________________
-
> વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૯૦ શ્રદ્ધાઃ-મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો દઢ શ્રદ્ધા ધારણ કરવી અને વધારવી અને જ્ઞાનના ઉદ્યમને
કથંચિત ગૌણ કરવો. > શ્રદ્ધાવાનને પરમાર્થની પ્રાપ્તિ થાય છે, સંશય કરનાર નષ્ટ થાય છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા મોક્ષમાર્ગ મુખ્યપણે પ્રયોગરૂપ છે, અને શ્રદ્ધાવાન હોય તે જ પ્રયોગમાં સતત લાગ્યો રહી શકે છે. વારંવાર અભ્યાસ કરવો. (પત્રાંક ૩૬ ૨/૮૧૯) પ્રારંભિક નિષ્ફળતાથી નિરાશ થવું નહીં. આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે.
- વચનામૃત પત્રાંક - પર૫ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ચારના યુગપપણાથી હોય છે : (૧) શાસ્ત્રજ્ઞાન, (૨) આત્મજ્ઞાન, (૩) તત્ત્વાર્થશ્રદ્ધાનું, (૪) સંયમ આ ચારેયમાં આત્મજ્ઞાનને સાધકતમ કહ્યું છે.
- શ્રી પ્રવચનસાર ગાથા-૨૩૮ની ટીકા
A
A
૨ ૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org