Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001297/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શત (સમજણ અને પ્રયોગ) ધ્યાનનો અભ્યાસ વિશેષ સત્પાત્રતા સદ્ગુણસંપન્નતા સત્સંગ અને સદ્ગુરુબોધ સંસ્કાર અને જિજ્ઞાસા Page #2 -------------------------------------------------------------------------- ________________ ( સંસ્થાના મુખ્ય ઉદેશો અને પ્રવૃત્તિઓ ) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર “દિવ્યધ્વનિનું નિયમિતપણે પ્રકાશન કરવું. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધનઅનુશીલન કરવું. ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરવું. દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. સંસ્કારસિંચક-આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અભિરુચિ કેળવવી અને આશ્રમજીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવારનવાર (પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્યવર્ગના લોકોની સેવા કરવી. ( સંસ્થાનો પરિચય ) @ વિદ્યા-ભક્તિ-આનંદધામ, લાયબ્રેરી તથા ધ્યાનકક્ષ વિદ્યા-ભક્તિ-આનંદધામ, આશરે 500 મુમુક્ષુ ભાઈ-બહેનો એકી સાથે ભક્તિ-સ્વાધ્યાયનો લાભ લઈ શકે તેવો અતિ આધુનિક સુવિધાસભર હોલ છે; જેમાં વિવિધ પર્વોના પુનિત દિવસોમાં અનેક પ્રસિદ્ધ સ્વાધ્યાયકારો ભક્તશ્રોતાજનોને પોતાની વાણીનો લાભ આપે છે. અર્વાચીન સ્થાપત્યના નમૂનારૂપ આ સત્સંગધામમાં ત્રણ ગુરુદેવોનાં સૌમ્ય, શાંત, ભાવવાહી ચિત્રપટોની સ્થાપનાથી આ હોલની ભવ્યતામાં જાણે કે ઓર ઉમેરો થાય છે. હોલની નીચેના ભાગમાં લગભગ ૧૫,000 ઉપરાંત ગ્રંથોવાળું સમૃદ્ધ ગ્રંથાલય (લાયબ્રેરી) છે તથા ત્યાં જ વ્યક્તિગત અને સામૂહિક ધ્યાનની સાધના | (ટાઈટલ પેજ-૩ પર). Page #3 -------------------------------------------------------------------------- ________________ w तत् सत् www આત્મન (સમજણ અને પ્રયોગ) : લેખક: પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી . સાલા . ધન : ળ રાજ :પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્રિક સાધના કેન્દ્ર (શ્રી સશ્રુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૨૧૯/૪૮૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯/૪૮૩ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ : પ્રથમ ૧૦૦૦ આવૃત્તિ સંવત ૨૦૬૩ - તા. ૧૧-૭-૨૦૦૬, (ગુરુપૂર્ણિમા) મૂલ્ય ઃ રૂ।. ૧૦/ : પ્રાપ્તિસ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) : મુદ્રક ઃ ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ; બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન નં. ૨૨૧૬૭૬૦૩ : ટાઈપ સેટિંગ : (ઝાલા ભગવતસિંહ) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભારતીય પરંપરાના આચાર્યો અને મહર્ષિઓએ માનવ-જીવનના ચાર પુરુષાર્થ કહ્યાં છે : ધર્મ-અર્થ-કામ અને મોક્ષ. ધર્મને પ્રથમ મૂક્યો છે, કારણ કે તેને આગળ રાખીને જ બાકીના પુરુષાર્થ સારી રીતે સિદ્ધ થઈ શકે છે અને જીવન સદ્ગુણસંપન્ન, શાંતિમય અને સફળ બને છે. આ પુસ્તકમાં ધર્મનું મૂળ જે આત્મદર્શન તે વિષે ટૂંકી અને મુદ્દાસર રજૂઆત કરવાનો પ્રયત્ન કરેલ છે. આપણા ઉપરોક્ત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને વિસરી જવાથી અથવા તે પ્રત્યે બેદરકાર બની જવાથી આપણા જીવનનું ધ્યેય શું છે તે મોટા ભાગે આપણે નક્કી કર્યું નથી; અને તેથી આપણી પ્રવૃત્તિની દિશા અનેદશા પણ અનિશ્ચિત છે. મનમાં જે વિચારો આવે તેમ કરીએ છીએ; અથવા દુનિયાના લોકો જેમ કરતા હોય તેમ વગર વિચાર્યે જીવન જીવીએ છીએ (ઢસરડો કરીએ છીએ); અને તેથી મોટા ભાગે ચિંતામાં, વ્યગ્રતામાં અને દેખાદેખીમાં જીવન વીતી રહ્યું છે, જીવનનો વ્યય થઈ રહ્યો છે(!), તેનું ભાન પણ નથી. વિચારવાન પુરુષો કહે છે કે આપણે શાશ્વત સુખની જ શોધમાં છીએ અને તે સુખ, જીવન વિશેની સાચી સમજણ અને તેને અનુરૂપ નિયમિત પ્રવૃત્તિ અને શાંત તેમજ પવિત્ર વિચારો દ્વારા ક્રમે ક્રમે પ્રાપ્ત થઈ શકે છે. આવી જીવનશૈલી બને તે માટે સજ્જનો અને સદ્ગુણસંપન્ન મનુષ્યોની સોબત, ઉત્તમ ગ્રંથોનું વાચન અને અવારનવાર કોઈ સાચા સંતપુરુષના વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર છે. આવી શ્રદ્ધા થાય તે માટે શું સમજણ ક્યાંથી પ્રાપ્ત કરવી અને તેને અનુરૂપ કેવું જીવન જીવવું તેનું અનુભવસિદ્ધ સંક્ષિપ્ત માર્ગદર્શન આ નાની પુસ્તિકામાં છે; જે શાંતિપૂર્વક વાંચવા વાચકવર્ગને ભલામણ છે. અત્રે, નિરૂપણશૈલી મહાવીરપ્રભુના બોધને તથા પૂર્વાચાર્યો અને Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીના બોધને અનુસરીને રાખેલ છે. નવા અથવા પ્રારંભિક કક્ષાના ભાઈબહેનો માટે તેમાં વાપરેલા પારિભાષિક શબ્દોનો અર્થ સમજવો મુશ્કેલ પડે તેવી સંભાવના છે. તેવા વાચકવર્ગ માટે પુસ્તકને અંતે પારિભાષિક શબ્દોની એક સૂચિ આપેલ છે, જેથી તેવા શબ્દોનો અર્થ સમજવામાં સરળતા પડે. પ્રચાર-પ્રસારના આ જમાનામાં જયાં જીવન Rat-Race'ને અનુસરી રહ્યું છે અને જ્યાં વિચાર-વિવેક અને તટસ્થ જીવનમૂલ્યાંકન દુર્લભ બની ગયા છે અને આપણા મૂળ ભારતીય જીવનમૂલ્યો વીસરાઈ રહ્યાં છે, ત્યારે આ નાની પુસ્તિકા, વિચારક અને અભ્યાસીઓની સેવામાં રજૂ કરીએ છીએ. લેખનટૂંકછે, માત્ર અગત્યના મુદ્દાઓ રજૂ કર્યા છે, તેનો વિસ્તાર ર્યો નથી. અભ્યાસવર્તુળમાં પરસ્પર ધર્મવાર્તા દ્વારા તેનો વિસ્તાર કરીને સમજવાથી, આધ્યાત્મિક જીવનના હાર્દ સમાન આ વિષય વિશે, પાયારૂપ સમજણ પાકી થશે. કોઈ એક વિશેષ અભ્યાસી કે અનુભવી સંતની નિશ્રા, ઉપસ્થિતિ કે માર્ગદર્શન તેમાં વધારે ઉપયોગી અને ઉપકારી બની રહેશે. અધ્યાત્મવિજ્ઞાનના સારસ્વરૂપ એવો આ “આત્મદર્શનનો વિષય અભ્યાસીઓને સમજવામાં અને હૃદયગત થવામાં ઉપકારી બને અને દાર્શનિક ભેદો ગૌણ થઈ, અધ્યાત્મદષ્ટિ મુખ્ય બને તેવો પ્રયત્ન કરેલ છે. વાચકવર્ગ સરળ અને ગુણગ્રાહક બુદ્ધિ અપનાવશે તેવી પ્રભુને પ્રાર્થના કરીને વિરમીએ છીએ. અધ્યાત્મપ્રેમી અને સાધક મહાનુભાવોની સેવામાં સદૈવ તત્પર, સાહિત્ય-પ્રકાશન-સમિતિના સાદર-સપ્રેમ જય પ્રભુ-જયસગુરુવંદન Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧) (૨) (3) (૪) આત્મદર્શનના લક્ષણો. . (૫) આત્મદર્શનના આઠ અંગો.. (૬) આત્મદર્શનના આઠ ભૂષણો.. સમ્યગ્દર્શનના વિવિધ પ્રકારો. (૮) સમ્યગ્દર્શનના ૨૫ અતિચારો. (૯) (૧૦) (૧૧) (૧૨) આત્મદર્શનનું માહાત્મ્ય.. (6) અનુક્રમણિકા આત્મદર્શનના એકાર્થવાચક શબ્દો.. આત્મદર્શનની વ્યાખ્યાઓ... સમ્યક્દૃષ્ટિના એકાર્થવાચક શબ્દો.. (૧૩) (૧૪) સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તેની આરાધના માટે ઉપયોગી સાધના.. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના મૂળમાં રહેલા ચાર તત્ત્વો... આત્મદર્શન ઉત્પન્ન થયાની કસોટીઓ.. આત્મદર્શનનું ફળ... આત્મદૃષ્ટિવાળા મનુષ્યનું સ્વરૂપ.. આત્મદર્શનના નિવાસના સ્થાનક. સાધકને વિશેષ પ્રેરણા.. વિશેષ વાચન માટેના સદ્દગ્રંથો. (૧૫) (૧૬) (૧૭) (૧૮) ઉપયોગી વિશેષ મુદ્દાઓ. (૧૯) (૨૦) સાધકને ઉપયોગી અગત્યના મુદ્દાઓ.. પરિશિષ્ટો... ૧ જ જી જી ××× の ૯ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૨૭ ૨૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ # આત્મદર્શનના એકાર્યવાચક શબ્દો (ભારતીય અધ્યાત્મ-પરિભાષામાં) આત્મદર્શન સમ્યગ્દર્શન/આત્મસાક્ષાત્કાર/અવિદ્યાનો નાશ/સ્વદર્શન/ સમકિત/સમ્યક્ત્વ/સ્વનો આંશિક અનુભવ/સ્વની સાચી ઓળખાણ/તત્ત્વાર્થ શ્રદ્ધાન/સદેવ-ગુરુ-ધર્મની ઓળખાણ/ પરમાત્મદર્શન/સ્વાત્મોપલબ્ધિ/બોધિ-સમાધિ/દર્શનમોહનો વિલય/બોધબીજની પ્રાપ્તિ/આત્મસ્રાંતિનો નાશ-આદિ અનેક છે. ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી આત્મદર્શનની વ્યાખ્યાઓ ૧. સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - તત્ત્વાર્થ સૂત્ર ૧/૨ तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनं ॥ - ૨. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ – (પ્રયોગાત્મક દૃષ્ટિકોણથી) -શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત-૯૫ દર્શનમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય 3. ********** ૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ - થવાથી અનુક્રમે :ઉપશમ સમિકત ૪. P ૫. AA ક્ષયોપશમ સમકિત ***** કરણાનુયોગની અપેક્ષાએ ક્ષાયિક સમકિત પ્રગટે છે આત્માની આંશિક અનુભૂતિ સહિત તેની શ્રદ્ધા તે-પરમાર્થ સમકિત (અધ્યાત્મપદ્ધતિની અપેક્ષાએ) સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા. રે આમ-આગમ તત્ત્વની, શ્રદ્ધાથી સમક્તિ હોય છે; નિઃશેષ દોષવિહીન જે, ગુણસકળમય તે આપ્ત છે. -નિયમસાર ગાથા નં. ૫ (ચરણાનુયોગની અપેક્ષાએ) શ્રી રત્નકરેંડ શ્રાવકાચા૨ ગાથા નં. ૪ ૬. વંસળ મૂતો ધો । - સાચી શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. - દર્શનપાહુડ ગાથા નં. ૨ ર સમ્યક્દષ્ટિ શબ્દના એકાર્થવાચક શબ્દો ભલીદૃષ્ટિ/રૂડી દષ્ટિ/પ્રશંસનીય દૃષ્ટિ યથાર્થ દૃષ્ટિ/અનેકાંત દૃષ્ટિ સત્યાર્થ દષ્ટિ/ભ્રાંતિરહિત દૃષ્ટિ. ************* Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શનના લક્ષણો (૧)શમ :- કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. ગમે તે પ્રકારે પણ ઉદયમાં આવેલા અને ઉદયમાં આવવાના કષાયોને શમાવો. (૨) સંવેગ :- મોક્ષમાર્ગ તરફ વલણ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, એ સંવેગ. (૩) નિર્વેદ :- સંસાર બંધનરૂપ લાગે અથવા ખારો ઝેર લાગે. હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ. એ નિર્વેદ. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. (૪) અનુકંપા :- સર્વ પ્રાણી ઉપર દયાભાવ. તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. (૫) આસ્થા :- સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા શ્રદ્ધા. આધાર : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૧૩૫/૧૪૩ વ્યાખ્યાનસાર ૧/૬૧ આત્મદર્શનના આઠ અંગો (૨) નિ:કાંક્ષિત્વ, (૧) નિઃશંકિત્વ, (૩) નિર્વિચિકિત્સ્ય, (૪) અમૂઢદૃષ્ટિ, www.jainelibry.org Page #11 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉપગ્રહનત્વ, (૭) વાત્સલ્ય, - પહેલા ચાર અંગો મુખ્યપણે સ્વ-આશ્રિત છે. છેલ્લા ચાર અંગો મુખ્યપણે ૫૨-આશ્રિત છે. (૬) સ્થિતિકરણ, (૮) પ્રભાવના આત્મદર્શનના આઠ ભૂષણો > (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) નિંદા, (૪) ગહં, (૫) ઉપશમ, (૬) ભક્તિ, (૭) વાત્સલ્ય, (૮) અનુકંપા. ઉપરના લક્ષણ, અંગ અને વિભૂષણ સહિતનો સમ્યકત્વી જીવ, પોતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. તે પોતે પણ પોતાને સમ્યકત્વ થયું છે તેમ સ્વસંવેદનાદિ દ્વારા જાણે છે; ક્વચિત્ પ્રગટપણે કહે પણ છે – સમયસારનાટકમાં મહાન પંડિત અધ્યાત્મ કવિવર શ્રી બનારસીદાસજીએ પોતાની કવિતામાં અમારે હૃદયને વિષે બોધબીજ પ્રગટ થયું છે એમ કહ્યું છે. - વ્યાખ્યાનસાર ૧/૫૯ P સમ્યગ્દર્શનના વિવિધ પ્રકારો ૧. વ્યવહાર સમ્યગ્દર્શન ૨. નિશ્ચય સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનના પ્રકાર (અ) ઉપશમ સમ્યક્ત્વ 4422222222222oooooooo KARAAAAAAAAAAiseesooooooo Page #12 -------------------------------------------------------------------------- ________________ ************ (બ) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ (ક) ક્ષાયિક સમ્યક્ત્વ (ડ) વેદક સમ્યક્ત્વ > શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૭૫૧ ના આધારે : શ્રી આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સમકિત ઉપદેશ્યાં છે : ( ૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપપ્રથમ સમકિત. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ-બીજો પ્રકાર. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ-ત્રીજો પ્રકાર. પહેલું સકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણેય સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. શ્રી આત્માનુશાસન ગાથા ૧૦/૧૧/૧૨ માં સમ્યગ્દર્શનના દસ પ્રકાર કહ્યાં છે ઃ (૧) આજ્ઞા, (૨) માર્ગ, (૩) ઉપદેશ, (૪) સૂત્ર, (૫) બીજ, (૬) સંક્ષેપ, (૭) વિસ્તાર, (૮) અર્થ, (૯) અવગાઢ, (૧૦) પરમાવગાઢ. હેય, શેય ઉપાદેય તત્ત્વનો વિવેક કરતાં, વિપરીત શ્રદ્ધારહિત ' บ www.jainelibrety.org Page #13 -------------------------------------------------------------------------- ________________ ** * થવું એ પવિત્ર સમ્યગદર્શન તો એક જ છે, પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાએ વિચાર કરતાં આ દશ ભેદ કહ્યાં છે. સમ્યગુદશીનની અતિયારો માં ૮મદ ૮ શંકાદિ દોષ ૬ અનાયતન ૩ મૂઢતા મદ :- (૧) કુળ, (૨) જાતિ, (૩) રૂપ, (૪) જ્ઞાન, (૫) ઋદ્ધિ, (૬) બળ, (૭) તપ, (૮) પૂજા (પ્રભુતા) શંકાદિ દોષો :- (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મૂઢતા, (૫) અનુપગહન, (૬) અસ્થિતિકરણ, (૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના (આઠ અંગોથી વિરુદ્ધ) અનાયતન :- (૧) નામ દેવ, (૨) નામ ગુરુ, (૩) નામ ધર્મ, (૪) નામ દેવસેવક, (૫) નામ ગુરુસેવક, (૯) નામ ધર્મસેવક મૂઢતા :- (૧) દેવમૂઢતા, (૨) ગુરુમૂઢતા, (૩) લોકમૂઢતા Page #14 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ જીવ આ પચ્ચીસ અતિચારોથી બચતો રહે છે. સમ્યગદર્શનનું સ્વરૂપ અને તેની આરાધના માટે ઉપયોગી સાધના > સલ્ફાસ્ત્રો દ્વારા તત્ત્વજ્ઞાનની ઉપાસના > નિશ્ચય સમ્યક્ત્વ (આત્માનુભવ) તે કથંચિત્ કેવળીગમ્ય છે. > સમ્યગ્રદર્શન- એ જ આત્મા (સમયસાર કળશ ન. ૬) શ્રીઆત્મસિદ્ધિના આધારથી સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ગાથા-૯, ૧૧૦, ૧૧૧, ૪૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ > આત્માના વિવિધ ગુણ-ભેદોની અપેક્ષાએ: અનુભવ – ચારિત્રગુણની અવસ્થા લક્ષ – જ્ઞાનગુણની અવસ્થા પ્રતીત – શ્રદ્ધાગુણની અવસ્થા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : નીચે પ્રમાણે ના શિક્ષાપાઠ-૯ તથા પત્રાંક ૮૬૦, ૧૭૨, સત્સંગના યોગે વિશેષપણે અવલોકવાં, અવધારવાં. યથા> પત્રાંક ૮૬૦ : (૧) મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ. (૨) સદ્ભૂતનું ચિંતવન. (૩) ગુણજિજ્ઞાસા. > શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ ૯ના આધારે : (૧) વ્યવહાર ધર્મ () નિશ્ચય ધર્મ વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. તેમાં મુખ્ય :(૧) સ્વદયા :- પોતાનામાં રાગ, દ્વેષ, અજ્ઞાનભાવ ન થવા દેવા તે સ્વદયા. (૨) સ્વરૂપદયા:-સૂમ વિવેકથી સ્વરૂપની વિચારણા કરવી. (૩) નિશ્ચય દયા :- શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ. નિશ્ચય ધર્મ :- પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી. હું પરમ અસંગ સિદ્ધસદશ શુદ્ધ આત્મા છું, એવી Page #16 -------------------------------------------------------------------------- ________________ * ** * * * *** **** * * * *** * * આત્મસ્વભાવવર્તના. પત્રાંક ૧૭૨ : “જ્ઞાનની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, જ્ઞાનીની નજીક (સમીપે) રહેવું તે શ્રેષ્ઠ સાધન છે.” > શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય : આત્મવિનિશ્ચય તે આત્મદર્શન. આત્મપરિજ્ઞાન તે આત્મબોધ. > અનેકાંતદષ્ટિયુક્ત એકાંત દષ્ટિ, પરમાર્થથી સમ્યક્ત્વ થતાં પ્રગટે છે. > જ્ઞાની અધ્યાત્મદષ્ટિ સહિત પ્રવર્તે એનું નામ સવિકલ્પ સમાધિ અને અભેદમાં જઈ અનુભવ કરે તે – નિર્વિકલ્પ સમાધિ. સમ્યગદર્શનની ઉત્પત્તિના મૂળમાં રહેલાં મુખ્ય ચાર તત્વો (૧) શાસ્ત્રજ્ઞાન (૨) સુયુક્તિનું અવલંબન (૩) શ્રી સદ્ગુરુનું સાન્નિધ્ય અને બોધરૂપ કૃપાપ્રસાદ સ્વાનુભવ (શ્રી સમયસાર ગાથા-૫ ની ટીકાના આધારે) (૧) શાસ્ત્રજ્ઞાન : આત્મા-અનાત્મા આદિ પ્રયોજનભૂત તત્ત્વોનું નિષ્પક્ષ અને સાપેક્ષ દૃષ્ટિથી પ્રતિપાદન કરનારા, Page #17 -------------------------------------------------------------------------- ________________ *** પૂર્વાચાર્યો અને મહાજ્ઞાની પુરુષોના પ્રણીત કરેલા, ઉત્તમ બોધનું પ્રતિપાદન કરનારા સલ્ફાસ્ત્રો. (૨) સુયુક્તિઃ તેને અનુસરવા માટે જરૂરી છેઃ વિશાળ બુદ્ધિ હૃદયની ઘણી વિશાળતા રાખો. (પત્રાંક-૪૦) પ્રમાણિકતા : એકનિષ્ઠા, સરળતા, હૈયે તેવું હોઠે, હોઠે તેવું હાથે. અનાગ્રહ દૃષ્ટિ : કોઈપણ પ્રકારના ગચ્છનો, મતનો, શાસ્ત્રોનો, વ્યક્તિનો કે દૃષ્ટિનો આગ્રહ રાખવો નહીં. યથા – (અ) છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. (બ) નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (ક) ગચ્છમતની જે કલ્પના, તે નહિસવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. - શ્રી આત્મસિદ્ધિ ગાથા - ૧૦૫, ૧૩૧, ૧૩૩ (ડ) લિંગ, જાતિ અને આગમનો આગ્રહ રાખે તેનો સંસાર ન છૂટે. -શ્રી સમાધિશતક ગાથા - ૮૭-૮૮-૮૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રીગુરુપ્રસાદ (અ) જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૫૮ (બ) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. (ડ) ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. - શ્રી આત્મસિદ્ધિ ગાથા-૧૧, ૧૧, ૧૨૦ (૪) સ્વાનુભવ > આ પ્રગટાવવા માટે સત્પાત્રતા જરૂરી છે અને સત્પાત્રતા માટે : અભ્યાસરૂપ સતત પરિશ્રમ ધીરજ. સદ્ધોધ સગુણસંપન્નતા ૧ ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ > સ્વાનુભવ માટે, પાત્રતા સહિત પરમાત્મા અને સદ્ગુરુનું અવલંબન આવશ્યક છે. > સદ્દગુરુ = સંવર, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય તત્ત્વના પ્રતીક છે. > પરમાત્મા = ઉપરોક્ત તત્ત્વની પૂર્ણતા-મોક્ષ, દેહસહિત (અરિહંત) અને દેહરહિત સિદ્ધ. > “ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. - વચનામૃત પત્રાંક-૪૭ અભ્યાસરૂપ સતત પરિશ્રમ : (અ) અભિ-આસ-ની તરફ જોઈને બેસવું. પ્રભુ-ગુરુ-આત્મા તરફ ફરી ફરી ચિત્ત લઈ જવું. (બ) આત્મતત્ત્વ અભ્યાસ કરે છે, ફરિ હરિ ચિત્તે એ જ ચહે; એજ કથન, સુવિચાર, ભાવના, અનુભવતત્પર નિત્ય રહે. (ક) શક્તિ-સમય-રુચિ-આ બધાને સત્કાર્ય અને આત્મદર્શનની પ્રાપ્તિમાં લગાડો. ધીરજની આરાધના : (૧) ભગવાન મહાવીરનું ૪૫૧પ દિવસનું ઉગ્ર તપ (૨) શબરીબાઈની, સદ્ગુરુના વચનની શ્રદ્ધાથી અખૂટ ધીરજ. છે . Page #20 -------------------------------------------------------------------------- ________________ (૩) મુનિની વ્યાખ્યા જુઓ : રાયચંદ્ર ધૈર્યપાલ, ધર્મઢાલ, ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હો. (૪) શ્રી આચાર્યની વ્યાખ્યા ઃ સોધઃ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે; પંચેન્દ્રિગજના દર્પદલને, દક્ષ શ્રી આચાર્ય છે. શ્રી નિયમસાર (૧) શ્રી ગૌતમસ્વામી, ભગવાનનો બોધ ઊભા ઊભા બે હાથ જોડી ઝીલે છે. શ્રી ગુરુનો બોધ, પ્રે૨ણા, પ્રેમ, માર્ગદર્શન-બધુય ઝીલતાં શીખો અને તેમની આજ્ઞા આરાધવા સદાય તત્પર રહો. (૨) દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે. - વચનામૃત પત્રાંક - ૩૩૦ (૩) શ્રી પદ્મનંદિપંચવિંશતિમાં સદ્બોધ ચંદ્રોદય નામનું આખું પ્રકરણ છે તે અભ્યાસીઓએ અવલોકવું. *************** ww www.jainedy.org Page #21 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણસંપન્નતા: - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. - શ્રી આત્મસિદ્ધિ ગાથા - ૧૩૮ • પ્રભુ - ગુરુનું અવલંબન લઈને યોગ્યતા વધારવાની છે. માત્ર વ્યક્તિગત રાગ નહિ, પણ તેમના ગુણો ગ્રહણ કરો. (ગુણાનુરાગ) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક ૯૫૪/૯ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક ૭૯/૩ આત્મદર્શન ઉત્પન્ન થયાની કસોટીઓ (૧) થોડી થોડી વારે, વિના પ્રયત્ન પણ પ્રભુ - ગુરુ - આત્મસત્તાનો ભાવ ભાસ્યમાન થયા કરે છે? (૨) વિકાર થાય તેને તુરત વિકારરૂપે જાણી લે છે? (૩) જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની વૃદ્ધિની ભાવના રહે છે? (૪) સમ્યગૃષ્ટિના આઠ અંગ પ્રગટ થયાં છે? (૫) સર્વમાં પ્રભુ દેખી, મૈત્રીથી પ્રવર્તે છે? નિંદા-ઈર્ષાથી :: ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ વેગળો રહે છે? (૬) હેયનો અપરિચય અને ઉપાદેયનો સ્વીકાર કરે છે? (૭) શમ-સંવેગ-નિર્વેદ-આસ્થા-અનુકંપા વધારવાનો ઉદ્યમ કરે છે? (૮) વૃત્તિ વારંવાર અંતર ભણી વળતી રહે છે? તેવી ભાવના રહે છે? (૯) દુનિયા તને નાટક જેવી લાગે છે? (૧૦) સમતાના-વીતરાગતાના અભિપ્રાયની મુખ્યતા રહે છે? • અભિપ્રાય-શ્રદ્ધાગુણની અવસ્થા ભાવ-ચારિત્રગુણની અવસ્થા અભિપ્રાયની અગત્યતા કથંચિત ભાવથી પણ મોટી છે. શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય તો મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય, ચારિત્રથી ભ્રષ્ટ થાય તો શ્રદ્ધાના બળથી, ફરીથી મોક્ષમાર્ગ ઉપર આવી જાય. આત્મદર્શનનું માહાભ્ય > તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને (૧) તીવ્ર બંધન નથી, (૨) અનંત સંસાર નથી, (૩) સોળ ભવ નથી, (૪) અત્યંતર દુઃખ નથી, (૫) શંકાનું નિમિત્ત નથી, (૬) અંતરંગ મોહિની '::: , Page #23 -------------------------------------------------------------------------- ________________ નથી, (૭) સત્ સત્ નિરુપમ, સર્વોતમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જયોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે! - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૯૧ > વિશ્વાસ, વિશ્વાસ પોતાના આત્મામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ-આ જ જીવનસફળતાનું રહસ્ય છે. - સ્વામી વિવેકાનંદ > અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૮૩૯ > શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - શ્રીમદ્ ભગવદ્ગીતા આત્મદર્શનનું ફળ | (૧) અનંતાનુબંધી વિભાવભાવ (ચિત્તના તીવ્ર વિકારો) તૂટી જાય છે. (૨) અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ અંશે અનુભવાય છે. (૩) પરમાર્થ વિવેક (ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ચાલુ થઈ જાય છે. (૪) વસ્તુસ્વરૂપનો નિ:શંકપણે નિર્ણય થતાં, સ્વ સ્વરૂપે Page #24 -------------------------------------------------------------------------- ________________ અને પર પરરૂપે ભાસે છે. (૫) સંસારની વાતોમાં રસ રહેતો નથી. (૬) ઉત્કૃષ્ટ એવી દુન્યવી સંપત્તિ પ્રાપ્ત થતાં પણ તેમાં ઉપાદેયબુદ્ધિ ઉપજતી નથી. (૭) આવી શ્રદ્ધાના ઉદયથી શુદ્ધ આત્મા પ્રત્યે અપૂર્વ રુચિ અને અત્યંત ઉલ્લાસભાવ પ્રગટે છે. (૮) આઠ મદ-સાત ભય-છ અનાયતન-ત્રણ મૂઢતાનો અભાવ થઈ જાય છે. (૯) આઠ અંગો પ્રગટે છે. (૧૦) એકતાળીસ કર્મપ્રકૃતિનો બંધ અટકી જાય છે. (૧૧) ગુણશ્રેણી નિર્જરા નિરંતર ચાલુ જ રહે છે. (૧૨) નરક, તિર્યંચ (પ્રાણી), નપુંસક, નીચકુળ, વિકલાંગ, અલ્પાયુ, સ્ત્રી શરીર અને દરિદ્રતાને પામતો નથી. (૨. શ્રાવકાચાર, ગાથા નં. ૩૫) આત્મદેષ્ટિવાળા મનુષ્યનું સ્વરૂપ ..દાસ ભગવંત કે ઉદાસ રહે જગતસો; સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ. - શ્રી સમયસાર નાટક-૧/૭ > સમ્યગૃષ્ટિના (શ્રાવકના) ર૧ ગુણ : લજ્જા, દયા, મંદકષાય, શ્રદ્ધા, પરના દોષને www.jainelibrai org Page #25 -------------------------------------------------------------------------- ________________ ઢાંકવા, પરોપકાર, શાંતદષ્ટિ, ગુણ ગ્રહણતા, મોટાઈ (મોટું મન), સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મધુરવચન, દીર્ઘ વિચાર, વિશેષજ્ઞાન, શાસ્ત્રજ્ઞાનની મર્મજ્ઞતા, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞતા, ધર્મજ્ઞતા, દીનપણું તેમજ અભિમાન નહીં પણ મધ્ય વ્યવહારીપણું, સ્વાભાવિક વિનય, પાપાચરણથી રહિતતા ઈત્યાદિ ગુણો પ્રગટે છે. - સમયસાર નાટક-૧૩/પ૩ > પત્રાંક ૮૦ (વચનામૃત) - નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; - સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; - પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યાછે; - ક્લેશનાં કારણ જેણે નિર્મળ કર્યા છે; - અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે; - જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; - તે પ્રતાપી પુરુષ જયવાન વર્તા; આત્મદર્શનના નિવાસના સ્થાનકી પત્રાંક ૪૯૩ (વચનામૃત) શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ તે છ પદને સમ્યગ્રદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. યથા Page #26 -------------------------------------------------------------------------- ________________ A આત્મા છે, તે નિત્ય છે, “છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા', વળી “મોક્ષ છે,” “મોક્ષ ઉપાય સુધર્મ.” - શ્રી આત્મસિદ્ધિ ગાથા-૪૩ આ બધા ગુરુગમથી, તટસ્થપણે સમજવા. સાધકને વિશેષ પ્રેરણા સત્યાર્થ શ્રદ્ધાની આરાધના: > સાધકે, સમ્યશ્રદ્ધા અગ્રિમતાના ધોરણે કરવી રહી, એવો આત્માનુભવી શ્રી ગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે. સત્ય-તત્ત્વના બોધનો વારંવાર પરિચય કરવો. અપૂર્વભાવ સહિત બોધ ધારણ કરવો. યથાઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. (મૂળ મારગ) વચનામૃત પત્રાંક-૧૦૫ ના મુદ્દાઓ પોતાના દૈનિક જીવનમાં ઉતારવા. (પરિશિષ્ટ-૨). સત્સંગ-સન્શાસ્ત્ર-સતત્ત્વની રુચિ વધારવી. પોતાના દોષોની કબૂલાત કરવી. વીસ દોહરા - તુજ વિયોગ સ્કૂરતો નથી – ઈત્યાદિ. સદ્ધોધ ધારણ કરવાથી, દેહાત્મબુદ્ધિના સંસ્કાર ધીમે ધીમે ઘસાઈ જાય ત્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ ઉપજે છે, જગતના પદાર્થોની મહત્તા ઘટે છે, જેના ફળ A A A A A A ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે જ્ઞાન-વૈરાગ્યરૂપી શીતળતા તેની જીવનસરિતામાં સહજરૂપે પ્રગટ થાય છે. આવા શિષ્યને, કોઈક દિવસે સ્વરૂપમાં સ્થિર થઈ જતાં, સ્વાનુભવદશા પ્રગટે છે-જે પરમાર્થ શ્રદ્ધા છે. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે; એનું જ કરવું અનુસરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ. - શ્રી સમયસાર ગાથા-૧૮ વિશેષ વાચન માટેના સગ્રંથો] - શ્રી દર્શનપાહુડ - વચનામૃત પત્રાંક-૧૦૫ (જુઓ પરિશિષ્ટ-૨) - વચનામૃત પત્રાંક-પ૨૫ - વચનામૃત પત્રાંક-૭૫૧ - શ્રી રત્નકરંડ શ્રાવકાચાર (ગાથા ૧ થી ૪૧) - શ્રી આત્માનુશાસન .....ઈત્યાદિ અનેક સલ્ફાસ્ત્રો ગુરુગમે અને સત્સંગના યોગે અવલોકવા-આરાધવા. આત્મદર્શનની પ્રાપ્તિ માટે સાધકને ઉપયોગી વિશેષ મુદ્દાઓ > આત્મદર્શન સપુરુષોની કૃપાદૃષ્ટિથી પ્રાપ્ત થાય છે. જ ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ > જેનું ચિત્ત, હૃદય અને બુદ્ધિ નિર્મળ થાય તેને જ આત્માના નિર્મળ પરિણામ પ્રગટે છે. અનાદિના પરકર્તૃત્વ સંસ્કાર છોડો. (હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા) > ‹ (બાહ્ય નિમિત્તની અપેક્ષાએ) કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. ગમે તે કાળે પણ એ પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. સમ્યગ્દષ્ટિની દશા :- ચારિત્ર (વર્તના) ગુણની અવસ્થા સમ્યગ્દષ્ટિની શ્રદ્ધા :- શ્રદ્ધા ગુણની અવસ્થા નિશ્ચય સમ્યગ્દર્શન સામાન્યપણે બીજાના ખ્યાલમાં આવતું નથી. ‹ મરીને પણ તત્ત્વનો કૌતુહલી થા. સત્પુરુષને જાણે, ઓળખે, આજ્ઞા માને અને આરાધના કરે ત્યારે ભાવશુદ્ધિ થાય અને આત્મદર્શન પ્રગટે. > સદ્ગુરુની આજ્ઞાના અવલંબનથી પોતાના સ્વરૂપનો, અંતરના ભાવથી સ્વીકાર કરવો. - શ્રી સમયસાર કળશ-૨૩ સાધ્ય આત્માની સિદ્ધિ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ છે, બીજી રીતે નથી. - શ્રી સમયસાર કળશ-૨૦ ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ જ > સાધનાની અપેક્ષાએ-“મૂળ મારગમાં કહ્યું છે તેમ જ્ઞાન પહેલું (સદ્ગુરુ ઉપદેશથી જાણવું તે) આવે છે. પરમાર્થસિદ્ધિની અપેક્ષાએ આત્મદર્શન પહેલું ઉપજે છે. યથા - सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૧/૧ > જ્ઞાન-દર્શન સાથે પ્રગટે છે છતાં દર્શન તે કારણ અને જ્ઞાન તે કાર્ય છે એમ કહેવાય છે. પહેલાં તો આત્માને-સદ્ગુરુ ઉપદેશ દ્વારા “આ જાણનારો તે હું છું' એમ જ્ઞાન દ્વારા જાણે-ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ પરમાર્થ શ્રદ્ધા થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? એટલે પહેલાં જાણે, પછી સમસ્ત અન્ય ભાવોથી જુદો પડીને પોતામાં અંશે સ્થિર થાય ત્યારે નિશ્ચય સમ્યક્ત પ્રગટે. આ ક્રમથી સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. સમ્યગદર્શન મુખ્યપણે સ્વાનુભવગમ્ય છે. (અર્થાત્ જગતના મનુષ્યો એવા આત્મજ્ઞાનીને ઓળખી શકતા નથી.) તે પ્રગટ થયાનાં કેટલાક સંત વચનો:(૧) શ્રી સમયસાર નાટક (પંડિત બનારસીદાસજી) સમ્યગદરશ જોઈ, આતમ સ્વરૂપ સોઈ, મેરે ઘટ પ્રગટ્યા બનારસી કહત હૈ. Jair Bucation International Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨) મહાન ભક્ત કવિયત્રી મીરાંબાઈ જનમ જનમકી પૂંજી પાઈ જગમેં સભી ખોવાયો...પાયોજી વસ્તુ અમોલક દી મેરે સતગુરુ કિરપા કર અપનાયો... પાયોજી (૩) સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; A A નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. - શ્રી આત્મસિદ્ધિશાસ્ર-૧૧૯ આત્માનું જતન કરવું. (સમતાનો અભ્યાસ કરવો.) આ જગતમાં અનેક પદાર્થ છે. સત્ય તત્ત્વની પ્રાપ્તિ માટે બેનું જ્ઞાન આવશ્યક છે : (૧) આત્મા (ચેતન) (૨) અનાત્મા (જડ) પહેલા બન્નેનું જ્ઞાન કરવું; પછી ઉપાદેય આત્મતત્ત્વની શ્રદ્ધા કરી તેમાં સ્થિર થવું. આત્માને (ચિત્તવૃત્તિને) નિર્મળ-રાગદ્વેષરહિત બનાવવો. મોહમાયા વ્યાપે નહીં જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે...... વૈષ્ણવજન પદ :- ભક્તકવિ નરસિંહ મહેતા સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર; અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માંય છે. શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક - ૯૦૨ ********* www.jainelibra.org Page #31 -------------------------------------------------------------------------- ________________ - > વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૯૦ શ્રદ્ધાઃ-મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો દઢ શ્રદ્ધા ધારણ કરવી અને વધારવી અને જ્ઞાનના ઉદ્યમને કથંચિત ગૌણ કરવો. > શ્રદ્ધાવાનને પરમાર્થની પ્રાપ્તિ થાય છે, સંશય કરનાર નષ્ટ થાય છે. - શ્રીમદ્ ભગવદ્ ગીતા મોક્ષમાર્ગ મુખ્યપણે પ્રયોગરૂપ છે, અને શ્રદ્ધાવાન હોય તે જ પ્રયોગમાં સતત લાગ્યો રહી શકે છે. વારંવાર અભ્યાસ કરવો. (પત્રાંક ૩૬ ૨/૮૧૯) પ્રારંભિક નિષ્ફળતાથી નિરાશ થવું નહીં. આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. - વચનામૃત પત્રાંક - પર૫ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ચારના યુગપપણાથી હોય છે : (૧) શાસ્ત્રજ્ઞાન, (૨) આત્મજ્ઞાન, (૩) તત્ત્વાર્થશ્રદ્ધાનું, (૪) સંયમ આ ચારેયમાં આત્મજ્ઞાનને સાધકતમ કહ્યું છે. - શ્રી પ્રવચનસાર ગાથા-૨૩૮ની ટીકા A A ૨ ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ > “શ્રદ્ધા” અધ્યાત્મ-અપેક્ષાએ સ્વતંત્ર છે. શ્રદ્ધા સિદ્ધાંત-અપેક્ષાએ સાપેક્ષ છે. સદ્દગુરુના બોધથી “આ જ્ઞાન જ હું છું એમ જાણી, ઉત્તમ મુમુક્ષુ તે જ્ઞાનના ધ્યાનમાં સ્થિર-તલ્લીન થવાનો ઉદ્યમ કરે છે અને સ્વાનુભવદશા પ્રગટ કરે છે. શું કરવાથી અનાત્માનો અપરિચય અને આત્માનો પરિચય થાય તે ગુરુ પાસેથી જાણવું-તેમના ગુણો અને ઉપદેશ આપણા જીવનમાં ગ્રહણ (IMBIBE) થાય એવી દશા પ્રગટ કરવી. ઉત્તમ મુમુક્ષુ માટે રૂનું દષ્ટાંત, યથા - રૂ જેવા સ્વચ્છ – નિર્મળ હોય. રૂ જેવા હલકા - હળવા હોય. રૂ જેવા ભીંજાય તેવા - કોમળ, કૂણા હોય. > વચનામૃત પત્રાંક-૫૦૬માં દ્રવ્યાનુયોગથી કથન છે, તે ગુરુગમથી સમજી-સ્વીકારી, બુદ્ધિનું વિપર્યાસપણું ટાળવા પ્રયત્ન કરવો. > વચનામૃત પત્રાંક-પ૬૯માં ચરણાનુયોગથી કથન છે. અસત્સંગ, અસ...સંગ ટાળો (ઘટાડો) દશ લક્ષણથી આત્મા જાણોક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. ઈત્યાદિ પ્રકારે જીવનમાં સતત અભ્યાસ કરવો. Page #33 -------------------------------------------------------------------------- ________________ જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય. AA > સમ્યગ્દષ્ટ : ભવતિ નિયતં જ્ઞાનવૈરાગ્યશક્તિ : - ઉપાધ્યાય શ્રીયશોવિજયજી સતત અભ્યાસ – પુરુષાર્થ કરવો. શ્રવણ – ૧૦ મિનિટ જાણો, સાંભળો, વાંચો. www શ્રી સમયસાર કળશ - ૧૩૬ મનન - ૨૦ મિનિટ મનન કરો. - નિદિધ્યાસન - ૨૦ મિનિટ નિદિધ્યાસન કરો. બૌદ્ધિક સ્તરે પદાર્થનો વિનિશ્ચય તે વ્યવહાર શ્રદ્ધા. વેદન સહિત પદાર્થનો નિર્ણય થઈ જાય તે નિશ્ચય શ્રદ્ધા. ssage ૨૭ સમ્યગ્દર્શનની પ્રાપ્તિના પાંચ સમવાય કારણો છે, તેમાં રાજા કોણ? પુરુષાર્થ. આ કારણથી કહ્યું : “જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ.” ધ્યાનમાં અધ્યાત્મબોધનું(ગાથાઓનું) અવલંબન : હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે! છું એક શુદ્ધ મમત્વહીન, હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું શ્રી સમયસાર ગાથા ૩૮, ૭૩ - $$$$$$000000 Page #34 -------------------------------------------------------------------------- ________________ : - > કરણાનુયોગની અપેક્ષાએ સૌ પ્રથમ વિશુદ્ધિલબ્ધિ થવી જોઈએ. અને પછી આગળ વધતા, ક્રમે ક્રમે, કરણલબ્ધિ પ્રગટે, યથા – - અધઃકરણ કરણલબ્ધિ દરમિયાન - અપૂર્વકરણ વધતી વધતી શુદ્ધિવાળું ધ્યાન) - અનિવૃત્તિકરણ, એમ અનેક ઉપાયોથી સત્પાત્રતાનો પુરુષાર્થ વધારવો. સાધકને ઉપયોગી અન્ય અગત્યની વધારાના મુદ્દાઓ (૧) વારંવાર સરુનો બોધ પ્રાપ્ત કરવો. આત્મભાવ-અનાત્મભાવનો વિવેક કરવો. કેળા અને છાલના દૃષ્ટાંતથી ઉપરોક્ત વિવેક સમજવો. (૪) આત્મભાવમાં આંશિક સ્થિરતા પ્રગટે તે પરમાર્થ આત્મબોધ. (૫) ઉત્કૃષ્ટ સમાધિ પ્રગટાવે તે નિશ્ચય ચારિત્ર (સાચું મુનિપણું) અને ક્રમે કરીને પૂર્ણ મોક્ષ. (૬) સહજ જાણવાવાળો એ જ મારો સ્વભાવ એવી ચોવીસ કલાકની જાગૃતિ-આત્મા સર્વથા સૂતો નથી. (૭) મંજિલ લાંબી પણ પરમાર્થથી એક જ છે. - ૨૭. Page #35 -------------------------------------------------------------------------- ________________ (૮) સિદ્ધાંત અને અધ્યાત્મના સમન્વયથી પરમાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ (૯) નય, પ્રમાણ અને બુદ્ધિથી ૫૨, સહજ જ્ઞાતા, તે જ મારું મૂળ સ્વરૂપ – - એવો અનુભવ કરવો. (૧૦) નિશ્ચય-સમ્યગ્દર્શન સૌથી અગ્રિમ છે; જેમાં અંશે ચારિત્ર સમાઈ જાય છે. (૧૧) સમ્યગ્દર્શનની નિર્મળતા ગુણસ્થાન અનુસાર પ્રગટે છે, એમ કથંચિત્ કહી શકાય : અવિરત સમ્યક્દષ્ટિ (અનંતાનુબંધી કષાયનો અભાવ) - એકદેશ સંયમી શ્રાવક ( બે કષાયનો અભાવ) A - સાચા મુનિ મહારાજનું મહાન વ્યક્તિત્વ (ત્રણ કષાયનો અભાવ) - તેરમું ગુણસ્થાન (પરમાત્મપદ) (સર્વ વિભાવનો અભાવ) આમ, ક્રમશઃ પૂર્ણ પરમાત્મપદનું પ્રાગટ્ય કરવા વિવેકી અને પરાક્રમી મનુષ્યો પ્રયત્નવાન બનો. ૐ કલ્યાણું અસ્તુ OOZOOZG ૨૮ ******** ssssssss25555552/0020Assooossss Page #36 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ : અગત્યના પારિભાષિક શબ્દોની સૂચિ ઃ આપણું મૂળ સત્ત્વ, જેની પ્રેરણાથી જ હલનચલન, ખાવું-પીવું અને જાણવું-દેખવું આદિ કાર્યો શરીર કરી શકે છે. અરૂપી, સચ્ચિદાનંદ સ્વરૂપ, આપણી પોતાની મૂળ ચીજ-તત્ત્વઆપણું સાચું સ્વરૂપ. અહીં તેનો અર્થ છે પોતાના સ્વરૂપની શ્રદ્ધા થવી તે, આત્મદર્શન/આત્મપ્રતીતિ. દર્શનમોહનીય કર્મ = આત્મા સાથે લાગેલું તે કર્મ કે જેના પ્રભાવથી આપણે શરીરાદિ પદાર્થોને આપણા માનીએ છીએ. આત્મબ્રાંતિનું નિમિત્ત. ઉપશમ/ક્ષયોપશમ/ક્ષય = તે તે કર્મોની આત્મા ઉપર થતી અસ૨ ઘટતી જાય તેવી સ્થિતિ. દોષરહિત મહાન પુરુષ અથવા સર્વદોષોથી રહિત એવા પરમાત્મા. આત્મા = દર્શન = આપ્ત – કષાય – આત્માને દુ:ખી કરે તેવા કામ, ક્રોધ, અભિમાન, માયા, લોભ આદિ ભાવો. નિર્વિચિકિત્સ્વ = અન્યના દુર્ગુણો જોઈને ઘૃણા (અણગમો, જુગુપ્સા)નો ભાવ ન કરવો તે. *****S*** ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપગૂહનત્વ = બીજાના દોષોને ઢાંકવા, જાહેર કરવા નહીં. પ્રભાવના = ધર્મની પ્રશંસા/વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા. ગઈ = પોતાના દોષોનું ગુરુની સાક્ષીએ નિરૂપણ કરી, તેવા દોષો ન કરવા. સમકિત = સમ્યગ્દર્શન, આત્મદર્શન. વીતરાગ = રાગ વગરના મહાન ધર્માત્માઓ. હેય = છોડવા યોગ્ય. ઉપાદેય = ગ્રહણ કરવા/સ્વીકારવા/પોષવા યોગ્ય. શેય = ઉદાસીનપણે-સહજપણે જાણવા યોગ્ય. અનાયતન = (અન્ + આયતન) જેમાંથી સત્ય ધર્મ ન પ્રગટ કરી શકાય તેવા સ્થાનો/પદાર્થો વ્યક્તિઓ. સદ્ભુત = સાચા, કલ્યાણકારી, ગુણવર્ધક શાસ્ત્રો અતિચાર = દોષ, ત્રુટિ કરણાનુયોગ = કર્મસિદ્ધાંત અને ત્રણ લોકનું સ્વરૂપ ઉપદેશતાં શાસ્ત્રો વિચિકિત્સા = ગ્લાનિ, જુગુપ્સા. લોકમૂઢતા = વિવેકરહિત બનીને સામાન્ય લોકો કહે તેમાં ધર્મ માનવો. Jairs Oucation International Page #38 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ આત્મદર્શનને (મહાવીરના બોધને) પાત્ર કોણ? ISOSASSAVANORA (૧) સત્પુરુષના ચરણનો ઈચ્છક, (૨) સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, (૩) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, (૪) બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, (૫) જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, (૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર, (૭) એકાંતવાસને વખાણનાર, (૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, (૯) આહાર, વિહાર, નિહારનો નિયમી, (૧૦) પોતાની ગુરુતાને દબાવનાર, એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યકદશાને પાત્ર છે. પહેલા જેવું એક્કે નથી. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૫ના આધારે ૩૧ www.jainelibrary:org Page #39 -------------------------------------------------------------------------- ________________ અર્થે ભાઈઓ તથા બહેનો માટેનાં અલગ-અલગ ધ્યાનકક્ષોની વ્યવસ્થા છે. g- આવાસની સુવિધાઓ - સત્સંગી ભાઈ-બહેનો માટે અલગ-અલગ રહેઠાણની અતિ સુંદર વ્યવસ્થા ન્દ્રમાં ઉપલબ્ધ છે. કેન્દ્રના મુખ્ય બિલ્ડીંગમાં લગભગ ૧00 ભાઈઓ, સામેના મહિલા ભવનમાં પણ લગભગ ૧00 બહેનો રહી શકે તેવી વ્યવસ્થા છે. કુટુંબ સહિત કે ગ્રુપમાં આવેલ સભ્યો માટે પણ વ્યક્તિગત આવાસની વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ @ કાર્યાલય અને સ્વાગતકક્ષ સંસ્થાનું કાર્યાલય તથા સ્વાગતકક્ષ પૂજ્યશ્રી તથા ટ્રસ્ટીમંડળના માર્ગદર્શનથી સંસ્થાના જ સહયોગી કાર્યકરો, નિષ્ઠાવાન સાધકવૃંદ અને નિયુક્ત થયેલા કર્મચારીગણના સંયુક્ત સહયોગથી ખૂબજ સુંદર-સુગમ રીતે ચાલે છે. વિનયી કાર્યકરો સંસ્થાની મુલાકાતે આવનાર દરેકે દરેક વ્યક્તિઓને તેમની જરૂરિયાત પ્રમાણેની સુવિધા તથા માર્ગદર્શન પૂરું પાડે GP કાયમી ભોજનશાળા એકી સાથે ૧૨૫ માણસો જમી શકે તેવી સુસજ્જિત ભોજનશાળા બારેમાસ ચાલુ રહે છે અને તેમાં કાયમી સાધકો તથા આગંતુક દર્શનાર્થીઓ માટે શુદ્ધ-સાત્ત્વિક ભોજનની વ્યવસ્થા છે. ગ્રુપમાં આવનાર દર્શનાર્થીઓએ કેન્દ્રને જમવા-રહેવા માટે આગોતરા જાણ કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ૪00 જેટલાં ભાઈ-બહેનો સ્વરુચિભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ભોજનશાળાની બાજુમાં જ કરેલ છે. @ ગુરુકુળ નવી પેઢીના સાંસ્કારિક ઘડતરના ઉદ્દેશથી, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓમાં વિદ્યાની સાથે સાથે સુસંસ્કારોનું પણ સિંચન થાય તે હેતુથી, આ સંસ્થામાં એક સુંદર ગુરુકુળ પણ ચાલે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધે, તેઓ વધુ તેજસ્વી બને અને આ આયોજન દ્વારા સમાજને ઉચ્ચત્તર નાગરિકો મળે તે માટે, સ્કોલરશીપ આદિ આપી તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરવાની અમારી ભાવના છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ " હું *ત છું , તો નેધક છું, નો 4i છું.” - ~ મક સાધના ચંદ્ર આધ્યા ધ્યાન કેન્દ્રન્કાંબા- ર સત્સંગ સ્વાધ્યાય 'ભક્તિો સંગીત 0 શ્રીમદ્ રાજ 382007 સેવા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ 000. (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (079) 23276219, 23206483-84 ફેક્સ : (079) 23276142 Jain Educatio n al F e rsonal Use Only