Book Title: Atmadarshan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ શ્રીમદ્ રાજચંદ્રજીના બોધને અનુસરીને રાખેલ છે. નવા અથવા પ્રારંભિક કક્ષાના ભાઈબહેનો માટે તેમાં વાપરેલા પારિભાષિક શબ્દોનો અર્થ સમજવો મુશ્કેલ પડે તેવી સંભાવના છે. તેવા વાચકવર્ગ માટે પુસ્તકને અંતે પારિભાષિક શબ્દોની એક સૂચિ આપેલ છે, જેથી તેવા શબ્દોનો અર્થ સમજવામાં સરળતા પડે. પ્રચાર-પ્રસારના આ જમાનામાં જયાં જીવન Rat-Race'ને અનુસરી રહ્યું છે અને જ્યાં વિચાર-વિવેક અને તટસ્થ જીવનમૂલ્યાંકન દુર્લભ બની ગયા છે અને આપણા મૂળ ભારતીય જીવનમૂલ્યો વીસરાઈ રહ્યાં છે, ત્યારે આ નાની પુસ્તિકા, વિચારક અને અભ્યાસીઓની સેવામાં રજૂ કરીએ છીએ. લેખનટૂંકછે, માત્ર અગત્યના મુદ્દાઓ રજૂ કર્યા છે, તેનો વિસ્તાર ર્યો નથી. અભ્યાસવર્તુળમાં પરસ્પર ધર્મવાર્તા દ્વારા તેનો વિસ્તાર કરીને સમજવાથી, આધ્યાત્મિક જીવનના હાર્દ સમાન આ વિષય વિશે, પાયારૂપ સમજણ પાકી થશે. કોઈ એક વિશેષ અભ્યાસી કે અનુભવી સંતની નિશ્રા, ઉપસ્થિતિ કે માર્ગદર્શન તેમાં વધારે ઉપયોગી અને ઉપકારી બની રહેશે. અધ્યાત્મવિજ્ઞાનના સારસ્વરૂપ એવો આ “આત્મદર્શનનો વિષય અભ્યાસીઓને સમજવામાં અને હૃદયગત થવામાં ઉપકારી બને અને દાર્શનિક ભેદો ગૌણ થઈ, અધ્યાત્મદષ્ટિ મુખ્ય બને તેવો પ્રયત્ન કરેલ છે. વાચકવર્ગ સરળ અને ગુણગ્રાહક બુદ્ધિ અપનાવશે તેવી પ્રભુને પ્રાર્થના કરીને વિરમીએ છીએ. અધ્યાત્મપ્રેમી અને સાધક મહાનુભાવોની સેવામાં સદૈવ તત્પર, સાહિત્ય-પ્રકાશન-સમિતિના સાદર-સપ્રેમ જય પ્રભુ-જયસગુરુવંદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40