Book Title: Bardoli Satyagrahno Itihas Author(s): Mahadev Haribhai Desai Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 9
________________ ખારડાલી આપણે જગબત્રીસીએ ચડી ગયેલા છીએ, પણ એ તે રામના પાસથી પથ્થર પાવન થાય તેમ એક મહાન પુરુષના નામથી આપણું નામ ચડી ગયું છે. હવે આપણી કસેાટી થશે. ” ek પુ રુષનુ નસીબ પાંદડે ઢાંકેલું કહેવાય છે, તેમ પ્રાંત અને પ્રદેશનું પણ પાંદડે ઢાંકેલું હશે ? ગુજરાતને ૧૫ વર્ષોં ઉપર કાણ જાણતું હતું? ગુજરાતના વેપારીઓએ અને સાહસિક વર્ગીએ મહાગુજરાત વસાવ્યું અને સાગર મહાસાગરને કિનારે સંસ્થાને જમાવેલાં; ગુજરાતના દાનવીરેાએ દેશના બધા પ્રાંતામાં ગુજરાતની કીર્તિ ફેલાવેલી; પણ શૂરાતન માટે ગુજરાતનું નામ તિહાસને પાને ચડયુ... જાણ્યું નહાતું. ગાંધીજીએ ગુજરાતને ઇતિહાસને પાને ચડાયું. દશ વર્ષ ઉપર ખાટલીને પણ કાણુ જાણતું હતું ? પણ આજે બારડેાલીને જગત જાણે છે જોકે આરડેાલીને હજી એ વાત ગળે ઊતરવી અધરી પડે છે. — સુરત જિલ્લાને પૂર્વ ખૂણે આવેલા એ તાલુકા ૨૨૨ વર્ષોંમાઇલના ક્ષેત્રફળના છે, અને એમાં ૧૩૭ ગામડાં છે. એની ઉત્તરે તાપી નદી વહે છે, પૂર્વ અને પશ્ચિમે ગાયકવાડ સરકારની હદ છે, અને દક્ષિણે પણ થાડી ગાયકવાડી હદ અને જલાલપુર તાલુ આવેલા છે. ગાયકવાડી હદ આમ ત્રણ દિશામાં આવેલી છે એ નોંધવાજેવી વસ્તુ છે એમ સત્યાગ્રહના ઇતિહાસમાં ગાયકવાડી હદનાં ગામેાએ આપેલેા હિસ્સા જોવાથી વાચકને 'સમજાશે. મિઢાળા, વાલ્મીકિ અને પૂર્ણા નદીએ આ તાલુકામાંથી વહી અરબી સમુદ્રને મળે છે. એકેના ઉપર પુલ નથી કે ચે!માસામાં એકે એળંગાય એવી નથી. તાલુકાના પશ્ચિમના ભાગમાં ઉત્તમ પ્રકારની કાળી જમીન છે, અને તેમાં કપાસ, જુવાર, ભાત વગેરે ૩Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 406