________________
> “શ્રદ્ધા” અધ્યાત્મ-અપેક્ષાએ સ્વતંત્ર છે.
શ્રદ્ધા સિદ્ધાંત-અપેક્ષાએ સાપેક્ષ છે. સદ્દગુરુના બોધથી “આ જ્ઞાન જ હું છું એમ જાણી, ઉત્તમ મુમુક્ષુ તે જ્ઞાનના ધ્યાનમાં સ્થિર-તલ્લીન થવાનો ઉદ્યમ કરે છે અને સ્વાનુભવદશા પ્રગટ કરે છે. શું કરવાથી અનાત્માનો અપરિચય અને આત્માનો પરિચય થાય તે ગુરુ પાસેથી જાણવું-તેમના ગુણો અને ઉપદેશ આપણા જીવનમાં ગ્રહણ (IMBIBE) થાય એવી દશા પ્રગટ કરવી. ઉત્તમ મુમુક્ષુ માટે રૂનું દષ્ટાંત, યથા -
રૂ જેવા સ્વચ્છ – નિર્મળ હોય. રૂ જેવા હલકા - હળવા હોય.
રૂ જેવા ભીંજાય તેવા - કોમળ, કૂણા હોય. > વચનામૃત પત્રાંક-૫૦૬માં દ્રવ્યાનુયોગથી કથન છે,
તે ગુરુગમથી સમજી-સ્વીકારી, બુદ્ધિનું વિપર્યાસપણું
ટાળવા પ્રયત્ન કરવો. > વચનામૃત પત્રાંક-પ૬૯માં ચરણાનુયોગથી કથન છે.
અસત્સંગ, અસ...સંગ ટાળો (ઘટાડો) દશ લક્ષણથી આત્મા જાણોક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. ઈત્યાદિ પ્રકારે જીવનમાં સતત અભ્યાસ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org