Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પર્યાવરણ વિજ્ઞાન અથવા સૃષ્ટિ-સંતુલન-વિજ્ઞાનની એક મહત્ત્વપૂર્ણ શાખા છે. આચારાંગને તેનો પ્રતિનિધિ ગ્રંથ માની શકાય તેમ છે. તેમાં અહિંસાનાં કેટલાંક વિશિષ્ટ સૂત્રોનું પ્રતિપાદન છે – વનસ્પતિ અને માનવીની તુલના, નાના જીવોનો અપલાપ કરવો એટલે પોતાના અસ્તિત્વનો નકાર કરવો વગેરે વગેરે. પ્રસ્તુત ગ્રંથમાં આ સૂત્રો વિશે એક ચર્ચા રજૂ કરવામાં આવી છે. અઢી હજાર વર્ષ પૂર્વે પ્રતિપાદિત આચાર વાસી નથી થયા. એમ લાગે છે કે જાણે તે સાંપ્રતની સમસ્યાઓના સંદર્ભમાં લખાયેલો ગ્રંથ ના હોય ! સત્ય સૈકાલિક હોય છે. અર્થાત્ તે ક્યારેય વાસી થતું નથી. તેની ઉપયોગિતા પ્રત્યેક કાળ અને પ્રત્યેક સમયે ટકી રહે છે. હું એ બાબતને મારું સદ્ભાગ્ય સમજું છું કે મને આચારાંગના ઊંડાણમાં ડૂબકી મારવાની તક મળી. ગણાધિપતિની નિશ્રા મારા માટે એક સહજ પ્રેરણા છે. તેમની ઉપસ્થિતિમાં જે સ્ત્રોત પ્રવાહિત થાય છે તે અન્યત્ર પ્રવાહિત થતો નથી. પ્રવચન વખતે એમ લાગે છે કે જાણે હું નથી બોલતો, કોઈ આંતરિક પ્રેરણા બોલી રહી છે. મુનિ દુલહેરાજજી પ્રારંભથી જ સાહિત્ય-સંપાદનના કાર્યમાં જોડાયેલા છે, તેઓ આ કાર્યમાં નિપુણ છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં મુનિ ધનંજય કુમારે નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કર્યો છે. તથા તેની ગુજરાતી આવૃત્તિમાં હંમેશની જેમ શ્રી રોહિત શાહ અને શ્રી શુભકરણ સુરાણાએ સંનિષ્ઠ સક્રિયતા દાખવી છે. ૧૪, સપ્ટેમ્બર, ૧૯૯૦ આચાર્ય મહાપ્રજ્ઞા મહાવીરનગર, પાલી (રાજસ્થાન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 274