Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ મહાવીરવાણીનો પડઘો I, જે માણસ હિંસા આચરે છે, તેને પોતાના અસ્તિત્વનો ભય | અનુભવવાનો પૂર્ણ અધિકાર છે. એક ગુજરાતી કવિએ માર્મિક પંક્તિ લખી છે : બીજાને મારનારા ખુદ જીવે ના એટલા માટે, ખુદાએ કાળની તલવાર બેધારી કરી દીધી ! અહિંસામાં શ્રદ્ધા ધરાવવી અને છલોછલ હિંસા આચરતા રહેવું એ છેઆજના માનવીનું વિસ્મયપ્રેરક વર્તન છે. નવાઈની પરાકાષ્ઠા તો એ છે કે પ્રત્યેક ધર્મ અહિંસાનો આદર કરતો હોવા છતાં, માનવી ક્યારેક તો કે ધર્મના નામે જ હિંસા આચરતો હોય છે ! પોતાના ધર્મનું આવું અપમાન 4 કરનાર વ્યક્તિ પોતાને ભલે ધર્મપ્રેમી સમજે, પરંતુ હકીકતમાં તે ધર્મઝનૂની I હોય છે. આજે પર્યાવરણ પ્રદૂષિત બન્યું છે અને તેને કારણે પણ માનવીનું અસ્તિત્વ સંકટમાં મુકાયું છે, હિંસાનો વિસ્તાર થતો ગયો તેમ તેમ પ્રદૂષણ પણ વધતું ગયું. મોજશોખ વધતા ગયા, જરૂરિયાતો વધતી ગઈ, મોહ અને મોટાઈ વધતાં ગયાં. આ કારણે બિનજરૂરી હિંસા સતત વધતી રહી. જેન ધર્મ હિંસાના અલ્પીકરણને મહત્વ આપે છે, એમાં અનિવાર્ય હિંસાનો દિલગીરીપૂર્વકનો સ્વીકાર છે. અનિવાર્ય હિંસા માટે પણ જ્યારે દિલગીરીનો ભાવ જાગે, ત્યારે બિનજરૂરી હિંસા આપોઆપ બંધ થઈ જાય. અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે અહિંસાનો આદર કર્યો હતો. આજે ભગવાન મહાવીર આપણી વચ્ચે હોત તો અહિંસાની તીવ્ર ગરજ વ્યક્ત કરી હોત. સો વાતની એક વાત છે કે, જો માણસે સુખશાંતિથી જીવવું હોય તો, એને કોઈપણ સ્વરૂપે હિંસા પરવડવી ના જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞના ગહન અધ્યયન અને વ્યાપક મનનના * પરિપાકરૂપે પ્રગટ થયેલો આ ગ્રંથ એક રીતે તો મહાવીરવાણીનો પડઘો જ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 274