Book Title: Astittva ane Ahimsa Author(s): Mahapragna Acharya, Rohit A Shah Publisher: Anekant Bharati Prakashan View full book textPage 9
________________ ૦ આપણું અસ્તિત્વ છે પરંતુ આપણને અસ્તિત્વની અનુભૂતિ નથી. આપણે વ્યક્તિત્વમાં અટવાયેલા છીએ. અસ્તિત્વની અભિવ્યક્તિ એટલે વ્યક્તિત્વ. એક અસ્તિત્વ અભિવ્યક્ત છે મનુષ્યના રૂપમાં, એક અસ્તિત્વ અભિવ્યક્ત છે પશુ અને પક્ષીના રૂપમાં, એક અસ્તિત્વ અભિવ્યક્ત છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના રૂપમાં. ૦ અસ્તિત્વ સમાન છે, વ્યક્તિત્વ સમાન નથી. અસ્તિત્વ દશ્ય નથી, વ્યક્તિત્વ દશ્ય છે. અસ્તિત્વ શુદ્ધ છે, વ્યક્તિત્વ ભેળસેળ છે. ૦ વ્યક્તિત્વ મૃત્યુ પામે છે, અસ્તિત્વ નહિ. વ્યક્તિત્વને મારી શકાય છે, અસ્તિત્વને નહિ. ૦ મહાવીરના દર્શનનું હાર્દ છે – તમે કોઈ વ્યક્તિને મારો છો તો તે શરીર સાથે જોડાયેલી હિંસા છે, વધ છે. તમે કોઈનું અનિષ્ટ ચિંતન કરો છો, તે માનસિક હિંસા છે. તમે કોઈ વ્યક્તિને દબાવવા માટે કોઈ વ્યક્તિને ઊંચકો છો, કોઈ વ્યક્તિના ઉત્થાન માટે કોઈ વ્યક્તિને દબાવો છો તે ભાવાત્મક હિંસા છે. તમે કોઈ વ્યક્તિને મારી શકો છો, અસ્તિત્વને નહિ. તમે કોઈ વ્યક્તિને નીચે પાડી શકો છો, અસ્તિત્વને નહિ. ૦ એ સત્ય છે કે – તમે કોઈને મારી શકો છો, મિટાવી શકતા નથી. કોઈ વ્યક્તિત્વનું ઉત્થાન-પતન તમારા હાથમાં છે, એમ વિચારવું પણ યોગ્ય નથી. શક્ય છે કે ઉત્થાન પતનમાં બદલાઈ જાય અને પતન ઉત્થાનમાં. ૦ અહિંસાનો આધાર છે અસ્તિત્વ. એનો અર્થ છે – અસ્તિત્વ મરતું નથી, નાશ પામતું નથી તેથી કોઈને ન મારો, ને પછાડો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274