________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૪૫
ખરલમાં નાખી દ॰સાકરના પાણી સાથે ખૂબ લૂંટવા. પછી તે હિંગળેાકને ઠરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરેધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળાકનેા લાલાશપડતા શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં કરીથી સાકરનું પાણી નાખી ઘૂંટવા અને ર્યા પછી ઉપર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત્ કરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યું નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે ધેયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવા હિંગળાક તૈયાર થાય છે. ઘણા માટે ાણુ હાય તા આથી પણ વધારે વાર હિંગળાકને ધાવા પડે છે. ઉપર પ્રમાણે ધેાવાઇને સ્વચ્છ થએલા હિંગળાકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને લૂંટતા જવું. બરાબર એકરસ ચયા પછી જે હિંગળાક તૈયાર થાય તેને વડી પાડી સુકવવે, કામ પડે ત્યારે જેવે! જાડા પાતળા રંગ જોઇએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપરવું.
આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવત્તું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળાકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં (પાણીઆરામાં અગર પાણીની હવાવાળા ધડામાં) એવડું વાળી સૂકવું. જે તે પાનું એકાએક ન ચાંટે તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને એ ટીકાને સુકાઇ ગયા પછી નખથી ખાતરતાં સહેજમાં ઉખડી જાય તે। ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું.
અષ્ટગંધ
૧ અગર ૨ તગર ૩ ગોરોચન ૪ કસ્તૂરી ૫ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠે સુગંધી દ્રવ્યેાના મિશ્રણથી અષ્ટગંધ અને છે. અથવા ૧ કપૂર ૨ કસ્તૂરી ૩ ગારેચન ૪ સંઘરŁ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણુ અષ્ટગંધ બનાવવામાં આવે છે.
યક્ષકર્દમ
૧ ચંદન ૨ સર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ મરચર્કાલ ૭ ગેરેચન ૮ હિંગલેક ૯ રતંજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગંધી અને બહુમૂલાં દ્રવ્યેાના મિશ્રણથી યક્ષકર્દમ બને છે.
અષ્ટગંધ અને યક્ષમ આ બંનેયના ઉપયાગ મંત્ર-તંત્ર-યંત્રાદિ લખવા માટે થાય છે. ‘મી’ શબ્દના પ્રચાગ
ઉપર અમે કાળી, લાલ, સેનેરી, રૂપેરી શાહી બતાવી ગયા, એને આપણે ત્યાં મષી એ નામથી ઓળખવામાં આવે છે. ખરૂં જોતાં મી” શબ્દના વાચ્યાર્ચ મેષ-કાજળ થાય છે, એટલે
૬૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી.