Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 28
________________ > જેનું ચિત્ત, હૃદય અને બુદ્ધિ નિર્મળ થાય તેને જ આત્માના નિર્મળ પરિણામ પ્રગટે છે. અનાદિના પરકર્તૃત્વ સંસ્કાર છોડો. (હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા) > ‹ (બાહ્ય નિમિત્તની અપેક્ષાએ) કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. ગમે તે કાળે પણ એ પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. સમ્યગ્દષ્ટિની દશા :- ચારિત્ર (વર્તના) ગુણની અવસ્થા સમ્યગ્દષ્ટિની શ્રદ્ધા :- શ્રદ્ધા ગુણની અવસ્થા નિશ્ચય સમ્યગ્દર્શન સામાન્યપણે બીજાના ખ્યાલમાં આવતું નથી. ‹ મરીને પણ તત્ત્વનો કૌતુહલી થા. સત્પુરુષને જાણે, ઓળખે, આજ્ઞા માને અને આરાધના કરે ત્યારે ભાવશુદ્ધિ થાય અને આત્મદર્શન પ્રગટે. > સદ્ગુરુની આજ્ઞાના અવલંબનથી પોતાના સ્વરૂપનો, અંતરના ભાવથી સ્વીકાર કરવો. - શ્રી સમયસાર કળશ-૨૩ સાધ્ય આત્માની સિદ્ધિ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ છે, બીજી રીતે નથી. - શ્રી સમયસાર કળશ-૨૦ Jain Education International For Private & Personal Use Only ૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40