Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 42
________________ જૈન ચિત્રક૯પદ્રુમ આદિ જેવા દૂર દેશમાંથી મંગાવવાની હાડમારી ઉપરાંત તેના ઉપર લખવાની કડાકૂટ તે હતી જ; તેમાં રાજપૂતોની અરસ્પરસની સાઠમારી તેમજ મેગલ બાદશાહના ઉપરાઉપરી થતા હુમલાઓને પરિણામે એ રેક હાડમારીમાં સવિશેષ ઉમેરો થતે ગયે; જ્યારે બીજી બાજુથી કાગળના સાધનની સુલભતા અને સુંઘવારી ઉપરાંત તેના ઉપર લખવાની પણ દરેક રીતે સગવડ હતી. આ કારણને લીધે જૈન પ્રજામાં સિકાઓ થયાં ચાલ્યું આવતું તાડપત્ર પરનું લેખન કાગળના પ્રચાર પછી ફક્ત બેત્રણ સકામાં ૩૨ આથમી ગયું; તે એટલે સુધી કે આજે એ તાડપત્રોને લખવા પહેલાં કેમ ળવવાં. તેના ઉપરની સહજ કમાશ જે તેના ઉપર લખાતી શાહીને ટકવા દેતી નથી તે–ને કેમ દર કરવી વગેરેની માહિતી સરખી કેાઈને રહી નથી; એટલું જ નહિ પણ તાડપત્ર ઉપર લખવા માટેની શાહી બનાવવાની જે અનેક રીતે મળે છે, એ બધી રીતે પૈકીની કઈ રીત સરળ હોવા સાથે કાર્યસાધક છે એ પણ આજે કાઈ કહી શકે તેમ નથી. ક૫ડા ઉપર પુસ્તકે કવચિત પત્રાકારે લખાતાં હતાં, ૩૨ અમારે અનુભવ છે ત્યાં સુધી પંદરમી સદીના અંત સુધી તાડપત્ર પર લખવાનું ચાલુ રહ્યું છે, પંદરમી સદીના અસ્ત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે. ૩૩ કપડા ઉપર લખાએલી હ૭ પાનાંની એક થિી પાટમાં વખતછની શેરીમાંના સિંધના જેન ભંડારમાં છે, જેમાં વિધિપ્રયદર વૃત્તિવાદિત, ઝૂડીરાત અને બ્રિષ્ટિકાદાપુરિzsષ્ટમ્ પર્વ આ ત્રણ પુસ્તકે છે. એ વિક્રમના પંદરમા સૈકામાં લખાયેલાં છે. (જૂઓ ચિત્ર નં. ૭) એની લંબાઈ-પહોળાઈ ૨૫૪૫ ઇંચની છે. દરેક પાનામાં ભેળસેળ લીટીઓ છે. પ.પ. ૪. ના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુપિકા છે. संवत् १४१०८ (१४०८१४१०१) वर्षे चीबाग्रामे श्रीनरचंद्रसूरीणां शिष्येण श्रीरत्नप्रभसूरीणां बांधवन पंडितगुणभद्रेण कच्छूलीश्रीपार्श्वमाथगोष्ठिक लीवाभार्या गौरी तत्पुत्र श्रावक जसा इंगर तद्भगिनी श्राविका वींझी तिल्ही प्रभृत्येषां साहाय्येन प्रभुश्री श्रीप्रभसूरिविरचितं धर्मविधिप्रकरणं श्रीउदयसिंहसूरिविरचितां धृत्ति विधेर्ग्रन्थस्य कार्तिकवदिदशमीदिने गुरुवारे दिवसपाश्चात्यघटिकाद्वये स्वपितृमात्रोः श्रेयसे श्रीधर्मविधिप्रन्थमलिखत् ॥ उदकानलचौरेभ्यो मूषकेभ्यस्तथैव च । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥छ। આજ પર્યંતની વિદ્યાની શોધ દરમિયાન કપડા ઉપર લખાએલું પુસ્તક પત્રાકારે માત્ર આ એક જ મળી શક્યું છે. કપડા ઉપર લખાએલા કાલિકા, અઢીદ્વીપ, બુદીપ, નવપદ, હૂકાર, ધંટાકર્ણ આદિ મંત્ર-યંત્રના ચિત્રપટ મળે છે તેમજ શાસ્ત્રીય વિષયના, જેવા કે સંગ્રહણ, ક્ષેત્રસમાસ, પ્રાયશ્ચિત્ત, સંયમીનાં થરથાન, બાસઠ માર્ગણ, પંચતીર્થી વગેરેના અનેક ટિપણાકાર પટે મળે છે, આજ સુધીમાં કપડા ઉપર લખાએલાં જે પુસ્તકો અને મંત્ર-યંત્રચિત્રપટ જવામાં આવ્યાં છે તે પૈકી સૌથી પ્રાચીન પંદરમી સદીમાં લખાએલાં એક પુસ્તક અને બે ચિત્રપટો મળ્યાં છે. પુસ્તક પરિચય અમે ઉપર આપે છે. બે ચિત્રપટ પિકીને એક બળદિનપદ સંવત ૧૪૫૩માં લખાએલે છે, જે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ સવિજયજીના સંગ્રહમાં છે. એની લંબાઈ-પહોળાઈ ૧૬sx૧૧ ઈંચની છે. પટના અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે: सं. १४५३ वर्षे चैत्रमासे शुरूपक्ष द्वादश्यां तिथौ रविवारे अोह श्रीमदणहिलपुरपत्तने साधुपूर्णिमापक्षीयभारकधीअभयचंद्रसूरिपट्टे श्रीरामचंद्रसरियोग्यं संग्रहणीटिप्पनकं लिखितमस्ति लालाकेनालेखि બ, પાટણના સંઘવીના પાડાના જે તાડપત્રીય પુસ્તકભંડારમાના પિ. ન. ૨૪૦ તરીકે રાખેલ બે ટુકડા શપ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164