા “કાંબી કહેવાતું હશે એમ લાગે છે. (૩) લિપિ રેખાવ દેનાર–શાહીએ અને રંગો લિપિ દેખાવ દેનાર સાધનમાં પુસ્તક લખવા માટેની અનેક જાતની ભલીઓનો-શાહીઓને અને રંગેનો સમાવેશ થાય છે. આપણી નજર સામેના જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કરતાં જાણી શકાય છે કે પુસ્તક લખવા માટે કાળી, સેનાની, ચાંદીની અને લાલ એમ અનેક જાતની શાહીઓ વાપરવામાં આવી છે, તેમ છતાં સોના-ચાંદીની શાહીથી લખવું મુશ્કેલીભર્યું તેમજ ખરચાળ હાઈ લખવા માટે કાળી શાહી જ વધારે અનુકૂળ છે. લાલ શાહીંનું લખાણ વાંચવા માટે આંખને માફક ન હોવાથી, આગળ જણાવવામાં આવશે તેમ, તેનો ઉપયોગ ખાસ વિશેષ સ્થળ કે અધિકાર પ્રકરણની સમાપ્તિદર્શક પુપિકા વગેરે લખવા માટે જ કરવામાં આવત–આવે છે, તેમજ પાનાની બે બાજુએ ઑર્ડરની જેમ લીટીઓ દેરવા માટે કે ત્રપુટ આદિમાં ગોળ આકૃતિ, લીટીઓ વગેરે દેરવા માટે થયો છેથાય છે. સેનેરી અને રૂપેરી શાહી પુસ્તક લખવા માટે ઘણી જ વાપરવામાં આવી છે, પણ તે કાળી શાહી કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં; કારણકે સોનેરી–પેરી શાહીનું લખાણ પણ વાંચવામાં એકંદરરીતે આંખને માફક નથી, તેમજ એના લખાણમાં રહી ગએલી અશુદ્ધિઓ સુધારવી અશકય હોવા ઉપરાંત, અમે ઉપર એકવાર કહી આવ્યા તેમ, એ શાહીથી લખવું મુશ્કેલીભર્યું અને ખરચાળ પણ છે. આ જ કારણથી સોના-ચાંદીની શાહીથી કેવળ મુખ્યત્વે કરીને અમુક પવિત્ર મનાતા ધર્મગ્રંથ લખાતા. ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે પિતાના માન્ય ગુરુ આચાર્ય શ્રી હેમચંદ્રની કૃતિઓ લખાવી હતી તેમ કેઇ ધનાઢચ ગૃહસ્થ આદિને માન્ય છે તે આચાર્યોના રચેલા ગ્રંથે, સ્તોત્રો આદિ કેવળ લખવામાં આવતા, અને તે પણ ખાસ લક્ષ્મીથી પહોંચતા ધનાઢયો જ લખાવતા હતા. આ પુસ્તકો બહુમૂલાં હાઈ વાંચવા-ભણવા માટે નથી હોતા, પણું માત્ર પવિત્ર માન્ય ધર્મગ્રંથ તરીકે દૂરથી બે હાથ જોડી દર્શન કરવા માટે જ હોય છે.
આ બધી વાત પુસ્તક લખવાની શાહીઓ માટે કરી. પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી અનેક જાતના રંગો એકબીજા રંગના મિશ્રણથી તેમજ જુદાજુદા પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવતા હતા. એ રંગે તદ્દન સાદા અને સ્વાભાવિક હાઈ સેંકડો વર્ષ વહી જવા છતાં જેવા ને તેવા સતેજ તેમજ ટકાઉ રહેતા, જે અત્યારે પણ આપણે પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાંનાં ચિત્રોમાં જઇ